મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘મોટાપણું

મોટા થવું તે..

with 3 comments

* આપણે સૌ કોઈ મોટા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, તેના કરતા તો નાના બનીએ તો કેવું રહે? મજા આવી જાય. જો કે હું, તમે અને સૌ – નાનાઓને પણ મોટાની જેમ વર્તન કરવાની સલાહ આપીએ છીએ. “કાર્તિક, હવે તો તું મોટો થઈ ગયો!” આ વાક્ય છેલ્લા દસ વર્ષથી હું સાંભળતો આવ્યો છું અને અવગણતો આવ્યો છું.

મોટા થવું એટલે કહેવાતા ઘરડા અને મોટા લોકોની જોડે જ બેસવું તે નહી, પી.જે. ન ફેંકવા તે નહી, વાળ લાલ રંગના ન કરવા તે નહી, જીદ ન કરાય તે નહી. મોટા થવું એટલે ખરેખર ઊંમરમાં મોટા થવું – એ સિવાય બીજી કોઈ વ્યાખ્યા મારા શબ્દકોષ કે થિસોરસમાં બંધ બેસતી નથી. પણ, જ્યારે લોકો પોતાનાં શબ્દકોષ પ્રમાણે મને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને મારા તરફથી જે સાંભળવું પડે તે માટે હું જવાબદાર નથી. દેખાવમાં ભલે હું ગંભીર લાગુ છું, સોરી – તે એક બાહ્ય આવરણ જ છે ;)

કવિન કે એવા બીજા કોઈ ટપુડા જોડે જો મોટાઈ બતાવવામાં આવે તો કેવું પરિણામ આવે તે તો તમારે નજરે જ જોવું પડે. નસીબજોગે, મારી જીવનસંગિની ઉર્ફે કોકી – મારા અને કવિનનાં બધાં જ બાળપણ કે મસ્તીવેડાં સહન કરે છે, તે માટે તેનો આભાર.

Written by કાર્તિક

January 19, 2010 at 19:00

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,395 other followers