મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

અપડેટ્સ – ૭૫

with 11 comments

* હેલ્લો બેંગ્લોર. ઉપ્સ, બેંગ્લુરુ!! અહીં આવીને ખબર પડી કે ઓફિસ હજી વેકેશન મૂડમાં જ છે. ૩૧ ડિસેમ્બરનો કોઇ પ્લાન લાગતો નથી, હોય તોય હું એકાદ પુસ્તક વાંચવાનું વધારે પસંદ કરીશ. ઓફિસમાં ૧લી એ રજા આપી છે, પણ ૫મી (શનિવારે) ચાલુ રાખ્યું છે. છે ને બોરિંગ?

* સફારીનું ડિજીટલ લવાજમ છેવટે ભરી દેવામાં આવ્યું છે. જોઇએ છીએ હવે કેટલું વંચાય છે. PDF ડાઉનલોડ કરવા દે છે કે ઓનલાઇન જ છે, એ હજી ખ્યાલ આવતો નથી. જે હોય તે, સફારીનાં જ્ઞાનનો આટલો બધો ફાયદો ઉઠાવ્યા પછી હજારેક રુપિયા કશું ન કહેવાય. પણ, વેબસાઇટ હજીયે સુધારી શકાય તેમ છે.

* પેલો આઇફોન ઠીક ન થયો એટલે એની બદલીમાં Karbonn A11 લેવામાં આવ્યો. આઇફોન પર હવે જાત-જાતનાં વધુ અખતરા કરવામાં આવશે!

* છેવટે, થોડાં પુસ્તકો મંગાવવામાં આવ્યા છે, ફ્લિપકાર્ટનું વેરહાઉસ નજીક છે, એટલે ઓફિસમાંથી અમુક લોકો તો ત્યાં જઇને પણ ઓર્ડર આપેલી વસ્તુઓ લઇ લે છે. પણ, આપણે રાહ જોઇશું!

* દોડવાનું પાછું વ્યવસ્થિત શરુ થઇ ગયું છે. સાથે-સાથે ગુજરાતી વિકિપીડિઆ પર ફરીથી હાથ અજમાવવામાં આવ્યો છે.

About these ads

11 Responses

Subscribe to comments with RSS.

  1. Safari ni website ma mane to te $ ma paisa le chhe ej funny lage chhe.. have to dhaglo Indian Payment gatway avi gaya chhe to pan $ ma rs????? and e pan Money Order vada lavajam karta khassa vadhu.. ama kem online.. Printed copy nu lavajam bharvu???

    Mitul

    December 31, 2012 at 15:14

  2. જય જિસસ. હેપ્પી ન્યુ યર.
    કયા પુસ્તકો ઓર્ડર કર્યા? અને ન્યુ યર રિઝોલ્યુશન વાળી પોસ્ટ ક્યારે આવે છે?

    jaychirag

    January 1, 2013 at 00:05

  3. આ Karbonn A11 નો રીવ્યુ પણ શેર કરજો

    dipamzaveri

    January 1, 2013 at 09:34

  4. bhai Kartik, Bharat ma hoie tyare Safari nu online lavajam sha mate ?
    Karan ke Safari – Gujarati & English banne akha Bharat ma free post kare chhe (tame janta jj hasho)
    Me atyar sudhima Delhi-NCR, Kolkata, Banglore, Coimbtore, Pune & Mumbai ma Safari Gujarati na lavajam bharya chhe, ane Delhi-NCR ne bad karta badhe jj ee time sar mali jay chhe . . .
    ee pan 600/- for 2 year

    Nirav

    January 2, 2013 at 12:43

    • કારણ કે, નક્કી નથી કે હું બેંગ્લોરમાં કેટલો સમય રહેવાનો છું ;) એટલે, ઓનલાઇન ભરીએ તો ગમે ત્યાં વાંચી શકીએ. બીજો હેતું, સફારી જેવા મેગેઝિનને કંઇક આપણાથી થતી મદદ કરવાનો પણ ખરો. મોટું ડોનેશન તો ન આપીએ, તો જે કંઇ થાય તે.

      કાર્તિક

      January 2, 2013 at 14:34

      • Saras :)
        To tamaro Safari-Online no anubhav khas janavajo , like PDF / Online page format . . .

        Nirav

        January 2, 2013 at 14:40

        • આ મહિનાના અંતે વિગતે લખીશ. એમ તો અત્યારે લખી શકાય, પણ રીવ્યુ માટે એકાદ મહિનાનો અનુભવ સારો લાગે :)

          કાર્તિક

          January 2, 2013 at 19:37

  5. [...] પેલી અપડેટ્સ-૭૫ પોસ્ટમાં લખેલું તેમ મેં સફારીનું ઓનલાઇન [...]

  6. Dear Kartik,
    Please Revire Karbonn A11

    Jignesh.Parmar

    January 15, 2013 at 22:36

  7. online safari pdf ma made khara?
    site?

    kunal

    March 23, 2013 at 11:01

    • નો PDF, માત્ર ઓનલાઇન જ વંચાય છે. સાઇટ છે: safari-india.com

      કાર્તિક

      March 23, 2013 at 22:15


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,982 other followers

%d bloggers like this: