ગયા અઠવાડિયાનાં પુસ્તકો – ૨
* તો, ગયા અઠવાડિયે અમે મજા માણી,
૫. ભારેલો અગ્નિ — ર. વ. દેસાઇ
વર્ષોથી પેન્ડિંગ. સરસ વસ્તુ એ બની હોય તો, ભારેલો અગ્નિ અને દિવ્ય ચક્ષુ બન્નેની રીપ્રિન્ટ થઇ છે. દિવ્ય ચક્ષુ પણ ટૂંક સમયમાં મંગાવી લેવામાં આવશે.
ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ.
૬. ખોવાયેલાની ખોજમાં — જુલે વર્ન (અનુવાદ: દોલતભાઈ નાયક)
સરસ અને મોટ્ટું પુસ્તક. ૫૦૦ પાનાં. જુલે વર્નની સામાન્ય વિજ્ઞાનકથાઓ કરતાં અલગ. મોટાભાગે સાહસકથા કહી શકાય. જેને જૂની જહાજી અને સાહસકથાઓ ગમતી હોય એમને ગમશે. આ પુસ્તક તમને અડધી દુનિયાની સફર કરાવશે. પેલી ભેદી ટાપુ ઉર્ફે સાહસિકોની સૃષ્ટિમાંનું એક રહસ્ય/તાંતણો આ વાર્તામાં વિગતે વર્ણવેલ છે. સલામ છે, જુલે વર્નને!
ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ.
આમ તો, અનુભવી લોકો માટે કશું ખાસ નવું નથી, પણ સામાન્ય કે મધ્યમ કોમ્પ્યુટર નોલેજ ધરાવતાં લોકો માટે ઘણી કામની માહિતી મળી. સમય મળશે તો આ વિષય પર એકાદ પોસ્ટ કરીશ.
ક્યાંથી લીધું? અમને CIS ખાતે એક ક્રિપ્ટોપાર્ટી હતી તે વખતે મળેલું. ઓનલાઇન પણ પ્રાપ્ત છે.


કાર્તિકભાઈ , મને ” ખોવાયેલાની ખોજમાં અને ભારેલો અગ્નિ ” બંને પુસ્તકોની Flipkart ની લીંક આપજોને .
નિરવ ની નજરે . . !
January 14, 2013 at 19:56
આ રહી એ,
૧. ભારેલો અગ્નિ: http://www.flipkart.com/bharelo-agni/p/itmdfa7z7psrxf4r?pid=9789380868479
૨. ખોવાયેલાની ખોજમાં: http://www.flipkart.com/bharelo-agni/p/itmdfa7z7psrxf4r?pid=9789380868479
કાર્તિક
January 15, 2013 at 10:03
“દિવ્યચક્ષુ ” ના વિષયવસ્તુ અને લેખક વિષે માહિતી આપશો ?
પુસ્તક મેળવવા માટે ની લિન્ક આપવા વિનંતી. મારા એક વિદેશ સ્થાયી થયેલ મિત્ર એ પુસ્તક વિષે પૂછેલ તે માટે સર્ચ કરતાં આપના બ્લોગ નો સંદર્ભ મળેલ છે તો મદદ કરશો . આભાર
VibhutiGanesh
February 6, 2013 at 10:28
ફ્લિપકાર્ટની લિંક: http://www.flipkart.com/divyachakshu-gujarati/p/itmdfjfnvbmvvzhu?pid=9789380868486
વિષયવસ્તુ? લેખક? ર.વ. દેસાઇનું નામ નથી સાંભળ્યું?
કાર્તિક
February 6, 2013 at 10:31