મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

એક મહિનાનાં પુસ્તકો – ૩

with 7 comments

* ત્રીજો હપ્તો, પણ છેલ્લો એક મહિનો મેરેથોનની તૈયારી, મેરેથોન, પ્રવાસો વત્તા ઓફિસના કામ-કાજમાં (અને મુવીઓ બુઘેડવામાં) ગયો એટલે આટલાં જ પુસ્તકો! અને, હવે દર બે-ત્રણ અઠવાડિયે જ આ પુસ્તક-પોસ્ટ કરવામાં આવશે, કારણ કે બે-ત્રણ પુસ્તકો માટે પોસ્ટ લખવી એમાં મજા નથી અને ડિટેલ્ડ રીવ્યુ લખવું એ આપણું કામ નથી.

૮. ફાઉન્ટનહેડ — આયન રેન્ડ

લાંબું લચક અને રસપ્રદ. જોકે આપણને બિલ્ડિંગ કે બાંધકામ જોડે દૂરનોય નાતો નથી (હા, કેટલાય મિત્રો આર્કિટેકચર, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એ વાત અલગ છે.) આ પૂરું કરતાં બહુ વાર લાગી, અને લાગે તેમ છે, કારણ કે દળદાર છે. એક વાર વાંચવા જેવું (કારણ કે, બીજી વાર હિંમત થાય તેમ નથી). હવે, પછી દળદાર અંગ્રેજી પુસ્તકો કિન્ડલમાં વાંચવા હિતકારક છે (હિન્ટ: ઇનબિલ્ટ ડિક્શનરી!).

ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ.

૯. વન્સ અ રનર — જ્હોન પાર્કર, જુ.

ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ. ક્યારનુંય પડ્યું હતું અને હું રનર છું, હું રનર છું એવું પોકારતું હતું, એટલે હાથમાં લઇને પૂર કરીને જ જંપ્યો. સરળ અને પ્રવાહી ભાષા. દોડવાનું શરુ કર્યું હોય તો વાંચવા જેવું.

૧૦. ધ સિક્રેટ ઓફ ધ નાગ્સ — અમિશ ત્રિપાઠી

ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ. આ પણ ક્યારનુંય પડ્યું હતું અને મેલુહા વાંચ્યા પછી એમ તો તરત વાંચવું જોઇતું હતું, પણ બાકી જ હતું. ટ્રેન જીંદાબાદ કે આના વડે સારો સમય પસાર થઇ ગયો. ફરીથી મેલુહાની જેમ સરસ પુસ્તક. ત્રીજા ભાગની રાહ જોવાય છે!

ઓકે. હવે ફિજીકલ પુસ્તકોનો સ્ટોક ખૂટી ગયો છે અને હવે બજેટ ટાઇટ છે એટલે હવે થોડો સમય પેલાં કિન્ડલને ન્યાય આપવાનો વિચાર છે. જોઇએ હવે. મળીએ નેકસ્ટ પુસ્તક સીરીઝમાં! અને હા, બધાંને હેપ્પી વેલેન્ટાઇન્સ ડે!!

About these ads

7 Responses

Subscribe to comments with RSS.

  1. થોડીક ઈ પબ ફોરમેટ માં બુક્સ પડી છે, મેઈલ કરું?

    Prasham Trivedi

    February 14, 2013 at 11:49

    • અમારું કિન્ડલ તો .mobi જોડે જ મન લડાવે છે. પડી છે, .mobi?

      કાર્તિક

      February 14, 2013 at 12:39

      • Calibre વિન્ડોઝ માંથી કન્વર્ટ થતી હોય તો ટ્રાય કરીશ ….

        Prasham Trivedi

        February 14, 2013 at 23:57

  2. કાર્તિકભાઈ તમે books તો વાંચો છો પણ review લખતા નથી. the girl વિથ dragon tattoo તમે વાંચી કે નહિ।

    Prashant Goda

    February 14, 2013 at 18:55

  3. ok……….:)

    Prashant Goda

    February 15, 2013 at 10:21

  4. Sorry Kartikbhai a post to vancheli……………….

    Prashant goda

    February 15, 2013 at 10:32


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,996 other followers

%d bloggers like this: