મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

કોમિક્સ

with 4 comments

* કાલે રાત્રે જમ્યા પછી ભરપૂર બગાસાં ખાધાં. ફિલમોનો સ્ટોક પૂરો. પુસ્તકોનો સ્ટોક પૂરો. કિન્ડલ હજી બેટ્રી વગર ડચકાં ખાતું હતું. ઘરે ફોન કરી લીધો હતો અને કોઇ પણ પ્રોજેક્ટમાં commit કરવાની બાકી નહોતી. ટેમ્પલ રન ૨ રમી-રમીને થાક્યો હતો. આ બધાંનું પરિણામ? પેલો કંટાળો! એટલે ગુગલમાં રેન્ડમ સર્ચ ચલાવીને ક્યાંકથી ઇન્દ્રજાલ કોમિક્સ શોધી કાઢી અને comix નામના સરસ સોફ્ટવેર વડે ઢગલાબંધ કોમિક્સ બુઘેડી. ખોપડીનુમા ગુફા, વૈતાલ, રેક્સ, મિત્રદ્રિપ, મેન્ડ્રેક, લુથાર – આ બધાં પર કોઇ મસ્ત ફિલમ કેમ નથી બનતી? ફેન્ટમ ઉર્ફે વૈતાલ પર ફિલમ બની છે, પણ એ એટલી ભંગાર છે કે હવે કદાચ કોઇને આ વિષય પર આગળ વધવાનું મન થતું નહી હોય.

હવે, થોડા દિવસો કોમિક્સ ખાતે.

About these ads

4 Responses

Subscribe to comments with RSS.

  1. કાર્તિક ભાઈ જો તમે કોમિક્સ વાંચવા સમય આપવાના હોય તો , ટી ન ટીન નો આખો સેટ , અમર ચિત્ર કથા તેમજ હાલ માં ભારત માં અમેરિકા ની જેમ જે નવા ટ્રેન્ડ ની કોમીક્સ આવે છે તે જરૂર જો જો તેમનાં ગ્રાફિક્સ સરસ હોય છે। ઉદાહરણ તરીકે કારણ વીર ની કોમીક્સો , બીજી બધી પણ તમને નેટ ઉપરથી સરળતાથી મળી જશે ! હવે તમારો કોમિક્સ માટે ના રીવ્યુ નો પણ ઈન્તેજાર રહેશે ! કોઈ સારી કોમિક્સ આપના ધ્યાનમાં આવી હોય તો વાચકો સાથે પણ ગુલાલ કરવા વિનંતી !

    surya

    February 15, 2013 at 21:08

  2. હું નાનો હતો ત્યારે [ હજી પણ છું :) ] , “ચાચા ચૌધરી”ના બધા જ અંકોનું મારી પાસે કલેક્શન હતું { જયારે સાબુને ગુસ્સો આવે છે ત્યારે જ્વાળામુખી ફાટે છે :!: . . . આ ટેગલાઈનથી ઘડીક તો મને એવો રોમાંચ થઇ જતો કે હું મુગ્ધ થઇ જતો :) } અને પેલા “નાગરાજ”ના પણ ઘણા અંકો હતા . . . પણ બીજા કોઈ ઇન્ટરનેશનલ કોમિક્સ તરફ ક્યારેય નજર નહોતી પડી :( . . . હાં, ટીનટીનની આખી સીરીઝ કાર્ટુન નેટવર્ક પર પૂરી કરી છે .

    • “ચાચા ચૌધરીનું મગજ કોમ્પ્યુટરથી પણ ઝડપથી દોડે છે” — અમારી ફેવરિટ ટેગલાઇન આ હતી. જોકે હું કોમિક્સ માટે મારા કઝિન પર મદાર રાખતો જે મારા કરતાં ૬ વર્ષ મોટો હતો, એટલે મોટાભાગે થોડી મોટા વયનાઓ માટેની કોમિક્સ જેવી કે મેન્ડ્રેક કે ફેન્ટમ અમારા ભાગે આવતી.

      કાર્તિક

      February 15, 2013 at 21:49

  3. [...] આપવા નહી, એ મારો સિધ્ધાંત હું પેલી કોમિક્સ પોસ્ટ લખતી વખતે ભૂલી ગયો હતો. ધાર્યા [...]


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,986 other followers

%d bloggers like this: