મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

RIP: એરન સ્વાર્ટઝ

with 8 comments

* ઓકે, આ પોસ્ટ લેટ છે, પણ સાવ લેટ નથી એવું મારું માનવું છે. કોણ હતો આ, એરન સ્વાર્ટઝ? ૨૭ વર્ષનો આ યુવાન કેમ સમાચાર પત્રોમાં ચમક્યો? જોકે આપણાં ગુજરાતી સમાચારપત્રોએ હંમેશની જેમ કંઇ ખાસ નોંધ લીધી નહી (કે મને દેખાઇ નહી). જે હોય તે, એરનને લોકો અમેરિકાની ન્યાય સિસ્ટમને કારણે યાદ રાખશે.

એરન જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે RSS 1.0 સ્પેશિફિકેશન બનાવવામાં ફાળો આપ્યો હતો, ત્યારબાદ Reddit ના સહ-સ્થાપક તરીકે તેનું નામ જાણીતું બન્યું. એ જોકે વધુ જાણીતો બન્યો, JSTOR ના કારણે. હવે આ JSTOR શું છે? એ કંપની છે, જે અમેરિકાની કોલેજો-યુનિવર્સિટીઓમાં થતાં શૈક્ષણિક પ્રકાશનો પર હક ધરાવે છે. રીસર્ચ કરે વિદ્યાર્થીઓ-શિક્ષકો, પૈસા ચૂકવવા પડે વિદ્યાર્થીઓને, પૈસા જાય – પ્રકાશકોને! એરનને આ ગમ્યું નહી અને તેણે આ બધાં પ્રકાશનો પબ્લિકમાં મૂકી દીધા. અમેરિકાની ન્યાય સિસ્ટમને એરનનું આ પરાક્રમ બહુ ગમ્યું નહી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો, પણ તેને કંઇ થયું નહી. એરન પછી PACER અને તેનાં ડિમાન્ડ પ્રોગ્રેસ અને આવાજ સંસ્થાઓ સાથેના કામ વડે જાણીતો બન્યો. પેલાં SOPA કાયદાને રોકવામાં તેનો મુખ્ય ફાળો ખરો.

તેમ છતાંય, ટેલેન્ટેડ માણસોને શું થાય છે કે એ દુનિયામાંથી વહેલી વિદાય લે છે? (જાતે કે પછી બીજી ઘટનાઓ દ્વારા?). એરન આ દુનિયામાં નથી. આપણાથી થઇ શકે એ, હું વિકિપીડીઆનો તેનો લેખ ભાષાંતર કરી રહ્યો છું. આ અઠવાડિયામાં તો બહુ સમય નથી, પણ આ મહિનાનાં અંત સુધીમાં એકદમ સરસ બનાવવાનો ઇરાદો છે.

જ્યારે પણ તમે RSS કે ગુગલ રીડર વડે લેખ વાંચતા હોવ ત્યારે, એરનને એક વાર યાદ કરજો. આ એક જ કામને લીધે પણ એરન માટે એક પોસ્ટ લખવું જરાય ખોટું નથી.

અલવિદા, એરન.

About these ads

8 Responses

Subscribe to comments with RSS.

  1. I still have those 33 Gb of scientific publications from Philosophical Transaction of JSTOR :D . It’s a TREASURE !!!

    Rangilo Gujarati

    January 16, 2013 at 18:50

    • રાખી મૂકજો. જ્યારે મળે ત્યારે જેસ્ટોરની જયાફત ઉડાવીશું!

      કાર્તિક

      January 16, 2013 at 19:51

  2. અને આખરે તેણે જાતે જ દુનિયાને અલવિદા કરી… .
    PS: અને તમે કહ્યુ તેમ આપણા ગુજરાતી માધ્યમો કે હિન્દી ચેનલોને આ બાબતે કંઇ લેવા-દેવા નથી (એકાદ-બે ને બાદ કરતા.)

  3. શું ખરેખર સુસાઇડ કર્યો હશે? હજુ મારા માનવામાં નથી આવતું…! Mashable.com પર આના વિષે વાંચ્યું!

    vishal jethava

    January 16, 2013 at 22:12

  4. RIP Aaron Swartz… Irony of the prosecute computer crimes is – it does not include “intention” of crime like other crimes.

    Jaykishan Parikh

    January 17, 2013 at 09:41

  5. Strong enough technically but not so mentally…

    KrunalC

    January 17, 2013 at 12:12

    • એ તો દિમાગ પર પ્રેશર આવે ત્યારે ખબર પડે! એ પ્રેશર માપવાનું કોઇ મશીન બન્યું નથી (કર્ટસી: ૩ ઇડિયટ્સ)

      કાર્તિક

      January 17, 2013 at 12:15

  6. કાર્તિક,
    તમારો બ્લોગ લગભગ નિયમિત પણે વાંચું છું . આ બ્લોગ પોસ્ટ માં એરન વિષે પૂરી માહિતી આપવામાં નથી આવી . ખાસ કરીને તેના આત્મહત્યા પાછળ ના પરિબળો લખ્યા હોત તો વાચકો ને પૂરી વસ્તુ સ્થિતિ ની જાણ થાત . વાચકો એ વિકિપીડિયા પર તેના વિષે નો આખો લેખ વાંચવો જોઈએ . અને હા, લેખ ના ગુજરાતી ભાષાંતર માટે આભાર .

    https://en.wikipedia.org/wiki/Aaron_Swartz

    Saurabh Joshi

    January 17, 2013 at 21:33


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,982 other followers

%d bloggers like this: