અપડેટ્સ – ૯૦

* મહત્વના સમાચાર: કવિનને વાર્ષિક પરીક્ષામાં ૨૦૦માંથી ૧૭૭ ગુણ આવ્યા છે. હવે, તેને IIT-JEE કે CAT માટેની તૈયારીના ‘ક્લાસિસ’માં મૂકવાનો વિચાર છે. તમારા ધ્યાનમાં કોઇ સારા ક્લાસિસ કે સર હોય તો કહેજો. GATE/GMAT/TOFEL વગેરે પરીક્ષાઓ પણ આપવાની છે, પણ પહેલાં IIT અને પછી IIMમાં એડમિશન મળી જાય પછી 😉

સાઇડ નોટ: કવિન અત્યારે વેકેશનને ભરપૂર માણી રહ્યો છે!

* પાછલું આખું અઠવાડિયું બીઝી-બીઝી રહ્યું. વચ્ચે ૧લી તારીખે ચાર ડેબિયન ડેવલોપર્સની મુલાકાત એમ.જી. રોડ પર લંચ પર થઇ (હું, રીતેશ, દિપક અને વાસુદેવ). મજા આવી ગઇ અને ઢગલાબંધ નવી વસ્તુઓ-ટેકનોલોજી વિશે જાણવા મળ્યું. જિંદગી બહુ ટૂંકી છે, બધું જાણવા માટે 🙂

* આજ-કાલ C અને Shell Programming પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે (કારણ કે, જરુર પડી છે ;)). બાકી, આરામ છે!

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.