મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

અપડેટ્સ – ૭૯

with 5 comments

* હેલ્લો વર્ડપ્રેસ!

* પેલો બ્રેક લીધા પછી લાગે છે કે દુનિયાથી અલિપ્ત છું, તેમ છતાંય અનઓફિશીઅલી બ્રેકનો ભંગ કરીને એકાદ ટ્વિટ કર્યા વગર રહેવાયું નહી. ફેસબુક પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ પણ. વિચાર આવે છે કે આ ફેસબુક, ટ્વિટર વગર લોકો પાસે કેટલો બધો સમય બચતો હશે કે આનાં વગર અમે પાંચેક વર્ષ પહેલાં શું કરતા હતા? ટાઇમ પાસ કેવી રીત કરતા હતાં? (જવાબ: ઓરકુટ, યાહુ ચેટ, …)

* ગઇકાલે ફરીથી સરસ ફિટનેસ વર્કઆઉટ કરવામાં આવી. વોલબાર સ્ટ્રેચીસ. ફરીથી ખબર પડી કે મારું શરીર તો અનફ્લેક્સિબલ પ્લાસ્ટિક મટીરિઅલ છે!

* સમાચાર મળ્યા છે કે, કવિને મને પત્ર લખ્યો છે. જે મળશે ત્યારે અહીં સ્કેન કરીને કે ફોટો પાડીને મૂકીશ. કુરિઅરની રાહ કાગડોળે જોવામાં આવશે! આ વર્ષનું એક બીજું ટારગેટ છે કે પત્રો લખવાના ફરીથી શરુ કરવા. એક જમાનો હતો જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે મમ્મીને અને એના પહેલાં મિત્રો-સંબંધીઓને હું ઢગલાબંધ પત્રો લખવામાં આવતા. સસ્તું અને સરળ પોસ્ટકાર્ડ બહુ કામમાં આવતું! પોસ્ટઓફિસ અહીં નજીકમાં છે એટલે આજ-કાલમાં એક મુલાકાત લેવામાં આવશે અને જોવામાં આવશે કે પોસ્ટકાર્ડ હજી ચલણમાં છે કે એનેય આપણી ફેવરિટ મોંઘવારી નડી ગઇ.

* અને, આજે તબિયત ઠીક નથી. પાપી પેટ. ન જાણે જાનકી નાથે, મેકડોનાલ્ડમાં એવું શું ખાધું. એટલે, અત્યારે જ્યુશ અને સાદાં ઢોંસાથી ચલાવવામાં આવ્યું. લંચ તો છોડી જ દેવાયું છે. હવે કાલે, દોડવાનો કાર્યક્રમ કેવો રહે છે એ જોવું પડશે. (PJ: પેટ એટલુંય ખરાબ નથી કે, લોકોને ખબર પડી જાય કે હું કયા માર્ગે દોડ્યો. PJ પૂરો!)

About these ads

5 Responses

Subscribe to comments with RSS.

  1. હાં નાનકડા ક્વીન દ્વારા લખાયેલા નાનકડા પત્રની રાહ રહેશે . . . અને પેટ એટલું ખરાબ હોત તો , તમે પોસ્ટ પણ લખતા ન હોત ;)

  2. પત્ર લાખો કે પોસ્ટ ઓફીસ જાવ તો મેઘદૂત પોસ્ટકાર્ડ મેળવવાનો પ્રયત્ન કરજો। SMSથી પણ ‘સસ્તો’ અને અલગ જ અનુભવ લાગશે!

    હરિત કોઠારી

    February 12, 2013 at 16:11

  3. postcard નું ચલણ જોવું છે ? તો મુલાકાત લો – postcrossing.com

    yuvrajjadeja

    February 13, 2013 at 13:07

  4. [...] અપડેટ્સ-૭૯માં લખેલું તેમ કવિનનો પત્ર આવી ગયો છે. [...]


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,986 other followers

%d bloggers like this: