મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ઇમેલ

સોફ્ટવેર કહેવતો ભાગ-૨

with 10 comments

* થોડા સમય પહેલાં મેં કેટલીક સોફ્ટવેર કહેવતો લખેલી જે આજ-કાલ ફોર્વડ ઇમેલ તરીકે બહુ ફરે છે – એટલે વિચાર આવ્યો કે ચાલો બીજી કેટલીક કહેવતો બનાવીએ!

૧. એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ:)

૨. આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)

૩. એક કમાન્ડને બે આઉટપુટ (એક ઘા ને બે કટકા)

૪. એક પ્રોજેક્ટમાં બે પ્રોજેક્ટ મેનેજર ના રહે (એક મ્યાનમાં બે તલવાર ન રહે)

૫. ફ્રેશર જોબ લઇ ગયો (કાગડો દહીંથરુ લઇ ગયો)

૬. બીજાનો કોડ ભેંસ બરાબર (કાળા અક્ષર ભેંસ બરાબર)

૭. જ્યાં માઇક્રોસોફ્ટ, ત્યાં વાયરસ (જ્યાં ગંદવાદ, ત્યાં મંદવાદ) :P

૮. જેવો પ્રોજેક્ટ તેવો કોડ (જેવો દેશ તેવો વેશ)

૯. ઓપનસોર્સ કોડ, જે આવે તે ડાઉનલોડ કરે (દેવળનો ઘંટ, જે આવે તે વગાડે)

૧૦. પ્રોજેક્ટ નાનો ને કોડ ઘણો (ધંધો થોડો ને ધાંધલ ઘણી)

૧૧. લૅ-ઓફ પહેલા જોબ શોધવી (પાણી પહેલાં પાળ બાંધવી)

૧૨. જોબ લીધા પછી સેલેરી પૂછવી (પાણી પીધા પછી ઘર પૂછવું)

વધુ પછી ક્યારેક!

બ્લેકલિસ્ટ

with 5 comments

* કોલેજમાં એક બ્લેકલિસ્ટ હોય છે, તમારા ઇમેલ સર્વરમાં પણ સ્પામ રોકવા માટે બ્લેકલિસ્ટ રખાતું હોય છે, તમારા ઇમેલ સોફ્ટવેરમાં પણ તમે બ્લેકલિસ્ટ રાખી શકો છો – અરે હવે ફોનમાં પણ બ્લેકલિસ્ટની સગવડ હોય છે. બ્લેકલિસ્ટ એવા તત્વો માટે હોય છે જેના કારણે તમને રાત્રે આવતી ઊંઘ અટકે છે. આ જ રીતે આજ-કાલ હું એક બ્લેકલિસ્ટ તૈયાર કરી રહ્યો છું:

૧. દુકાનો-જગ્યાઓનું લિસ્ટ જ્યાંથી કદી પણ ચીજ-વસ્તુ ન ખરીદવી, ભલે તે આખા ગામ કરતાં ઓછા ભાવે મળે (ઇસ સે સસ્તા ઔર અચ્છા કહાં મિલેગા..)
૨. શાકવાળાઓની લારીઓનું લિસ્ટ..
૩. એવા વ્યક્તિઓ જેને ઇમેલ ન કરવા કે તેમનાં ઇમેલનો જવાબ ન આપવો..
૪. જેમનો ફોન ઉપાડતા પહેલાં વિચાર કરવો..
૫. ટૂંકમાં જેના જોડે વાત કરતાં અણગમો થાય તેમની જોડે વાત ન જ કરવી. શાંતિથી જીવવું અને જીવવા દેવું..

Written by Kartik Mistry

May 6, 2009 at 9:57 AM

Undo: હવે ઇમેલમાં પણ!

with 9 comments

* તમે કોઇને ઇમેલ કર્યો ને પછી થયું, અરર – આ ઇમેલ તો આને નહીં બીજાને કરવાનો હતો કે પછી ગરમ મિજાજમાં બોસને કંઇક આડાઅવળું લખી નાખ્યું હોય તેવા સંજોગોમાં આપણને થાય કે અહીં Undo જેવું બટન હોત તો મજા આવત!

તો હાજર છે, Undo તમારા ઇમેલમાં! વાંચો: જીમેલ બ્લોગનો આ પોસ્ટ

કેવી રીતે?

૧. તમારું જીમેલ એકાઉન્ટ ખોલો (સ્વાભાવિક રીતે યુઝરનેમ, પાસવર્ડ નાખીને..)

૨. ઉપર જમણી બાજુ જીમેલ લેબ્સ આવું ચિત્ર દેખાશે – રસાયણની બાટલી જેવા ચિહ્ન પર ક્લિક (આ જીમેલ લેબ્સનું ચિહ્ન છે) કરો.

૩. પછી, સ્ક્રોલ કરીને નીચે, Undo Send શોધી કાઢો. Enable રેડિઓ બટન પર ક્લિક કરો.

જીમેલ લેબ્સમાં અનડુ!

૪. નીચે Save Changes બટન દબાવીને જાઓ, ઇમેલ લખવા.

૫. જ્યારે પણ ઇમેલ મોકલશો ત્યારે તમને થોડીક સેકંડ્સ માટે (હા, માત્ર થોડીક સેકંડ્સ માટે જ) Undo માટેનો વિકલ્પ અપાશે.

Undo!

૬. મજા કરો!

યાદ રાખો કે સામેવાળાના ઇનબોક્સમાં ઇમેલ પહોંચ્યા પછી કોઇના બાપાની તાકાત નથી કે ઇમેલને પાછો લાવી શકે!!

;)

ઇમેલ લખવાની ટીપ્સ

with 5 comments

* ગુજબ્લોગ ગ્રુપ પર અને ઘણાં બધા ગુજરાતી બ્લોગરોનાં ઘણાં બધા ફાલતુ ઇમેલ જોયા પછી મને આ પોસ્ટ લખવાનું મન થયું!

૧. આ ચેકલિસ્ટ જુઓ.

૨. #૧ જુઓ.

ચાર ચિત્રોમાં જીવન

with 7 comments

* જૂનાં ઇમેલ શોધતી વખતે એક ફોટો મળ્યો.

જીવન ચાર ચિત્રોમાં!

(C) કોપીરાઇટ: તેનો માલિક હોય તે.

Written by Kartik Mistry

January 2, 2009 at 6:19 PM

મારા કોમ્પ્યુટરમાં પ્રાણીઓ!

with 3 comments

મારું કોમ્પ્યુટર કે પ્રાણી સંગ્રહાલય?

* મારી મેકબુકનાં ડોક પર આટલા બધાં પ્રાણીઓ? હા, આ બધા કોઇને કોઇ પ્રોજેક્ટનાં આઇકન્સ (ચિહ્નો, લોગો..) છે. પહેલું ફાયરફોક્સ (કહેવાની જરૂર છે કે તે શું છે?), બીજું એપલ મેલ (ઇમેલ સોફ્ટવેર) (થોડા સમય પછી હું થન્ડરબર્ડ પર જવાનો છું – તેનો લોગો પર પક્ષીનો છે!), ત્રીજું ઓપનસોર્સ મેસેન્ડર એડિયમ, ચોથું મેક માટે ઓપનસોર્સ FTP ક્લાયન્ટ સાયબરડક, પાંચમું ઓપનસોર્સ મ્યુઝીક પ્લેયર સોંગબર્ડ. છઠ્ઠું ઓપનઓફિસ, સાતમું ઓપનસોર્સ ઇમેજ એડિટર જીમ્પ

ટૂંકમાં, મારું કોમ્પ્યુટર હવે પ્રાણી-સંગ્રહાલય બનતું જાય છે અને હવે તો મને એક વાંદરાનો બહુ જ ડર લાગે છે!! :P

આ સિવાય બીજા કોઇ પ્રાણી-પક્ષીનાં ચિહ્નો કોઇ સોફ્ટવેર પ્રોજેક્ટમાં મળે તો જણાવશો!

પ્લીઝ!

with 7 comments

* પ્લીઝ = મહેરબાની કરીને.

પ્લીઝ, મને તમારા બ્લોગની મુલાકાત લેવા અંગ કોઇ જ ઇમેલ ન મોકલાવો. મને જે બ્લોગ્સમાં રસ છે – તે હું ગુગલ રીડર વડે નિયમિત વાંચુ છું, કોમેન્ટ કરું છું, મજાક પણ કરું છું, વગેરે વગેરે.

હવેથી ફલાણો-ઢીંકણા બ્લોગની મુલાકાત લેતો ઇમેલ એટલે જીમેલ ફીલ્ડર વડે આપમેળે કચરા પેટીમાં!

આવજો!

જીમેલ ગુજરાતી

with one comment

* ઓહ, મને આજે જ ખબર પડી. જીમેલ ગુજરાતીમાં કરવા માટે, Settings–>Language માં ગુજરાતી પસંદ કરો.

હા. હજી ઘણું સુધારવાની જરૂર છે

અપડેટ:
ઉપરનાં સ્ક્રિનશોટમાં ગુજરાતી બરોબર દેખાતું નથી તે – મેકનાં ફાયરફોક્સનો બગ છે. લિનક્સ (ડેબિયન)માં જુઓ, નીચેનો સ્ક્રિનશોટ:

સંદેશો આવે છે..

without comments

* .. પણ આટલા બધા?

કમાલ છે, એપલ મેલનો!

Written by Kartik Mistry

August 16, 2008 at 11:41 PM

બે સરસ વેબસાઇટ્સ

with 5 comments

* બે સરસ વેબસાઇટ્સ (કે વેબસાઇટો), હસિતનાં બ્લોગ પરથી, આભાર સાથે,

૧. 50waystohelp.com

50 ways

થોડાં સમય પહેલાં, મોંઘવારીથી બચવાનાં થોડા ઉપાયો મેં આપેલા. મોંઘવારીની સાથે આપણે પર્યાવરણ પણ બચાવવું જરૂરી છે. આ વેબસાઇટ તમને તે માટેનાં ૫૦ રસ્તાઓ બતાવશે. સાઇટ જોકે અમેરિકન પ્રજાને અનુલક્ષીને બનાવવામાં આવી છે, એટલે અમુક વસ્તુઓ આપણને નવાઇ ભરી લાગશે. દા.ત. બાળક મોટું થાય ત્યાં સુધી ૫૦૦૦ થી ૮૦૦૦ ડાયપર વાપરી ચૂક્યું હોય છે, વગેરે..

૨. privnote.com

કોઇને સંદેશો મોકલવો છે, પણ ત્રીજો કોઇ વાંચી ના શકે તે રીતે? ઇમેલ તો વચ્ચે આંતરી શકાય છે, ફોન ટેપ થઇ શકે છે. તો શું કરવું?

આ સાઇટ તમારી મદદે આવશે. પણ, કદાચ આ સાઇટનો દુરઉપયોગ થઇ શકે છે. છતાં પણ, તમારા પ્રિયજનોને ગુપ્ત સંદેશ મોકલવા ઉપયોગ થઇ શકે છે. સંદેશ એક વખત વાંચી લીધા પછી નષ્ટ થઇ જાય છે.

Written by Kartik Mistry

August 6, 2008 at 1:18 PM