મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ટ્વિટર

આઠ વર્ષ

with 4 comments

* હેલ્લો વર્લ્ડ!

* બ્લોગ જગતમાં (અ)મારા આઠ વર્ષ પૂરા થયા એ બદલ મને અભિનંદન પાઠવું છું. દિવસે-દિવસે આ બ્લોગની આવૃત્તિ ઘટતી જઇ રહી છે. આ વર્ષમાં તેનું મુખ્ય કારણ કે છે – કિટાણું? ના, કામ-કાજ. આજ-કાલ ફેસબુક પણ બંધ જેવું જ છે, પણ ટ્વિટર હજી અડીખમ છે. તેમ છતાંય, મહિને-દહાડે દસેક પોસ્ટ (સરેરાશ) થઇ જાય છે, જેમાં મુખ્યત્વે અપડેટ્સની પોસ્ટ રહે છે.

* આવતા મહિને થોડો પ્રવાસ છે, એટલે બ્લોગમાં કંઇ નવીનતા આવવાની શક્યતા છે.

બાકી, કવિન પણ હવે મોટો થઇ ગયો છે, અને મને બહુ ભાવ આપતો નથી (સિવાય કે કંઇ રમકડું વગેરે જોઇતું હોય ;)).

વાચન ખાતે, હું પણ આજ-કાલ હવે કિન્ડલમાં વ્યસ્ત રહું છું. હમણાં જ એક યાદી પરથી આ વર્ષમાં વાંચવાનાં પુસ્તકો વિશલિસ્ટમાં ઉમેરીને એક પછી એક વાંચવાના શરુ કર્યા છે. PS: સાયન્સ ફિક્શન પર તમારો કોઇ સુઝાવ હોય તો કહેજો.

લો ત્યારે વધુ એક અપડેટ્સ પોસ્ટ બની જાય એ પહેલાં – સૌ બ્લોગજનોનો આભાર. મળતા રહીશું!

પહેલી..

leave a comment »

.. કિસ નહી પણ ટ્વિટ આ હતી,

Compiling Openoffice.org

હેપ્પી બર્થ ડે, ટ્વિટર! :)

થોડાક આંકડાઓ

leave a comment »

.. એટલે કે થોડી આંકડાબાજી થઇ જાય?

* ટ્વિટરમાં ટ્વિટ્સની સંખ્યા ૧૦,૦૦૦+ એ પહોંચી. આમાં રિટ્વિટ અને રીપ્લાયનો પણ સમાવેશ થઇ જાય છે!

* દોડવામાં-સાયકલ ચલાવવામાં-ચાલવામાં કુલ કિલોમીટર: ૩૦૦૦ કિમી +

* એકલું સાયકલિંગ: ૬૦૦ કિમી (૪ મહિનામાં).

* ગુજરાતી વિકિપીડિઆમાં મારા ફેરફારો (એટલે કે એ઼઼ડિટ્સ) ની સંખ્યા: ૧૦૦૦. અહીં જોકે ઘણું-ઘણું વધુ કામ થઇ શકે છે. હવે ‘કરવાનાં કામો’ ની યાદી વ્યવસ્થિત રીતે બનાવવાની છે, પણ તે હજુ તે વિશ-લિસ્ટમાં જ છે.

બસ, આટલું જ (અત્યારે તો!!).

અપડેટ્સ – ૮૫

with 4 comments

* આજે (ટેકનિકલી તો આવતી કાલે!!) બ્લોગ જગતમાં અમારા સાત વર્ષ પૂરાં થયા. કંઇ ખાસ લખવાનું નથી આજે, પણ પાછલાં વર્ષોની વર્ષગાંઠની પોસ્ટ્સ રસપ્રદ લાગે છે (આજની બોરિંગ અપડેટ્સ પોસ્ટની સરખામણીમાં). જુઓ:  અને  વર્ષોની પોસ્ટ્સ.

* પેલાં ‘રાસ્પબેરી પાઇ’ જોડે આજ-કાલ બહુ છેડખાની કરવામાં આવી રહી છે. મારી પાસે એક્સટર્નલ મોનિટર નથી, પણ ssh વડે તેનાં પર જાત-જાતનાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેની માટે એક નવું sdcard લેવાનું છે.

* ટ્વિટરમાં ૯૦૦૦+ ટ્વિટ્સ આ અઠવાડિયે થયા. મોટાભાગનાં રિટ્વિટ્સ અને બોરિંગ અપડેટ્સ. દુર્ભાગ્યે ટ્વિટરનો બેકઅપ લેવાની કોઇ સુવિધા નથી.

* સફળતાનાં શિખરો અને નિષ્ફળતાની ખાઇઓ. તદ્ન ખોટું. સફળતાની ખાઇઓ અને નિષ્ફળતાના શિખરો હોય છે. સફળતા દેખાતી નથી, પણ તમારી નિષ્ફળતા ટોચની માફક દૂર-દૂરથી દેખાઇ જાય છે. ક્યારેક પેલી ફેઇલકોન્ફમાં જઇ આવીશ. ક્યારેક એવું લાગે કે, આપણે સફળ થઇશું ત્યારે જ નિષ્ફળતાનો પહાડ ચડવાનો આવે છે. અત્યાર સુધી તો ચડાઇ સફળ રહી છે! હવે, આ બધી ચડાઇ કામમાં આવે તો ઠીક છે :) જય હો!!

અપડેટ્સ – ૮૦

with one comment

૧૩૩૭
(ચિત્ર સ્ત્રોત: વર્ડપ્રેસ.કોમ)

* એક સારા ગીકી સમાચાર એ છે કે મારા બ્લોગને મળેલા લાઇક્સની સંખ્યા બુધવારે (બપોરે. ખરેખર!) ૧૩૩૭  થઇ. વર્ડપ્રેસે જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે અમે તો ધન્ય થઇ ગયા ;)

* બેક ટુ સ્કેવર વન. ફરી પાછું થન્ડરબર્ડ વાપરવાનું શરુ કર્યું છે, અને એ ભયંકર ધીમું છે! મને થાય છે કે, આખી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી મળીને એક સારું, સરળ અને સુંદર ઇમેલ ક્લાયન્ટ બનાવી નથી શકતી? એમ તો, અત્યાર સુધી વેબમેલ (જીમેલ) અને Mutt પર આધાર રાખ્યો છે. Mutt સરસ છે, પણ ગુજરાતી (કે કોઇપણ ભારતીય ભાષાઓ) જોડે તેને મિત્રતા નથી (ટર્મિનલ) અને જીમેલ ને GPG જોડે મુશ્કેલી છે.

* મોંઘવારી મુર્દાબાદ! અમારી ‘foo સાગર’ હોટલનું બ્રેકફાસ્ટ અને ડિનર હવે મોંઘું થયું છે. બ્રેકફાસ્ટમાં રુપિયા ૩ અને ડિનરમાં રુપિયા ૨ નો વધારો એટલે દરરોજ ૫ રુપિયા વધુ થશે. જ્યારે ખરાબ થાય ત્યારે બધું ખરાબ થાય! એક બિલ બે વખત ભરાઇ ગયું. ૩જી રીચાર્જ કરવાનું ભૂલી ગયો અને એપ્સ ડાઉનલોડ કરવા મૂકી દીધી. બધો ટોક-ટાઇમ પૂરો!!

* ૨જી માર્ચે બારકેમ્પ બેંગ્લોર છે. અને, આ વખતે એક-એકથી ચડિયાતાં  સેશન્સ લાગે છે, એટલે મજા આવશે.

* ટ્વિટરમાં સાયલન્ટ એન્ટ્રી કરી છે. રિટ્વિક, લાઇક્સથી શરુઆત કરી છે. નહીહીંહીંહીં…

અપડેટ્સ – ૭૯

with 5 comments

* હેલ્લો વર્ડપ્રેસ!

* પેલો બ્રેક લીધા પછી લાગે છે કે દુનિયાથી અલિપ્ત છું, તેમ છતાંય અનઓફિશીઅલી બ્રેકનો ભંગ કરીને એકાદ ટ્વિટ કર્યા વગર રહેવાયું નહી. ફેસબુક પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ પણ. વિચાર આવે છે કે આ ફેસબુક, ટ્વિટર વગર લોકો પાસે કેટલો બધો સમય બચતો હશે કે આનાં વગર અમે પાંચેક વર્ષ પહેલાં શું કરતા હતા? ટાઇમ પાસ કેવી રીત કરતા હતાં? (જવાબ: ઓરકુટ, યાહુ ચેટ, …)

* ગઇકાલે ફરીથી સરસ ફિટનેસ વર્કઆઉટ કરવામાં આવી. વોલબાર સ્ટ્રેચીસ. ફરીથી ખબર પડી કે મારું શરીર તો અનફ્લેક્સિબલ પ્લાસ્ટિક મટીરિઅલ છે!

* સમાચાર મળ્યા છે કે, કવિને મને પત્ર લખ્યો છે. જે મળશે ત્યારે અહીં સ્કેન કરીને કે ફોટો પાડીને મૂકીશ. કુરિઅરની રાહ કાગડોળે જોવામાં આવશે! આ વર્ષનું એક બીજું ટારગેટ છે કે પત્રો લખવાના ફરીથી શરુ કરવા. એક જમાનો હતો જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે મમ્મીને અને એના પહેલાં મિત્રો-સંબંધીઓને હું ઢગલાબંધ પત્રો લખવામાં આવતા. સસ્તું અને સરળ પોસ્ટકાર્ડ બહુ કામમાં આવતું! પોસ્ટઓફિસ અહીં નજીકમાં છે એટલે આજ-કાલમાં એક મુલાકાત લેવામાં આવશે અને જોવામાં આવશે કે પોસ્ટકાર્ડ હજી ચલણમાં છે કે એનેય આપણી ફેવરિટ મોંઘવારી નડી ગઇ.

* અને, આજે તબિયત ઠીક નથી. પાપી પેટ. ન જાણે જાનકી નાથે, મેકડોનાલ્ડમાં એવું શું ખાધું. એટલે, અત્યારે જ્યુશ અને સાદાં ઢોંસાથી ચલાવવામાં આવ્યું. લંચ તો છોડી જ દેવાયું છે. હવે કાલે, દોડવાનો કાર્યક્રમ કેવો રહે છે એ જોવું પડશે. (PJ: પેટ એટલુંય ખરાબ નથી કે, લોકોને ખબર પડી જાય કે હું કયા માર્ગે દોડ્યો. PJ પૂરો!)

બ્રેક

with 10 comments

* આજ-કાલ સોશિઅલ નેટવર્કિંગ માંથી સંન્યાસ લેવાના વિચારો વધતા જાય છે, પણ સાફ-સફાઇથી વાત આગળ વધતી નથી એટલે એક ટેસ્ટ બ્રેક આવતા મહિનામાં ફેસબુક, ટ્વિટરમાં લેવામાં આવશે. જો હું વર્ડપ્રેસ (એટલે કે આ અને અંગ્રેજી બ્લોગ) સિવાય ક્યાંય દેખાઉં તો મારી પાસેથી ૫૦૦ રુપિયાનું ઇનામ ક્લેઇમ કરી શકે છે. વર્ડપ્રેસમાં પણ કોમેન્ટ્સ હું મર્યાદિત રાખવાનો પ્રયત્ન કરીશ!

જોઇએ ક્યાં સુધી ખંજવાળ રોકી શકાય છે. જો આ બ્રેક સફળ થશે તો, વધુ મોટો બ્રેક લેવાનો વિચાર છે (ના! બ્લોગ તો ચાલુ જ રહેશે, એટલે હાશ! એવું ન બોલતા!).

હેપ્પી બર્થ ડે!

with one comment

* કોનો બર્થ ડે? મારા ટ્વિટર એકાઉન્ટનો ;)

જુઓ: http://twbirthday.com/0x1f1f/

Written by કાર્તિક

December 19, 2012 at 09:19

અપડેટ્સ – ૩૭

with 10 comments

* પ્રતિકે ટ્વિટર પર સજેસ્ટ કર્યું કે હવે અપડેટ્સને નંબર આપો તો સારું. લો ત્યારે. માત્ર “અપડેટ્સ” શિર્ષક ધરાવતી પોસ્ટની સંખ્યા ૩૬ થઈ ગઈ છે (કવિન અપડેટ્સ, ટેક અપડેટ્સ વગેરે અલગ). એક રીતે સારું. પોસ્ટ સ્લગ પણ સરળ રહે.

* કવિનની પરીક્ષાનું ‘ટાઈમ-ટેબલ’ આવી ગયું છે. જોકે મને કે કવિનને કોઈ જ ટેન્શન નથી. આમેય હું ટેન્શન-ફ્રી વ્યક્તિ છું. (જરૂર પૂરતું ટેન્શન કરી લઉઁ છું.).

* દોડવાનું મસ્ત ચાલે છે અને મસ્ત પગ દુખી રહ્યા છે. No pain, no gain – એટલે બહુ વાંધો નથી. હવે પાંચેક કિમી સુધી વાંધો નહી આવે તેવું લાગે છે. વીકએન્ડમાં મોટું સાહસ કરવામાં આવશે તો અપડેટ્સ કરવામાં આવશે. PS: લોકમાન્યતાથી વિપરીત વસ્ત્રાપુર લેકનો એક આંટો 0.64 કિમી થાય છે!

* કિન્ડલ અને ફોન અત્યારે સાઈડમાં પડ્યા છે. વધુ છેડખાનીનો સમય મળ્યો નથી :(

* આજની કહેવત: અબી બોલા, અબી ફોક.

વિચારપુરી

with 8 comments

* કૃણાલભાઈની જેમ વિચારોની ભેળપુરી ખાધી (પછી વિચારવાયુ થાય જ ને? ;)). પણ, ઓછી ફિલોસોફિકલ અને વધુ સેટારિકલ અને ટેકનિકલ અને કદાચ પર્સનલ.

૧. Flexibility અને છટકબારી વચ્ચે ટૂંકો ભેદ જ હોય છે. જે ક્ષણે લાગે છે આપેલી flexibility નો ગેરલાભ ઉઠાવાય છે, તે ક્ષણે ચેતી જવું. કે ચેતવવું.

૨. ચીનમાં ૩૦ દિવસમાં ૩૦ માળનું બિલ્ડિંગ ઉભું થાય છે, કહેવાય છે કે આટલા દિવસ આપણે ત્યાં બાથરુમ બનતા થાય છે :)

૩. પ્રોગ્રામર છો? તો યશનો આ આર્ટિકલ વાંચજો: http://www.yash.info/blog/index.php/india/fundamental-problem-with-indian-it-industry

૪. અનુરાગભાઈને લાગે છે કે સરખી રીત ન ભણ્યા હોવ તો લિપસ્ટિકનો પ્રોબ્લેમ થાય. સરખું ભણ્યા હોય તોય લાઈફ પાર્ટનર કેવી મળે એના પર આધારિત છે. લિપસ્ટિક તો ઠીક મશ્કરા અને બીજાય પ્રોબ્લેમ્સ થઈ શકે!

૫. અમુક માણસો ક્યારેય સુધરતા નથી. ખરેખર. માની ગયો.

૬. લોકો એમ સમજે છે કે ટ્વિટર પર વસેલી સેલિબ્રિટી તેમનાં ટ્વિટનો જવાબ આપશે, એ આશામાં ટ્વિટ કરે જ જાય છે. આપણી ટ્વિટ એ ટ્વિટ નહી ને સેલિબ્રિટીને પંપાળ.

૭. દરેક શહેરનું બસ-સ્ટેન્ડ એ શહેરની ટોપ-ટેન ગંદામાં ગંદી જગ્યા ગણી શકાય.

Update: ૪. ની લિંક સુધારી..

આજની કડીઓ

with 2 comments

* મને પોતાને યાદ રહે તે માટે ખાસ આ પોસ્ટ :)

૧. ઓનલાઈન સરસ રીતે પ્રોગ્રામિંગ શીખવા માટે: codecademy.com

૨. સરસ ફોટાઓ અને સરસ પ્રોજેક્ટ: #TweeterADay365

૩. લિનક્સ-યુનિક્સ ડોક્યુમેન્ટેશન માટેની ૩૦ શ્રેષ્ઠ વેબસાઈટ્સ.

૪. જો તમને ઇન્ટરનેટ ફ્રિડમમાં રસ હોય તો, Anonymous 101 (નોંધ: કદાચ NSFW)

૫. અને, wired.com એ સ્વાભાવિક રીતે મારી ફેવરિટ વેબસાઈટ છે :) (સ્વાભાવિક રીતે અમુક ગુજરાતી લેખકોની પણ :P).

ધ ગ્રેટ ઈન્ડિયન ઇન્ટરનેટ સેન્સરશીપ

with one comment

FDI, કરિયાણાવાળા અને શાકવાળાઓ…

with 18 comments

વોલમાર્ટ આવશે તો તમે તેને ‘ખાતામાં લખી દેજો’ કહીને ઉધાર રાખી શકશો નહી (ટ્વિટર પરની કોઈ ટ્વિટ પરથી).

વોલમાર્ટ આવવાથી બીજો તો કોઈ ફરક પડશે નહી એવું મારું મર્યાદિત અર્થશાસ્ત્ર સમજણ આપે છે. શાકવાળા જોડે મગજમારી કરી મરેલું શાક લેવું એના કરતાં મોલમાંથી વીણી-વીણીને સડેલું શાક લેવું એ વધું સારું. મને લાગે છે કે રીટેલ ક્ષેત્રે ફોરેન ઈનવેસ્ટમેન્ટનો વિરોધ તો મોટાભાગે રીલાયન્સ જેવી રીટેલ કંપનીઓ દ્વારા સ્પોન્સર્ડ હોઈ શકે છે. જોઈએ છીએ હવે શું થાય છે. અને શું લાગે છે કે દેશની બધી વસ્તી વોલમાર્ટમાં ખરીદી કરવા દોડી જશે? રીલાયન્સ-હાયપરસીટી-બિગ બજારનું માર્કેટ ત્યાં જશે. એનાથી વધુ કોઈ શક્યતા હું જોતો નથી..

Written by કાર્તિક

November 28, 2011 at 20:26

0x1f1f

with 3 comments

* ઘણાં બધાંએ ટ્વિટર પર આ નવું યુઝરનેમ જોઈને પૂછ્યું કે આ 0x1f1f શું છે? જવાબ છે – મને પણ ખબર નથી. લાંબો જવાબ છે – વધારે પડતા, જુદાં-જુદાં યુઝરનેમથી હું કંટાળ્યો હતો અને બધી જગ્યાએ સમાન યુઝરનેમ મેળવવું હોય તો કંઈક હટકે નામ રાખવું પડે. હેક્સ કોડ બિચારા કોમ્પ્યુટર વાળાઓને બહુ ગમે એટલે પછી આ નામ રાખવામાં આવ્યું. ટ્વિટર, આઈડેન્ટી.કા, ડેઈલીમાઈલ અને મારો અંગ્રેજી બ્લોગ હવે આ નામે ઓળખાશે. ફ્લિકર, લાસ્ટ.એફએમને બાય-બાય કહેવામાં આવ્યું છે (એક કારણ એ કે આ બન્ને યુઝરનેમ બદલવાની સગવડ આપતા નથી). મારું જીમેલ ઈમેલ પણ આ નામે છે, ત્યાં ઈમેલ કરશો તો મને વધુ ગમશે :)

અપડેટ: ફેસબુકને પણ ફાઈનલ ધક્કો મારવામાં આવ્યો છે. (હાલપૂરતો મોકૂફ..)

૧૦૦૦મી પોસ્ટ

with 20 comments

.. એટલે કે આજે સહસ્ત્ર પોસ્ટ. આ પોસ્ટનું ડ્રાફ્ટિંગ ખાસ્સા સમયથી વિચારેલ હતું, પણ જે રીતે મારી પોસ્ટની આવૃત્તિ હતી, એ રીતે આ પોસ્ટનો વારો આગલા ત્રણ-ચાર મહિનાઓ સુધી આવે તેમ લાગતું નહોતું. અને લાંબુ-લચક (૧૦-૨૦ લીટીઓથી વધુ) લખવાની મારી તાકાત નથી એટલે કંઈ ખાસ ન કરતાં સીધી-સાદી (નિદોર્ષ ડિવોર્સી વાળી જેવી) પોસ્ટ મૂકી છે.

બ્લોગની મજા એ છે કે તમે ભૂતકાળમાં તરત જ જઈ શકો છો, ટ્વિટર (ટ્વિટરમાં પણ ૫૦૦૦ ટૂંકા-સંદેશા થયા. આજ-કાલ જોકે ટ્વિટરનો બેકઅપ લઈ શકાય તેવી વ્યવસ્થા થર્ડ-પાર્ટી સોફ્ટવેર્સ વડે થાય છે), ફેસબુકમાં તમે કંઈક સંદેશ મૂકો એટલે બે-ત્રણ દિવસ પછી કોઈને તે વાંચવા મળતો નથી (સિવાય કે બહુ ખાંખા-ખોળાં કરો તો). કદાચ બ્લોગ એટલા માટે જ અલગ મહત્વ ધરાવે છે. તમે જો તમારી ૧લી પોસ્ટ અને અત્યારની પોસ્ટ જુઓ તો ખ્યાલ આવે કે એ વખતે આપણે કેવું લખતા હતા, અને અત્યારે પરિસ્થિતિમાં શું ફરક છે. અરે, કદાચ ૨૦૦૦મી પોસ્ટ થશે તો ય એવું લાગશે કે સાલું આપણે કેવું લખતા હતા અને કેવા વિચિત્ર વિચારો ધરાવતા હતા. બ્લોગ એ બ્લાસ્ટ ફ્રોમ ધ પાસ્ટ અથવા ટાઈમ મશીન તરીકે આગવું મહત્વ ધરાવે છે.

તો, હવે ૨૦૦૦મી પોસ્ટની તૈયારી કરીએ?

અને હા, હેપ્પી ગુજરાતી બ્લોગિંગ અને સ્વતંત્રતા દિવસ.

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,372 other followers