મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

અપડેટ્સ – ૭૬

with 10 comments

* મંગળવારે આ બેંગ્લુરુમાં ત્રણ મહિના થયા :)

* ગયા રવિવારે અને આજે સવારે LSD પૂરી કરવામાં આવી. હવે આ LSD એટલે Long Slow Distance (run) એમ થાય. બીજું કંઇ ન સમજવું! પેલી મુંબઇ મેરેથોન માથા પર છે અને અમારી તૈયારીમાં કંઇ ખાસ ભલીવાર લાગતો નથી. છેલ્લે, થોડાક સમયથી મુક્ત મને દોડી શકાતું નથી એ સારી વાત ન કહેવાય. અને, તમને બોર કરવા માટે, બેંગ્લુરુના ૩ મહિનાના નિવાસ દરમિયાન કુલ રનિંગ કિલોમીટર અંકે પૂરા ૪૫૪ રોકડા.

એની તૈયારી રુપે એક સરસ મજાની કેપ-ટોપી લેવામાં આવી છે. રંગ પીળો ને ભાવ રાતો, ડ્રાય ફીટ ને ખિસ્સાંને પડે ટાઇટ.

* ગઇકાલે ધવલભાઇ (બીજી વખત મળ્યાં. પહેલી વખત DocTypeHTML5, અમદાવાદમાં મળેલા) અને જયદેવ જોડે BOTS (Bums On The Saddle) ની મુલાકાત લેવામાં આવી.

ધવલભાઇ અને જયદેવ - ટેસ્ટ રાઇડિંગ માટે તૈયાર! બમ્સ ઓન ધ સેડલ!

BOTS એ સાયકલની સરસ દુકાન છે. હા, સાયકલ પર હજી માત્ર વિચારવામાં આવે છે. BOTS માત્ર હાઇ ક્વોલિટી સાયકલ્સ રાખે છે. પાછાં જતાં રસ્તામાં ફાયરફોક્સનો શો-રુમ દેખાયો તો એમાંથી એક મોડેલ લગભગ ફાઇનલ કર્યું છે. SCMM પછી એની વાત છે.

* આવતી કાલે ઉત્તરાયણ છે અને અહીં સમ ખાવા પૂરતી એકેય પતંગ દેખાતી નથી. એટલું સારું છે કે અમારે પોંગલની રજા છે, એટલે આજની LSDનો થાક નીકળી જશે. બાકી બધાંને હેપ્પી ઉત્તરાયણ! અમદાવાદમાં તો લોકોને જલ્સા પડશે. સળંગ ચાર-ચાર રજાઓ!

PS: અહીં જયાનગરમાં ગુજરાતીઓ ભેગા થઇને ઉત્તરાયણ મનાવે છે એવું ધવલભાઇએ કહ્યું. ઉત્તરાયણ જ નહી, બધાં તહેવારોની પણ ઉજવણી કરે છે.

About these ads

10 Responses

Subscribe to comments with RSS.

  1. Ditto. મેં પણ ફાયરફોકસ Road Runner લગભગ ફાઈનલ કરી છે.

    trivedidhaval

    January 13, 2013 at 17:27

  2. Just come back from uttrayan celebration arranged by Jayanagar mandal

    Ketul

    January 13, 2013 at 20:54

    • કેવું રહ્યું?

      કાર્તિક

      January 14, 2013 at 09:04

      • It was good one however you can’t compare with Gujarat’s experience. Resort was good but was hard find out, even google maps was not useful. They have arranged the breakfast, lunch n high T and with that you can also use the resorts facility like swimming pool, indoor games etc. Kites n thread can be bought from the counter but missing part was “khasboo gujarat ki”

        Ketul

        January 14, 2013 at 10:08

  3. How you manage to find time to read so many books? Pls start blog post series on “How to manage time for reading” like you had started for running :)

    KrunalC

    January 17, 2013 at 12:16

    • હા હા. કારણ એક નહી ચાર-ચાર છે.

      ૧. હું અત્યારે ‘એકલો’ છું.
      ૨. મારી વાંચવાની ઝડપ, મારા મતે થોડી વધુ છે.
      ૩. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું વાંચવાનું શરુ કરી લઉં છું. આજ-કાલ બેગમાં પુસ્તક રાખું જ છું. બસ, ટ્રેન, પ્લેન, કોઇની રાહ જોવાતી હોય કે પછી સૂતા પહેલાં.
      ૪. કિન્ડલ પણ ઘણી વખત મદદરુપ થાય છે.

      કાર્તિક

      January 17, 2013 at 12:20

      • I find time while I commute everyday but that time is spend mostly on phone i.e. YouTube..
        Last 3 months were very poor in terms of reading due to PMP exam and outlook of next 3-4 months also look poor due to some next targets…

        KrunalC

        January 17, 2013 at 12:23

        • This PMP looks good. I’m also looking forward for such examination to refresh my rotten knowledge. However, work here itself is giving me new challenge everyday!

          કાર્તિક

          January 17, 2013 at 12:26

          • For me work is not an issue… I give around 9 hrs only to work in a day but still always in crunch of time…

            Many times I think that I put less pressure on myself, remain content and do the things which gives joy… but somehow that’s not possible…. અમુક કીડા એવા લાગ્યા છે જીવનમાં કે ના પૂછો વાત… :) ક્યારેય જીવને જપ વળવાનો નથી….

            KrunalC

            January 17, 2013 at 12:30

  4. [...] DocTypeHTML5 વખતે થયેલો અને ત્યારબાદ અમે BOTSની મુલાકાત વખતે મળેલા. ધવલભાઇને મળો એટલે તરત જ [...]


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,986 other followers

%d bloggers like this: