બ્રેક
* આજ-કાલ સોશિઅલ નેટવર્કિંગ માંથી સંન્યાસ લેવાના વિચારો વધતા જાય છે, પણ સાફ-સફાઇથી વાત આગળ વધતી નથી એટલે એક ટેસ્ટ બ્રેક આવતા મહિનામાં ફેસબુક, ટ્વિટરમાં લેવામાં આવશે. જો હું વર્ડપ્રેસ (એટલે કે આ અને અંગ્રેજી બ્લોગ) સિવાય ક્યાંય દેખાઉં તો મારી પાસેથી ૫૦૦ રુપિયાનું ઇનામ ક્લેઇમ કરી શકે છે. વર્ડપ્રેસમાં પણ કોમેન્ટ્સ હું મર્યાદિત રાખવાનો પ્રયત્ન કરીશ!
જોઇએ ક્યાં સુધી ખંજવાળ રોકી શકાય છે. જો આ બ્રેક સફળ થશે તો, વધુ મોટો બ્રેક લેવાનો વિચાર છે (ના! બ્લોગ તો ચાલુ જ રહેશે, એટલે હાશ! એવું ન બોલતા!).


“ના! બ્લોગ તો ચાલુ જ રહેશે, એટલે હાશ! એવું ન બોલતા!.”
વાહ! આને કહેવાય નિખાલસતા! વાચકો પણ બિચારા શું કરે? તેમના માટે ‘ઈતની બડી મહેફિલ ઔર યહ દિલ કિસકો દૂં?’ વાળી વાત છે, મારા ભાઈ!
Valibhai Musa
January 31, 2013 at 19:52
if u r taking break, take it with reason n not for just the sake of staying away…
KrunalC
January 31, 2013 at 20:08
કારણ હોય તો એને ફરજિયાત બ્રેક કહેવાય. મરજિયાત બ્રેક વધુ મુશ્કેલ હોય છે. બ્રેકનો સમય શરુ થાય છે – આજે રાત્રે ૧૨ વાગ્યાથી!!
કાર્તિક
January 31, 2013 at 20:22
છેલ્લા વાક્ય થી થોડી હાશ થઇ
મસ્ત
January 31, 2013 at 20:12
ગાડીમાં બ્રેક તો જોઈએ. એને વાપરવું કેમ એ પણ આવડવું જોઈએ. ૮ કે ૧૨ લાઈનના એક્ષ્સપ્રેસ હાઈવે ઉપર ગાડી સ્પીડમાં ચલાવવી જોઈએ નહીંતો પાછળ વાળો બીચારો ભટકાઈ જસે.
vkvora Atheist Rationalist
February 1, 2013 at 07:23
સોશિયલ નેત્વર્કીંગ માં મેં પણ ઘણી વાર મોટા મોટા બ્રેક્સ લીધેલા છે , એના કારણે આજે હું એનો એડીકટ નથી. જોકે આ બ્રેકની મારા પર થઇ છે એથી વિપરીત અસર પણ તમને થઇ શકે કે બ્રેકના લીધે ફરી પાછા તમે ફેસબુક પર જયારે જોડાઓ ત્યારે તેનો ઉપયોગ બમણો કરો ! મારે પણ શરૂઆતમાં જયારે હું નાના બ્રેક્સ લેતો ત્યારે એવું થતું
yuvrajjadeja
February 1, 2013 at 09:45
તમેય પાછા પેલા ઈમ્પોર્ટેડ નેતા ની જેમ – આત્માનો આવાજ સાંભળીને નિર્ણય નથી લીધો ને
તમે પણ કવિન મોટો થઈ ન થઈ ને તમારો બ્લોગ આગળ ના વધારે ત્યાં સુધી કામચલાવ ધોરણે કોઈ મૌન્મોહન ની નિમણુક કરી શકો છો
અને કોઈ પૂછે તો – આત્મા નો આવાજ જીંદાબાદ !!!!
Jaykishan Parikh
February 1, 2013 at 10:52
મારેય ખંજવાળની દવા કરવી છે..સફળ થાવ એટલે અમનેય પ્રીસ્ક્રીપ્શન આલજો
rajniagravat
February 1, 2013 at 11:22
[...] પેલો બ્રેક અત્યાર સુધી સારો ચાલી રહ્યો [...]
અપડેટ્સ – ૭૮ « મારા વિચારો, મારી ભાષામાં!
February 3, 2013 at 22:32
[...] પેલો બ્રેક અત્યાર સુધી સારો ચાલી રહ્યો [...]
અપડેટ્સ – ૭૮ « મારા વિચારો, મારી ભાષામાં!
February 3, 2013 at 22:32