Posts Tagged ‘ઓપનસોર્સ’
ફ્રી કલ્ચર રોડ શૉ – અમદાવાદ
* ગઈકાલે સેપ્ટ, અમદાવાદ ખાતે ફ્રી કલ્ચર રોડ શૉનું આયોજન થયું હતું. અમેરિકાથી આવેલા એલિઝાબેથ, ડીન અને બેન – આ ત્રણેય જણાં આખા ભારતમાં ફ્રી કલ્ચર વિશેની જાણકારી અને સમજણ વધે તે માટે ફરી રહ્યા છે. એમના અને ફ્રી કલ્ચર વિશે વધુ જાણવા માટે આ પાનું વાંચો.
હું ત્યાં પહોંચ્યો ત્યારે સમય મને સેપ્ટનાં દરવાજા આગળ મળ્યો. ૪ વાગે તો અમે પહોંચી ગયા અને પછી ખબર પડી કે કાર્યક્રમ ૫ વાગે છે અને ઓડિટોરિયમની જ્ગ્યાએ આગળની લોનમાં રાખેલ છે. અમે ગયા ત્યારે સ્પીકર પર રોક સંગીત વાગતું હતું અને લાઈટ્સ વગેરેની ગોઠવણ થતી હતી.
એટલે અમારું કામ લોનમાં બેસવાનું હતું. તે પહેલા રુતુલ જોષી જે સેપ્ટમાં પ્રોફેસર છે અને મારો સ્કૂલ સિનિયર પણ છે. તેમની સાથે ઘણી વાતો કરી. પાંચેક વાગ્યાની આસપાસ સામ્યક બરોડાથી આવી પહોંચ્યો અને અમારા વચ્ચે સારી એવી ચર્ચા થઈ જે અત્યારે રહસ્ય હોવાથી અહીં મૂકી શકાય તેમ નથી. સામ્યક, ખરું ને?
થોડા સમય પછી ફ્રી કલ્ચર રોડ શૉની શરૂઆત થઈ. પ્રો. શંકર જેઓએ આ શૉ સેપ્ટમાં કરવાની જવાબદારી લીધી – તેઓએ પરિચય સાથે શરૂઆત કરી.
પછી, એલિઝાબેથે પોતાના પરિચય અને લો સ્કૂલમાં લોયર બનવાની જગ્યાએ એ કઈ રીતે ફ્રી કલ્ચર મુવમેન્ટમાં જોડાઈ અને ફ્રી કલ્ચર વિશેનું સરસ પ્રેઝન્ટેશન આપ્યુ.
તેના પછી બેન અને ડીને ફ્રીકલ્ચર.ઓર્ગ અને ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ વિશે સરસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ બન્ને સાઈટ્સની કડીઓ નીચે આપેલ છે. આ પછી મેં પાંચ મિનિટમાં યુનિકોડથી વેબસાઈટ જગત એટલે કે ઈન્ટરનેટ કઈ રીતે બદલાઈ રહ્યું છે તેના વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું. અને તે તમે મારા ગીટહબ ટોક પાનાં પરથી લઈ શકો છો. પછી, બધા જોડે સરસ મજાની વાતોમાં ઘણો સમય ગયો. ફોટો-સેશન વગેરે થયું. મારી પાસે માત્ર મોબાઈલ હોવાથી જ્યાં સુધી અજવાળું હતું ત્યાં સુધી ફોટા લેવાયા!
રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઓફિસ પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ બાકી પડ્યું હતું
વિકિરીડર
* વિકિપીડિયાને ટ્રેનમાં કે હવાઈ મુસાફરી વખતે મિસ કરો છો? તમારા બચ્ચા કે બચ્ચાંઓને વિકિપીડિયાનો સરળ ઉપયોગ કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વગર શીખવાડવો છે? કંઈક નવું હેકિંગ કરવું છે – કારણ કે, તે મુક્ત સોર્સ એટલે કે ઓપન સોર્સ છે?
તો હાજર છે – વિકિરીડર. ઓપનમોકો નામનો ઓપનસોર્સ હાર્ડવેર અને સોફ્ટવેર વાળો મોબાઈલ બનાવ્યો તે કંપની લઈને આવે છે, વિકિરીડર. ૯૯ ડોલર એટલે કે લગભગ ૫૦૦૦ની આસપાસ મળતા અને હથેળીમાં સમાઈ જતા આ ડિવાઈસમાં અનેક ક્ષમતાઓ ભરેલી છે. વધુ લખું તે પહેલા જુઓ વિકિરીડરની વેબસાઈટ.
તેનો કોડ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.
ગુગલ ક્રોમ ટેસ્ટ
* આ ગુગલ ક્રોમ ટેસ્ટ છે.
કારણ કે, ગુગલે હવે ક્રોમને ઓફિશીઅલી લિનક્સ અને વિન્ડોઝ માટે બીટા વર્ઝન બહાર પાડ્યું છે. વર્ડપ્રેસમાં ગુજરાતી બ્લોગના પોસ્ટનું શીર્ષક ચોરસ-ચોરસ ખાનાં દેખાય છે અને કંઈક વિચિત્ર સંજ્ઞાઓ ગમે ત્યાં દેખાય છે. આ સિવાય તમે જો વિન્ડોઝ અને મેક માટે વાપરો તો અહીં ટીપ્પણી કરવા વિનંતી (જેથી, આપણે વર્ડપ્રેસ અથવા ક્રોમમાં બગ મૂકી શકીએ..)
ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી
* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.
અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.
શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત) પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.
અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.
આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.
સાત પાપ – વિન્ડોઝ ૭ કે સાથ
* બેડ વિસ્ટા પછી માઇક્રોસોફ્ટ લઇને આવે છે – વિન્ડોઝ ૭ નાં સાત પાપ. આ સાત પાપ વિશે વધુ જાણવા જુઓ FSF (ફ્રિ સોફ્ટવેર ફાઉન્ડેશન)ની સાઇટ: વિન્ડોઝ૭સિન્સ.ઓર્ગ. હા. મૂળ સાત પાપ વિશે તમે વધુ વિકિપીડિઆનાં આ લેખ પરથી જાણી શકો છો. જેણે દાન્તેની ઇન્ફર્નો વાંચી હોય તેને ખ્યાલ જ હશે.
આઇડેન્ટી.કા
* ટ્વીટર જેવી જ પણ, ઓપનસોર્સ બેકએન્ડ ધરાવતી માઇક્રોબ્લોગિંગ સેવા, identi.ca, પર તમે મને @kartikm પર ફોલો કરી શકો છો…
કેડીઇ ૪.૩.૦
* કેડીઇ ૪.૩.૦ હાજર છે!

લેખોની વડે ટેસ્ટ
ફાયરફોક્સ ૩.૫!

* હા, તમે હવે એટલે કે આજથી ફાયરફોક્સ ૩.૫ મેળવી શકશો! તો, શું ખાસ વાત છે આ ફાયરફોક્સ ૩.૫માં?
૧. તમે હવે બંધ કરેલ ટેબ કે વિન્ડોને Undo કરી શકો છો.
૨. પ્રાઇવેટ બ્રાઉઝિંગ – એટલે કે તમે મુલાકાત લીધેલ વેબસાઇટ્સની હિસ્ટરી, કૅશ, કુકીસ વગેરેની નોંધ નહીં લેવાય.
૩. ૭૦ કરતા વધુ ભાષાઓમાં પ્રાપ્ત (ગુજરાતી તો ખરું જ! હવે મેક માટે પણ ગુજરાતી આવૃત્તિ મળી શકશે).
૪. HTML5, વધુ સારી ઝડપ ધરાવતું જાવાસ્ક્રિપ્ટ એન્જિન અને ઘણા બધા આંતરિક સુધારાઓ!
અત્યારે જ ડાઉનલોડ કરો!
જુઓ: સ્પ્રેડફાયરફોક્સ.કોમ, ફાયરફોક્સ ફેસબુક પાનું અને પ્રકાશન નોંધો.
ખાસ નોંધ: જો તમે IE (ઇન્ટરનેટ એક્સપ્લોરર) વાપરતાં હોવ તો, તમે ફાયરફોક્સ વાપરવા માટે આ પાનાંની મુલાકાત લો.
હિસાબ-કિતાબ
* ખર્ચાનો હિસાબ-કિતાબ રાખવો અત્યંત અઘરો છે, પણ હાજર છે – બે સરળ ઉપાયો

સ્વરૂપ નામનાં બેંગ્લુરૂનાં એક સોફ્ટવેર એન્જિનિયર (અને સાહસિક, Byte of Python અને Byte of Vim જેવા પુસ્તકોનાં લેખક..) અને બીજા લોકોએ બનાવેલ આ સાધન તમારા ખર્ચા કે આવકની તરત નોંધ રાખશે. જ્યાં પણ પૈસા વાપરો તે નોંધ આ પેન ડ્રાઇવ જેટલાં સાધનમાં નાંખી દેવાની. ઘરે જઇને કોમ્પ્યુટર સાથે જોડી દેતા બધી માહિતી આપમેળે કોમ્પ્યુટરમાં આવી જશે (એટલે કે sync થઇ જશે). આ સાધન હજી પ્રાયોગિક ધોરણ પર છે. છતાં, તેનાં ફીચર્સ જોતા માર્કેટમાં તહલકો મચાવી દે તેવું છે..
૨. પેમ (Personal Expense Manager)
સ્વરૂપની જેમ બીજા એક મિત્ર પ્રસાદ પંડિતે સોફ્ટવેર પર હાથ અજમાવ્યો અને બનાવ્યું કમાન્ડ-લાઇન સોફ્ટવેર. PEM વડે લિનક્સ અને મેક (વિન્ડોઝ પર પણ ચાલે છે) પર તમે ગીક લોકોને પોતાનાં ખર્ચા-પાણીનો હિસાબ રાખતાં કરી શકો છો. સોફ્ટવેર હજી શરૂઆત છે. જો તમને પર્લ (perl) આવડતું હોય તો તમે તેમાં સુધારો-વધારો કરતાં માટેનાં વિચારો મોકલી શકો છો. નોંધ રાખો કે આ ટૅલી નથી એટલે તેવી રીતે સરખામણી કરતાં નહીં!







