Posts Tagged ‘ઉત્કર્ષ’
એક સમાચાર..
* ર૧મીએ ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રીપોર્ટર સાથે થયેલી વાત-ચીત પરથી લિનક્સ અને ગુજરાતીલેક્સિકોનનો લેખ તમે અહીંથી વાંચી શકશો. આર્ટિકલ મુકવા માટે જીગીશભાઈનો આભાર! હા, લેખમાં થોડી-ઘણી વિગતો પર એડિટરની અસર પડી છે – જે સામાન્ય વાત છે.
નવાં આકાર અને રેખા યુનિકોડ ફોન્ટસ
* લોકો બૂમો પાડે છે કે યુનિકોડ ગુજરાતી ફોન્ટ નથી મળતાં.. વગેરે.
પણ, હવે એમને થોડા શાંત કરવા માટે નવાં આકાર અને રેખા ગુજરાતી યુનિકોડ ફોન્ટસ (આવૃતિ ૦.૨) તમે હવે ઉત્કર્ષનાં ડાઉનલોડ પાનાં પરથી મેળવી શકશો. આ ફોન્ટ વાપરવામાં તમને કંઇ પ્રોબ્લેમ, પરેશાની કે મુશ્કેલીઓ પડે તો, તમારાં સૂચનો અહીં અથવા ગુજરાતીલેક્સિકોન – ઉત્કર્ષનાં બ્લોગ પર કોમેન્ટ તરીકે કરો અથવા ઉત્કર્ષની સાઇટ ઉપરથી સંપર્ક કરો.
* રેખા ફોન્ટનું ઉદાહરણ:

* આકાર ફોન્ટનું ઉદાહરણ:

* ઉપરનું વાક્ય લખવાની પ્રેરણા મને આ વીકીપીડિઆનાં આર્ટિકલ પરથી મળી. તમે મને એવું ગુજરાતી વાક્ય આપી શકો જેમાં ગુજરાતી કક્કાનાં બધા જ અક્ષરોનો સમાવેશ થઇ જાય? એડવાન્સમાં આભાર!
ગુજરાતીલેક્સિકોન – વર્ડ ઓફ ધ ડે – ફીડ તરીકે..
* ગુજરાતીલેક્સિકોન/ઉત્કર્ષ નાં બ્લોગ પર લખ્યું તેમ હવે તમે વર્ડ ઓફ ધ ડે, RSS ફીડ તરીકે મેળવી શકશો! તમારે માત્ર ફાયરફોક્સ બ્રાઉઝરમાં, http://gujaratilexicon.com/wotd/wordofday.php લિંક ખોલવાની અથવા જો તમે iGoogle નો ઉપયોગ કરતાં હોવ તો આ લિંક પર ક્લિક કરો.
તો શેની વાર છે? IE વાપરતા હોવ તો મને ન પૂછતાં
નોંધ: તમે જો તમારા બ્લોગમાં ‘વર્ડ ઓફ ધ ડે’ ઉમેરવા માંગતા હોવ તો, ડેસબોર્ડ–>પ્રેઝન્ટેશન–>વિજેટ્સ–>નંબર ઓફ RSS ફીડ, એક વધુ પસંદ કરો, સેવ કરો–> RSS 2 ને ડ્રેગ કરી (ખેંચીને) સાઇડબારમાં ઉમેરો. તેના પર ક્લિક કરો, અને ઉપરની લિંક ઉમેરો. આ ગોઠવણી સેવ કરતાં તમને નીચે પ્રમાણે સરસ રીત તમારી વેબસાઇટ પર દેખાશે.

પાયરેટ્સ ઓફ અરેબિયન..
* પાયરેટ્સ ઓફ કેરેબિયન તમે સાંભળ્યું/જોયું હશે, પણ પાયરેટ્સ ઓફ અરેબિયન? હા, એ છે — ગુજરાતીબુક્સ.કોમ નામની લોકપ્રિય સાઇટ.
જેમાં ઉત્કર્ષ ને ખોટી રીતે, ખોટી કિંમતે, પરવાનગી વગર વેચવામાં આવે છે. અને તે પણ ઉત્કર્ષ ઓપરેટિંગ સિસ્ટમને, જે હવે તમને ફ્રી માં મળી શકે છે (તમારે માત્ર જરુર છે, કોરી સીડી લઇને આવવાની. નોંધ: આ માત્ર ટેસ્ટિંગ આવૃતિ હોવાથી તમારી જવાબદારી પર લઇ જવી). તો, INR 2,450.00 (US$ 53.16) રુપિયામાં જૂની સીડી વેચવાનો કોઇ મતલબ?
અને, આ સાઇટ સાથે સંબંધિત એક ભાઇ સીડી લેવા માટે જૂની હિંદી ફિલ્મોમાં આવતા, શેઠની જેમ સીડી મંગાવે છે, પણ ઓફિસમાં આવતા ડરે છે. બહાર આવીને સીડી લઇ જતાં વટ કરે છે કે — તમને ફણાણા રુપિયાનો બિઝનેસ અપાવત વગેરે.
ઉત્કર્ષ ૯૯૫ રુપિયામાં મળે છે (વિન્ડોઝ આવૃતિ) અને તે પણ ઉત્તમ યુઝર સપોર્ટ સાથે. ઉત્કર્ષનો ધ્યેય છે ગુજરાતીને કમ્પ્યુટર પર સાચવવાનાં ધ્યેય સાથે ૨૦૦૪માં શરુ થયેલ ઉત્કર્ષ.ઓર્ગ માત્ર તે ધ્યેયને ધ્યાનમાં રાખી આગળ વધે છે.
આશા રાખીએ કે ગુ.બુ.કોમની આવી ખોટી પ્રવૃતિ બંધ કરવામાં આવશે. અહીં તમે તેનો સ્ક્રિનશોટ જોઇ શકો છો.
ગુજરાતી બ્લોગ જગત – દિવ્ય ભાસ્કર
* ગઇકાલે સવારે ઘરેથી ફોન આવ્યો કે “કાર્તિક, તારો ફોટો છાપામાં આવ્યો છે”. મેં કહ્યું, “મજાકના કરો, આજે ૧ એપ્રિલ છે.” પણ પછી મને યાદ આવ્યું કે હા, દિવ્ય ભાસ્કરમાં ગુજરાતી બ્લોગ જગત વિશે લેખ આવવાનો હતો, અને આ માટે પંકજભાઇ અને તીર્થલભાઇનો આભાર માનવાનો રહે.. આ લેખનો ફોટો મેં પાડીને મૂક્યો છે. કારણકે અત્યારે મારી પાસે સ્કેનર નથી..
* એક વાત: ઉત્કર્ષ-ગુજરાતીલેક્સિકોન બ્લોગ પર અમારી ટીમ લખે છે. એટલે કે મીનાબેન અને જાગૃતિ પોતાની રચનાઓ મુકે છે. કોઇએ ગેરસમજ કરવી નહિ કારણકે, મેં હજી સુધી એકપણ કવિતા લખી નથી કે પ્રયત્ન પણ કર્યો નથી!
ઓપનઓફિસ ‘સોર્ટિંગ’ પધ્ધતિ
* આજે સવારે બહુ મગજમારી કરીને એક પ્રશ્નનો ઉકેલ લાવ્યો. એટલે મજા આવી. થોડીવાર લાઇબ્રેરીનાં કોમ્પ્યુટર વિભાગમાં નેટ વાપર્યું. એટલે મનને શાંતિ થઇ. મારે જમ્યા વગર ચાલે, પણ નેટ વગર, પાણી વગર માછલી જેવી હાલત હોય છે.
* એક વિનંતિ:
એક્સેલ (અથવા જો તમે ઓપનઓફિસ કેલ્ક વાપરતાં હોવ તો સરસ!) માં દસ-પંદર ગુજરાતી શબ્દો લખો. પછી તેને Sort બટન દબાવીને જુઓ. તે ક્રમ કેવો છે. તમારા પરિણામો મને ઓપરેટિંગ સિસ્ટમ, કયું સોફ્ટવેર તમે વાપર્યુ વગેરે મને બે પીડીએફ ફાઇલો (sort પહેલાં, sort પછી) સાથે મોકલો.
દાત. ઓપનઓફિસ, વિન્ડોઝમાં તમારે આ કઇ રીતે કરવું તે નીચે બતાવેલ છે. હા, તે હરોળને પસંદ કરવાનું ભૂલતા નહીં.
કારણકે, દરેક ઓપરેટિંગ સિસ્ટમનો Sorting નો ક્રમ અલગ-અલગ હોય છે. જે પ્રમાણભૂત કરવો જરુરી છે, નહિતર દરેક સોફ્ટવેર દરેક જગ્યાએ અલગ-અલગ પરિણામ આપે છે. ખાસ કરીને ડીક્શનેરી અને સ્પેલચેકરમાં આ ખૂબ જ જરુરી છે.
હવે, કાલે પાલનપુર જઇશ.
ઉત્કર્ષ બ્લોગ
* ઉત્કર્ષ ટીમે નવો બ્લોગ શરુ કરેલ છે. તેમાં તમને ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સિકોન.કોમ વિશેની માહિતી મળી રહેશે.
અહીં ક્લિક કરો: ઉત્કર્ષ બ્લોગ. આ બ્લોગમાં ઉત્કર્ષ ટીમ કઇ નવી વસ્તુઓ પર કામ કરી રહી છે તેની માહિતી આપવામાં આવશે.
ઉત્કર્ષ સેમિનાર રીપોર્ટ
* ઉત્કર્ષનો સેમિનાર સરસ રહ્યો. પ્રબોધન ઠાકરે હોલનું મીની-થિયેટર શનિવારે ગુજરાતીમાં કમ્પ્યુટર શીખવા માંગતા ઉત્સાહીઓથી ભરાઇ ગયું હતું. ખુશ્બુએ સરસ રીતે સ્વાગત કરી, કાર્યક્રમની શરૂઆત કરી. અંકુર અને મેં ઉત્કર્ષનો ઉપયોગ કરી કમ્પ્યુટર કેવી આસાનીથી શીખી શકાય તેના ઉદાહરણો સ્ક્રિન પર આપ્યા. પ્રથમ ભાગમાં ગુજરાતીમાં કઇ રીતે લખવું, ઇન્ટરનેટ કઇ રીતે વાપરવું તેમજ બીજા ભાગમાં ઇમેલ અને ગણતરી કરવા સ્પ્રેડશીટનો ઉપયોગ કઇ રીતે કરવું તે સમજાવવામાં આવ્યું. ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સિકોનની સીડી પણ રસ ધરાવતાં વ્યક્તિઓમાટે ત્યાં ઉપલબ્ધ હતી. નિરવે પણ સેમિનાર વિશે વિગતે લખ્યું છે. સેમિનાર પછી બધાં નંદુનાં ઢોસાં ખાવા ગયાં!
![]()
ઉત્કર્ષ સેમિનાર
* ઉત્કર્ષ ટીમે જે લોકો કમ્પ્યુટર જરા પણ અથવા બહુ ઓછું જાણતા હોય તેમના માટે એક વિના મૂલ્યનાં સેમિનારનું આયોજન કર્યુ છે. જો તમે આ શનિવારે પ્રબોધન ઠાકરે હોલ, બોરિવલી (વેસ્ટ), ૪ વાગે આવી શકો તો ઉત્કર્ષ ટીમને મળવાની સાથે તમે ઉત્કર્ષનો ડેમો નિહાળી શકશો અને કમ્પ્યુટર પણ શીખી શકશો.
નવું ઘર
* વેબ પર મારૂ નવું ઘર લઇ લીધું છે. મારી જેમ ઘણાં બધાએ કર્યું છે. તમે પણ જો મળતું હોય તો પોતાનું બ્લોગ શરૂ કરવાનું જ સારૂ છે. સરકારનો કોઇ ભરોસો કરાય નહી. રાજા, વાજાને વાંદરા. ક્યારે શું થાય તે કહેવાય નહી.
* ઓફિસની ડિઝાઇન ટીમે ઉત્કર્ષની નવી એડ બનાવી છે. જરા જોઇને મને સૂચનો આપવા વિનંતી. અહી તમે જોઇ શકો છો: ઉત્કર્ષ.ઓર્ગ



