મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

પાયરસી: થોડાંક વિચારો

with 17 comments

* જય વસાવડા એ (અને વિનયભાઈ એ એ લેખ share કરીને) પાયરસી વત્તા કોપી-પેસ્ટ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે ત્યારે અમે કેમ પાછળ રહીએ? હું અહીં ક્રમવાર મારા મુદ્દા લખી રહ્યો છું. બધાં ૧૦૦ ટકા પાયરસીને સંગત નથી પણ ક્યાંક છેડા મળે જ છે.

૧. સ્વિડનમાં પાયરેટ પાર્ટીની સ્થાપના ક્યારનીય થઈ છે. (અને હમણાં તે પરથી ધર્મ બન્યો!) મૂળભૂત રીતે તેમનો હેતુ કોપી નહી પરંતુ માહિતી share કરવાનો છે. લેખમાં લખ્યું છે તેમ યુરોપ-અમેરિકામાં પાયરસીના કાયદા એટલા બધા કડક છે કે હમણાં જ Megaupload જેવી સાઈટ બંધ થઈ છે અને પાયરેટબે પોતાનું ડોમેઈન બદલીને .org માંથી .se કરી દીધું છે. અને પાછાં પેલાં, SOPA/PIPA જેવાં કાયદાઓ માથાં પર લટકે જ છે.

૨. આ બધાંની વચ્ચે આપણને એમ થાય કે મ્યુઝિક કે વિડીઓ કે મુવી ઈન્ડસ્ટ્રીઝ ભયંકર ખોટ ખાતી હશે? ના. ઉલ્ટું, ઇન્ટરનેટ આવ્યા પછી તો તેમનો વ્યાપ વધુ વ્યાપ્યો છે. Netflix જેવી સ્ટ્રિમીંગ કંપનીઓ (અને, iTunes વગેરે) ધૂમ કમાણી કરે છે. તો, આમાં પાયરસીને લીધે નૂકશાન થાય છે? ના. મુવી ડાઉનલોડ કરતાં કેટલાય લોકો મુવી ગમ્યા પછી ઓરીજીનલ સીડી-ડીવીડી વસાવે છે.

ઘણાં બધાં આર્ટિસ્ટો હવે પોતાની સર્જનાત્મક વસ્તુઓ Creative Commons લાયસન્સ હેઠળ મૂકે છે. ગુડ પ્રેક્ટિસ. કામ ગમ્યું? સીડી ખરીદો. અને, આર્ટિસ્ટને સપોર્ટ કરો.

૩. નોંધવા જેવી વાત છે કે સ્વિડનનો પેલો ધર્મ કોપી પર મહત્વ આપે છે, પેસ્ટ પર નહી. અવતાર મુવી ડાઉનલોડ કરો, નો પ્રોબ્લેમ, પણ અવતાર મુવીના ડાયકેટર તમે પોતે છો એવું ન કહો. ફ્રી ઈન્ફોર્મેશન નો મૂળ મુદ્દો આ છે. માહિતી મફત વહેંચવી જોઈએ પણ માહિતીના માલિક ન બનો.

૪. પાયરસી એ ચોરી નથી, કારણ કે ચોરીમાં, ૧. તમે મૂળ વસ્તુ એ જગ્યાએથી લઈ લો છો. ૨. તમે એ વસ્તુ ના માલિક બની જાવ છો.

૫. બોલિવુડને વિદેશી કાયદાઓએ આપેલો ફટકો બરાબર જ છે. એ લોકો ક્રેડિટ આપવી જેવી વસ્તુઓ સમજતા જ નથી. અંગ્રેજી ફિલ્મ હીટ થઈ, બનાવો દેશી સસ્તી નકલ. અંગ્રેજી ગીત હીટ, સસ્તી નકલ ટ્યુન સાથે તરત બોલીવુડમાં (અને પછી, લોલીવુડ, ઢોલીવુડ,…)

૬. લાયસન્સ કોને કહેવાય છે એ વાતની લોકોને ખબર નથી.

૭. ઓહ, ૫૦ હજારનો આઈફોન લીધો? ૧ ડોલરની એપ્લિકેશન? ના. કરો, જેલબ્રેક, નાખો પાયરેટેડ એપ્સ. આને સંપૂર્ણ ભારતીય માનસિકતા કહેવાય :)

૮. અને હા, ફ્લિકર-પિકાસા ફોટોગ્રાફ ફ્લિક કરવા માટે નથી.

17 Responses

Subscribe to comments with RSS.

 1. અહી ચોરના ભાઈ ઘંટી ચોર છે. એક મુદ્દો જેની ચર્ચા થવી જોઈએ – જેણે કઈ જ લખ્યું નથી અને લખી શકે એમ પણ નથી એવી વ્યક્તિ જુદા જુદા લેખકોનો સંચય કરી પુસ્તક તૈયાર કરી સંપાદક તરીકે પોતાનું નામ ઠોકી દે તેને શું કહેવાય?, જેમાં પોતાનો એક પણ અક્ષર ન હોય. પ્રસ્તાવના પણ નહિ. આ રીતે પુસ્તક તૈયાર કરવાનો કોઈ મતલબ ખરો?

  • એ ભાઈ જો લેખકોને ક્રેડિટ આપે તો તેને કોપીરાઈટનો ભંગ ન કહેવાય :) વેલ, બધાં લેખકોની પૂર્વ પરવાનગી પણ મેળવવી જોઈએ.

   Kartik

   February 7, 2012 at 11:16

 2. ‘થોડા સમય પહેલાં ‘શોર… ઇન ધ સિટી’ નામક એક ફિલ્મ જોઇ , જેમાં નાયક પાયરેટેડ પુસ્તકો છાપવાનો ‘ધધો’ કરતો હોય છે. પૌલો કૉએલ્હોની ‘ધ અલ્કૅમિસ્ટ’ની છપાઇ છાલી રહી હોય છે ત્યાં આખું પુસ્તક છપાઇ રહ્યું હોય છે ત્યારે છાપકામમાં કંઇક ક્ષતિ ધ્યાનમાં આવે છે, અને તે [ખલ]નાયક આખું પુસ્તક ફરીથી છાપવાનો ‘ઑર્ડર’ કરી નાખે છે, એવું કંઇક કહીને ચોરી કરતા હોઇએ તો શું થયું, મૂળ પુસ્તક્ને તો અન્યાય ન જ થવો જોઇએ.

  પાયરસીને દુર્વ્યવહાર ગણવાને બદલે તેને કનિષ્ઠ પણ અનિવાર્ય સ્પર્ધાની દ્રષ્ટિએ જોવાથી આ પડકારનો વધુ અસરકારક મુકાબલો કરવો જોઇએ.
  ટી સીરીઝના દાખલ થવાથી દરેક ટ્રકસુધી ફિલ્મ સંગીત પહોંચી ગયું હતું. એ જ સિધ્ધાંત પર મૉઝર બૅઅરની ભાવ નિતી એવી રાખવામાં આવી છે કે તેઓ જે કંઇ વહેંચવા માગે છે તે પાયરસીવાળાને પોષાય જ નહીં.

  ASHOK M VAISHNAV

  February 7, 2012 at 11:42

  • આ વાંચવા જેવું છે: http://paulocoelhoblog.com/2012/01/28/promo-bay/

   Kartik

   February 7, 2012 at 11:47

   • તદ્ન વાહિયાત દલીલો.

    મારા સવાલ:
    ૧. ફિલ્મની અસલી ડીવીડી કેમ જલ્દી બજારમાં નથી લાવતા?
    ૨. અંગ્રેજી ફિલ્મની ડીવીડીની કિંમત તોડી નાખે એવી કેમ હોય છે? થોડી સસ્તી કરે તો વધુ લોકો ખરીદી શકે.
    ૩. મોઝર બેયરની ફિલ્મો તદ્ન વ્યાજબી હોય છે.
    ૪. હિન્દી ફિલ્મો વાળા પણ હોલીવુડ રસ્તે ચાલવા જાય છે અને મોંઘીદાટ ડીવીડીઓ રાખે તો વધુ વાંક કોને આપી શકાય?

    Kartik

    February 7, 2012 at 12:50

 3. 50,000 no Iphone lidha pachi paisa no hata atle iphone jainbreack karvo padyo…

  boby patel

  February 7, 2012 at 18:00

  • ધન્ય છે, બોબી, તમને! ;)

   Kartik

   February 7, 2012 at 19:12

 4. Very interesting topic.. I will write down my thoughts on my blog and then will give you the Link.. :)

  Anurag

  February 7, 2012 at 19:30

 5. કેટલીક વખત કોઇની રચનાને ટાંકવાથી તમારી ક્રિએટિવિટીમાં વધારો થતો હોય છે પરંતુ કોપીરાઇટ એક્ટ (ભારતમાં પણ) ખૂબ જ જડ રીતે બનાવવામાં આવ્યો છે તે પણ બ્રિટનના કોપી રાઇટ એક્ટની કોપી જ છે. ખાસ કરીને સંગીતમાં પણ જો તમારે કોઈ હિન્દી ફિલ્મનાં ગીતનો ઉપયોગ માત્ર 10 કે 15 સેકન્ડ સુધી તમારી ફિલ્મ કે નાટકમાં કરવો હોય તો પણ કોપીરાઇટ એક્ટ તેની પરવાનગી આપતું નથી. તેમનાં મનમાં એમ જ છે કે આ નાટક કે ફિલ્મ વ્યાવસાયિક જ છે અને તેમાંથી મબલખ નાણાં મળે છે પછી ભલેને ફિલ્મ કે નાટક રજૂ થયા પછી ચાલે કે ના ચાલે.

  anshujoshiAnshu Joshi

  February 7, 2012 at 22:15

  • sachi vat..

   pan e badha ni alag bend baja vala to ekdam befikarai thi vagade…

   E KALA, E KALA, E KALA, E KALA…..

   KALA KAUVA KAT KHAYEGA :P

   ( I dont know what is the connection of that song with Weddings, but they play it too much)

   Anurag

   February 8, 2012 at 09:43

 6. #7

  Very true!

  Nil Thakkar

  February 7, 2012 at 22:26

 7. [...] કોપી પેસ્ટ જ કહી શકાય જેનું શીર્ષક છે પાયરસી: મારા વિચારો. ઘણા લોકો આને પોતાની કલાત્મકતા કહેશે [...]

 8. સરસ કાર્તિકભાઈ, તમારી પોસ્ટ અને કોમેન્ટ્સ સાથે સંમત. ઘણા સર્જકો જાણી જોઈને પોતાની માર્કેટ ટકાવવા – વધારવા થોડી પાયરસી થવા દેતા હોય છે. ઈટ્સ વેલીડ માર્કેટિંગ સ્ટ્રેટેજી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ યુટ્યુબ છે. જડ કોપીરાઈટ એક્ટ કે વિજીલન્સનો અતિરેક આજના જમાનામાં ચાલે નહિ.

  jay vasavada JV

  February 9, 2012 at 02:21

 9. વચ્ચે મોટાં હોલીવુડ સ્ટુડિઓમાંથી મુવી લીક થવાના સમાચાર હતા. વેલ, આ લેખ વાંચવા જેવો છે: http://ploum.net/post/im-a-pirate

  Kartik

  February 9, 2012 at 22:15

  • કાર્તિકભાઈ, જયભાઈ,
   પણ પ્રીતમ જેવા ચોરટાઓ પોતાના ગીતોની cd ની પાયરસી નાં કરવાની શિખામણ/ધમકી આપતા હોય એ પણ હાસ્યાસ્પદ લાગે છે. ખરેખર તો પાયરેટેડ cd બજાર આવા ચોરટાઓ પર થોડી ઘણી લગામ રાખી રહ્યું છે. જો સસ્તા ભાવની પાયરેટેડ cds ના મળતી હોત તો આવા ચોરોની “ઓરીજીનલ” cd કે dvd ના ભાવ સાતમાં આસમાને હોત.
   ચિરંતન

   Chirantan Vyas

   February 10, 2012 at 08:53

 10. [...] કોપી પેસ્ટ જ કહી શકાય જેનું શીર્ષક છે પાયરસી: મારા વિચારો. ઘણા લોકો આને પોતાની કલાત્મકતા કહેશે [...]


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,404 other followers

%d bloggers like this: