મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

કહેવતો

with 41 comments

* સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો

* ગુજરાતીલેક્સિકોનનો કહેવત વિભાગ

# કેટલીક કહેવતો, અલગ-અલગ સ્રોતોમાંથી:

* કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’

treeonthehill.jpg

[ મૂર્ખ છોકરો બાવળિયે ચડી જાય છે અને તેને કાંટા વાગે છે ત્યારે તે 'બાપા, બાપા' કહી બૂમ પાડે છે અને તેનો બાપ આ પ્રમાણે વાક્ય બોલે છે. ]

* દુકાળમાં અધિક માસ.
[ગરીબ અથવા કમનશીબ માણસને દુ:ખો જ આવી પડે અથવા હાનિ જ થાય.]

* ગાંડી માથે બેડું.
[કદાચ સહીસલામત ઘેર આવે પણ ખરું અને રસ્તામાં ફોડી પણ નાખે. એટલેકે ઠેકાણા વગરની વાત.
સમાનાર્થી કહેવતો: અબી બોલા અબી ફોક. ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.]

* અધૂરો ઘડો છલકાય.
[સમાનાર્થી કહેવતો: ભરમ ભારી અને ખિસ્સાં ખાલી. તમાચો રાખીને મો લાલ રાખવું.]

* સંગ તેવો રંગ.
[સમાનાર્થી કહેવતો: વાન ન આવે પણ સાન આવે.]

* અડધા પાપડ માટે નાત જમાડવી.

પાપડ

* મીણબત્તીઓનો ખર્ચ બચાવવા વહેલાં સૂઇ જાઓ અને પરિણામે જોડકાં બાળકો જન્મે તો એ કરકસર ખોટી કહેવાય.. [ચીની કહેવત]

* બે વસ્તુઓ નબળાઇ બતાવે છે : બોલવું ઉચિત હોય તે સમયે ચૂપ રહેવું અને મૌન ઉચિત હોય તે સમયે બોલવું. [ફારસી કહેવત]

Written by Kartik Mistry

November 26, 2005 at 3:15 PM

41 Responses

Subscribe to comments with RSS.

  1. કેટલીક રમુજી કહેવતોને પણ આમાં સમાવી લેવા જેવી છે.
    એક મને ખુબ ગમી હતીઃ

    બગાસુ ખાતા પતાસુ પડ્યું
    (વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી)

    કેટલીક કહેવતો બદલતા કાળ સાથે નવી ઊમેરાતી હોય છે, જેમ કેઃ

    મજબુરી કા નામ મહાત્મ ગાંધી
    ટ્યુબલઇટ થવી

    હેમંત

    hemantpunekar

    November 22, 2006 at 5:13 PM

  2. raaja, waja ane vaahdara.. tane sarkha!!!!

    vishwadeep

    March 1, 2007 at 1:41 AM

  3. ડાહી સાસરે ન જાય ગાંડીને શિખામણ આપે

    pravinash1

    May 17, 2007 at 11:52 PM

  4. ખાદી પહેરવાથી ગાંધી ન બનાય..

    Kartik Mistry

    May 27, 2007 at 10:17 AM

  5. માં તે માં બાકી બધા વગડા ના વા…

  6. ભરમ ભારીને ખિસ્સા ખાલી

    વાંસના કજિયામાં વન બળે

  7. bakari ne dohvay (YOU MILK THE GOAT)
    GADHEDA NI JEM NA VAPRAY(YOU CANT USE LIKE DONKEY)

    rajesh patel

    August 24, 2007 at 12:19 AM

  8. Sikar vakhate kutri mutrva jae….

    dasera na divase, ghoda ni dore…..

    saap mare to puro marvo…..

    garib nu kahelu bhikhari ni mane……

    Sandeep Surat.

    January 17, 2008 at 6:09 PM

  9. ujad gam ma erando pradhan…….

    pyaar jukta nahi or bhaniya rukta nahi….

    vakhaneli khichadi dadhe varge……..

    vada ma bordi ni ne ___ ni dosti ni…….

    Sandeep Surat.

    January 17, 2008 at 6:43 PM

  10. કહેવતોનું કામ અત્યારે સ્થગિત છે, પછી ક્યારેક..

  11. (1) bole ena bor vechay ..

    V/s

    Na bolvama nav gun…

    (2) Karya par pani feravvu…
    Flush on toilet

    Gaurav

    January 27, 2008 at 12:41 AM

  12. આજકાલ હું પ્રવાસે છુ – તમારા બ્લોગના… એક પછી એક કદમ ભરતો જાવ છું પછી – બાર વરસે બાવો બોલશે
    .
    .
    .
    રજ્ની અગ્રાવત

    rajniagravat

    May 2, 2008 at 6:16 PM

  13. રજનીભાઇ, મોસ્ટ વેલકમ!!!

    Kartik Mistry

    May 2, 2008 at 6:35 PM

  14. Be manso zagde tema kgamis no maro.

    Pradipsinh zala

    July 5, 2008 at 12:11 AM

  15. Zaaza hath raniyamna
    vs
    Zaazi Viyani Vetar Vanthe

    Urvin

    August 5, 2008 at 4:55 AM

  16. kutra ni puchhdi vaki te vaki

    bhadresh

    September 26, 2008 at 4:10 PM

  17. sheth ni shikaman japa sudhi

    prakruti

    October 16, 2008 at 7:36 PM

  18. shetan nu naam lidhu ane shetan haajar

    prakruti

    October 16, 2008 at 7:37 PM

  19. bava na beu bagade

    prakruti

    October 16, 2008 at 7:37 PM

  20. samp tya jamp

    prakruti

    October 16, 2008 at 7:38 PM

  21. vavo tevu lano

    prakruti

    October 16, 2008 at 7:38 PM

  22. AME E AME ANE TAME E TAME

    RAMESH K. MEHTA

    November 5, 2008 at 4:26 PM

  23. અહિ “સંપ ત્યાં જંપ” વાંચીને મને શ્રી શાહબુદ્દિન રાઠોડની વાત યાદ આવી ગઈ – સાયકલ ત્યાં પંપ !

    rajniagravat

    February 13, 2009 at 5:35 PM

  24. jyare karam hoy vanka Tyare **** mare Ranka

    mukesh

    March 9, 2009 at 8:34 AM

  25. ભાઇશ્રી કર્તિક
    અમારા કચ્છમાં એક કહેવત પ્રચલિત છે “અભાગિયેકે ઉઠતે કુતો ડાડે” (અભાગિયાને ઊંટ પર કુતરૂં કરડે.)
    એ કહેવત કેમ પડી એની વાત રસપદ છે.જુના વખતમાં કચ્છના અમુક ગામડાઓમાં વરૂનો ત્રાસ બહુ હતો.રાત પડે કે,બકરી કે ઘેંટાના બચ્ચા અથવા નાના વાછરડાને ખાવા માટે વરૂ ખેંચી જાય અને કાંઈ હાથ ન લાગે તો કુતરા તાણી જાય.એટલે સાંજ પડે બધા કુતરા ઘરોના છાપરાં પર બેસી જાય.(હજુ પણ વડવાઓ પાસેથી શિખેલી પ્રથા ચાલુ છે)
    એકવાર એક નર હટાણું કરવા ગામમાં પેઠો તો એક કુતરો ભસવા લાગ્યોને કરડવા માટે કુદ્કા મારવા લાગ્યો,આખર થાકીને પાછો વળી ગયો.ઓલ્યો નર બધુ કામ પુરૂ કરી પોતાને ગામ જતો હતો
    ત્યારે એક ઘરના છાપરા પર પેલો કુતરો બેઠો હતો.નરને કુબુધ્ધિ સુજી તેથી કુતરાને કહ્યું તારે મને કરડ્વું હતુંને?કહી પોતાનો પગ લાંબો કર્યો ને કુતરો તેને કરડ્યો.આમ અભાગિયાને ઊંટ પર પણ કુતરું કરડે.
    -અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

    dhufari

    April 6, 2009 at 2:44 PM

  26. ”ધુફારી”જી, આગળ રજનીભાઈએ જેની વાત કરી તે શાહબુદ્દીનભાઈ અહિં પણ યાદ આવ્યા. વનેચંદવાળી કૅસેટમાં જ છે કે “એક ભાઈને ડોકે કૂતરું કરડ્યું ને કોઈકે પૂછ્યું કે આમ કેમ તો કહે કે કૂતરું વંડીએ બૅઠું’તું!”!

    કાર્તિકભાઈ, કહેવતો તો ઘણી વૅબસાઈટ્સ પર સઁગ્રહિત છે પણ બધીની સમજૂતી અને ઉત્પત્તિ મળતી નથી. પણ ગુજરાત સમાચાર પર થોડી મળી તે અહિ (http://mafatlalakhatarawala.googlepages.com/index.htm) પર કહેવત-મંજૂષા નામે એકત્ર કરી છે તે જોઈ જવા વિનંતિ.

  27. ગુ.લે. ટીમ ટૂંક સમયમાં કહેવતોને સમજાવતી વાર્તાઓ પણ લઇને આવે છે!!

    Kartik Mistry

    April 15, 2009 at 10:19 PM

  28. Hath na karya hayie vagya !!

    Amit Panchal

    April 30, 2009 at 6:12 PM

  29. bhagta bhoot ni langot bhali …

    chalto naar sada sukhi …

    baap eva beta ..vaad eeva teta..

    chokra naa paag parne thi .. vahu naa paag bare thi …

    mor naa inda ne chitrvaa naa pade …

    dedh (lower cast ) nu chokru dhokde raaji….

    shaant pani undaa bahu …

    mufat nu chandan ghaas maara lala…

    bagal maa choru ne gaam maa dhandhero…

    vaadi o vaadi rigna lahu bae chaar …lo dal talvadi tam tare loau dus baar !!!!

    salute to all gujju bros..

    parth vyas (xander)

    May 16, 2009 at 12:14 PM

  30. Je khado khode te pade.
    Piliya ne badhe pilu j dekhay

    ek bahu saras che hindi ma che…..

    Jin khoja tin pahiya, gahare pani peth
    Jo baura duban dara , raha kinarey beth.
    (jene unda pani ma kudi ne moti khojwani himmat kari tene moti maliyu pan je murakh dubvana dare nahi kudyo eey kinareej betho rahyo

    neha

    June 3, 2009 at 7:33 PM

  31. -padva ni pahonch nahi ne topkhana ma naam lakhave
    -gada niche kutru halyu jay ne kahe bhaar hu upadu.

    Keyur mehta

    July 30, 2009 at 8:56 PM

  32. ધરમ ની ગાય નાં દાંત ના જોવાય….

    મનન

    August 23, 2009 at 11:06 PM

  33. Bhai Ram rakhhe tene kon chakhe…

    raju

    August 29, 2009 at 1:44 PM

  34. meetha jaad na muliya na khodaay.

    raju

    August 29, 2009 at 1:46 PM

  35. Kartic Bhai Bahu Sars

    Dewang

    September 5, 2009 at 3:37 PM

  36. paka ghade katha na chade.

    sonal

    September 16, 2009 at 10:29 PM

  37. Mari puree vigato,emai,nam,address saathe pradarshit karavana ho to j ahim lakhun.
    REPLY ME.
    to,Kartik

    JITENDRA BRAHMBHATT

    September 21, 2009 at 10:40 PM

  38. સોરી. કોમેન્ટ કરનારનું ઈમેલ હું જાહેરમાં પ્રકાશિત ન કરું. કોમેન્ટ કરવી એ તમારી મરજી છે. ન લખવા માટે આભાર..

    Kartik Mistry

    September 21, 2009 at 10:47 PM

  39. KHUB SARAS SITE BANAVI CHHE.
    APANI ANUKULATA MUJAB AMA UMERO KARTA RAHESO.

    BHAVESH OZA
    AHMEDABAD.

    BHAVESH OZA

    September 30, 2009 at 7:38 PM

  40. ઉમર વધે છે એમ અક્કલ વધે છે. અક્કલ વધે છે એટલે લાંબી વાતને ટૂંકમાં કહેતાં આવડે છે. એ આવડે છે એટલે કહેવતોમાં રસ જાગે છે. વિશ્વભરમાં દરેક પ્રજા પાસે કહેવત છે. કહેવત બૃદ્ધિ કરતાં ડહાપણનો વિષય છે. મોટામાં મોટી વાતને નાનામાં નાની બંદિશમાં કહેવી હોય તો કહેવત અનિવાર્ય છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય છે. એનો લેખક હોતો નથી. એ જનતાની જબાન પર ઊગે છે અને માણસના દિમાગમાં સ્થિર થાય છે. ઘણી વાર થાય છે કે એક કહેવતથી વધારે સારી વાત કહેવાનો બીજો કોઈ માર્ગ છે? એક સ્પેનિશ કહેવત છે : ‘મૂછ વિનાનું ચૂંબન એ નિમક છાંટયા વિનાના ફુલ બોઈલ્ડ ઈંડાં જેવું છે!

    આપણે ઘણી કહેવતો વાપરીએ છીએ, જે અધૂરી છે અથવા ખોટી છે. મૂળ શબ્દો ક્યારેક જુદા હોય છે, ક્યારેક એ શબ્દો સદીઓથી ઘસાઈ ઘસાઈને આપણી પાસે આવે છે. અર્થહીન બની જાય છે અથવા અનર્થ કરે છે અથવા દ્વિતીય અર્થ કરે છે. અહીં થોડી કહેવતો લખી દૃષ્ટાંતો : (કૌંસમાં છે એ ભાગ ભુલાઈ ગયો છે.)

    * તમાશાને તેડું નહીં (ને બાવળિયાને ખેડું નહીં).

    * પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ).

    * (આપવીંધેલું મોતી) નીવડે વખાણ.

    * આવ બલા પકડ ગલા ( એ બલાસે ભાગના ભલા).

    * અશક્તિમાન ભવેત્ સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા).

    * ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન).

    * એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં)

    * (કસાઈને ઘેર કુશળ) ને ધર્મીને ઘેર ધાડ.

    * કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે).

    * (ખરી બપોરે બણગું ને) પોપાંબાઈનું રાજ.

    * ખાટલે મોટી ખોડ (એ કે પરથમ ખોયો જ નહીં).

    * ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક).

    * નામ તેનો નાશ (ને કાગડા પામે વાસ).

    * દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ).

    * દિલ લગા ગધ્ધી સે તો (પદ્મિની કુબ્જા) (અથવા પરી કયા ચીજ હૈ).

    * ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા).

    * ડુંગરા દૂરથી રળિયામણા (ને પાસ જાય તો બિહામણા).

    * ટકાના તેર (ને ઉપર બે માગ્યા).

    * ઝાઝા હાથ રળિયામણા (ને ઝાઝા મોં અદીઠ).

    * જંગલમાં મંગલ (ને વસતિમાં કડાકા).

    * ઠંડા પહોરના ગપાટા (કેટલાક ખાટા ને કેટલાક મીઠા)

    * (ધોલ્યા !) ધાડ આવા તો કે’ ધણીને ઘેર.

    * ન બોલ્યામાં નવગુણ (ને બોલે તો થાય અવગુણ) (કે બોલે તેમાં થાય ખૂન?).

    * જ્યાં ધણી-ધણિયાણી રાજી ત્યાં શું કરે (કોતવાલ ને) કાજી?

    * (ગરીબમાં ગરીબ બે) દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.

    * ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગેય તેલંગ (ગાંગો તેલી નહીં).

    * ચોરનો ભાઈ ગંઠી ચોર (ઘંટી ચોર નહીં).

    * ન કરે નારાયણ (તે ગઢવી ગાડે ચડે).

    * છોરું કછોરું થાય (પણ માબાપથી કઠોર ન થવાય).

    * ગામ ત્યાં ઢેડવાડો (નદી ત્યાં ઓવારો).

    * ગોળાને મોઢે ગળણું બંધાય (ગામને મોઢે ન બંધાય).

    * નદી નાવ સંજોગ છે (કોઈનું છે ન કોઈ).

    * ગાંડી ગુજરાત (આગે સે લાત, પીછે સે બાત).

    * નાકા લીટી તાણી (કે નાક લીટી ?).

    * જે જાય જાવે તે (દાંતે દહીં ચાવે ને) કદી નહીં પાછો આવે.

    * (ચાર બેસે પાઘડી તો વાત કરે પાધરી), ચાર બેસે ચોટલા તો વાળી ઊઠે ઓટલા.

    * મા મૂળી (મૂળો નહીં)ને બાપ ગાજર.

    * બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘડતાં વા ખાય).

    * બોડી બામણીનું ખેતર (ને બાવો ટોયો).

    * રાઈના પાડ રાતે ગયા (કે ભાવ ?).

    * સોંઘી સુખડી ને સિદ્ધપુરની જાત્રા (સસ્તું ભાડું ને…?)

    * ખાલી ચણો વાગે ઘણો (ને તે ચણા પર દમામ ઘણો).

    * ઘઉં ખેત મેં, બેટા પેટ મેં ( ને લગન પાંચમનાં લીધાં).

    * ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે (ને બહાર તો લાલજી મણિયાર).

    * ખોટો રૃપિયો ચમકે ઘણો (અને ભૂંડો ભૈયો ભડકે ઘણો).

    * ઘરડી ઘોડી ને લાલ લગામ (ને કોઈ નહીં આપે બે બદામ ને જુઓ રે ઘરડીના દમામ).

    * ધરમના કામમાં ઢીલ નહીં (ને અડબોથનો ઉધારો નહીં).

    * ધૂળધાણી (ને વા પાણી).

    * ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો (કે નહીં બહારવટનો).

    * નવી વહુ નવ દહાડા (ને તે જ કરે ત્રણ દહાડા).

    * ધૂળ પર લીંપણ (ને કાગળ પર બીબાં).

    * (તીન બોલાયે તેર આયે, હૂઈ રામકી બાની, રામભગત એમ ભણે કે) દે દાલ મેં પાની.

    * નહીં લેવા નહીં દેવા (ને કરો વાઘોડિયે વિવાહ).

    * વાતનું વતેસર કરવું (અને કાંટાનું કટેસર કરવું).

    * ખરી વાતમાં શાનો ખાર (માંગતું આપે તો શાને પાડ)?

    * (કબાડા ટાણે) તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ.

    * જૈસી કરની વૈસી ભરની (હૂઈ, ન હૂઈ, કર દેખે).

    * કમજોર ઔર ગુસ્સા બહોત (માર ખાને કી નિશાની).

    * (કણબી પછવાડે કરોડ, ને કણબી કોઈ પછવાડે નહીં, પણ મૂળમાં મોટી ખોટ કે) ઉહુંનું ઓસડ નહીં.

    * અંધેર નગરી ગંડુ રાજા (બાર કોહરાં ને તેર દરવાજા) અથવા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા).

    * અંધારી રાતે મગ કાળા (ને નહીં જણાય સસરા કે સાળા).

    * એક મ્યાનમાં બે તલવાર નહીં માય (અને એક મુલકમાં બે બાદશાહ નહીં સમાય).

    * અલેલ ટપ્પુ (ઘેર મુકામ).

    * (અચ્છે દિન પીછે ગએ, ઔર હરસૂ કિયો ન હેત, અબ પછતાએ ક્યા હોવે કે) ચીડિયાં ચુન ગઈ ખેત.

    * (જો મૈં એસો જાનતી કે પ્રીત કિયે દુઃખ હોય, નગર ઢંઢેરો પીટતી કે) પ્રીત ન કિજો કોઈ.

    * આંધળા સામે આરસી (હિંદ ઘેર પારસી, માંદા પાસે લાપસી, બહેરાની વાતે ટાપસી, સંન્યાસી પાસે નાલસી, ખોટા સામે ખાલસી).

    * જાનમાં કોઈ જાણે નહીં ને હંુ બી વરની ફૂઈ (ગાડામાં કોઈ લિયે નહીં ને દોડી દોડી મૂઈ).

    આવી કહેવતો બેશુમાર છે, જેનો એક જ ભાગ કે હિસ્સો વધારે વપરાય છે અને બાકીનો હિસ્સો અવપરાશને લીધે કે કાળક્રમે લોપ પામ્યો છે. જોકે હવે પહેલો ભાગ કે હિસ્સો પણ ધીરે ધીરે લોપ થતો જાય છે…!

    ક્લોઝ અપ :

    થોડી વિદેશી કહેવતો :

    * ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે (ચાઈનીઝ કહેવત).

    * જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે (ઇંગ્લિશ).

    * મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે (જાપાનીઝ).

    * જરાક બૃદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે (ફ્રેન્ચ).

    * લડાઈ કરવાની કે પરણવાની કોઈને સલાહ આપવી નહીં (સ્પેનિશ).

    * ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં (ગ્રીક).

    * એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજી વાર પાગલપણું છે (ડચ).

    * સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરુષ પછી (પોલેન્ડની પોલીશ).

    * કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પકડીને એ ઉપર આવશે (આરબ).

    * ખીલેલું ફુલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે સત્તા પર રહેતો નથી (કોરિયન)
    ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો

    ભાંગ્યો તોય આદમી. ગાડું તોય તેલ.
    દુધ ને દીકરા, બધુંય છે.
    આંધળીને પાથરતાં વ્હાણું વાય.
    એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)
    ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.
    ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.
    વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )
    કરવા ગઈ લાપસી,
    ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો
    સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
    છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
    જણનારીનાં દખ જણનાર જાણે.
    મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
    ‘જુ’ના પેટમાં લીખ જ પાકે.
    એક તોલડી તેર વાનાં માંગે.
    પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
    માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.
    હું પહોળી ને શેરી સાંકડી.
    દીકરાના પાડની દીકરી છે.
    ભાંગ્યો તોય આદમી; ગાડું

    Surit Patel

    October 9, 2009 at 12:40 PM

  41. અદ્ભૂત સંગ્રહ! થેન્ક્સ ટુ સુરિત પટેલ!!

    Kartik Mistry

    October 9, 2009 at 2:38 PM


Leave a Reply