મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

મારા વિશે

with 48 comments

⤹ આ વ્યક્તિ એક ગુજરાતી ગીક (geek) છે અને તે લિનક્સને (એહ, ડેબિયન), ઓપનસોર્સ, ટેકનોલોજી, આઇઆરસી અને ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે.

આસ્કી અક્ષરોમાં કાર્તિક

* કાર્તિક બાબુલાલ મિસ્ત્રી
* જન્મ સ્થળ: પાલનપુર, ગુજરાત.
* જન્મદિવસ: ૧૫, સપ્ટેમ્બર ‘૭૯.

* શિક્ષણ:

* શાળા:
સોપાન ૧ થી ૩ અને ધોરણ ૧ – ટાવર બાલમંદિર, પાલનપુર.
૨ થી ૪ – શ્રી શિશુશાળા, જહાંનારા બાગ રોડ, પાલનપુર.
૫ થી ૭ – શ્રી આઇ. જે. મહેતા વિનયમંદિર, પાલનપુર.
૮ થી ૧૨ – શ્રી વિવિધલક્ષી વિધામંદિર, પાલનપુર.

* કોલેજ:
બી.એસ.સી. (ભૌતિકશાસ્ત્ર), આર.આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ, ઉ.ગુ. યુનિ., પાલનપુર.
એમ.સી.એ., એલ.ડી. કૉલેજ ઓફ એન્જિનિયરીંગ., ગુજરાત યુનિ., અમદાવાદ.

* અત્યારે અમદાવાદ ખાતે સોફ્ટવેર ડેવલોપર.

* મારા શોખ:
વાંચન: પુસ્તકો, ટેક્નોલૉજીકલ બ્લોગ્સ, સાયન્સ સમાચાર, સફારી, વિચિત્ર સમાચાર
નવી ટેક્નોલૉજીની જાણકારી લેવી અને ખાસ તો બધાને વહેંચવી!
ક્લીક-ક્લીક-ક્લીક (માઉસ, ટ્રેકપેડ અને ડિજીટલ કેમેરા!)
લિનક્સ: ડેબિયન ગ્નુ/લિનક્સ
ગેમ્સ: ક્વેક ૩ અરેના, રીટર્ન ટુ કેસલ વુલ્ફેન્સ્ટાઇન, ડુમ ૩, ઓપનઅરેના, બીઝીફ્લેગ્સ, ફ્રોઝન બબલ્સ, ચેસ વગેરે
અંગ્રેજી (સાયન્સ ફિક્શન, થ્રિલર) અને માત્ર પસંદગીનાં હિન્દી મુવીસ જોવાં.

* મારું Resume અથવા CV (અંગ્રેજીમાં)

* સંપર્ક માટે જુઓ, સંપર્ક પાનું.

Written by Kartik Mistry

April 12, 2007 at 11:23 AM

48 Responses

Subscribe to comments with RSS.

  1. Emm… Hello! Could you tell me please what language is it? This alphabet looks amazing! I’ve never seen anything like this before. These letters remind me of some gothic writing =) Very beautiful.

    Starlite

    May 28, 2007 at 12:56 PM

  2. This is Gujarati (Language code: gu) Language. Original from western state Gujarat of India and has more than 55 Million speakers worldwide.

    Thanks!

    Kartik Mistry

    May 28, 2007 at 1:06 PM

  3. Thank you very much!

    Starlite

    May 28, 2007 at 1:29 PM

  4. ક્લીક-ક્લીક-ક્લીક (માઉસ અને ડીજીટલ કેમેરા!)

    ગમ્યું, મારો શોખ પણ કઈંક આવો જ છે…

  5. સરસ. કયો કેમેરા છે તમારી પાસે? મેં હમણાં (એટલે કે માર્ચમાં) સેમસંગ ડીજીમેક્સ s૭૦૦ લીધો છે.

    Kartik Mistry

    May 28, 2007 at 2:40 PM

  6. HP PhotoSmart R707

    but I want SLR !!! :D

  7. ઘણું સરસ તમે જે રીતે ગુજરાતી ભાષાને ચાહો છો જો તેજ રીતે બધા જ ગુજરાતીઓ ચાહે તો ગુજરાતની આ આપણી ગરવી ભાષાનો વ્યાપ દુનિયાના બધા જ દેશોમાં વધશે. જય જય ગરવી ગુજરાત

    સલીમ સૈયદ

    August 29, 2007 at 6:43 PM

  8. હેલ્લો

    ઘણી સરસ માહિતી છે. ગુજરાતી ભાષા નો વ્યાપ વધશે.

    જય શ્રી કૃષ્ણ

    હેમશંકર રાવલ

    Hemshanker Raval

    September 12, 2007 at 11:40 PM

  9. Tamne maline ghano aanand thayo..

    I hope and wish ke tame ghanu saras saras shodhta ane lakhata raho..ane mokalta raho..

    Abhinandan ane All the Best

    Vimal Islaniya

    September 30, 2007 at 3:46 AM

  10. Hi Kartik,

    really nice work from your end.Please keep coming ! Good to find gujju blog.Thx

    Jagat

    October 1, 2007 at 10:46 AM

  11. આપના બ્લોગની આ નવી ‘થીમ’ મને બહુજ ગમી.

    વિનય ખત્રી

    November 27, 2007 at 4:06 PM

  12. Really a nice blog!
    Keep up spreading Debian and Gujarati.

    Bhargav

    January 22, 2008 at 11:57 AM

  13. KARTIK..JAI SHREE KRISHANA…..I JUST VISITED YOUR SITE FRIST TIME..KEEP UP THE GOOD WORK..DO YOU KNOW GODADBHAI SAGRASANIA OF PALANPUR ? I INVITE YOU TO VISIT MY WEBSITE>>CHANDRAPUKAR AT http://www.chandrapukar.wordpress.com …I hope you willdo that& post yuor COMMENTS onthe webpage>>DR. CHANDRAVADAN MISTRY Lancaster CA USA..
    MAY BE YOU CAN INVITE YOUR FRIENDS TO THE SITE TOO…

    DR. CHANDRAVADAN MISTRY

    January 24, 2008 at 5:55 AM

  14. તમે વીકીપીડીયામાં મદદ કરો છો? મારે તે વીશે વધારે જાણવું છે. બીજે ક્યાંય એની લીન્ક આપેલી નથી. મેં પણ ‘ગદ્યસુર ‘ પર આજે જ આપી.

    સુરેશ

    February 9, 2008 at 4:29 AM

  15. સુરેશ કાકા, મેં કંઇ ખાસ કર્યું નથી, પણ, ભવિષ્યમાં મોટાપાયે મદદ કરવાની યોજના છે. ખાસ કરીને લેપટોપની જરૂર છે, એટલે ક્યાંય પણ જઇએ તો તેનાં પર કાર્ય કરી શકાય. હાલ તો, બહુ જ બધાં પ્રોજેક્ટ એક સાથે લેવાથી ખરાબ પરિસ્થિતિ ચાલે છે :P

    Kartik Mistry

    February 9, 2008 at 8:48 PM

  16. સલીમ સૈયદ, Its too far to spread Gujarati across the world. Right now its getting vanish even from gujarati family.

    MiLan

    April 9, 2008 at 10:32 AM

  17. કાર્તીકભાઈ તમારો પરીચય વાંચી એક્તા કપુર કરણ જોહર અને રાકેશ રોશનની યાદ આવી kkk

    jayeshupadhyaya

    April 18, 2008 at 2:56 PM

  18. Hello kartik bhai your blog is very nice

    Dipam

    April 20, 2008 at 5:54 PM

  19. Hello Ketan Bhai…..
    Hu Nafis Khatri Mundra Kutch thi. mane tamara blogs khub gamya.mane pn gujarati ma blog lakhvani ic6a 6.to margdarshan aapva vinanti.
    Nafis KHatri
    Mundra Kutch

    Nafis Khatri

    April 24, 2008 at 6:41 PM

  20. વાહ… કારતીક ભાઇ ગુજરાતી ભાષા નો વ્યાપ વધારો એવી મારી શુભકામના તમારા જોડે છે.

    મેહુલ રાવલ

    Mehul Raval

    May 2, 2008 at 12:09 AM

  21. સરસ ભાઇ સરસ, પ્રેરણાદાયક જીવન છે તારૂ. હુ કાઇ મદદરૂપ થઇ શકુ તો મને આનંદ થશે.

    Acharya Prasann

    August 26, 2008 at 1:28 AM

  22. [...] શિર્ષક: કવિ કાર્તિક મિસ્ત્રી) Tagged with: ઇન્ટરનેટ, માઇક્રોસોફ્ટ સક્સ, [...]

  23. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

    wahgujarat

    November 2, 2008 at 1:33 PM

  24. કાર્તિક મિસ્ત્રી
    બહુ સરસ કામ છે.
    શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
    નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
    Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

    KANTILAL KARSHALA

    November 10, 2008 at 12:54 AM

  25. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    kantilal Karshala

    November 28, 2008 at 10:04 PM

  26. કાંતિભાઇ, મારે તમારે સ્વાગત કરવું જોઇએ. હું તો ગુજરાતી બ્લોગ જગતમાં લગભગ ત્રણ વર્ષથી છું. :P

  27. બીજાઓની રચનાઓને પોતાના નામે ચડાવી બ્લોગ બનાવનાર રવિ હિરાણીએ પોતાના બ્લોગની કેચલાઈન પણ તડફાવીને મુકી છેઃ મારા વિચારો, મારી ભાષામાં!

    વિનય ખત્રી

    February 18, 2009 at 11:00 AM

  28. અદ્ભૂત, રવિભાઇને અભિનંદન!

    Kartik Mistry

    February 18, 2009 at 12:06 PM

  29. એનું કારણ પણ ખબર પડી. તેઓ માઇક્રોસોફ્ટ સર્ટીફાઇડ એન્જિનિયર છે – માઇક્રોસોફ્ટની જેમ તેમણે પણ બધું તફડાવવાની આદત પડી ગઇ હશે. જેવો રાજા, તેવી પ્રજા, બીજું શું??

    Kartik Mistry

    February 18, 2009 at 12:09 PM

  30. http://ravihirani.wordpress.com/2009/02/20/બ્લોગ આચાર સંહિતા ના ભંગ માટે/

    ravihirani

    February 20, 2009 at 11:45 PM

  31. થેન્કસ, રવિજી!

    Kartik Mistry

    February 21, 2009 at 8:25 PM

  32. કાર્તિકભાઈ

    મારા બ્લોગ પર વધુ “ફોટુ” મુકવાનું તમારું સુચન સર-આંખો પર , પણ ફ્લીકર સમજવાનું બાકી છે અને ઓરકુ
    ટ ની જેમ “વધુ” ન થઈ જાય એ બધી તકેદારીની રાખતા રાખતા કઇક મુકતો જઈશ બીડું.

    rajniagravat

    February 24, 2009 at 1:03 PM

  33. ફ્લીકરમાં છેલ્લાં ૨૦૦ ફોટા જ દર્શાવવાની ‘લિમિટ’ છે (અને ૧ GB બેન્ડવિડ્થ) – એટલે ચિંતા નહી કરતાં. હા, વર્ષે ૨૪ $ આપો તો અનલિમિટેડ ફોટું અપલોડ કરવા મળે તે વાત જુદી છે.

    Kartik Mistry

    February 24, 2009 at 2:36 PM

  34. Hi Kartik!!!
    I am searching the Book “Dhirubhai Ambani – The man whom I know” written by Mrs.Kokilaben Ambani in Gujarati Language. Please inform me how can i get it & whats the price. Thanks

    Dinesh Suthar

    May 18, 2009 at 2:36 PM

  35. હેલો કાર્તિકભાઈ… શું ચાલી રહ્યું છે? મારી કોમ્મેન્ત નો કોઈ જવાબ નહિ!!! યાર થોડું શીખવાડો તો હું પન તમારી જેમ ગુજરાતી ની મજા લઇ શકું !!!

    dineshsuthar

    May 20, 2009 at 10:12 AM

  36. ગુજરાતી માં બ્લોગ ની મજા માની રહેલા સર્વે ગુજરાતી પ્રેમીઓનું અભિવાદન તથા અભિનંદન. બે દિવસ પહેલાજ કાર્તિક મિસ્ત્રી નો ગુજરાતી બ્લોગ જોઇને હું ખુશ થઇ ગયો તથા મારું બ્લોગ પાનું ખલી નાખ્યું. પણ તમારી બધાની જેમ મને ગુજરાતી માં બ્લોગ ઓપરેટ કરત નથી આવડતું. તમારામાંથી કોઈ જો થોડી મદદ કરે તો હું પણ સરસ ગુજરાતી બ્લોગ ઓપેરતે કરી ને તમારી સાથે મજા લઇ શકું. મદદ …..મદદ. મદદ.. મદદ. હા બીજું પણ એક કામ છે ;
    હું શ્રીમતી કોકીલાબેન અંબાની લિખિત પુસ્તક “ધીરુભાઈ અંબાની – માણસ જેને હું જાણું છું” શોધી રહ્યો છું. મને આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ જોઈએ છે. જો કોઈ આ બાબતે જણાતું હોઈ તો મહેરબાની કરીને મને ઈ મેઈલ કરવા વિનંતી છે. મારું ઈ મેઈલ એડ્રેસ આ પ્રમાણે છે: dinesh_k_suthar@yahoo.co.in આભાર .

    dineshsuthar

    May 20, 2009 at 10:13 AM

  37. હા સાચી વાત છે તમારી, એ ટેગ લાઇન જાણીતી છે, તમારા બ્લોગ પર જ વાંચી છે. પણ તમે મને કેમ પુછો છો? મેં ક્યાંય અજાણતામાં તે કોપી કરી છે કે શું? કોપીરાઇટ વાયોલેશન કર્યું તેમ લાગતું હોય તો જણાવવાની તમારી ફરજ છે, અને ફરજ કરતા વધારે હક્ક સમજજો.

    બાકી રહી જોડણીની વાત તો, તે તો તમારા જેવા વિવેચકોને જરા ધ્યાનથી વાંચવા માટેનું એક બહાનુ પુરુ પાડવા માટે પકી નથી કરતો.

    ધવલ વ્યાસ

    May 28, 2009 at 2:36 AM

  38. ચાલો ભાઈ શોધી કાઢ્યું અને હટાવી પણ દીધું કદાક અજ્ઞાત મન પર તમારો પ્રભાવ હશે તેને કારણે જ આમ થયું હશેૢ આશા છે કે હવે બધુ બરાબર થઈ રહેશે….

    ધવલ વ્યાસ

    May 28, 2009 at 2:59 AM

  39. ધવલભાઇ, ટેન્શન ના લો. હું તો માત્ર પૂછતો હતો!! ટેગલાઇનનો કંઇ કોપીરાઇટ ના હોય અને તમને ખબર તો છે કે મારો બ્લોગ WTFPL લાયસન્સ હેઠળ છે!

    Kartik Mistry

    May 28, 2009 at 10:58 AM

  40. આત્મકથાના ત્રણ પ્રકરણ લખ્યા છે તે જાણવા મળ્યું.

    આત્મકથા ક્યારે વાંચવા મળશે?

  41. ક્યારેક તો મળશે!

    Kartik Mistry

    June 6, 2009 at 8:46 PM

  42. Kartik, we both are born on same date!! wow
    Best wishes for the future..

    Envy

    August 27, 2009 at 12:40 PM

  43. Thanks!

    Kartik Mistry

    August 27, 2009 at 1:43 PM

  44. Hi Kartik,

    I visited your blog yesterday for the first time and I can say you are doing a good job…keep it up mate!

    BTW: You’re exactly one year and one day elder than me!!!

    ;-)

    Sohel Mansuri

    September 9, 2009 at 1:07 PM

  45. માથા વગરના ધડની વાત તો સાંભળેલી છે પણ ધડ વગરનું માથું પહેલી વાર જોઉં છું.શું આ તમારો ફુલસાઇઝ ફોટો છે?

    Dr.Firdosh Dekhaiya

    September 26, 2009 at 10:59 AM

  46. હા. મોર્ડન ભૂતનો ટ્રેડમાર્ક છે..

    Kartik Mistry

    September 26, 2009 at 12:26 PM

  47. અમે ધન્ય થઈ ગયા!!

    Kartik Mistry

    November 15, 2009 at 8:39 AM


Leave a Reply