મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ઝાઝી.કોમ

ન્યૂ યર અપડેટ્સ

leave a comment »

* ઠંડી…

* ૩૧મી એ રાત્રે આલ્ફામોલમાં પિઝા હટ્માં નાનકડી પાર્ટી કરવામાં આવી. કવિનને એક બલૂન મળ્યો એટલે બહુ ખુશ થયો પણ તેણે કોલ્ડ ડ્રીંક અને ફ્રેશ લાઈમ સોડાની જીદ પકડી :( નવાં શૂઝ લેવાના હતા પણ ૧૦ વાગતા બધી દુકાનો ટપાટપ બંધ થવા લાગી હતી એટલે આવતી સાલ પર મુલતવી રાખવામાં આવ્યા.

નવાં વર્ષની શરુઆત એકંદરેસારી રહી. ડેબિયનના કામથી શરુઆત કરી. ચિરાગભાઈ ઝા (ઝાઝી.કોમ) જોડે ફેસબુક પર વાત થતી હતી અને અચાનક નક્કી કર્યું કે સાંજે મળીએ. સહ પરિવાર મળ્યા અને કવિનને એક નવો ફ્રેન્ડ મળ્યો. કવિન-ભવ્યને રમવાની અને અમને વાતો કરવાની બહુ મજા આવી (વત્તા, સરસ કોફી અને ગોળપાપડી તો ખરી જ). અમદાવાદ, ટેક કલ્ચર, શિક્ષણ, ગુજરાતી અને એવી અનેક વાતો ચર્ચાઈ.

હા, કૃણાલભાઈ અને પરિવારને આ વખતે મળવાનું રહી ગયું. ૨૦૧૨ના વિશલિસ્ટમાં તેમની મુલાકાત ઉમેરી દેવાઈ :)

* આવતી કાલે વિકિપીડિઆની પેલી ફોટોવોક છે. અને આજે, તો રજા છે :D

ઝાઝી.કોમ અને બીજું ઝાઝું

with 7 comments

* કદાચ તમને ખ્યાલ છે કે ઝાઝી.કોમ એ સૌથી જૂની ગુજરાતી વેબસાઈટ છે. કમનસીબે નોન-યુનિકોડમાં હોવાથી તે આજ-કાલ બહુ પ્રકાશમાં આવતી નહોતી – તેમ છતાં, ઝાઝી.કોમ હું નિયમિત મુલાકાત લેતો અને ક્યાંક યુનિકોડની ચર્ચામાં ઓળખાણ થઈ ચિરાગભાઈ ઝા – એટલે કે ઝાઝીના સંચાલકની. ચિરાગભાઈએ ઝાઝી.કોમને યુનિકોડમાં ફેરવવાનુ ભગીરથ કામ હાથમાં લીધું. અને ૧લી મે એ આપણને યુનિકોડ વાળી ઝાઝી.કોમ મળી. આ માટે તેમને અને ઝાઝી ટીમને ધન્યવાદ!!

બીજું ઝાઝું એ કે હવે દર મંગળવારે – આપણે એટલે કે – કાર્તિક મિસ્ત્રી – યંત્ર તંત્ર વિભાગમાં લેખ લખશે. લેખ મોટાભાગે ટેકનિકલ કે ટેકનિકલ પ્રશ્નો જોડે સંબંધ ધરાવતા હશે. અમે – એટલે કે હું અને ચિરાગ ભાઈ પરંપરાગત પધ્ધતિ – જેમાં લેખ કાગળ કે વર્ડમાં લખાય અને પછી તંત્રી પ્રિન્ટ કાઢીને વાંચે, પ્રૂફ રીડર ફેરફાર કરે, પાછો તંત્રી વગેરેને મોકલે – તેની જગ્યાએ, ગુગલ ડોક્સ (Google Docs) નો ઉપયોગ કરવાના છીએ. મારો લેખ ચિરાગભાઈ જેમ લખાતો જાય તેમ વાંચી શકે – તે જ સમયે કંઈ પણ ઉમેરી-કાઢી શકે તેવી Collaborative Editor પધ્ધતિ અપનાવી છે. (આડવાત: જો તમે લોકલ નેટવર્કમાં આવું કરવા માંગતા હોવ તો લિનક્સમાં gobby નામનું સરસ સોફ્ટવેર છે!)

નોંધ: તમે પણ કોઈ વિષય પરનો લેખ સૂચવી શકો છો.

નોંધ ૨: મારો પ્રથમ લેખ – ગુજરાત બેંગ્લુરુ કેમ નથી – તમને અત્યારે http://my.zazi.com પર જોવા મળશે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,404 other followers