મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘કહેવતો

કહેવતો!

with 2 comments

* ના, હું આજે કોઇ મારી પોતાની કહેવતો મૂકતો નથી!

પણ, ગુજરાતીલેક્સિકોનમાં હવે તમે નવી ગુજરાતી-અંગ્રેજી કહેવતો અને નવો વિભાગ અંગ્રેજી-ગુજરાતી કહેવતો માણી શકશો. તેને ટેસ્ટ કરો અને જો કંઇ મુશ્કેલી કે ભૂલ જણાય તો અમને ઇન્ફો એટ ગુજરાતીલેક્સિકોન.કોમ પર અચૂક ઇમેલ કરો..

સોફ્ટવેર કહેવતો ભાગ-૨

with 10 comments

* થોડા સમય પહેલાં મેં કેટલીક સોફ્ટવેર કહેવતો લખેલી જે આજ-કાલ ફોર્વડ ઇમેલ તરીકે બહુ ફરે છે – એટલે વિચાર આવ્યો કે ચાલો બીજી કેટલીક કહેવતો બનાવીએ!

૧. એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ:)

૨. આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)

૩. એક કમાન્ડને બે આઉટપુટ (એક ઘા ને બે કટકા)

૪. એક પ્રોજેક્ટમાં બે પ્રોજેક્ટ મેનેજર ના રહે (એક મ્યાનમાં બે તલવાર ન રહે)

૫. ફ્રેશર જોબ લઇ ગયો (કાગડો દહીંથરુ લઇ ગયો)

૬. બીજાનો કોડ ભેંસ બરાબર (કાળા અક્ષર ભેંસ બરાબર)

૭. જ્યાં માઇક્રોસોફ્ટ, ત્યાં વાયરસ (જ્યાં ગંદવાદ, ત્યાં મંદવાદ) :P

૮. જેવો પ્રોજેક્ટ તેવો કોડ (જેવો દેશ તેવો વેશ)

૯. ઓપનસોર્સ કોડ, જે આવે તે ડાઉનલોડ કરે (દેવળનો ઘંટ, જે આવે તે વગાડે)

૧૦. પ્રોજેક્ટ નાનો ને કોડ ઘણો (ધંધો થોડો ને ધાંધલ ઘણી)

૧૧. લૅ-ઓફ પહેલા જોબ શોધવી (પાણી પહેલાં પાળ બાંધવી)

૧૨. જોબ લીધા પછી સેલેરી પૂછવી (પાણી પીધા પછી ઘર પૂછવું)

વધુ પછી ક્યારેક!

ગુજરાતીલેક્સિકોનનું નવું સ્વરૂપ

with 2 comments

* તમે જોયું?

ના? તો જરૂર જુઓ અને તમે તમારો પ્રતિભાવ આપી શકો છો – નવાં ફીડબેક ફોર્મનો ઉપયોગ કરીને!

હા? તો તમારો ફીડબેક ક્યાં છે?

આ આવૃત્તિમાં મુખ્ય ફેરફારો – કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ફોનેટિક કી-બોર્ડ ચાલુ-બંધ કરવાની વ્યવસ્થા, આંતરિક કોડિંગની સાફ-સફાઇ, વેલિડેશન્શ ચકાસણીઓ, વિવિધ વિભાગોની RSS ફીડ્સ, સલામતી સુધારાઓ, ગુજરાતીલેક્સિકોન ટીમ અને મદદ કરનારા સૌ કોઇનો સમાવેશ અને બીજા ઘણાં નાના-મોટાં ફેરફારોનો સમાવેશ થાય છે.

આ પોસ્ટ ખરેખર વહેલાં લખાવી જોઇતી હતી, પણ આખી ટીમ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત સાહિત્ય અકાદમી ખાતે GLA (ગુજરાત લિટરસી એકેડમી) નાં કાર્યક્રમો ખાતે છેલ્લાં એક અઠવાડિયાંથી વ્યસ્ત હોવાથી – આજે મૂકી રહ્યો છું.

આવતાં ત્રણ મહિનાઓમાં અપેક્ષા રાખજો કે નવી વસ્તુઓ તમારી અપેક્ષાઓથી વધુ અને અદ્ભુત હશે!!

આજનો સુવિચાર

leave a comment »

* ટીપે ટીપે સરોવર ભરાય

આજનો કુવિચાર:

અને ખાલી પણ થાય!

Written by કાર્તિક

November 16, 2008 at 17:10

નવી કહેવતો

with 23 comments

* સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો. થેન્કસ ટુ પલક. આ મસ્તીભર્યો વિચાર, સ્પેલચેકરનું કોડિંગ કરતા-કરતા આવ્યો હતો..

- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).

તમારી કહેવતો કોમેન્ટમાં મૂકો!!

Written by કાર્તિક

August 18, 2008 at 18:30

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,403 other followers