મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘બર્થ ડે

૨^૫ વત્તા ૨

with 16 comments

.. એટલે કે ૩૪ પૂરાં થયા અને હું મિડ લાઇફ ક્રાઇસીસ તરફ એક કદમ આગળ વધ્યો! જોકે કેટલાં વર્ષ પૂરાં થયા એની ચોક્કસ ગણતરી હજી મને આવડી નથી (અને કદાચ આવડવાની પણ નથી). પાર્ટી-બાર્ટીનું આયોજન હજુ સુધી કરવામાં આવ્યું નથી, પણ કરી શકાય તેવી શક્યતા છે. રવિવારે બર્થ-ડે આવે એ આપણને બૌ ગમે.

અત્યારે તો બાંદ્રા જઇને ૧૦ કિલોમીટરનું નાનકડું રનિંગ વત્તા ૪૨.૨૦ કિલોમીટરનું સાયકલિંગ કરવામાં આવ્યું છે. ભાઇ, મુંબઇ મેરેથોન આવે છે!!

હમમ, ગિફ્ટની વાત તો રહી ગઇ!! હું મને પોતાને શું ગિફ્ટ આપું એ હજી નક્કી નથી થયું પણ કોકી તરફથી સરસ મજાની રનિંગ ટી-શર્ટ મળી છે, જેના પર બીજા કોઇનો નહી પણ મારો ફોટો છાપેલ છે ;)

Written by કાર્તિક

September 15, 2013 at 10:15

હેપ્પી બર્થ ડે!

with one comment

* કોનો બર્થ ડે? મારા ટ્વિટર એકાઉન્ટનો ;)

જુઓ: http://twbirthday.com/0x1f1f/

Written by કાર્તિક

December 19, 2012 at 09:19

હેપ્પી બર્થ ડે, કવિન..

with 8 comments

* હેપ્પી બર્થ ડે, કવિન!!

પાર્ટી રાખી નથી, પણ ‘કેવી રીતે જઈશ’ માં જવાનો પ્લાન છે. કવિન પછી ત્યાંથી હું કેવી રીતે છટકીને જઈશ એમ વિચારતો હશે અને શાંતિથી અમને મુવી જોવા દે તો સારી વાત છે. એના માટે ગઈકાલે એક નાનકડું બાઈક (રમકડાંનું, ઓફકોર્સ!), એક રબર પાવર્ડ વિમાન લઈ આપવામાં આવ્યું. તેને રમકડાંની દુકાનમાં છૂટો મૂકી દેવાનો, એટલે પછી કન્ફયુઝ થાય અને સસ્તી વસ્તુમાં પતાવે. પહેલેથી જો એને રમકડું લેવાની ના પાડો તો, પાકીટમાં મોટો હોલ સો ટકા પાડે જ, એના કરતાં આ ઉપાય સારો ;)

હેપ્પી બર્થ ડે, કવિન!

with 11 comments

* કવિનને આજે ચાર વર્ષ પૂરા થયાં અને તેને આ વખતે શું ગિફ્ટ આપવી તે કંઈ નક્કી નહોતો કરી શકતો. જો તેને જોડે લઈ જઈએ તો એ જ ગન કે પછી તીર-કામઠાં ઘરમાં આવે. પણ, રિલાયન્સ ટાઈમ આઉટ (માનસી સર્કલ નજીક) માં મને કોઈ તીર-કામઠાં દેખાયા નહોતા એટલે તેને જોડે લઈ ગયો (અને આમેય ઘરમાં અમને હેરાન કરતો હતો). ત્યાંથી તેનાં માટે એક મિની-પિઆનો લીધો છે. સારો છે. જોડે માઈક પણ છે, તમે જોડે ગાઈ શકો છો (જો આવડે તો).

પિઆનો અને કવિન..

સાંજે કેક વત્તા બહાર ડિનર પર જવાનો નાનકડો કાર્યક્રમ છે. ફોટા વગેરે ફ્લિકર પર (જો સારા આવશે તો) મૂકવામાં આવશે.

હેપ્પીવાલા બર્થ ડે

with 3 comments

ખાસ નોંધ: સુરતમાં કોઈની અટક હેપ્પીવાલા હોઈ શકે છે. પાઘડી ન પહેરવી.

તો ગઈકાલે કોકીનો હેપ્પી બર્થ ડે હતો. રવિવારની રજા એટલે મજા અને ઉપરથી પાછો ચકુડી કોકીનો બર્થ ડે એટલે ડબલ મજા. સવારે આરામથી ઉઠ્યો અને લગભગ બપોર સુધી કંઈ કામ ન કર્યુ અને ટેબલ થોડું વ્યવસ્થિત કર્યું. બપોરે મસ્ત મજાની નિદ્રા લીધી અને તૈયાર થઈ અમે થોડી શોપિંગ (બર્થ ડે ગિફ્ટ તો આપવી પડેને..) કરવા ગયા. શનિવારે પણ ભરપૂર શોપિંગ કરવામાં આવી. આર્ટિફિશઅલ ફૂલો પણ લાવવામાં આવ્યા હતા. એમ તો પહેલા પતંગમાં ડિનર માટે જવાનું નક્કી કર્યું, પણ દુર્ભાગ્યે પતંગ પેક હતી. એટલે, અમારી માનીતી જગ્યા – ગ્રીન હાઉસ, લાલ દરવાજા જવામાં નક્કી થયું.

થોડા ફોટાઓ અહીં મૂક્યા છે. બાકી મજા આવી. ખાધુ, પીધુ અને આરામ કર્યો :)

હેપ્પી બર્થ ડે

with 26 comments

* આજે ૩૦ પૂરા થયાં. હવે, ભગવાન કંઈક સમજણ, શાણપણ આપે તો મજા આવી જાય :P હા, ગિફ્ટ તો માત્ર મનુષ્ય અને એલિયન્સ જ આપી શકે છે. સવારે કોકીએ લેપટોપની બાજુમાં ગિફ્ટ મૂકી દીધી હતી અને હું બ્રશ કરતો-કરતો લેપટોપ ચાલુ કરવા ગયો ત્યારે નજર પડી!

.. બધાને થેન્ક્સ!

Written by કાર્તિક

September 15, 2009 at 09:30

આજે છે મારો હેપી બર્થ ડે…

with 4 comments

* આજે છે મારો હેપી બર્થ ડે! સાંજે દહીં-વડા અને રસગુલ્લાનો પ્લાન છે. મારું વિશલિસ્ટ અહીં આપેલ છે, તો જરા જોઇ લેશો :-). જિંદગી સરસ ચાલે છે – દોડે છે, કદાચ મને દોડાવે છે!

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers