Posts Tagged ‘મજા’
ન્યૂ યર અપડેટ્સ
* ઠંડી…
* ૩૧મી એ રાત્રે આલ્ફામોલમાં પિઝા હટ્માં નાનકડી પાર્ટી કરવામાં આવી. કવિનને એક બલૂન મળ્યો એટલે બહુ ખુશ થયો પણ તેણે કોલ્ડ ડ્રીંક અને ફ્રેશ લાઈમ સોડાની જીદ પકડી
નવાં શૂઝ લેવાના હતા પણ ૧૦ વાગતા બધી દુકાનો ટપાટપ બંધ થવા લાગી હતી એટલે આવતી સાલ પર મુલતવી રાખવામાં આવ્યા.
નવાં વર્ષની શરુઆત એકંદરેસારી રહી. ડેબિયનના કામથી શરુઆત કરી. ચિરાગભાઈ ઝા (ઝાઝી.કોમ) જોડે ફેસબુક પર વાત થતી હતી અને અચાનક નક્કી કર્યું કે સાંજે મળીએ. સહ પરિવાર મળ્યા અને કવિનને એક નવો ફ્રેન્ડ મળ્યો. કવિન-ભવ્યને રમવાની અને અમને વાતો કરવાની બહુ મજા આવી (વત્તા, સરસ કોફી અને ગોળપાપડી તો ખરી જ). અમદાવાદ, ટેક કલ્ચર, શિક્ષણ, ગુજરાતી અને એવી અનેક વાતો ચર્ચાઈ.
હા, કૃણાલભાઈ અને પરિવારને આ વખતે મળવાનું રહી ગયું. ૨૦૧૨ના વિશલિસ્ટમાં તેમની મુલાકાત ઉમેરી દેવાઈ
* આવતી કાલે વિકિપીડિઆની પેલી ફોટોવોક છે. અને આજે, તો રજા છે

