મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ગુજરાતીલેક્સિકોન

એક સમાચાર..

with 2 comments

* ર૧મીએ ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રીપોર્ટર સાથે થયેલી વાત-ચીત પરથી લિનક્સ અને ગુજરાતીલેક્સિકોનનો લેખ તમે અહીંથી વાંચી શકશો. આર્ટિકલ મુકવા માટે જીગીશભાઈનો આભાર! હા, લેખમાં થોડી-ઘણી વિગતો પર એડિટરની અસર પડી છે – જે સામાન્ય વાત છે.

પરિવર્તન

with 17 comments

* પરિવર્તન એ જ જીવન છે. જીવનમાં ફેરફારમાં જ મજા છે – અને આ મજા આજ-કાલ હું પણ લઇ રહ્યો છું. મેગ્નેટ ટેકનોલોજીસ છોડી હું હવે બીજી કંપનીમાં (અમદાવાદમાં જ) જઇ રહ્યો છું. જો કે મારે બહુ મહેનત કરવાની છે – નવી જોબમાં સેટ થવાનું, નવી ટેકનોલોજી, નવો સમય, નવાં માણસો, નવી આશાઓ (ના, આશા એ રીસેપ્નિસ્ટનું નામ નથી..)

તેમ છતાં, ગુજરાતી ટેકનોલોજી અને લોકલાઇઝેશન જોડેનો જૂનો સંબંધ ચાલુ જ રહેશે. આ બ્લોગની આવૃત્તિ કદાચ ત્રણ-ચાર મહિના માટે ઓછી થઇ જાય તો નવાઇ નહીં. પણ, પણ, બધાં શનિ-રવિ રજા (જે હું છેલ્લાં ૫ વર્ષથી ઝંખતો હતો).. હોવાથી શનિ-રવિ બ્લોગ જગત પર આક્રમણ થશે!

થેન્ક્સ, મેગ્નેટ. થેન્ક્સ ગુજરાતીલેક્સિકોન!!

કહેવતો!

with 2 comments

* ના, હું આજે કોઇ મારી પોતાની કહેવતો મૂકતો નથી!

પણ, ગુજરાતીલેક્સિકોનમાં હવે તમે નવી ગુજરાતી-અંગ્રેજી કહેવતો અને નવો વિભાગ અંગ્રેજી-ગુજરાતી કહેવતો માણી શકશો. તેને ટેસ્ટ કરો અને જો કંઇ મુશ્કેલી કે ભૂલ જણાય તો અમને ઇન્ફો એટ ગુજરાતીલેક્સિકોન.કોમ પર અચૂક ઇમેલ કરો..

ભગવદ્ગોમંડળની સીડી

with 6 comments

* આ બુધવારે દિવ્ય ભાસ્કરનાં કળશમાં નાનકડી નોંધ આવેલી કે, ભગવદ્ગોમંડળની સીડી તમને (મફત) મળશે. હવે, થયું એવું કે લોકોને ભગવદ્ગોમંડળ કરતા આ મફત શબ્દ પહેલા નજરે પડ્યો અને ગુજરાતીલેક્સિકોનની આખી ટીમે લોકોને સંભાળવા લાગી જવું પડ્યું. બે દિવસથી સીડી માટે ધસારો ચાલુ છે અને મને અત્યંત આનંદ થયો કે મારી આખી ટીમ લોકોને જે રીતે સાચવે છે – ભગવદ્ગોમંડળ અને ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટ સફળ ગણી શકાય :)

તેમ છતાં, ૨૦૦૬થી શરૂ કરીને આજે પણ ‘આ સીડી ડીવીડી પ્લેયરમાં ચાલશે?’, ‘આ તો તમારી છાપામાં એડ આવી એટલે આવ્યો, બાકી આ ભગવદ્ગોમંડળ શું છે?’ આવા ઉદ્ગારો સાંભળી મને જરા દુખ થાય એ વ્યાજબી જ છે!

સ્પેશયલ થેન્ક્સ ટુ પલક, જેણે લાંબા વેકેશન પછી પાછા આવીને એપ્લિકેશનમાં રહેલ સરસ મજાના બગને મારી નાખ્યા, અને વિધી અને શ્રુતિ જેમણે લિનક્સમાં સીડી રાઇટ કરવાનું પ્રથમ વાર શીખ્યું અને લોકોને સરસ રીતે સાચવ્યા!

ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર!

with 4 comments

* શું તમે ગુજરાતીલેક્સિકોનનું ઓનલાઇન સ્પેલચેકર જોયું? ના, જોયું હોય તો ગુજરાતીલેક્સિકોનનું નવું નજરાણું તમે જોઇ શકો છો, વાપરી શકો છો, ચકાસી શકો છો અને તમારા લખાણને આરામથી સ્પેલચેક કરી શકો છો – અને હા, કંઇ આડા-અવળું દેખાય તો ફીડબેક પણ મોકલી શકો છો!

ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર!

આ માટે પલક, પદ્મા, સુમૈયા અને પ્લગઇન માટે વિશાલભાઇ મોણપરાનો ખૂબ-ખૂબ આભાર!

ભગવદ્ગોમંડળ – પ્રેસ કોન્ફરન્સ

without comments

* તમને ખબર જ હશે કે ગુજરાતીલેક્સિકોને ભગવદ્ગોમંડળનું ડિજીટાઇઝેશન કર્યું અને સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સ ૩જી એપ્રિલનાં રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી. સમાચારપત્રોમાં પ્રગટ થયેલ સમાચારોનો અહેવાલ તમને અહીં મિડીઆરૂમમાં જોઇ શકો છો.

રતિલાલ ચંદરયા અને અશોક કરાનિયા - ભગવદ્ગોમંડળની સાઇટ રજૂ કરતાં... ગુજરાતીલેક્સિકોનની નવી અપકમિંગ સીડીનો ઇન્ટરફેસ!

પ્રેસ કોન્ફરન્સનાં વધુ ચિત્રો તમે અહીંથી જોઇ શકો છો..

થોડાં સમાચારો

with 2 comments

* ગઇકાલે  હિમાંશુ કીકાણી ને ઓફિસમાં મળવાનું થયું. મજા આવી ગઇ. હિમાંશુભાઇએ કહ્યું કે તું ખરેખર બ્લોગનો સાચો ઉપયોગ કરે છે, ત્યારે તો મારા પીંછા થોડા ફૂલી પણ ગયા!

એ સિવાય ઘણી વાતો થઇ અને તેમણે ધ સેજ નામની સરસ ડિક્શનરી બતાવી. વિનયભાઇએ ડિક્શનરીમાં ‘વાઇલ્ડ કાર્ડ’ (?,*) નો ઉપયોગ કરવાની વાત કરી હતી, તેનો અહીં સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે — અને હા, આજ સાંજ સુધી રાહ જોઇ શકો છો? ગુજરાતીલેક્સિકોનની ડિક્શનરી (ડેસ્કટોપ આવૃત્તિ) માં પણ તે થઇ શકશે – અત્યારે તે સઘન ચકાસણી હેઠળ હોવાથી બીટા તરીકે છે. સ્ક્રિનશોટ્સ તમને ગુજરાતીલેક્સિકોન બ્લોગ પર તમને જોવા મળશે!

* હિમાંશુભાઇએ કહ્યું કે ક્વાર્કએક્સપ્રેસ ૮ નામનાં DTP કાર્યક્રમમાં યુનિકોડ સપોર્ટ છે. શું કોઇની પાસે તે છે? અને હોય તો આ ચકાસી શકે છે? કારણ કે, જ્યારે અમે ડિઝાઇનનું કામ કરીએ અને યુનિકોડમાં બનેલી પ્રોડ્કટ માટે નોન-યુનિકોડ ફોન્ટ કવર પર વાપરવા પડે તે બહુ વિચિત્ર અને શરમજનક લાગે છે.

* મારી મેકની હાર્ડડિસ્કમાં માત્ર ૩૦૦ એમબી જગ્યા બચી હતી એટલે હવે શું કાઢવું તે મૂંઝવણમાં મેં કેટલાય પાયરેટેડ મુવીઝ કાઢી નાખ્યા! બાકીનો ડેટા કામનો હોવાથી DVD બર્ન કરવાનું ચાલે છે. કોઇએ Dual Layer DVD વાપરી છે? કારણકે મારા ફોટાઓ ૮ જીબી થી વધુ અને ગીત-સંગીત તો ૧૧ જીબી થઇ ગયા છે!

બધું જ GL!

with 2 comments

* ગુજરાતીલેક્સિકોન સાથે હવે એવી લગન થઇ ગઇ છે કે લગ્નની ત્રીજી વર્ષગાંઠ પર અમે જ્યારે બહાર ફરવા માટે નીકળ્યા પછી ગિફ્ટ ખરીદવા માટે ગયા. કોકીને એક પર્સ અપાવવાનું નક્કી કરેલ (એટલે કે એવી ડીમાન્ડ કરવામાં આવી હતી કે લેધરનું કાળા રંગનું પર્સ અાપજે ;) ) તો, દુકાનમાં આમ-તેમ નજર ઘુમાવતો હતો અને મારી નજર પડી એક કી-ચેઇન (ચાવી-કડી?) પર. અને તે તરત લઇ લેવામાં આવ્યું! કેવું છે તે?

જીએલ ચાવી-કડી

:)

ગુજરાતીલેક્સિકોનનું નવું સ્વરૂપ

with 2 comments

* તમે જોયું?

ના? તો જરૂર જુઓ અને તમે તમારો પ્રતિભાવ આપી શકો છો – નવાં ફીડબેક ફોર્મનો ઉપયોગ કરીને!

હા? તો તમારો ફીડબેક ક્યાં છે?

આ આવૃત્તિમાં મુખ્ય ફેરફારો – કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ફોનેટિક કી-બોર્ડ ચાલુ-બંધ કરવાની વ્યવસ્થા, આંતરિક કોડિંગની સાફ-સફાઇ, વેલિડેશન્શ ચકાસણીઓ, વિવિધ વિભાગોની RSS ફીડ્સ, સલામતી સુધારાઓ, ગુજરાતીલેક્સિકોન ટીમ અને મદદ કરનારા સૌ કોઇનો સમાવેશ અને બીજા ઘણાં નાના-મોટાં ફેરફારોનો સમાવેશ થાય છે.

આ પોસ્ટ ખરેખર વહેલાં લખાવી જોઇતી હતી, પણ આખી ટીમ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત સાહિત્ય અકાદમી ખાતે GLA (ગુજરાત લિટરસી એકેડમી) નાં કાર્યક્રમો ખાતે છેલ્લાં એક અઠવાડિયાંથી વ્યસ્ત હોવાથી – આજે મૂકી રહ્યો છું.

આવતાં ત્રણ મહિનાઓમાં અપેક્ષા રાખજો કે નવી વસ્તુઓ તમારી અપેક્ષાઓથી વધુ અને અદ્ભુત હશે!!

મીઠું કૂતરું

without comments

* મૈત્રીએ આજે એક સરસ શબ્દ શોધી આપ્યો: મીઠું કૂતરું !

ભઉઉઉઉઉઉ