મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

આજનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે

with 4 comments

* આજનો બ્લોગ એટલે, સેજલબેનનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે – તેમનાં હોમસ્કૂલિંગ વિશેના અનુભવો અને એકદમ સરસ પ્રયોગો અને અવનવું શીખવાનો બ્લોગ. તેમનો બ્લોગ થોડા સમય પહેલાં જોયેલો, પછી કાળક્રમે તેના વિશે લખવાનું કે નોંધ લેવાનું ભૂલી ગયેલો અને આજે ફેસબુક પર રજનીભાઈના એક ફોટાની કોમેન્ટ્સ-ચર્ચા પરથી તેમના દ્વારા ફરી મળ્યો. હોમસ્કૂલિંગ એટલે કદાચ મા-બાપ માટે સૌથી અઘરી વસ્તુ છે (હેલ્લો, જયભાઈ!) એ માત્ર મા-બાપને તેમના સંતાનોને હોમવર્ક કરાવતા કેટલી તકલીફ પડે છે એના પરથી ખ્યાલ આવે. સેજલબેનની શીખવવાની પધ્ધતિ જોતા હોમસ્કૂલિંગ તેમનાં સંતાનો માટે સો ટકા ફન બનતું હશે.

કવિનને હોમસ્કૂલિંગ તો શક્ય નથી, પણ બને ત્યાં સુધી તેને કંઈક નવી રીતે શીખવવાનું હવે નક્કી કર્યું છે. આમ પણ, અમે થોડી ટેકનિક તો અપનાવીએ છીએ, પણ કદાચ હજી થોડો મોટો (૧લા ધોરણ પછી) થાય તો અમારું કંઈક સાંભળે પણ ખરો. અત્યારે તેની મસ્તી અને અમારા બૂમ-બરાડા સિવાય અમારુ કોમ્યુનિકેશન નબળું છે :) (હા, કોઈક વાર સાંભળે છે, પ્રશ્નો પૂછે છે, અમને કન્ફયુઝ કરે છે અને કોઈક વાર અમને પણ ચક્કર આવે એવા સંવાદોની આપ-લે થાય છે – એ એક્સ્ટ્રા).

હા, સેજલબેનનો બ્લોગ – બ્લોગરોલ, ગુગલ રીડર કે ફીડ રીડરમાં ઉમેરી લેજો!

About these ads

4 Responses

Subscribe to comments with RSS.

 1. તમારો ખાસ આભાર તો એ કે ઓરકુટ પછી લગભગ છૂટી ગયેલો સંપર્ક તાજો કરાવ્યો. આવતી કાલે જ સુરત જાઉં છું, આશા રાખું ત્યાં સેજલ બહેન આવે. એમણે હોમ સ્કૂલિંગનો નિર્ણય લીધો ત્યારે અમારે ઘણી વાતો થતી. મારી ઘેર પણ આવેલા. નાનકડો એવો ફાળો એમને આ પ્રેરણામાં મારો ય ખરો ! :P પણ બ્લોગ પરથી લાગે છે કે એ એ અપેક્ષાથી વધુ ઉત્તમ રીતે આ તપ પાર પાડી રહ્યા છે. ગમ્યું. :)

  jay vasavada JV

  April 14, 2012 at 04:13

 2. કાર્તિકભાઇ, ઉલટાનું વધારે સહેલું છે. સમજ ના પડે કે રસ ના પડે ત્યાં સુધી જ કોઇ બાબત અઘરી હોય છે અને મારાં માટે એ જેટ્લું સાચું છે તે એક બાળક માટે પણ છે.હું હોમસ્કૂલીંગ લખું છું – સ્કૂલ નથી જતાં અને ઘરે રહીએ છે- પણ અમે અનસ્કૂલર છીએ અને એમાં અભ્યાસક્રમ-સ્વાધ્યાય-પરીક્ષા-રુટીન જેવું કાંઇ જ છે નહીં.અને હું કાંઇ શીખવતી નથી માત્ર શીખવાની પ્રક્રિયામાં સાથે રહું છું અને મારો ફાળો આપું છું.

  sejnik

  April 14, 2012 at 07:47

 3. જય, ચોક્કસ હોમસ્કૂલીંગનાં નિર્ણય માં તમારો ફાળો છે જ અને એ બ્લોગ પર પહેલાં ક્યાંક મેં લખ્યું જ છે…અમારાં એ વિચારબીજ ને ખાતર-પાણી તો તમને વાંચીને કે તમને સાંભળીને જ મળ્યાં છે…ખાસ કરીને તમે લીધેલી કવિશ્રી રાજેન્દ્ર શુક્લની મુલાકાત.

  sejnik

  April 14, 2012 at 07:55

 4. કાર્તિકભાઇ, હું કાંઇ જ શીખવતી નથી માત્ર જરૂર પડે ત્યાં સાથે રહુ છું- હા, હોમસ્કૂલીંગ લખુ છું-સ્કૂલ નથી જતા અને ઘરે રહીએ છે એ અર્થમાં પણ સાચા અર્થમાં અમે અનસ્કૂલર છીએ-અભ્યાસક્રમ,સ્વાધ્યાય,પરીક્ષા,રુટીન કાંઇ જ નથી-જેમાં રસ પડે તે જ્યાંથી મળે ત્યાંથી સાથે મળી શીખવું. હોમસ્કૂલીંગ બધાં માટે શક્ય ના પણ હોય પણ ઘરે અને શાળામાં બાળકને લોકો સમજે તે જરૂરી છે.

  sejnik

  April 14, 2012 at 08:04


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers

%d bloggers like this: