મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

૨૦૧૨: રનિંગ અહેવાલ

with 2 comments

* અમારા ડેબિયન મિત્ર ક્રિસ્ટિઅન પેરિઆરે ૨૦૧૨ની રનિંગ સમરી લખી છે. તો, અમને થયું કે આપણે પણ લખીએ. અને, ૨૦૧૩નાં ટારગેટ્સ, ગોલ વગેરે પણ મૂકીએ. જોકે તેમની જેમ દોડતાં ઓફિસ જવાનો મારો કોઇ વિચાર નથી, કારણ કે, ઓફિસના બાથરુમમાં શાવર નથી :)

૨૦૧૨માં,

દોડવાનું: ૧૩૯૨ કિલોમીટર,  સમય: ૧૫૮ કલાક. (જોયું? સરેરાશ, દરરોજનો અડધો કલાક જ! સમય નથી એ બહાનું કેવું?)

ચાલવાનું: ૨૧૪ કિલોમીટર, સમય: ૩૮ કલાક, ૩૦ મિનિટ્સ. (હવે, ખાસ ચાલવાનું ઘટી ગયું છે, કારણ કે પીજી<–>ઓફિસ કે બીજી જગ્યાઓએ ચાલતા જ જવામાં આવે છે. દરરોજ બે-ત્રણ કિમી તો એમને એમ જ થઇ જાય છે!).

ફિટનેસ: ૯ કલાક, ૪૨ મિનિટ્સ (મે મહિનાથી. અને છેલ્લાં ત્રણ મહિનાથી તો લગભગ બંધ જ હતું!)

૨૦૧૨ની ઓફિશિઅલ રેસ:

૧. સાબરમતી રિવરફ્રન્ટ ૧૦ કે.

૨. હૈદરાબાદ હાફ મેરેથોન.

૩. બેંગ્લોર મિડનાઇટ હાફ મેરેથોન.

૨૦૧૩માં?

૧. અંતર: ૨૦૧૩ માઇલ્સ. ઓહ, બહુ મોટ્ટું ટારગેટ છે. પણ, જોઇએ :)

૨. રેસ: મુંબઇ મેરેથોન (જાન્યુ, ૧૩), <મુંબઇ-હૈદરાબાદ રેસની વચ્ચે બીજી બે મેરેથોન્સ>, હૈદરાબાદ મેરેથોન (ઓગસ્ટ ૨૦૧૩), કાવેરી ટ્રેઇલ મેરેથોન (સપ્ટેમ્બર, ૧૩), બેંગ્લોર અલ્ટ્રા (૫૦ કે) (નવેમ્બર, ૧૩) અને સાબરમતી મેરેથોન (જો ૨૦૧૩માં થાય તો) અને બીજી બે-ત્રણ હાફ મેરેથોન્સ જો મેળ પડે તો અને થોડીક લોકલ ૧૦ કે વગેરે.

૩. સાયકલિંગ: ક્રોસ ટ્રેઇનિંગ માટે શરુ કરવું.

૪. બીજી કસરતો: અપર બોડી બિલ્ડિંગ માટે. એમ તો, હળવી કસરત ચાલુ કરી જ છે, પણ હજી પૂરતી નથી.

About these ads

2 Responses

Subscribe to comments with RSS.

  1. sabarmati marathon is on this Sunday 6th Jan.

    harsh

    January 3, 2013 at 13:12

    • આ વર્ષે પણ સાબરમતી મેરેથોન મિસ થશે. હું તો પછીની રેસની વાત કરું છું. સામાન્ય રીતે એ ડિસેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં યોજાય છે, એટલે ૨૦૧૩માં ફરી ડિસેમ્બર-એન્ડમાં થાય તો એ આ વર્ષમાં ગણાઇ જાય ને? :)

      કાર્તિક

      January 3, 2013 at 14:12


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,996 other followers

%d bloggers like this: