મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Posts Tagged ‘મોબાઈલ

Poor GPS

with 11 comments

* રનસ્ટાર નામની એપ્લિકેશન (confession: પહેલી વાર એન્ડ્રાઈડ એપ ખરીદી :D) લીધા પછીયે જો તમને દોડવાનો મેપ આ પ્રમાણેનો મળે તો ફોનનાં ભંગાર GPS નો જ વાંક કહેવાય. અને, એન્ડ્રાઈડમાં સ્ક્રિનશોટ લેવો એટલે માથાનો દુખાવો છે એ વાત અલગ છે.

Poor GPS

એમ તો વાંધો નથી, પણ આ રીતનું પરિણામ તમારી પેસ પર અસર કરે છે. ૬ કિમી. માં લગભગ ૬૦૦ થી ૮૦૦ મીટરનો ફરક પડ્યો હોય એમ લાગે છે. જે હોય તે, અત્યારે તો આનાથી જ ચલાવીશું. પછી ક્યારેક, Garmin watch વિશલિસ્ટમાં જ ઉમેરીશું અને દોડીશું – પણ એ તો મેરેથોનનો વારો આવે ત્યારે.

અપડેટ્સ

with 16 comments

* બોરિંગ દિવસો જાય છે. ૨જી, ૩જી એ જી લો જી. પીસી. વગેરે વગેરે.

* વિકિપીડિઆની અમદાવાદ ખાતેની ત્રીજી ગોષ્ટિ ૧૯મી એ રાખેલ છે. વધુ વિગતો માટે: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad3 પર નામ નોંધાવવું. સારી જગ્યા હોય તો સૂચન કરવા વિનંતી. હજી સ્થળ નક્કી કરેલ નથી. અત્યારે મિડીઆવિકિના ગુજરાતી ભાષાંતર પર કામ કરી રહ્યો છું. બે-ત્રણ દિવસમાં ઊંચું મૂકી દેવાની ઈચ્છા છે.

* આ વીક-એન્ડ પણ હર્યો-ભર્યો જશે એવું લાગે છે. કવિન એના દાદી આવે અને એની માટે ટ્રક (રમકડાંનો, ઓફ કોર્સ) લાવે એની રાહ જોઈને બેઠો છે.

* ફોન હવે સ્ટેબલ થઈ ગયો છે. થોડા સમય પછી ટેકનિકલ રીવ્યુ અહીં લખીશ.

* આજનો પ્રશ્ન: અમદાવાદમાં સારી કપ-કેક ક્યાં મળે છે?

મોબાઈલ મન્ડે: મોબાઈલ આજે અને આવતી કાલે

leave a comment »

* એમ તો ટોપિક હતો, Mobile: Today and Tomorrow. પણ, ગુજરાતી શિર્ષક સારું લાગે. મારી સાંજ એકદમ પેક હતી. દોડવા જવાનું ચાર દિવસથી બંધ હતું અને આજે જવાનું જ હતું. સાડા પાંચે ટીમ મીટિંગ અને રાત્રે પાછી એક મીટિંગ. વચ્ચે બે કલાક કેવી રીતે ફાળવવા, પણ છેવટેCIIE પહોંચી ગયો ત્યારે પ્રેઝન્ટેશન શરુ થઈ ગયું હતું.

પરાગ શાહ - મોબાઈલ મન્ડેમાં..

પરાગ શાહે સારી એવી માહિતી આપી. બે-ત્રણ સરસ વિડીઓ પણ હતા. AR, NFC, Mobile Commerce વિશેની થોડીક રસપ્રદ વાતો જાણવા મળી. મોમોમાં જવાનો ખાસ હેતુ પાછો એ હતો કે રજનીકાંતભાઈની મુલાકાત ઈ-મેલ/બ્લોગ પર થઈ હતી અને રુબરુ મળવાનું ત્યાં શક્ય બને તેમ હતું. એન્ડ્રોઈડ વત્તા ગુજરાતીની મુશ્કેલી અને તેના શક્ય ઉકેલો પર સારી એવી ચર્ચા તેમની જોડે થઈ. મજા આવી ગઈ.

અને હા, જો તમને લાગતું હોય કે તમે મોબાઈલ ટેકનોલોજી વિશે કંઈક નવું જાણો છો અને તમારું જ્ઞાન વહેંચવા માંગો છો તો મોબાઈલ મન્ડે તમને આવકારે છે. વર્કશોપ, ટ્યુટોરિઅલ કે પછી પ્રેઝન્ટેશન તમે લઈ શકો છો. જગ્યા જાણીતી જ છે – CIIE, IIM કેમ્પસ. વધુ માહિતી માટે: http://www.momo-ahmedabad.in અથવા અહીં કોમેન્ટ કરવી :)

અપડેટ્સ

with 16 comments

* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે :D પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:

Samsung Galaxy R

ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.

* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.

* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી :(

પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

with 8 comments

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ. :P કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય ;)

રે પંખીડા..

leave a comment »

… સુખેથી ચણજો. પણ,

૧. મોબાઈલે ગઈકાલનો ટચ ગુમાવી દીધો છે. ના, બિચારા કવિનનો કંઈ વાંક નથી. કાલે પેલી વિકિપીડિઆની વોકમાંથી પાછો આવતો હતો ત્યારથી ફોનને કંઈક થયું લાગે છે. છતાંય, કોલ આવે છે-જાય છે. SMS ન કરી શકાય, કારણ કે કી-બોર્ડ ચાલતું નથી. કોઈ નવો સંપર્ક ઉમેરી ન શકાય, વગેરે, વગેરે.

૨. તમે ભલે સાઉથ ઈન્ડિયન હોવ. કોપરાંની ચટણી બહુ ભાવતી હોય, પણ સવારે સાડા પાંચે ચટણી બનાવવા ના બેસાય.

૩. અમદાવાદમાં હમ સાથ-સાથ હૈ નો નારો બહુ લોકપ્રિય. લોકો બાઈક-સ્કૂટર તો સાથે-સાથે ચલાવે, ચાલતી વખતે (એય પબ્લિક પ્લેસમાં) પણ ટહેલતાં ચાલે. આરામની લાઈફ.

૪. માઉસ બગડ્યુ, પણ મસ્ત નવું બીજું માઉસ પેડ આવ્યું છે. The Orange Box નામની ગેમની સીડી – મારી પ્રથમ ગેમ ખરીદી. LOTR પણ મંગાવી દેવામાં આવી છે, પણ હજી સાઈડમાં જ પડી છે.

૫. કન્ટ્રીબ્યુશન અને કોન્ટ્રોવર્સી એ ડિક્શનરીમાં બહુ નજીકના શબ્દો છે – એ યાદ રાખવું :)

૬. હજી પેલા પુસ્તકમેળામાં જવાનું બાકી જ છે.

એક મૂર્ખ જેવો આઈડ્યા

with 2 comments

* વળી પાછો આઈડ્યા વાળાને આઈડ્યા આવ્યો કે ચાલો ફરી બધાંના મોબાઈલ કનેક્શનના ડોક્યુમેન્ટ મંગાવીએ. એક જ નામ પર લીધેલા બે કનેક્શનમાં એક નંબર માટે ડોક્યુમેન્ટ માંગે અને બીજા નંબર પર ન માંગે. વોટ એન આઈડ્યા, સરજી. કંટાળીને રેકોર્ડિંગમાં બોલતા એક નંબર પર ફોન કરીને ડોક્યુમેન્ટ સ્ટેટ્સ જાણ્યું તો બધાં ડોક્યુમેન્ટ બરોબર હતા. વોટ એન આઈડ્યા, સરજી.

PS: આ જ વિષય પરની ઓલ્ડ પોસ્ટ. ગઈ વખતે stupid લખેલું આ વખતે, idiot, એટલો જ ફરક છે :D

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,401 other followers