Posts Tagged ‘ઓફિસ’
મરી-મસાલા
થોડાંક સમાચારો, મરી-મસાલા વાળી ચા સાથે…
* એ.સી.ની ઠંડકમાં આ પોસ્ટ લખાઇ રહી છે અને કમનસીબે મારી જગ્યા પર સૌથી વધુ ઠંડી લાગે છે.
* વર્ડપ્રેસનું ગુજરાતી દિવસે-દિવસે રંગ (અને બેઢંગીપણું) પકડતું જાય છે, જો આવું જ ચાલશે તો હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં બ્લોગ ફેરવી દઇશ (Settings–>General–>Language).
* નવી ઓફિસમાં લગભગ ‘સેટ’ થઇ ગયો છું.
* લેપટોપ (મારું બચુકડું મેક) નવરું પડ્યું છે. કારણ કે, ઓફિસમાં સરસ ડેસ્કટોપ મળ્યું છે..
* પ્રોજેક્ટ મેનેજરમાંથી પ્રોગ્રામર બનવું અઘરું છે, પણ અશક્ય તો નથી જ!
* આવતું અઠવાડિયું બહુ જ સામાજીક-સામાજીક જવાનું છે..
નાસ્તો..
પરિવર્તન
* પરિવર્તન એ જ જીવન છે. જીવનમાં ફેરફારમાં જ મજા છે – અને આ મજા આજ-કાલ હું પણ લઇ રહ્યો છું. મેગ્નેટ ટેકનોલોજીસ છોડી હું હવે બીજી કંપનીમાં (અમદાવાદમાં જ) જઇ રહ્યો છું. જો કે મારે બહુ મહેનત કરવાની છે – નવી જોબમાં સેટ થવાનું, નવી ટેકનોલોજી, નવો સમય, નવાં માણસો, નવી આશાઓ (ના, આશા એ રીસેપ્નિસ્ટનું નામ નથી..)
તેમ છતાં, ગુજરાતી ટેકનોલોજી અને લોકલાઇઝેશન જોડેનો જૂનો સંબંધ ચાલુ જ રહેશે. આ બ્લોગની આવૃત્તિ કદાચ ત્રણ-ચાર મહિના માટે ઓછી થઇ જાય તો નવાઇ નહીં. પણ, પણ, બધાં શનિ-રવિ રજા (જે હું છેલ્લાં ૫ વર્ષથી ઝંખતો હતો).. હોવાથી શનિ-રવિ બ્લોગ જગત પર આક્રમણ થશે!
થેન્ક્સ, મેગ્નેટ. થેન્ક્સ ગુજરાતીલેક્સિકોન!!
મુખ ચિત્ર સ્પર્ધા
* આજે ઓફિસમાં ફન ફ્રાયડેમાં “એક-બીજાનાં મોઢાં દોરવાની ચિત્ર સ્પર્ધા” હતી..
.. અને કુશાને મારો ફોટો નીચે પ્રમાણે બનાવ્યો

કહેવાની જરૂર છે કે આ ચિત્રને પ્રથમ નંબર આવ્યો
કોફી
* આજે અચાનક વિચાર્યું કે ઓફિસમાં કોફી ન પીઉં તો ન ચાલે? આમ પણ, કોફી આરોગ્ય માટે સારી નહી (અને કોફી વિથ કીડી તો તમે જાણો છો!) એવું જાણવા મળ્યું. અને ખરેખર આજનો દિવસ બહુ સારો ગયો!!
આડા-અવળાં સમચારો
* થોડાં આડા-અવળાં સમાચારો, ટૂંકમાં! (શીર્ષકપ્રેરણા)
૧. કેટલાક લોકો કોમેન્ટ દૂર કરવા માટે આખી પોસ્ટ દૂર કરે છે..
૨. એક ઇમેલ સોફ્ટવેરમાં ગુજરાતી લખાણ જંક દેખાતું હતું – પછી ખબર પડી કે મેં UTF-8 કેરેક્ટર સેટ નહોતો આપેલ
આખા ગામને હું સલાહ આપું છું અને … ![]()
૩. અમારી કંપનીએ બનાવેલ પહેલી iPhone એપ્લિકેશન તમે iTunes વડે તમે ડાઉનલોડ કરી શકો છો: આ માટે તમે તેમાં Magnet Technologies શોધ કરો – મળી જશે!
૪. તમે હવે ટેડ.કોમના વિડીઓ વર્ડપ્રેસ.કોમમાં ઉમેરી શકો છો!
૫. કવિન હવે બીજાની ફરિયાદ મારા આગળ કરતો થઇ ગયો છે..
૬. કવિનને બહુ જ ગમતો શબ્દ છે – ના!
૭. આજે સીઝનની પહેલી વાર કેરી ખાધી – કવિનને પણ મજા પડી ગઇ.
૮. એક ભાઇને પૂછ્યું યાર અમદાવાદમાં ટ્રાફિક બહુ જ છે. એ કહે, ટ્રાફિક બહુ નથી પણ – ટ્રાફિક સેન્સ નથી!
૯. ઓફિસથી બે-ત્રણ દિવસથી મોડો આવું છું – તો બધાને નવાઇ લાગે છે ![]()
૧૦. મારું મેક આટલા સમયમાં ગઇકાલે પ્રથમ વાર એમ જ બંધ થઇ ગયું! વિન્ડોઝમાં પેલી વાદળી રંગ વાળી ક્ષતિ આવે છે – તે રીતે..
કોફી વિથ કીડી
* આજે સવારે ઓફિસમાં અડધી કોફી પીધા પછી ખબર પડી કે અંદર બે-ત્રણ કીડીઓ તરે છે.
એટલે આ થયું, કોફી વિથ કીડી!
જગ્યા હોય તો આગળ જવું..
* સવારે ઘરેથી ઓફિસ આવતી વખતે એક રીક્ષાની પાછળ લખેલું વાક્ય:
જગ્યા હોય તો આગળ જવું..
ફોટો લેવાનો પ્રયત્ન કર્યો પણ, જગ્યા હોવાથી મારા રીક્ષાવાળાએ આગળ લઇ લીધી!
ં
* ગઇકાલે ઓફિસમાં બધા ચર્ચા કરતાં હતાં કે, શુધ્ધ ગુજરાતીમાં બોલવું જોઇએ વગેરે વગેરે. મસ્તી ખાતર મેં સૂચન આપ્યું કે તેનાં કરતાં એક પણ અનુસ્વારનો ઉપયોગ કર્યા વગર બોલવાનું એક દિવસ રાખવાનું.
હા, અંગ્રેજીમાં એક પણ e કે E વગરની નોવેલ તમે વાંચી છે?
અમદાવાદ બંધ
* આજે અમદાવાદ બંધનું એલાન છે. અમે પણ આજે ૫ વાગ્યે બધું કામકાજ સમેટીને ઘરે આવી ગયા. નવાઇની વાત છે કે અમદાવાદ બંધમાં તોફાન કરનારાઓ મોટાભાગે આશારામનાં ભક્તો જ નીકળ્યા!
ચોર ઉલ્ટો કોટવાળને દંડે!


