કેડીઇ કોન્ફરન્સ!

* કેડીઇ ઉર્ફે KDE કોન્ફરન્સ, અને એ પણ આપણાં અમદાવાદ (ઓકે, ગાંધીનગરમાં?). હા! ગાંધીનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા DA-IICT ખાતે ૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ KDE Meetup થવાની છે. હવે, તમને થાય કે મારે (એટલે કે તમારે) એમાં શું કરવા જવું જોઇએ?
૧. પહેલું કારણ, ગુજરાતમાં ઓપનસોર્સની કોન્ફરન્સ-મીટ અપ બહુ ઓછી થાય છે. આ એક સુવર્ણ મોકો છે કે તમે ઓપનસોર્સ જોડે ગાઢ પરિચય કરી શકો. ડેવલોપર્સને મળી શકો અને મોટિવેશન મેળવી શકો.
૨. DA-IICT કોલેજ ઢગલાબંધ GSoC સ્ટુડન્ટ્સ ધરાવે છે. જો તમે કોલેજમાં હોવ તો, GSoC પણ તમારા માટે મોટિવેશન બની શકે છે!
૩. જો તમે પહેલેથી ઓપનસોર્સ ડેવલોપર હોવ તો નેટવર્કિંગ માટે તમારા માટે સરસ તક છે. આ કોન્ફરન્સ ડેવલોપર્સ માટે છે, એટલે તમને ન ગમતું માર્કેટિંગ ક્રેપ અહીં જોવા મળશે નહી.
૪. DA-IICT નું કેમ્પસ સરસ છે!
૫. KDE એ awesome છે. હવે awesome નું ગુજરાતી શું થાય? ધાક ઉપજાવનારું, ભયાનક, દારુણ, ભીષણ
પણ, ડરતા નહી. KDE એ ખરેખર અંગ્રેજીનું awesome છે!
બદ્નસીબે, ઓફિસનાં એકદમ ટાઇટ ટાઇમ-ટેબલને કારણે અહીં હું હાજરી નહી આપી શકું પણ, કેટલાય મિત્રો અહીં તમને જોવા મળશે. પ્રદિપ્તો, વિશેષ, યશ, શાંતનુ, વગેરે – awesome લોકો છે.
ચૂકતા નહી!
રજીસ્ટ્રેશન અહીં કરાવો. જો તમને રસ હોય કે ના હોય, તો આ બ્લોગ પોસ્ટ બીજાં કોલેજનાં વિદ્યાર્થીઓને પહોંચાડવા વિનંતી.
PS: યશની આ પોસ્ટ વધુ માહિતી આપશે.


ભયાનક, દારુણ, ભીષણ … this could be “awful”.. may not be awesome… GL data needs correction here!
Nirav Mehta
February 11, 2013 at 22:50
http://gujaratilexicon.com/dictionary/EG/awesome*/ મને પણ એમ જ થયું કે કંઇક ગરબડ તો છે જ.
કાર્તિક
February 12, 2013 at 09:41
Want to go to KDE… But I m not sure i would be able to go due to office work
Anurag
February 12, 2013 at 10:19
અલ્યા ભાઇ, શનિ-રવિ છે!
કાર્તિક
February 12, 2013 at 10:31
Office vala Shani – Ravi bi nathi mukta
Anurag
February 12, 2013 at 10:36