મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ઇન્ટરનેટ

ફ્રી કલ્ચર રોડ શૉ – અમદાવાદ

with 4 comments

* ગઈકાલે સેપ્ટ, અમદાવાદ ખાતે ફ્રી કલ્ચર રોડ શૉનું આયોજન થયું હતું. અમેરિકાથી આવેલા એલિઝાબેથ, ડીન અને બેન – આ ત્રણેય જણાં આખા ભારતમાં ફ્રી કલ્ચર વિશેની જાણકારી અને સમજણ વધે તે માટે ફરી રહ્યા છે. એમના અને ફ્રી કલ્ચર વિશે વધુ જાણવા માટે આ પાનું વાંચો.

હું ત્યાં પહોંચ્યો ત્યારે સમય મને સેપ્ટનાં દરવાજા આગળ મળ્યો. ૪ વાગે તો અમે પહોંચી ગયા અને પછી ખબર પડી કે કાર્યક્રમ ૫ વાગે છે અને ઓડિટોરિયમની જ્ગ્યાએ આગળની લોનમાં રાખેલ છે. અમે ગયા ત્યારે સ્પીકર પર રોક સંગીત વાગતું હતું અને લાઈટ્સ વગેરેની ગોઠવણ થતી હતી.

એટલે અમારું કામ લોનમાં બેસવાનું હતું. તે પહેલા રુતુલ જોષી જે સેપ્ટમાં પ્રોફેસર છે અને મારો સ્કૂલ સિનિયર પણ છે. તેમની સાથે ઘણી વાતો કરી. પાંચેક વાગ્યાની આસપાસ સામ્યક બરોડાથી આવી પહોંચ્યો અને અમારા વચ્ચે સારી એવી ચર્ચા થઈ જે અત્યારે રહસ્ય હોવાથી અહીં મૂકી શકાય તેમ નથી. સામ્યક, ખરું ને? ;)

થોડા સમય પછી ફ્રી કલ્ચર રોડ શૉની શરૂઆત થઈ. પ્રો. શંકર જેઓએ આ શૉ સેપ્ટમાં કરવાની જવાબદારી લીધી – તેઓએ પરિચય સાથે શરૂઆત કરી.

પછી, એલિઝાબેથે પોતાના પરિચય અને લો સ્કૂલમાં લોયર બનવાની જગ્યાએ એ કઈ રીતે ફ્રી કલ્ચર મુવમેન્ટમાં જોડાઈ અને ફ્રી કલ્ચર વિશેનું સરસ પ્રેઝન્ટેશન આપ્યુ.

તેના પછી બેન અને ડીને ફ્રીકલ્ચર.ઓર્ગ અને ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ વિશે સરસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ બન્ને સાઈટ્સની કડીઓ નીચે આપેલ છે. આ પછી મેં પાંચ મિનિટમાં યુનિકોડથી વેબસાઈટ જગત એટલે કે ઈન્ટરનેટ કઈ રીતે બદલાઈ રહ્યું છે તેના વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું. અને તે તમે મારા ગીટહબ ટોક પાનાં પરથી લઈ શકો છો. પછી, બધા જોડે સરસ મજાની વાતોમાં ઘણો સમય ગયો. ફોટો-સેશન વગેરે થયું. મારી પાસે માત્ર મોબાઈલ હોવાથી જ્યાં સુધી અજવાળું હતું ત્યાં સુધી ફોટા લેવાયા!

રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઓફિસ પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ બાકી પડ્યું હતું :P

કડીઓ:
ફ્રીકલ્ચર.ઓર્ગ
ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ
ડીએનએનો લેખ

વિકિરીડર

with 2 comments

* વિકિપીડિયાને ટ્રેનમાં કે હવાઈ મુસાફરી વખતે મિસ કરો છો? તમારા બચ્ચા કે બચ્ચાંઓને વિકિપીડિયાનો સરળ ઉપયોગ કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વગર શીખવાડવો છે? કંઈક નવું હેકિંગ કરવું છે – કારણ કે, તે મુક્ત સોર્સ એટલે કે ઓપન સોર્સ છે?

તો હાજર છે – વિકિરીડર. ઓપનમોકો નામનો ઓપનસોર્સ હાર્ડવેર અને સોફ્ટવેર વાળો મોબાઈલ બનાવ્યો તે કંપની લઈને આવે છે, વિકિરીડર. ૯૯ ડોલર એટલે કે લગભગ ૫૦૦૦ની આસપાસ મળતા અને હથેળીમાં સમાઈ જતા આ ડિવાઈસમાં અનેક ક્ષમતાઓ ભરેલી છે. વધુ લખું તે પહેલા જુઓ વિકિરીડરની વેબસાઈટ.

તેનો કોડ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.

સમાનતા

with 6 comments

* અરે, ભાઈલોગ, તમને વાર્યડ.કોમનાં જેમ્સ કેમેરુન વિશેના અવતાર ફિલ્મના આ આર્ટિકલ અને આજનાા દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં આવતા જયેશ અધ્યારુના આર્ટિકલમાં કંઈ સમાનતા લાગી?

કે પછી હું કંઈ ગલતી સે મિસ્ટેક કરું છું?

ગુગલ ક્રોમ ટેસ્ટ

with 7 comments

* આ ગુગલ ક્રોમ ટેસ્ટ છે.

કારણ કે, ગુગલે હવે ક્રોમને ઓફિશીઅલી લિનક્સ અને વિન્ડોઝ માટે બીટા વર્ઝન બહાર પાડ્યું છે. વર્ડપ્રેસમાં ગુજરાતી બ્લોગના પોસ્ટનું શીર્ષક ચોરસ-ચોરસ ખાનાં દેખાય છે અને કંઈક વિચિત્ર સંજ્ઞાઓ ગમે ત્યાં દેખાય છે. આ સિવાય તમે જો વિન્ડોઝ અને મેક માટે વાપરો તો અહીં ટીપ્પણી કરવા વિનંતી (જેથી, આપણે વર્ડપ્રેસ અથવા ક્રોમમાં બગ મૂકી શકીએ..)

ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ

with 13 comments

* ફરી પાછું ગુગલ લઈને આવ્યું છે, ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ. વધુ વિગત માટે વાંચો આ સમાચાર પાનું. અને નીચેનો વીડિઓ સરસ મજાનો છે. તેમ છતાં, અમુક વાતો હજી ખટકે છે – દા.ત. ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતાં ૪૫ સેકન્ડ લગાવે છે, એન્ટિ વાયરસ વગેરે. લાગે છે કે ગુગલનું લક્ષ્ય સીધું જ માઈક્રોસોફ્ટ છે. જે હોય તે, પણ, આ પોસ્ટને માઈક્રોસોફ્ટ સક્સની કેટેગરીમાં મૂકેલ નથી એટલે કોઈએ વાંધો ઉઠાવવો નહીં!! ;)

ગુગલ ડિક્શનરી

with 7 comments

* ગુગલ કંઈ કરે એમાં પૂછવાનું હોય. જુઓ, ગુગલ ડિક્શનરી.

ઉદાહરણ: કાર્ય.

કંઈ ન લખવા બદલ..

with 5 comments

* આજ-કાલ બ્લોગ પર કંઈ લખી શકાતું નથી. કારણ?
૧. દાંત મેં સડન. કારણ? RCT એટલે કે રુટ કેનાલ ટ્રિટમેન્ટ. તેમ છતાં, બે દિવસથી ભયંકર દુખાવો થઈ રહ્યો છે. પેઈનકિલર અત્યારે મારો પરમ મિત્ર બની સાથ આપે છે..
૨. કવિનની સ્કૂલ. એક બેગ અને એક વોટર-બોટલની વાટ લાગ્યા પછી અમને સમજાયું કે મા-બાપ બિચારા કેમ કહેવાય છે..
૩. ટ્વીટર-આઈડેન્ટિકા-ફેસબુકનું ડેડલી કોમ્બિનેશન. છતાં, બ્લોગ એટલે બ્લોગ.

બીજાં સમાચારો,
૧. આ શનિવારે બરોડામાં ઓપનસુઝે-ઉબુન્ટુની રીલીઝ પાર્ટી છે. જેને આ વિશે ખબર છે એટલે આ બન્ને શું બલા છે – તેઓ માટે આ પાનાં પર નોંધણી કરવા માટે અંતરપૂર્વક આવકાર. હું ત્યાં એકાદ-બે પ્રેઝન્ટેશન આપવાનો છું.
૨. ફોસ.ઈન/૨૦૦૯માં મારી (એટલે કે વર્કઆઉટ-અને-બોફ (BOF)) પસંદગી થઈ ગયેલ છે. ટીકીટના મોટા પ્રશ્નનું પણ નિરાકરણ આવી ગયું છે – એટલે મજા આવશે.

લાસ્ટ.fm

with 2 comments

* લાસ્ટ.એફએમ એ સરસ મજાની સાઈટ છે. તેમાં તમે તમારા સંગીત વગાડનાર ઉર્ફે મ્યુઝિક પ્લેયરમાં વાગતા ગીત-સંગીતને લોકો સુધી વહેંચી શકો છો – વહેંચી શકવાનો અર્થ તમે કયા પ્રકારનું સંગીત સાંભળો છો તે બીજાને ખબર પડી શકે છે. આ પરથી લાસ્ટ.એફએમ તમને કદાચ ગમી શકે તેવા ગીત-સંગીતનું સૂચન કરે છે. તમે તેને ફેસબુક વગેરેમાં પણ ઉમેરી શકો છો. ટૂંકમાં, સોશિયલ નેટવર્કિંગનું વધુ એક માધ્યમ. જો કે લાસ્ટ.એફએમ એ ક્લોઝ્ડ સોર્સ સાઈટ છે – તમારો ડેટા તેમનો થઈ શકે છે. આવો ડર ના રાખવો હોય તેમનાં માટે લીબરે.એફએમ પણ છે.

અને હા, સૌથી વધુ મને તેમનો બ્લોગ ગમ્યો. જો તમે ટેકનોલોજીનાં શોખીન જીવ હોવ તો તમને પણ ગમશે.

તો, મારી લાસ્ટ.એફએમ પ્રોફાઈલ :)

ગુગલ: કેટલું બધું લોકપ્રિય!

with 10 comments

* આજે મમ્મી કવિન માટે મુંબઈથી નવો નાઈટ ડ્રેસ લાવી અને પછી અમને ખાતરી થઈ કે ગુગલ માત્ર સર્ચ એન્જિન, જીમેલ કે વેવ પૂરતું જ લોકપ્રિય નથી..

ગુગલ હવે નાઈટ ડ્રેસ પણ બનાવે છે?

૬૦૦મી પોસ્ટ

with 14 comments

* ૬૦૦મી પોસ્ટ આગલી ૫૦૦મી પોસ્ટની કોપી-પેસ્ટ બહેન જ છે એટલે તમે આ પોસ્ટ જોએલી હોય તેવું લાગે તો શંકા-કુશંકા ન કરતા આગળ સીધું જ વાચવા માંડવાનું.

… આ સાથે આ મારા બ્લોગનાં ૬૦૦ પોસ્ટ આજે પૂરા થાય છે!

૧લી પોસ્ટ: ૦ દિવસ?

૧૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ.

૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ.

૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ.

૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૭ દિવસ.

૫૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૨૧, ૨૦૦૯ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૦ દિવસ.

૬૦૦ પોસ્ટ થયાં: સપ્ટેમ્બર ૨૨, ૨૦૦૯ ના રોજ. સમયગાળો: ૫ મહિના, ૧ દિવસ.

આ દરમિયાન ૨,૩૨૮ ટીપ્પણીઓ અને ૧૦,૭૬૦ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.

મેં ૬૨૧ ટેગ્સ અને ૨૧ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.

… અને હા, ૭૯,૩૬૫ જેટલી વખત લોકોએ મુલાકાત પણ લીધેલ છે.

રજનીભાઈએ ૫૦૦મી પોસ્ટ વખતે કોમેન્ટ કરેલી કે ૧લી અને ૫૦૦મી પોસ્ટ વચ્ચે શું અનુભવ્યું તે લખજો. તો હાજર છે, નાનકડી સ્ટોરી:

ગુજરાતીમાં લખવાનો વિચાર મને છેક ૨૦૦૪માં આવ્યો હતો, પણ એ વખતે અંગ્રેજી બ્લોગ પણ અવ્યવસ્થિત હતો, એટલે બહુ ડર લાગતો હતો કે હું લખીશ – પણ બીજા વાચશે કઈ રીતે? કેટલા લોકો વાચશે તેનાં કરતા કઈ રીતે વાચશે તેની વધારે ચિંતા હતી. છેવટે, એક દિવસ એસ.વી.નાં પ્રભાતનાં પુષ્પો અને પછી લયસ્તરોની ખબર પડી – છતાં પણ, કંઇ ઈચ્છા ના થઈ. છેવટે એક દિવસ સમાચાર મળ્યા કે મારા પ્રિય લેખક ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી – અને તે દિવસે બપોરે મેં મારી પ્રથમ પોસ્ટ લખી. (એનો મતલબ એમ ન લેવો કે બક્ષીજીની ખોટ પૂરવા માટે મારા બ્લોગનો જન્મ થયો.) પછી, મોટાભાગે હું મને જેટલી ખબર છે એટલું લખતો રહ્યો છું. મુંબઈ, અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરૂ અને ફરી પાછો અમદાવાદથી બ્લોગ લખાયો છે. કવિન, કોકી અને રીક્ષાવાળાઓ મારા બ્લોગનાં મુખ્ય પાત્રો રહ્યા છે. કોઈ વખતે `બ્લોગર્સ બ્લોક` પણ થાય છે જેથી અઠવાડિયા સુધી કંઇ લખી શકાતું નથી – કોઈક વખતે એક દિવસમાં બે પોસ્ટ થઈ જાય છે!

કેમેરો બગડી ગયો છે – એટલે એકાદ વર્ષથી ફોટાઓ ઓછા મુકાય છે. અને, ગુજરાતી ટેકનોલોજીમાં કામ કરવાનું ઓછું થાય છે – એટલે બીજી ટેકનોલોજીની વાતો મને હવે અહીં મુકવાની ખાસ ઈચ્છા પણ થતી નથી. ટ્વીટર અને આઇડેન્ટી.કા જેવી માઈક્રોબ્લોગિંગ સેવાઓનાં કારણે પણ બ્લોગ આવૃત્તિમાં ફટકો પડ્યો છે.

જોઈએ છીએ – ૧૦૦૦મી પોસ્ટ ક્યારે થાય છે :)