મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

અપડેટ્સ – ૧૪૧

with 5 comments

* છેલ્લી અપડેટ્સ પછી ઘણી બધી ઘટનાઓ બની ગઇ. ના, રાજકારણમાં બનેલી ઘટનાઓની વાત નથી.

* સૌથી પહેલી ઘટના. વોટરપાર્કનો પ્લાન કર્યો. પ્લાન કેન્સલ કર્યો પછી છેલ્લી ઘડીએ પ્લાન બનાવ્યો અને મજા આવી ગઇ. કવિનને વધારે મજા આવી અને અમે આરામથી પાણીમાં પલળ્યા. જોકે ભયંકર રીતે થાકી ગયા અને નક્કી કર્યું કે હવે એસ્લેલ વર્લ્ડ જવું, પણ વોટરકિંગડમના નામે ચોકડી.

* બીજી ઘટના. વોટર કિંગડમમાંથી આવ્યા પછી એવો પ્લાન હતો કે રાત્રે શિવાજી પાર્ક દોડવા જવું. પ્રીતિનો આગ્રહ હતો અને પ્રણવભાઇની સાથે દોડવાનો મોકો ગુમાવવો નહોતો એટલે વોટર કિંગડમનો થાક હોવા છતાં છેક દાદર શિવાજી પાર્ક પહોંચી ગયા. ૧૦ કિલોમીટર બાદ થોડો આરામ કર્યો અને પછી થયું કે ચાલો દોડીએ. કુલ ૨૦ કિલોમીટર આરામથી પાંચેક કલાકમાં દોડવામાં આવ્યું. ૪.૩૦ વાગે ટેક્સી પકડી બધાંને રસ્તાં મૂકતો-મૂકતો ઘરે આવ્યો. રસ્તામાં ટેક્સી ડ્રાઇવર સરસ ઝોકું ખાતો જોયો અને જો જરાક મોડી બૂમ પાડી હોત તો આ અપડેટ્સ કદાચ લખાઇ ન હોત. અમે બન્ને જણાંએ સીટ-બેલ્ટ નહોતો પહેર્યો!

* ત્રીજી (દુ)ઘટના. કવિનને શુક્રવારે ઢીંચણમાં બોલ વાગ્યો (કે પછી એવું તે કહે છે). બે દિવસ થોડો સોજો હતો પણ તે ચાલી શકતો હતો એટલે અમે વોટરકિંગડમ ગયા અને બીજા દિવસે સંબંધીઓને મળવા છેક નાલાસોપારા પણ ગયા. ત્યાં સુધીતો એ ઠીક હતો. લોકલ ડોક્ટરને બતાવ્યું તો એકાદ દિવસ રાહ જોવાનું કહ્યું. કાલે સાંજે મારાથી રહેવાયું નહી અને ઓર્થોપેડિક ડોક્ટરને બતાવતા નાનકડું ફ્રેકચર નીકળ્યું. થોડું મોડું ક્યું હોત તો તકલીફ થવાની શક્યતા હતી. હવે અમારે ૨૧ દિવસ આરામ છે.

ફ્રેકચર!

બાકી, શાંતિ છે :)

About these ads

5 Responses

Subscribe to comments with RSS.

  1. મતલબ કે એકંદરે બઘડાટી મચી ગઈ અને આ તુફાન બાદ’ની શાંતિ છે :)

    નિરવ

    June 12, 2014 at 14:43

  2. Kavin bhailo jaldi sajo thai jay ane tamne badha ne eni pacchal dodavto thai jay evi shubheccha. :)

    Dhaval Shah

    June 12, 2014 at 15:40

  3. બાકી શાંતિ છે :)

    saksharthakkar

    June 13, 2014 at 00:37

  4. સીટ-બેલ્ટ – ગંભીરતા જરૂરી છે જ.

    અમારા મેડમજીએ પ્લાસ્ટરવાળો ફોટો જોઇને કવિન પ્રત્યે તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કવિનને કાળો દોરો પહેરાવવાનું કહ્યું છે!

    *આ કાળાદોરાની વાતમાં મારી સહમતિ નથી.

    અને હા, શાંતિને જાળવી રાખજો.

    D A R S H I T

    June 13, 2014 at 17:09


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,359 other followers

%d bloggers like this: