મુલાકાત: વિકીપિડીઅન અર્નવ સોનારા
* અર્નવ જોડે પહેલીવાર ઓળખાણ છેક ૨૦૧૦ની મીનીડેબકોન્ફ, પુનેમાં થઈ હતી. એ પછી એ વિકીપિડીઆમાં જાણીતો બન્યો અને વિકીપિડીઆ કેમ્પસ એમ્બેસેડર તરીકે સારું એવું કામ કરે છે. અર્નવનું યોગદાન ખરેખર ઉદાહરણ આપવા લાયક છે. (કંઈક શીખો, કાર્તિક!) વેલ, અર્નવ ગઈકાલે અમદાવાદમાં ટૂંક સમય માટે હતો એટલે ટૂંકી નોટિસ પર અમે LDCE પર મળવાનું નક્કી કર્યું. EC ડિપાર્ટમેન્ટની જગ્યા બદલાઈ ગઈ છે, પણ તે તરત મળી ગયું એ સારી વાત છે, બાકી MCAમાં એડમિશન લીધું હતું ત્યારે એ હિડન ડિપાર્ટમેન્ટ શોધતા મને ૨૦ મિનિટ લાગી હતી. (મારો જ વાંક હતો, હું સમયસર પહોંચી ગયો હતો
).
અર્નવે વિકીપિડીઆ પર સરસ પ્રેઝન્ટેશન આપ્યું અને તેનો અનુભવ કહ્યો. અમે ૬-૭ જણાં જ હતાં, પણ સારી એવી ચર્ચા થઈ. આશા રાખીએ છીએ કે આવી રીતે નિયમિત મળતા રહીએ અને વિકીપિડીઆની અમદાવાદ કોમ્યુનિટીમાં બહાર આવી જાય. અર્નવે ગુજરાતી વિકીપિડીઆ વિશે પણ સારી એવી સમજ આપી અને અનુભવ વહેંચ્યો.
ફોટો વગેરે: ગુગલ પ્લસ પર. આમાં અમુક ફોટોસ્ ધ્યાનથી જોજો. એક સ્લાઈડ અમદાવાદના સ્થળોની છે, જેને માટે કોઈ લેખ નથી. તો ત્યાંથી શરુઆત કરીશું?






સરસ. તો આ રવિવારે સવારે મળો છો?
ધવલ સુધન્વા વ્યાસ
January 25, 2012 at 8:18 PM
Sure!
Kartik
January 25, 2012 at 8:35 PM
જાહેર જનતા જોગ: http://en.wikipedia.org/wiki/User:AshLin/Ahmedabad આ પાનાંનો ઉલ્લેખ બ્લોગમાં કરેલો છે.
Kartik
January 26, 2012 at 10:14 AM
આભાર !
હમઝા ઘાંચી
January 27, 2012 at 6:54 PM
LCDE ni jaga e LDCE hovu joie, any way 72/3 ni mulakat kevi rite thai?
livegujaratonline
January 29, 2012 at 7:13 PM
1. Thanks. Fixed.
2. ૭૨/૩ ની મુલાકાત http://amtsinfo.in/ ના જયેશભાઈ દ્વારા બહુ સમય પહેલા થયેલી. એ પછી નિયમિત મુલાકાતો થઈ રહેતી હોય છે. Android, Arduino, AMTS અને બીજાં કોમન ઈન્ટરેસ્ટ
Kartik
January 29, 2012 at 7:47 PM
વીકીપીડીયા, TED જેવી અનેક માહિતિપ્રચુર સાઇટ્સ પ્રસિધ્ધ થયેલ સાહિત્ય /માહિતિને ગુજરાતીમાં મોટે પાયે અનુવાદીત કરવું જોઇએ.
ASHOK M VAISHNAV
January 31, 2012 at 11:11 AM