મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘નવું વર્ષ

છેલ્લી અપડેટ એટલે કે અપડેટ્સ – ૧૧૮

with 2 comments

* લ્યો ત્યારે, છેલ્લી અપડેટ્સનો લ્હાવો લો.

* છેલ્લાં થોડાં દિવસોથી અત્યંત વ્યસ્ત છું. પ્લાન કે અપ્લાનમાં લખ્યા મુજબ કોઇ ધાર્યુ કાર્ય થયું નથી એટલે એકાદ બંગાળી તાંત્રિકબાબાની પાસે નવાં વર્ષમાં મુલાકાત લેવામાં આવશે તેવો પ્લાન છે.

* કવિન અત્યારે તેનું વેકેશન ભરપૂર માણી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અહીં સામાન્ય છે, અને સરવાળે મને તો સમયનો બગાડ લાગે છે, કારણ કે એટલી રજાઓ દિવાળીમાં ઓછી થઇ જાય છે વત્તા ઉત્તરાયણ યોગ્ય રીતે માણવા મળતી નથી (પછીનાં અને આગલાં દિવસોમાં પરીક્ષાઓ છે એવું જાણવા મળ્યું છે!)

* ચિરાગભાઇની ચાણક્ય મંત્ર મંગાવવામાં આવી છે અને તેની રાહ જોવાઇ રહી છે.

તો, ૨૦૧૪નાં નિર્ણયોથી આ પોસ્ટનો અંત લાવીએ?

૧. કોઇ પ્લાન ન કરવો. પ્લાનનો પણ પ્લાન ન કરવો.

૨. બોલીવૂડ મુવીઓ ન જોવાં.

૩. બ્લોગ પર વધુ ધ્યાન આપવું.

૪. કેટલાંક પ્રોજેક્ટ્સ પડતાં મૂકવાં. ફોકસ.

૫. ફોક્સ જેવાં લોકોથી દૂર રહેવું કે પછી કંટાળીને જાતે જ ફોક્સ બનવું.

૬. કંઇક નવું શીખવાને બદલે, જે છે તેના પર વધુ ધ્યાન આપવું.

૭. દોડવાનું-સાયકલિંગ ચાલુ રાખવું. તેનાં અલગ ધ્યેયો છે, જે પછી ક્યારેક.

૮. વિશલિસ્ટ અપડેટ કરવું!!

તો, હેપ્પી નવું વર્ષ. આવતાં વર્ષે મળીશું.

દિવાળી, નવું વર્ષ અને વરસાદ

with 3 comments

* હા. કાળી ચૌદશે ઘોર રાત્રે બાલારામના ગાઢ અંધારામાં – અરર, રિસોર્ટમાં – અમે સ્કૂલના ગેટ-ટુગેધરમાં મજા કરી. આ વિશે ફોટા અને વિગતે પોસ્ટ થોડા દિવસ પછી ક્યારેક લખીશ, કારણ કે ફોટા હજી કેમેરામાં જ પડ્યા છે. દિવાળી આરામથી વેસા ખાતે મનાવી ના મનાવી અને અત્યારે વરસાદની મજા વત્તા વાઈ-ફાઈનો આનંદ લેવામાં આવે છે. વરસાદ ક્યાં છે? IXE થી થોડે દૂર. આનાં વિશે પોસ્ટ વત્તા ફોટા થોડા સમય પછી જ મળશે.

હા. બધાંને હેપ્પી ન્યૂ યર, સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન.

PS: કોઈ કહે તો છત્રી લઈ જવી.

PS 2: ક્યાંય જવાનું હોય તો, સામાન રાત્રે જ પેક કરવો. વહેલી સવારમાં નહી.

હેપ્પી ન્યુ યર

with 6 comments

20000000000000000

સોર્સ – http://www.sourceguru.net/millennium-bug-11-years-late/

… એટલે કે નવું વર્ષ આપના માટે સુખદાયી નીવડે. મોંધવારી ભલે વધે પણ તમારી સેલેરી પણ વધે. ન્યુયરની પાર્ટીનો નશો જલ્દીથી ઉતરે અને નબીરાઓ તોડ-ફોડ ન કરે એજ અમારી આશા.

બેજાન દારુવાલાની જેમ અમે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે – જેમ કે,

- દરેક વસ્તુના ભાવ વધશે, માણસોના ભાવ ઘટશે.
– ૧૪મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાત પતંગો ઉડાવશે.
– ૧લી એપ્રિલે કાર્તિક બ્લોગ બંધ કરવાની જાહેરાત કરશે.
– વાંદરાઓ ગુલાટ મારવાનું ભૂલશે નહી.
– આવતું વર્ષ એપલની નવી પ્રોડક્ટ લઈને આવશે, જે ભારતમાં ૨૦૧૨ના વર્ષમાં પ્રાપ્ત થશે.
– મૂર્ખ ટેલિફોન ઓપરેટર સેવાઓની મૂર્ખામીઓ ચાલુ રહેશે.
– લોકો ખૂબ ક્રિકેટ રમશે, અને ખૂબ પૈસા કમાશે (બુકીઓ અને ક્રિકેટરો, બીજું કોણ?).
– દિ.ભા. એની ભયંકર ભૂલો ચાલુ રાખશે.
– એ.એમ. તેના ભાવ વધારશે અને પાનાંઓ ઓછાં કરશે.
– અમુલનાં દૂધની ગુણવત્તા તેની પેલી લોકપ્રિય જાહેરાતની ગુણવત્તાની જેમ બગડતી રહેશે.
– ખાંડના ભાવ વધે એટલે તમે ખાંડ ઓછી ખાવ અને ડાયાબિટીસ વગેરે કાબુમાં રહે.

તમે કંટાળીને આ પાનું બંધ કરો એ પહેલાં ભવિષ્યવાણીઓ બંધ કરુ છું..

૨૦૧૧નાં સંકલ્પો અને ઘણું બધું..

with 4 comments

* અરર. પેલી દિવાળી વાળી પોસ્ટ ભૂલી ગયા? અને, ૨૦૧૧ – આપણે તો એટલા બધાં નવા વર્ષ આવે કે આપણે કયા વર્ષમાં છીએ તે ભૂલી જઈએ. સરળતા ખાતર દિવાળી અને ઈસુનું નવું વર્ષ આપણે યાદ રાખીએ છીએ. પણ, ૨૦૧૧માં શું કરીશું? પહેલાં તો દિવાળી વાળી પોસ્ટને યાદ રાખીશું, એ સિવાય -

- અક્ષયકુમાર, રજનીકાંતનાં એકપણ મુવી ન જોવા. કસમથી.

- લિસ્પ અને સી પ્રોગ્રામિંગ ઉપર ધ્યાન આપવું.

- બને તેટલી જગ્યાઓએ ફરવા જવું. કવિન હવે બહાર લઈ જવા જેવો થયો છે, એટલે વેકેશન મળે ત્યારે ફરવા જવું. ન મળે તો ધરાર વેકેશન લેવું.

- ૨૦૧૦માં ઘણું ફાસ્ટ ફૂડ ખાધું, જોકે દિવાળી પછી ઓછું કર્યું છે, પણ નવાં વર્ષથી એ ઓછું કરવું. વજન પર ધ્યાન રાખવું. આખો દિવસ મોઢું ચાલુ રહે એ ન ચાલે.

૨૦૧૦ એમ તો સારું વર્ષ રહ્યું. લોકોની મૂર્ખાઈઓ જોઈ અને મારી ભૂલો સુધારવાનો મોકો મળ્યો (એટલે કે જોબ ચેન્જ). પ્રથમ વખત બચત કોને કહેવાય તે સમજાયું અને ભયંકર ખર્ચાઓ પણ કર્યા. ઘણું નવું શીખ્યો અને ઘણાં નવાં લોકોને મળ્યો અને મિત્રો પણ બન્યાં.

અલવિદા, સરસ વર્ષ.

બીજુ કંઈ, તમને યાદ આવે છે, મારા માટે?

નવા વર્ષે ઇમેલ આવ્યો..

with one comment

* નવા વર્ષે લોકો શુભેચ્છા પાઠવે છે. ઇમેલ, એસ.એમ.એસ. (ના, એમ.એમ.એસ. તો માત્ર સ્પેશિઅલ કેસમાં જ ચર્ચામા કેમ છે, એ સવાલ છે) કે પછી ફોન. એસ.એમ.એસ.માં ફોર્વડ કરી શકાય છે, ફોન તો કદાચ ૧-૧ માધ્યમ છે કે પછી ૧-ઘણાં બધાં જોડે પણ વાત કરી શકાય છે.

પણ, મહેરબાની કરી ઇમેલ કરો તો BCC જેવી સુવિધાનો ઉપયોગ કરો, મિત્રો. મફતમાં ઇમેલ સરનામું સ્પામરોને ન વહેંચો. બાકી તમારા ઇમેલ અમને ગમે જ છે.

ધન્યવાદ અને બેક ટુ વર્ક.

સંકલ્પો..

with 8 comments

* આગલી પોસ્ટમા લખ્યું હતું તેમ આવનારા વર્ષમાં અમુક સંકલ્પો લેવાનાં છે. તો એકાદ દિવસ ગાળીને એક મોટી… યાદી બનાવી છે.

૧. બે નવી પ્રોગ્રામિંગ લેંગવેજ ઉર્ફે ભાષાઓ શીખવી.

૨. ગિટારનાં ક્લાસીસમાં જોડાવું અને શીખવું. આવતા વર્ષની ન્યૂ યર પાર્ટીમાં (એટલે કે ૨૦૧૦ની) કાર્યક્રમ આપવો.

૩. ફેસબુક અને ઓરકુટનું વ્યસન ઘણું ઓછું કરવું. ટ્વીટર-આઈડેન્ટિકા પણ.

૪. મૂર્ખ લોકોની સંગત ટાળવી.

૫. ના કહેતા શીખવું.

૬. ૧૦૦ પુસ્તકો વાંચવા. તે માટેનું નવું કબાટ બનાવડાવવું..

૭. કવિનને કોમ્પ્યુટર શીખવાડવાનું શરૂ કરવું.

૮. ઓછામાં ઓછા બે વ્યક્તિઓને ઓપનસોર્સમાં યોગદાન આપતા કરવા.

૯. ડેબિયન માટે ગુગલ સમર ઓફ કોડમાં પ્રતિનિધિત્વ કરવું.

૧૦. પાસપોર્ટ બનાવવો!!!!

૧૧. હાર્ડવેર અને ઈલેકટ્રોનિક્સ પર ધ્યાન આપવું અને શીખવાની શરૂઆત કરવી.

અગિયાર વસ્તુઓ બહુ મોટી ન કહેવાય પણ એમાંની એક-એક ચુન-ચુન કે લીધેલી છે!

અને છેલ્લે,

૧૨. આ પોસ્ટ દરરોજ વાંચવી.

નવા વર્ષનું રીઝોલ્યુલેશન..

with 3 comments

* તો, નવા વર્ષ માટેનું તમારું રીઝોલ્યુલેશન શું છે? મારો તો કંઈ ખાસ પ્લાન નથી :) હા, પ્લાન જે કંઈ છે તે ૧ તારીખે બ્લોગ પોસ્ટ તરીકે મૂકવાનો પ્લાન છે!!

Written by કાર્તિક

December 30, 2009 at 20:18

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers