મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘ડેબિયન

આજની કડીઓ

leave a comment »

* ભારતીય ભાષાઓમાંથી બ્રેઇલ લીપીમાં રુપાંતરણ કરતું સોફ્ટવેર. થેન્ક્સ ટુ નિર્ભિક અને પૂજા. અત્યારે તો દેવનાગરી–>બ્રેઇલમાં પ્રાપ્ત છે. ગુજરાતી ટેસ્ટિંગ માટે હું વોલિયન્ટર બન્યો છું. ટેસ્ટિંગ વગેરે (અને જો પાયથોન ફાવતું હોય તો, કોડ વગેરેમાં પણ!) તમારો ફાળો આપી શકો છો.

જુઓ: https://github.com/pareidolic/bharati-braille

* ક્રાયપ્ટોકેટ, પ્રાયવસીને પ્રાથમિકતા આપતી ચેટ સેવા.

* અને, એક બાત કહેના તો ભૂલ હી ગયા!!

પમી તારીખે એટલે કે ૦૫/૦૫ એ ડેબિયનની નવી આવૃત્તિ રીલીઝ (ie પ્રકટ) થઇ છે. ગેટ ઇટ વ્હાઇલ ઇટ ઇઝ હોટ! એમ તો રીલીઝ પાર્ટી વગેરે રાખવાનો પ્લાન હતો, પણ હજી સુધી ક્યાંય ગોઠવણ થઇ હોય એવા સમાચાર આવ્યા નથી. આમ પણ, હમણાંથી ડેબિયન પર ફોકસ ઓછું થાય છે, જે હવે નજીકના ભવિષ્યમાં વધારવાનો પ્લાન છે. (આવાં કેટલાંય ભવ્ય પ્લાન્સ અમે બનાવેલા છે, જોઇએ હવે મહેલ ઇંટનો બને છે કે પત્તાનો, વ્હુ નૉસ?)

અપડેટ્સ – ૯૦

leave a comment »

* મહત્વના સમાચાર: કવિનને વાર્ષિક પરીક્ષામાં ૨૦૦માંથી ૧૭૭ ગુણ આવ્યા છે. હવે, તેને IIT-JEE કે CAT માટેની તૈયારીના ‘ક્લાસિસ’માં મૂકવાનો વિચાર છે. તમારા ધ્યાનમાં કોઇ સારા ક્લાસિસ કે સર હોય તો કહેજો. GATE/GMAT/TOFEL વગેરે પરીક્ષાઓ પણ આપવાની છે, પણ પહેલાં IIT અને પછી IIMમાં એડમિશન મળી જાય પછી ;)

સાઇડ નોટ: કવિન અત્યારે વેકેશનને ભરપૂર માણી રહ્યો છે!

* પાછલું આખું અઠવાડિયું બીઝી-બીઝી રહ્યું. વચ્ચે ૧લી તારીખે ચાર ડેબિયન ડેવલોપર્સની મુલાકાત એમ.જી. રોડ પર લંચ પર થઇ (હું, રીતેશ, દિપક અને વાસુદેવ). મજા આવી ગઇ અને ઢગલાબંધ નવી વસ્તુઓ-ટેકનોલોજી વિશે જાણવા મળ્યું. જિંદગી બહુ ટૂંકી છે, બધું જાણવા માટે :)

* આજ-કાલ C અને Shell Programming પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે (કારણ કે, જરુર પડી છે ;) ). બાકી, આરામ છે!

Written by કાર્તિક

મે 6, 2013 at 06:06

વોટ ફોર…

leave a comment »

* આ આપણી સ્ટાન્ડર્ડ ચૂંટણી વિશે પોસ્ટ નથી.

અત્યારે ડેબિયન પ્રોજેક્ટ લીડર (એટલે કે DPL) માટે ચૂંટણી ચાલી રહી છે. ડેબિયન પ્રોજેક્ટમાં મજાકમાં કહેવાય છે કે, વોટ અર્લી, વોટ ઓફન. અને, ખરેખર તમે એક કરતાં વધુ વખત મત આપી શકો છો, તમારો જે છેલ્લો મત સ્વીકાર થાય તે ગણાય છે. વોટિંગ અને આખી સિસ્ટમ પણ અદ્ભૂત છે. અહીં None of the above ને તમે તમારો મત આપી શકાય છે. વોટિંગ પૂરૂ કર્યા પછી કોણે-કોણે વોટ આપ્યો તેની માહિતી મળે છે (જેથી ઇનએક્ટિવ ડેવલોપર્સનો ટ્રેક રાખી શકાય!), કોને આપ્યો તે નહી. જો તમારે તમારો મત બરોબર રેકોર્ડ થયો છે એ ચકાસવું હોય તો તમારી GPG કીનો ઉપયોગ કરીને તમે તે કરી શકો છો. અહીં દરેકને ચૂંટણી લડવાની તક છે (તો સામે પક્ષે ઢગલાબંધ જવાબો આપવાની તૈયારી પણ રાખવી પડે).

પરિણામ પંદર તારીખની આસપાસ આવવાની શક્યતા છે (શક્યતા નહી, નક્કી જ છે). લગભગ ત્રણેય ઉમેદવારો મજબૂત છે, એટલે વોટ કોને આપવો એ નક્કી થતું નહોતું, છેવટે વોટનો ઇમેલ મોકલી દેવાયો અને બરોબર મળી ગયો છે તેવો જવાબી ઇમેલ પણ તરત આવ્યો ત્યારે શાંતિ થઇ (થોડા વર્ષ પહેલાં આવા કોઇ વોટિંગ દરમિયાન મારો રિજેક્ટ થયેલો વોટ સ્પામમાં ગયેલો અને મને વોટિંગ પૂરુ થયાં પછી ખબર પડેલી ;) )

અપડેટ્સ – ૮૩

with one comment

* નવું લેપટોપ. એટલે કે વિશલિસ્ટ – ૧ (ઉચ્ચાર: વિશલિસ્ટ માઇનસ વન!). નવું લેપટોપ અમે ખાસ વ્યક્તિ માટે લીધું જેના પર હક્કથી ડેબિયન સ્થાપન કરવામાં આવ્યું અને અત્યારે તેના પર મૂળભૂત સ્થાપનોની પ્રક્રિયા ચાલી રહી છે.

સ્થાપન પ્રક્રિયા..

* છેલ્લાં એક અઠવાડિયાથી તબિયત ઠીક નહોતી. પેલી ટોપી લેવા માટે ફરીથી એમ.જી. રોડ ગયો ત્યારની કંઇક ગરબડ હતી. એકાદ દિવસ તાવ અને શરદી પછી એકાદ દિવસ ભયંકર માથું દુખવા આવ્યું (સામાન્ય રીતે મને ક્યારેય માથું દુખતું નથી. ના, બ્લોગબાબાઓની પોસ્ટ્સ વાંચીને પણ નહી!). ત્યારબાદ શરદી-ખાંસી. બે-ત્રણ દિવસથી વાતાવરણ પણ વિચિત્ર હતું એટલે પછી પેલાં બહુ બધાં આઇસક્રીમની જગ્યાએ બધો દોષ વાતાવરણ પર ઢોળવામાં આવ્યો ;)

જીમેલ મીટર

with one comment

* જીમેલ મીટર એ એક રસપ્રદ વેબસાઇટ છે, પણ જો તમે તમારા ઇમેલની પ્રાઇવેટ રાખવા માંગતા હોવ તો, તેનો ઉપયોગ ન કરતાં! તેમ છતાંય એક મહિનો તેને ટેસ્ટ આપવામાં આવ્યો અને,

જાન્યુઆરી મહિનામાં,

* ૩૩૨૯ ઇમેલ ૭૭૪ લોકો તરફથી મળ્યા જેમાં ૧૪.૫૭% મને મોકલવામાં આવ્યા હતા. એ તો સારું છે કે કેટલાય મેઇલિંગ લિસ્ટ ગયા મહિનાથી અનસબસ્ક્રાઇબ કરવામાં આવ્યા અને અમુકને ડાયજેસ્ટ મોડ પર લઇ જવામાં આવ્યા. નહિતર, આ આંકડો પાંચેક હજાર ઉપર પહોંચી જાત.

* ૧૦૨ ઇમેલ ૫૪ લોકોને મોકલવામાં આવ્યા. એવરેજ એક વ્યક્તિને ૨ ઇમેલ જ!

* ૩૦% ઇમેલમેં કચરાપેટીમાં નાખ્યા.

* સૌથી લાંબી ઇમેલ-શૃંખલા સ્વાભાવિક રીતે ડેબિયનનાં મેઇલિંગ લિસ્ટમાં સર્જાઇ હતી. ટોપ ૧૦માં ૮ તો ડેબિયન જ છે.

* અને સૌથી રસપ્રદ આલેખ મને લાગતો હોય તો,
આલેખ - કેટલા સમયમાં જવાબ આપ્યો, મળ્યો!

ચાલો ત્યારે, નવા મહિનાની શરુઆત પણ ઢગલાબંધ ઇમેલથી થઇ છે. ક્યારેક તો એમ થાય છે કે આપણે સોફ્ટવેર ડેવલોપર છીએ કે ઇમેલ રીપ્લાયર ;)

અપડેટ્સ – ૭૭

with 2 comments

૭૭મી અપડેટ્સ પોસ્ટ નિમિત્તે અપડેટ્સ!

* ઓહ. હેલ્લો બેંગ્લુરુ.

* ટ્રેનની મુસાફરી >>> પ્લેનની મુસાફરી. ખાસ કરીને લોકો અને સિક્યોરીટીના નામ પર થતાં વિચિત્ર ચેકિંગના કારણે. સિક્યોરીટીને એટલી પણ ખબર ન હોય કે રાઉટરનું એરિયલ હાનિકારક ન હોય? વેલ, છેલ્લે એમને એમાં કંઇ હાનિકારક ન લાગ્યું અને મારું રાઉટર બિન-એરિયલ તડપતાં રહી ગયું.

* નવાઇની વાત કહેવાય કે હું આ વખતે એક પણ વસ્તુ ભૂલીને આવ્યો નથી. પણ, એમ કંઇ મિ. મર્ફી આપણને છોડે ખરા? અમદાવાદથી કેમેરાની બેગ, હાર્ડડિસ્ક અને બીજી વસ્તુઓ લાવવાના પ્લાન પર ચાવી ફરી વળી!

* પગ સલામત, તો જૂતિયાં બહોત. કંઇ નવા શૂઝ લેવાના નથી થયા. આ તો જરા કહેવત યાદ આવી ગઇ.

* ઢેટણેટેં.. દોડવાનું ફરી નિયમિત શરુ કરી દેવામાં આવ્યું છે! (એટલે કે આજથી)

* આવતી કાલે એક લોકલ કોલેજમાં (જે ગામના છેડે છે) ડેબિયન પર સેશન-લેક્ચર આપવા જવાનું છે, એટલે ફરી પાછી લગભગ એરપોર્ટ સુધીની બોરિંગ મુસાફરી કરવાની છે.

* અને હા, બધાંને હેપ્પી પ્રજાસત્તાક દિવસ!

આજની કડીઓ

leave a comment »

* ધ સેટઅપ. આ સેટઅપ સાઇટમાં જાણીતા (વેલ, ટૅકનોલોજી કે એવાં બીજા અનેક ક્ષેત્રોમાં) લોકોનાં હાર્ડવેર સેટઅપ અંગે ઇન્ટરવ્યુ લે છે. ચાર જ પ્રશ્નો. એમાંથી ડેબિયન ડેવલોપર Joey Hess અને હાર્ડવેર હેકર Andrew Huangનું સેટઅપ વાંચવા જેવું છે. કોઇક દિવસ અમે પણ આ સાઇટમાં આવીશું નહિતર પછી આવી એક બ્લોગ પોસ્ટ તો અહીં મૂકી તો શકાશે ;)

હવે, નીચેની કડીઓ, ટ્વિટરમાંથી:

* ડકડકગોનું ટર્મિનલ ઇમ્યુલેટર. મસ્ત છે!

* હા, હા. માઇક્રોસોફ્ટને આ અભિયાન ભારે પડ્યું!

* બે સરસ PDFs,

૧. 10 PRINT BASIC પ્રોગ્રામિંગ યાદ છે? તો આ પુસ્તક તમારા માટે છે.

૨. જીમ્પ મેગેઝિન બે ભાગ પ્રકાશિત થયા છે અને બંને સરસ છે. મને જોકે વિસ્તૃત રીતે જોવાનો સમય મળ્યો નથી, પણ જીમ્પ શીખવા માટે બેસ્ટ રીસોર્સ.

foss.in: ૨૦૧૨ અહેવાલ

with one comment

* તો હાજર છે, નાનકડો અહેવાલ ઉર્ફે રીપોર્ટ, foss.in નો.

દિવસ ૧:

આગલા દિવસે ખબર પડી કે PG થી કોન્ફરન્સની સીધી જ બસ છે. વાહ, બીજું શું જોઇએ? સવારે ઇડલી-સંભાર+કોફીનો બ્રેકફાસ્ટ કરીને તરત બસમાં બેઠો અને અડધો કલાકમાં foss.in પહોંચી ગયો ત્યારે લાંબી લાઇનમાં ઉભા રહીને મારું કોન્ફરનસ ટેગ લીધું. ત્યાં પછી વાસુદેવ, અરવિંદ અને પ્રવીણ મળ્યા. સ્વાભાવિક રીતે કુશાલ, કિરણ (જેસ), ગૌરવ, સિધ્ધેશ, વિજય ગુપ્તા અને બીજા કેટલાય લોકો ઘણાં સમયે મળ્યા. આ વખતે લાઇવ સ્ટ્રિમીંગ પણ hasgeek.tv પરથી કરાતું હતું એટલે તમે હોલ-૧ નું જીવંત પ્રસારણ જોઇ શકાતું હતું.

ડેબિયન વાપરતા NIT કાલિકટના કેટલાંક સ્ટુડન્ટ્સને મળ્યો, જે જોઇને મને બહુ મજા આવી. અને, OpenShift વાળાની બોટલ ઓપર આકારની પેનડ્રાઇવ બહુ હીટ રહી. પણ, એક જ મળી એટલે બીજા કોઇને આપી શકાશે નહી ;)

બપોરે લંચમાં ચિંતન અને વિરલ સચદે મળ્યા ત્યારે ગુજરાતીમાં સંવાદો કરવાની મજા આવી. લંચ પછીના સેશન આમ તો ભારે પડે, પણ અમે તો હેકરસ્પેસમાં બેઠા-બેઠા ડેબિયન પર ચર્ચાઓ જ કરી. ઘણાં નવાં લોકોનો પરિચય થયો. સાંજે Gene Koganની હેકરટોક સરસ રહી. પ્રોસેસિંગ અને OpenFramework વડે આર્ટ વત્તા ઓપનસોર્સનો જાદુ જોવા જેવો હતો!

ડિનર માટે ઝૈનાબ, ગૌરવ, કરુણાકર, દેવદાસ અને રામકી જોડે ક્યાંક બહાર જવાનું હતું અને બેંગ્લોરમાં ડિનર માટે દૂર જવું એથી વધુ કષ્ટદાયક કામ એકેય નથી. તેમ છતાંય અમે Koshy’s ખાતે ડિનર નક્કી કર્યું. ઠીક-ઠીક ડિનર ખાધા પછી ક્યાંક આઇસક્રીમ ખાવા ગયા ત્યાં અમે Death By Chocolate પસંદ કર્યો અને ખરેખર એટલી ચોકલેટ ખાધા પછી Death ના થાય તો જ નવાઇ ;)

ત્યાંથી PG પર રીક્ષામાં આવ્યો અને સ્વાભાવિક રીતે રીક્ષાવાળા જોડે સારી એવી મગજમારી થઇ (ના થાય તો જ નવાઇ!).

દિવસ ૨:

બીજા દિવસની શરુઆત અને અંત Ulrich Drepper ની ટોકથી. બન્ને બહુ જોરદાર અને ભારે. મોટાભાગે અમે હેકરસ્પેસમાં જ બેઠા હતા. ડેલિગેટ કીટમાં સરસ મજાનો મગ મળ્યો જે હવે મારી કોફીની જરુરિયાતને સંતોષશે. વૈભવને પણ બે વર્ષ પછી મળ્યો ત્યારે foss.in ની જૂની યાદો તાજી થઇ ગઇ.

બીજા દિવસે અમે મોટાભાગે હેકરસ્પેસમાં જ બેસીને ડેબિયન ઉપર કામ કર્યું (કામ ઓછું, વાતો વધુ ;) . systemd પરની ટોક માણી. લંચ સરસ હતું. અને, ખરેખર આ વખતે ત્રણેય દિવસ બહુ ખાધું ;)

ડિનર KDE.in પબ્લિક જોડે. સ્મિત, વિરાંચ, આદિત્ય અને રોહન. પીઝ્ઝા ઝાપટ્યાં વત્તા ટેકનોલોજી, ફિલ્મો અને પુસ્તકોની અખૂટ વાતો.

દિવસ ૩:

ત્રીજા દિવસે અમારું Debian Tutorial આગલા દિવસે રાત્રે નક્કી કર્યા પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું. આ પ્રકારના ટ્યુટોરિઅલ તમે રનટાઇમ પર ઉમેરી શકતા હોવ તો એની મજા અલગ છે. બપોર પછી હોવા છતાં ડેબિયન ટ્યુટોરિઅલ રુમ ભરેલો હતો. લગભગ પોણા બે કલાક સુધી સતત અમે ડેબિયન શું છે, તેમાં કેવી રીતે તમે યોગદાન આપી શકો છો અને પેકેજિંગ કેવી રીતે કરવું તેના પર ચર્ચા વત્તા પ્રેક્ટિકલ્સ બતાવ્યું. જોકે ઘણાં મહત્વના મુદ્દાઓ રહી ગયા પણ, બે કલાકમાં તે બધું જ સમજાવવું શક્ય નહોતું (એમ તો બે દિવસ પણ ઓછા પડે પણ, જાત મહેનત ન કરો તો શું કામનું?). પછી, અમે નાનકડી કી-સાઇનિંગ પાર્ટી રાખી. તેજેશનો અહીં પરિચય થયો અને ક્રિપ્ટોપાર્ટી ડિસેમ્બરના અંતમાં રાખવાનું નક્કી થયું છે.

અને, સરસ મજાનું Panel Discussion! લેનાર્ડ પોટ્ટરિંગ હોય એટલે બધાંને મજા જ આવે!

છેલ્લી હેકરટોક અલગ હતી. એ હતી Usability વત્તા મેજીક પર. મજા આવી, પણ પછી ત્યારબાદના રોક-શોમાં હું ન રોકાયો. કારણ? મને એમ કે હવે મારે મારી ફ્લાઇટ પકડી ઘરે જવાનું છે. હું ભૂલી ગયો હતો કે હું તો બેંગ્લોરમાં જ છું. ઓહ. હોમ સિકનેસ અને હું તરત પાછો PGમાં આવી ગયો. કોઇને ગુડ-બાય કહેવાનું રહી ગયું હોય તો – sorry!

ફોસ.ઇન ૨૦૧૨ના ફોટાઓ.

ફોસ.ઇન ૨૦૧૨ના મોબાઇલ વડે પાડેલા ફોટાઓ.

foss.in: ઐતહાસિક અહેવાલો ૨

leave a comment »

બીજો ભાગ હાજર જ છે.

* ૨૦૦૬:

૨૦૦૬ની મુલાકાત વિશેષ રહી. કારણ? કારણ કે હું અને કોકી – ie સહપરિવાર ગયેલા. થેન્ક્સ ટુ, foss.in ટીમ કે જેમણે મારી સાથે કોકીની હોટલની એરેજમેન્ટ કરી આપેલી (એટલે કે જોડે જ, કેવી વાત કરો છો?). અને, બીજી સરસ વાત કે આ વખતે હું પહેલી વાર ડેબિયન પર ટોક આપવાનો હતો. મારો વિષય હતો: “હાઉ ટુ બીકમ થર્ડ ઇન્ડિયન ડેબિયન ડેવલોપર?” વેલ, હું થર્ડ ડીડી ના બન્યો પણ સાતમો બન્યો ખરો! મારી ટોક સારી રહી અને સારા એવા સવાલો મને પૂછાયા અને મેં સારા એવા જવાબો પણ આપ્યા! આ વખતે પણ ઘણાં લોકોનો પરિચય થયો. કપિલ, જ્હોન (jewel) – આ બે ડેબિયન ડેવલોપર્સ ત્યાં હાજર હતા. બાકી, અમારી રેગ્યુલર કોમ્યુનિટી તો ખરી જ. પ્રૂફ? આ ફોટો ;)

અને, મારો અને કોકીનો અત્યાર સુધીનો બેસ્ટ ફેમિલી ફોટો આ ઇવેન્ટમાં જ લેવાયેલો. મારી ફેસબુક પ્રોફાઇલ પર તે જોવા મળી શકશે.

* ૨૦૦૭:

આ વખતે પણ ઇવેન્ટ હતી ખાસ-મ-ખાસ કારણ કે અમે ડેબિયન-ઉબુન્ટુ પ્રોજેક્ટ ડે નું આયોજન કર્યું હતું, જ્યાં સળંગ આખો દિવસ ડેબિયન પર ટોક-વર્ક શોપ થવાની હતી. ધાર્યા કરતાં ઓછાં લોકો આવ્યા, પણ આ વખતે ડેબિયન પ્રોજેક્ટ લીડર (એ સમયના) – સામ હોસેવર અને ક્રિસ્ટિઅન પેરીઅર (ડેબિયન i18n ગુરુ) ત્યાં આવેલા. એમની જોડે ઘણું નવું શીખવા મળ્યું વત્તા અંકિતની જગ્યાએ ફાયરફોક્સ-મોઝિલા લોકલાઇઝેશનની ટોક પણ આપી. અમારા પ્રોજેક્ટ ડે માં સન માઇક્રોસિસ્ટમનો એક માર્કેટિંગ વાળો ઘુસી ગયેલો જે સોનાની થાળીમાં ગોબા જેવું થયેલું, પણ ઓવરઓલ અમારો પ્રોજેક્ટ ડે સરસ ગયેલો.

આ ખાસ ઇવેન્ટ એટલા માટે પણ હતી કે મારો એક જોબ ઇન્ટરવ્યુ IISC ની સીડીઓ પર બેસીને થયેલો (અને પછી હું બેંગ્લોર ગયેલો.. ડોન્ટ રીમાઇન્ડ મી ધેટ!) તો બીજી બાજુ જૂની જોબમાંથી હેન્ડઓવર કરવાનું ભયંકર પ્રેશર પણ હતું.

PS: ક્રિસ્ટિઅન પેરીઅરનો રીપોર્ટ

* ૨૦૦૮:

વેલ, ૨૦૦૮માં હું foss.in માં નહોતો ગયેલો ;) કારણ? લૉ હેંગિગ ફ્રુટ્સ.

ધેટ્સ ઓલ. ૨૦૦૯ કંઇ ઐતહાસિક ન કહેવાય એટલે તેના વિશે ખાસ લખતો નથી. ૨૦૧૨ નો અહેવાલ રવિવારે કે સોમવારે આપવામાં આવશે.

foss.in: ઐતહાસિક અહેવાલો ૧

leave a comment »

* ૨૦૧૦માં foss.in ચૂકી જવાયા પછી અને ૨૦૧૧માં આયોજન ન થવાથી, ૨૦૧૨ની foss.in મુલાકાત ખાસ બની રહેશે એવું લાગે છે. મારા માટે ખાસ એટલે કે ૨૦૦૪ પછી પહેલી વાર એક ‘સામાન્ય મુલાકાતી’ની જેમ જવાનું થશે. ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૯ – આ વર્ષો દરમિયાન હું ‘સ્પિકર’ હતો. ૨૦૦૪માં હું અને કુનાલ સાથે ગયેલા ત્યારે ઇવેન્ટનું નામ Linux Bangalore હતું. મારો લિનક્સ, ફ્રી સોફ્ટવેર-ઓપનસોર્સ સાથેનો સંબંધ foss.in ને કારણે જ ગાઢ થયો એમ કહી શકાય. અને, લાગે છે કે આ પોસ્ટ બહુ મોટ્ટી થશે, કારણ કે મારો વિચાર ૨૦૦૪ થી ૨૦૦૭ ના અનુભવો લખવાનો છે. એ સમયે આ બ્લોગ નહોતો (૨૦૦૬માં હતો, પણ કોણ જાણે કેમ, મેં આ વિશે કંઇ પોસ્ટ ન કરેલું! ૨૦૦૭માં ખાલી પોસ્ટ જ અને ૨૦૦૮માં તો અલગ કારણોસર મુલાકાત ન લઇ શકાઇ). તો શરુ કરીએ ૨૦૦૪ થી?

૨૦૦૪:

૨૦૦૪, હમમ. ૨૦૦૪ એટલે કે મુંબઇનો શરુઆતી સમય. (જોકે હું તો મુંબઇમાં છેક જાન્યુઆરી એન્ડ થી હતો જ.) નિરવ ટૉક આપવાનો હતો અને અમારી પાસે એવું કંઇ હતું નહી એટલે અમે ખાલી એટેન્ડ કરવાના હતા. કુનાલ જોડે થોડા સમય પહેલાં પરિચય થયેલો અને સરખી વિચારસરણીને કારણે પરિચય મિત્રતામાં પરિણમ્યો. તેણે બેંગ્લોર જોયેલું હતું એટલે અમે બન્નેએ ટ્રેન-હોટેલ ટિકિટ જોડે બુક કરાવેલી. ૨૨ કલાકની સરસ મુસાફરી પછી અમે મેજેસ્ટિક પાસે કોઇક હોટલમાં રહેલા એવું યાદ છે. એ વખતે Linux Bangalore એ IISC ખાતે હતી અને પ્રમાણમાં નજીક જગ્યા હતી એટલે આવવા-જવાનો વાંધો નહોતો આવતો.

ત્રણ દિવસ દરમિયાન બહુ મજા આવી. કોન્ફરન્સ તો માણી વત્તા બેંગ્લોરમાંય ફર્યા. સાયન્સ મ્યુઝિયમ અને કબન પાર્ક વગેરે. ફોટાઓ પડ્યા છે, પણ ક્યાં છે એ યાદ નથી. ૨૦૦૪ની ખાસ યાદો કહેવી હોય તો, એમ.જી. રોડ પરથી ખરીદેલું એક મેગેજીન જેમાં ડેબિયનની સીડી આવેલી. જેના વડે મેં ઘરે પહેલી વાર ડેબિયન ઇન્સ્ટોલ કરેલું અને પછીની ઘટનાઓ-દુર્ઘટનાઓનાં તમે સાક્ષી છો જ. ૨૦૦૪માં પહેલી વખત મયંક-શશાંક શર્માને મળેલો એ પણ એક યાદગાર ક્ષણ હતી.

સૌથી ભયંકર યાદ હોય તો પહેલી વાર વિમાની મુસાફરી કરવાની. એ વખતે ઉડતી હતી તે સહારા એરલાઇન્સમાં પંખા વાળા વિમાનમાં પંખાની બાજુમાં મારી વિન્ડો સીટ હતી. વેલ, માત્ર નિરવ જ સમજી શકે છે કે સિવાય મને બીજી કઇ બીક હતી :)

PS: એ વખતની અંગ્રેજી બ્લોગની પોસ્ટ

૨૦૦૫:

૨૦૦૪ અને ૨૦૦૫ વચ્ચે મારું ઇવોલ્યુશન થોડું થયું અને મેં મોનો અને લોકલાઇઝેશન એવા વિષય પર ટોક આપેલી. સ્વાભાવિક રીતે નિરવે પ્રેઝન્ટેશન વત્તા કન્સ્પટમાં સારી એવી મદદ કરેલી. ઇવેન્ટ આ વખતે બેંગ્લોર પેલેસ ગ્રાઉન્ડમાં હતી. મોટા-મોટા હોલ બનાવેલા. આ ઇવેન્ટ મારા માટે ખાસ હતી કારણકે, જલધર વ્યાસ અમેરિકાથી ડેબિયનની ટોક માટે આવેલા અને સ્પિકર તરીકે મને ખાસ ટ્રીટમેન્ટ મળેલી. આ વખતે રોક શો વગેરે પણ ખાસ આકર્ષણ હતા. ૨૦૦૫માં પણ અમે દરેક રાતે ડિનર માટે અલગ-અલગ જગ્યાએ ગયેલા એમાં વિન્ડસર પબ ખાસ યાદ છે.

૨૦૦૫માં ખબર પડી કે લોકો સામે પ્રેઝન્ટેશન આપવું એ કેટલું અઘરું છે (જોકે મારી ટોકમાં ખાસ કોઇ પબ્લિક નહોતી એ સારી વાત હતી!). ઘણું શીખવા મળ્યું. કેટલાય નવાં લોકોનો પરિચય થયો અને નવાં મિત્રો બન્યા. ૨૦૦૫ની મુસાફરી સરળ રહી, કારણ કે સ્પિકર હોવાના નાતે બન્ને વખતહવાઇ મુસાફરી કરવા મળેલી. એ વખતે નવું-નવું હતું એટલે બહુ મજા આવેલી.

PS: ૨૦૦૫ની અંગ્રેજી પોસ્ટ્સ: , , અને .

PS 2: અરર, હું આવું ગંદુ અંગ્રેજી ધરાવતો હતો? (હજી પણ ધરાવું છું. ડોન્ટ વરી ;) ).

૨૦૦૬-૨૦૦૭-૨૦૦૮ હવે પછીનાં ભાગ-૨ માં.

અપડેટ્સ – ૭૦

with 3 comments

* પરંપરાથી વિરુધ્ધ આ પોસ્ટ રવિવારે સવારે જ પોસ્ટ કરવામાં આવે છે. એક વાત અહીં સ્પષ્ટ કરી દઉં કે દર અઠવાડિયાની અપડેટ્સ પોસ્ટનું ડ્રાફ્ટિંગ ત્રણ-ચાર દિવસ ચાલે છે. જે કંઇ અપડેટ જેવું લાગે તે એક પછી એક ઉમેરવામાં આવે છે, કારણ કે માણસની મેમરી અપગ્રેડેબલ નથી. એ વાત પરથી યાદ આવ્યું કે મારા લેપટોપની રેમ અપગ્રેડ કરવાની છે!

* PG અને ઓફિસમાં લોકો દિવાળી મનાવવા માટે પોત-પોતાનાં ઘરે ગયા છે અને અમે અહીં એકલા-એકલા મિઠાઇઓ ખાઇશું :D

* ગયા અઠવાડિયાનો રનિંગ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો. વ્યવસ્થિત રીતે ત્રણ 10K (કુલ ૩૧ કિમી), એક 20.4K (એમ તો હાફ મેરેથોનનો પ્લાન હતો, પણ ઓહ ટ્રાફિક!) અને એક 5K દોડ વોક પૂરી કરવામાં આવી (અને મજા આવી!). અમારો રનિંગ પાર્ટનર મિ. મુથુ જોકે ગુરુવારે એના ઘરે ઉપડી ગયો એટલે એકલા દોડવાનું ઠીક-ઠીક રહ્યું. અહીં ADR ગ્રુપ કેટલું મિસ થાય છે એ ખબર પડી ગઇ!!

બેંગ્લોર મિડનાઇટ (હાફ) મેરેથોન માટે રજીસ્ટર કરવામાં આવ્યું છે. રાત્રે ૧૨ વાગે શરુ થશે. એક જ વાતનો ડર છે કે, દોડતા-દોડતા ઝોકું ન આવી જાય ;) બપોરે ઉંઘ લઇ લેવી પડશે અને સાંજે રેડબુલનો ડોઝ.

* દુનિયાનું કોઇ કી-બોર્ડ પરફેક્ટ હોતું નથી. મારા થિંકપેડમાં બે વિચિત્ર કી (ઓ) છે. એ છે, Page Backward, Page Forward અને છે ક્યાં ખબર છે? એરો કી (ઓ) ની જોડે. હવે, એમાં થાય એવું કે ક્યાંક વેબસાઇટમાં ફોર્મ ભરતા હોઇએ તો, એરોની જગ્યાએ ભૂલથી Page Backward દબાઇ જાય તો, બધી મહેનત બાતલ જાય. આજે એવું થયું એનો અફસોસ બે-ત્રણ દિવસ સુધી રહેશે (પેમેન્ટ ભરતાં ભરતાં.. :( ).

Useless keys in Thinkpad T410

ઉપાય તરીકે છેવટે, તેને Page Up અને Page Down કી (ઓ) બનાવી દેવાઇ. મારી ~/.Xmodmap ફાઇલમાં,

keysym XF86Back = Page_Up
keysym XF86Forward = Page_Down

ઉમેરી દેવામાં આવ્યું. તો શું? દરરોજની માથાકૂટ પૂરી.  ઓકે, કી (ઓ) કરતાં આ કળો શબ્દ સારો!

PS: આવો જ કેપ્સલોકનો અનુભવ.

અપડેટ્સ – ૬૭

with 7 comments

* foss.in/2012 નું રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે. ૨૦૦૪ પછી પહેલી વાર ડેલિગેટ કે વિઝિટર બનીને જઇ રહ્યો છું એટલે મજા આવશે. થોડી સ્પિકર રુમની મજાક ગુમાવીશ પણ બધાં મિત્રો ફરી મળશે એનાથી મોટી મજા શું?

.. અને બેંગ્લોર અલ્ટ્રાનો કાર્યક્રમ (લગભગ) પડતો મૂકવામાં આવ્યો છે. હજી એકાદ મહિના સુધી એટલે જ્યાં સુધી ખાવા-પીવાની બરોબર સગવડ ન થાય ત્યાં સુધી લાંબું દોડવું ન જોઇએ એવું લાગે છે. તેમ છતાંય, નિયમિત દોડવાનું તો ચાલુ જ છે. (હમણાં જ ખબર પડી કે અલ્ટ્રાની રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઇ છે.. તો કદાચ..). બીજી એક બેંગ્લોર મિડનાઇટ રન છે. લેટ્સ સી.

* શનિવારે ડેબિયન મિત્ર વાસુદેવને ત્યાં ધામા નાખવામાં આવ્યા હતા અને ડેબિયન પર કામ-કાજ, બગ ફિક્સિસ અને વાતચીતનો દોર ચાલ્યો હતો. વચ્ચે સમય કાઢીને અમે જમવા પણ ગયા :) અહીં આવ્યા પછી પહેલી વાર કેમેરામાં ક્લિક કરવાનો મોકો મળ્યો, પણ કંઇ ખાસ ફોટોસ્ લેવામાં ન આવ્યા. Sankey Tank નો એક રાઉન્ટ વત્તા મલ્લેશ્વરમ વિસ્તારમાં થોડું રખડવામાં આવ્યું. વર્ષો પછી BMTC ની બસોમાં મુસાફરી કરાઇ. એ માટેની પૂર્વ શરત એક જ કે તમને બસ નંબર ખબર હોવી જઇએ નહીતો, ગોતી લ્યા, ગોતી લ્યા (કન્નડમાં ગોતી લ્યા એટલે મને ખબર નથી ;) , થેન્ક્સ ટુ પિનલભાઇ!)

* કવિન અત્યારે ઘરમાં ‘એકહથ્થું’ શાસન ચલાવે છે, એવા સમાચાર મળ્યા છે. પાટાનો લાભ ઉઠાવીને તે ગઇકાલે સોસાયટીની વેશભૂષા સ્પર્ધામાં ‘મમી’ બન્યો હતો ;)

Egyptian Mummy in fancy dress competition!

મજાની વાત એ કે ‘મમી’ બનવાનો વિચાર એનો પોતાનો હતો. કદાચ પિરામીડ રન ગેમમાંથી આવ્યો હોય. જે હોય તે, મને બહુ ગર્વ થયો :)

અપડેટ્સ – ૪૩

with one comment

* હેપ્પી બર્થ ડે, ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ સાથે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ, પણ અહીં તો લોકો આ તો ડ્રાય ડે છે એમ કહી બૂમો પાડતા સાંભળ્યા ;)

* નવાં ડમ્બેલ્સ ખરીદવામાં આવ્યા છે, સાથે-સાથે દોડવાનું સારું ચાલી રહ્યું છે. આવતા મહિને ADR ગ્રુપ કંઈક ભવ્ય દોડનું આયોજન કરી રહ્યું છે, એટલે આપણે પણ તૈયારી કરવી પડે ને.. જોકે ટૂંકા અંતર વાળા બગીચામાં દોડવાની એટલી બધી મજા નથી આવતી.

* કવિનને જલ્સા પડી રહ્યા છે.

* ડેબિયનમાં તો એક વર્ષ ઉપરથી પેન્ડિંગ કામ એટલે કે Falcon Programming Language નું પેકેજ મહા-મહેનતે અને મૂળ લેખકના ઘણાં સાથ-સહકાર વડે બનાવવામાં આવ્યું છે. હવે, ડેબિયનમાં તે સ્વીકાર્ય થાય એટલે – જલ્સા.

.. બાકી તો જીવનમાં શાંતિ. મજાની લાઈફ.

મેકબુકને જીવનદાન

with 4 comments

.. એટલે કે રેસક્યૂ મિશન.

ગઈકાલે રાત્રે ઊંઘતા પહેલા લેપટોપ શટડાઉન કર્યા પછી સવારે બ્રશ કરતાં પહેલાં લેપટોપ શરુ કરવાના દરરોજના નિયમ મુજબ પ્રયત્નમાં નિષ્ફળતા મળી. લોગીનનો પ્રોમ્પટ આવવાની જગ્યાએ સ્ક્રિન ફ્લિક થયો અને પછી કાળું ધબ. મેકમાં બૂટ કરી જોયું તો બરોબર હતું. મિ. ગ્રબ બરાબર હતા એટલે એની જોડે કંઈ છેડખાની કરી શકાય તેમ નહોતું. તો? બેકઅપ લીધેલો હતો. બીજું લેપ્પી ચાલુ કરી આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરી શકાય એનો વિચાર કરતાં-કરતાં થોડું કામ તો ચાલુ કરી દીધું. વચ્ચે કવિનને સ્કૂલમાંથી લેવા જવાનું (આજે મૂકવા માટે તો દાદા આવી ગયા હતા!) અને પછી જમવાનું અને પછીની નિદ્રાની દરરોજની ક્રિયાઓ તો ચાલુ જ હતી. પહેલાં મેકમાંથી લિનક્સ પાર્ટિશન માઉન્ટ કરીને બૂટ ઓર્ડરમાંથી કંઈક નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ ન થયો. પછી, USB વડે ડેબિયનની ઈમેજ બૂટ કરવાનો પ્રયત્ન કર્યો – નિષ્ફળતા. કેમ? થેન્ક્સ ટુ, EFI પાર્ટિશન. ઓ, હેલો, એપલ. આવું કેમ? ૨૦૧૨ ચાલે છે, દોસ્તો. વેલ. છેલ્લો ઉપાય એ હતો કે, સીડી વડે ડેબિયનની સીડી ચલાવી કંઈક રેસ્ક્યૂ પ્રયત્ન કરી શકાય અથવા તો ફરી ઈન્સ્ટોલેશન (આ મશીનમાં છેલ્લે, જૂન ૨૦૦૮ માં ઈન્સ્ટોલેશન-સ્થાપન કરવામાં આવ્યું હતું!), પણ ઈન્સ્ટોલેશનમાં બહુ સમય જાય, ફરીથી બધું સેટ કરતાં જીવ નીકળી જાય તેમ હતું પણ કોઈ ઉપાય નહોતો. ખાટલે મોટી ખોડ એ હતી કે – લેપટોપનું સીડી-ડ્રાઈવ તો ચાલતું નહોતું :) હવે શું?

જીટોક પર જયેશભાઈ જોડે આ વાત નીકળી અને એક્સટર્નલ સીડી-ડ્રાઈવનો ઉલ્લેખ થયો. એમને પણ ઓફિસ માટે એની જરુર હતી. પછી નક્કી કર્યું કે ભાગીદારીમાં એક લઈ લેવું, કારણ કે હવે સીડી-ડ્રાઈવનો ઉપયોગ ક્યારેક જ થાય છે (હવે તો બીજા લેપટોપ, PS/2 બન્નેમાં ડીવીડી ડ્રાઈવ છે, એટલે મારે તો મુવી વગેરેનો વાંધો નથી આવતો..). પણ, જ્યારે આ મશીનમાં આવી જરુર પડે ત્યારે તકલીફ થાય. ક્રોમામાં તપાસ કરી, મજા ન આવી. છેવટે, એક કોમ્પ્યુટર વાળા ઓળખીતાની દુકાનમાંથી સરસ Asusનું ડ્રાઈવ મળ્યું. ઘરે આવ્યો, બીજા લેપટોપમાં સીડી બર્ન કરી, લેપટોપ બૂટ કર્યું અને,

૧. એડવાન્સ ઓપ્શન – રેસક્યૂ – પછી થોડાં પ્રશ્નોનાં જવાબો.

૨. કયું પાર્ટિશન root તરીકે માઉન્ટ કરવું છે, તે પસંદ કરો.

૩. પછી, તમને લિનક્સનો પ્રોમ્પટ મળશે. /usr પાર્ટિશન અલગથી માઉન્ટ કરવું પડશે (સદ્ભાગ્યે, મારા માટે / અને /usr એક જ પાર્ટિશનમાં હતા!).

૪. બસ, મને લાગતું હતું તેમ plymouth માં ગરબડ હતી. એટલે, apt-get remove plymouth. જા ચૂડેલ!!

૫. reboot.

૬. લિનક્સ ફરી પાછું, જેમ નું તેમ.

એટલે, નવું ડેસ્કટોપ લેવાનો વિચાર હાલપૂરતો પડતો મૂક્યો, પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ડેસ્કટોપ દેખાય છે. એક જ ફાયદો એ કે ડેસ્કટોપ એકંદરે સસ્તું પડે અને જોઈએ ત્યારે અપગ્રેડ કે નવાં પાર્ટ્સ ઉમેરી શકાય. અત્યારે તો બેક ટુ વર્ક.

૨૦૧૨: વિશલિસ્ટ અને ટુ-ડુ

with 6 comments

… તો બે દિવસમાં ૨૦૧૧નું વર્ષ પૂરુ થાય છે અને ૨૦૧૨માં જો કંઈ પ્રલય-બલય ન થાય તો નીચેનાં વિશલિસ્ટ અને ટુ-ડુ પર કામ કરવામાં આવશે.

વિશલિસ્ટ:

* ફોટોગ્રાફી: 50mm 1.4/f. ઝૂમ લેન્સ વગેરેનો મોહ ન રાખવો અને પોટ્રેટ, સ્ટ્રિટ, મેક્રો ફોટોગ્રાફી પર ધ્યાન આપવું.

* પ્રવાસ: જ્યાં જવાનો મોકો મળે ત્યાં. No exception should be raised. શક્ય એટલી કોન્ફરન્સમાં ભાગ લેવો.

* ફ્રી અને ઓપનસોર્સ: Debian, illumos અને બીજા ઓપનસોર્સ પ્રોજેક્ટમાં બને તેટલું યોગદાન ચાલુ રાખવું.

* વિકિપીડિઆ: કંઈક નવું કામ કરવું. અત્યાર સુધી ચીટર-પીટર એડિટ્સ અને એડવોકેસી જ કરી છે, હવે કંઈક ગંભીર બનવું.

* નો ટીવી: બને ત્યાં સુધી ટીવી સદંતર ન જોવું. ૨૦૧૧માં પ્રમાણ ઓછું થયું પણ ૨૦૧૨માં બ્લેકઆઉટ રાખવો. કવિન-કોકી ભલે જોતાં. બને ત્યાં સુધી હિન્દી મુવી પણ ટાળવાં. પણ, લાગે છે કે ૨૦૧૨માં એટલા સારા મુવી આવવાના છે કે.. (ધ હોબિટ, ડાર્ક નાઈટ વગેરે..). સંપૂર્ણ યાદી.

* વગેરે-વગેરે: નવો મોબાઈલ લેવો, ટેબ્લેટ તરફ ન દેખવું.

ટુ-ડુ:

* પ્રોગ્રામિંગ વગેરે: મૂળભૂત એડિટર –> Emacs, C, Lisp અને Git.  સિક્સ્થ સેન્સ પર મહેનતથી કામ-કાજ કરવું.

* સોફ્ટ અને હાર્ડવેર: મેક–> નવી હાર્ડડિસ્ક. ૨૦૦૮ પછી પહેલી વાર ફરી આ મશીન પર ડેબિયનનું ઈન્સ્ટોલેશન.

* દોડવાનું: નિયમિત દોડવાનું ચાલુ રાખવું. તંદુરસ્ત રહેવું અને લોકોને દોડવા-ચાલવા માટે પ્રેરવા, ધક્કો મારવો વગેરે. વર્ષાંતે હાફ-મેરેથોનમાં ભાગ લેવો.

* ફોટોગ્રાફી: કેમેરા–> Magic Lantern, ટ્રાઈપોડ.

* વગેરે-વગેરે:
કિન્ડલ ફાયર?
ગિટાર અને PS/2 નો ત્યાગ કરવો. ટૂંકમાં – sell all your the crap, pay the debt – ની નિતી શરુ કરવી અને વર્ષના અંત સુધી જાળવવી.
નવાં-નવાં લોકોને મળવું.
મદદ માટે હંમેશા તત્પર રહેવું અને જીવનમાં લક્ષ્ય ઉંચા પણ અપેક્ષાઓ નીચી રાખવી :)

અત્યારે, બસ આટલું જ.

આજની કહેવત: રાત નાની ને વેશ ઝાઝાં.

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,986 other followers