આ (ત્રણ) અઠવાડિયાની ફિલમો – ૧૭
* છેક ત્રણ અઠવાડિયે આ પોસ્ટ આવી છે, અને માત્ર ચાર ફિલમો લઇને. બહોત નાઇન્સાફી હૈ!
૧. ટેકન-૨ (૨૦૧૨)
સરસ મુવી. આપણને આ લિઆમ નેસન ગમે એટલે વધારે મજા આવી. સરસ એક્શન. આ ભાગ-૨ની સ્ટોરીમાં થોડાંક છિંડા છે, પણ માર-ધાડની સ્ટોરી હોવાથી ચાલી જાય. જોકે પેલાં ભાગ-૧ માં વધારે મજા આવી હતી.
૨. વ્હિસ્પર ઓફ ધ હાર્ટ (૧૯૯૫)
સ્ટુડિઓ ઘીબ્લી (કે ગ્હિબ્લી?) ઇઝ બેક! આ વખતે સ્ટોરી થોડી મોટી ઉંમરના બાળકો માટે છે. કારણ કે, એમાં કવિતા છે, પ્રેમ છે અને ફૂટતી યુવાનીમાં અનુભવાતી સંવેદનાઓ છે! એમાં પુસ્તકો છે, વાર્તા છે, વાયોલિન છે અને નવાં-નવાં પ્રેમીઓ વચ્ચે થતો વાદ-વિવાદ પણ છે. સરસ સ્ટોરી અને સરસ મ્યુઝિક. Country road.. ગીત સરસ છે. મેં મોબાઇલમાં રેકોર્ડ કર્યું છે, હવે ક્યાંકથી MP3 મળે તો લઇ લઇશું અને રાત્રે સૂતાં પહેલાં સાંભળી શકાય એવી ગોઠવણ કરીશું
૩. પોન્યો (૨૦૦૮)
ફરીથી સ્ટુડિઓ ઘીબ્લીની સરસ ફિલ્મ. મને જોકે જળચરો કે દરિયાની ફિલ્મો થોડી ઓછી ગમે છે. પણ, આ તો સરસ છે! વ્હિસ્પર ઓફ ધ હાર્ટની જેમ સરસ જાપાનીઝ ગીતો અને રસપ્રદ વાર્તા.
૪. *બેટ્ટરીસ નોટ ઇન્ક્લુડેડ (૧૯૮૭)
વાહ. સાયન્સ ફિક્શન વત્તા ઇમોશનલ ફેક્ટ્સ! આજનાં બિલ્ડરોને સમર્પિત. વેલ, આ મુવી પણ અમારા ધ્યાન બહાર કેમ રહી ગયું એ પણ નવાઇની વાત છે. રોબોટને બચ્ચું આવે? તમને નવાઇ લાગતી હોય તો આ ફિલમ જરુરથી જોવી! સંવાદો પણ સરસ.


2,3,4 જોવી પડશે.. !
vishal jethava
January 19, 2013 at 21:52
નિરવ ની નજરે . . !
January 19, 2013 at 22:19
આપણે બહુ સરળ માણસ, એટલે સરળ પોસ્ટ્સ
કાર્તિક
January 19, 2013 at 22:19
[...] ટોટોરો અને વ્હિસ્પર ઓફ ધ હાર્ટની જેમ જ સ્ટુડિઓ ગ્હીબ્લીનું એક સરસ [...]
બે અઠવાડિયાની ફિલમો – ૨૪ | મારા વિચારો, મારી ભાષામાં!
April 12, 2013 at 18:13