મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ગુજરાત

દારૂબંધીના મોર્ડન ઉપાયો

with 2 comments

* ફ્રી કલ્ચર ઈવેન્ટમાં મને એક ભાઈ મળ્યા જે પ્રોહિબિશન.ઈન નામની સરસ મજાની વેબસાઈટ ચલાવે છે. જોવા અને વાંચવા જેવી છે, જેમને ખાસ પ્રકારનાં પીણાંનો શોખ હોય ;) હવે, આ વખતે સરકારે પોલીસને હુકમ કર્યો છે કે ૩૧મીની રાતે દારુનું એક ટીપું પણ વેચાવું (કે વેચશો) નહી. અરર, આ તો ખોટું થયું. અમદાવાદીઓની પાસે આનો ઉપાય છે. તો, હાજર છે એવા જ કેટલાંક ઉપાયો:

૧. કોઈ પણ સોડાની લારી પર જાવ. તમને બિયર, રમ કે વ્હિસ્કી જેવો સ્વાદ અને દેખાવ ધરાવતા વિવિધ શરબત કે સોડા મળશે. આખરે તો આ પાપી મન ને જ મનાવવાનું છે ને?

દા.ત. નીચેનો ફોટો ;)

(નોંધ: બિયર પીવા બેઠા હોય ત્યારે બોટલનાં લેબલમાંથી જોડણીની ભૂલો ન કાઢવી જોઈએ ;) )

૨. ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું).

૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

આજનાં ઉદ્ગારો

with one comment

.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો:

* વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી…

* ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે…

લઠ્ઠાકાંડ…

with 20 comments

* લો, કરો વાત. કોંગ્રેસ સરકારને કહે છે કે લઠ્ઠાકાંડમાં મરેલા વ્યક્તિ દીઠ ૧૦ લાખની સહાય આપો! અરે, વધુ આપો. લઠ્ઠાની પરમિશન આપો. લઠ્ઠાને વધુ લોકપ્રિય બનાવવા માટે આપણે ઘણું કરી શકીએ છીએ..

તમારા સૂચનો આપો :P

આનંદો!

with 2 comments

* આપણે બધા આનંદમાં આવી ગયા કે ગુજરાતમાંથી ત્રણ રોકડા નેતાઓની મંત્રીઓ તરીકે નિમણુક કરવામાં આવી અને બીજા બે ગુજરાતીઓ (પ્રફૂલ પટેલ અને દિનેશ ત્રિવેદી) પણ મંત્રીમંડળમાં છે. તેમ છતાં, આપણને ખબર છે કે આ બધામાંથી કોઇનુંય કંઇ સાંભળવાનું નથી. પાંચ વર્ષ આરામ કરી (અને ભૂલથી પણ ગુજરાત માટે કંઇ પણ કર્યા વગર) આ લોકો ધોયેલા મોઢે પાછા જ આવવાનાં છે.

* બીજા આનંદના સમાચાર એ કે બિહારમાં લોકોએ બે ટ્રેન અને એક સ્ટેશન સળગાવી દીધું. કોઇ કંઇ કહે તે પહેલાં લાલુએ કીધું કે આમાં અમારો કોઇ હાથ નથી! કારણ શું હતું? ટ્રેનનું સ્ટોપેજ એક સ્ટેશન પર નહોતું આપવામાં આવ્યું! ભાઇ, આ લોકોને સમજાવો કે આવું તો ગુજરાતમાં સામાન્ય છે. તમારા બિહાર કરતાં તો અમારા ગુજરાતીઓ સહનશીલ છે – અમે તો ટ્રેન સળગાવતા નથી, માત્ર સળગીએ છીએ, ખોબલે-ખોબલે મત આપીએ છીએ અને ઇન્કમટેક્સ-સેલ્સટેક્સ ભરીએ છીએ જે બિહારના વિકાસમાં વપરાય છે. વાંધો નહી, અમે તમારા માટે નવું રેલ્વે સ્ટેશન બનાવીશું! જલ્સા કરો, તમે તમારે!

ગુજરાત સ્થાપના દિવસ

with 5 comments

* પહેલી મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, મજૂર દિવસ અને રજાનો દિવસ. ૫૦મું વર્ષ બેઠું આ આપણા ગરવી ગુજરાતને. દિવ્ય ભાસ્કરની આજની ખાસ પૂર્તિ સરસ છે – ખાસ કરીને વિનોદ ભટ્ટનો ‘મમ્મી, મમ્મી, મોડર્ન બ્રેડ’ લેખ વાંચવા જેવો છે..

બધાને ખૂબ-ખૂબ અભિનંદન!

Written by Kartik Mistry

May 1, 2009 at 11:07 AM

કંઇ શોધો છો?

with 2 comments

પોર્ટલ.ગુજરાત.ગોવ.ઇન

* શું તમે ગુજરાત સરકારનાં પોર્ટલ: http://portal.gujarat.gov.in પર કંઇ શોધી રહ્યા છો?

તો, નીચે પ્રમાણેની ઘટનાઓ થઇ શકે છે:

૧. સાઇટ યુનિકોડમાં ખૂલી શકે છે:

. જો સાઇટ બરાબર ખૂલે તો, તમારા નસીબ!

. સાઇટ ખૂલે છે પણ, તમારું બ્રાઉઝર સાઇટ બરોબર દેખાડતું નથી

. તમે અલગ-અલગ યુક્તિ-પ્રયુક્તિઓ વડે સાઇટની અંદર સુધી પહોંચી શકો છો. દા.ત.  ગુજરાત ઇન્ર્ફોમેટિક્સની સાઇટ.

૨. સાઇટ ખૂલતી જ નથી.

૨. સાઇટ ખૂલી શકે છે – પણ નોન-યુનિકોડ હોવાથી ફોન્ટ ડાઉનલોડ કરવા પડે છે..

૩. સાઇટ ખૂલે છે – ફોન્ટ ડાઉનલોડ કરો છો – તો પણ દેખાતી જ નથી..

૪. વેબ-માસ્ટરને ઇમેલ કરતાં ઇમેલ બાઉન્સ થાય છે અને કોઇ (નામ દૂર કરેલ છે! કારણ) કંપની તરફ (શંકાની નહી, સાચી – અણી વાળી) સોય જાય છે..

૫. સાઇટ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાની કોઇ સાઇટ્સ પર જાય છે..

૬. જીલ્લાવાર સાઇટ્સમાં અંગ્રેજી આવૃત્તિ દેખાતી નથી જ્યારે ગુજરાતી કૃષ્ણા નામનાં ભયંકર નોન-યુનિકોડ ફોન્ટમાં બનાવેલ છે. જુઓ: #૪.

૭. કેટલાય ડિપાર્ટમેન્ટની સાઇટ્સ માઇક્રોસોફ્ટ આઇ.ઇ. ૫.૫ બ્રાઉઝર વાપરવાની સલાહ(!) આપે છે જ્યારે હોમપેજ પર ફાયરફોક્સ ૩ નો પણ ઉલ્લેખ છે!!

૫. તમે કંટાળીને પોર્ટલ બંધ કરો છો.

અસ્તુ!

વેબસાઇટમાં @ હોય?

with 17 comments

* ના હોય. પણ, ગઇકાલે મેં એક જૂનાં કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરને વેબસાઇટનાં URLમાં @ નો ઉપયોગ કરી તેને ખોલવાનો પ્રયત્ન કરતાં જોયો ત્યારે મારાથી કહ્યા વગર રહેવાયું નહી – સાથે જ આ વિચાર મનમાં ઘૂમતો હતો..

અને આજે સવારે ગુજરાત સરકારનાં પોલીસ ખાતામાં ભરતીની જાહેરાતમાં ખાતાંની વેબસાઇટ આ રીતે લખેલ હતી: www.police@gujarat.gov.in :P અહીં તેનો અત્યંત ઝાંખો ફોટો મૂકેલ છે – કારણકે મારા ડબલા જેવાં મોબાઇલ (૬૬૦૦)માં મેક્રો મોડ નથી!

@ વેબસાઇટમાં!

જય ઇન્ફોર્મેશન ટેકનોલોજી!

અમદાવાદ: ૬ મહિનાનો રીવ્યુ

without comments

* અમારે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં લોકોનાં દર ૬ મહિને રીવ્યુ થાય છે અને પછી કદાચ ઇન્ક્રિમેટ, પ્રમોશન મળે છે. તો, ચાલો આપણે મારા અમદાવાદનાં ૬ મહિના આજે પૂરા થતા હોવાથી તેનો રીવ્યુ કરીએ. ધ્યાનમાં રાખજો કે રીવ્યુ હંમેશા નેગેટિવ વિચાર મગજમાં રાખીને કરાતો હોવાથી (સોફ્ટેવર ઇન્ડસ્ટ્રીનો™) અહીં પણ તેનાં છાંટા ઉડ્યા છે. ગમે તેમ હોય પણ અમદાવાદ મને ગમે છે – તે પણ છે :)

* લોકો:

રેટિંગ: ૩/૫

પહેલો સગો તે પડોશી. બીજુ દુ:ખ તે લબાડ પડોશી. વગેરે વગેરે કહેવતો આપણે સાંભળી હશે. એકંદરે લોકોનો અનુભવ મારી નજીકમાં મને સારો છે. પડોશીઓ સારા મળ્યા છે, અહીંના મિત્રો-સંબંધીઓ-સહકાર્યકરો પણ વ્યવસ્થિત છે. પણ, પણ — એકંદરે હું અમદાવાદનાં લોકોનો એટિટ્યુડ લગભગ નેગેટિવ ગણુ છું. ટ્રાફિક સેન્સ હોય કે પબ્લિકમાં વાત કરવાની સેન્સ હોય કે ક્યાંક લાઇનમાં ઉભા રહેવાની વાત હોય – છી છી, અમદાવાદીઓ અહીં માર ખાઇ જાય છે. હોર્ન મારવામાં કે ઓવરટેક કરવામાં તો નેશનલ એવોર્ડ મળી શકે તેમ છે!

* સ્વાદ:

રેટિંગ: ૩/૫

નામ મોટા, દર્શન ખોટા. ઓનેસ્ટની પાઉંભાજી (કે ભાજીપાઉં), વિજયનાં વડાપાઉં કે બીજી ઘણા જાણીતી અને માનીતી સ્વાદિષ્ટ વસ્તુઓમાં સરવાળે કંઇ ભલીવાર નથી. અને વળી, સેન્ડવીચમાં તો કંઇ સેવ નંખાતી હશે?

જો કે સ્વાતિ, અગાશે, પીઝાહટ વગેરે વગેર જ્ગ્યાઓને કારણે મને અમદાવાદમાં બહાર જમવાનું ગમે છે :) હા, જૈન આમલેટ પણ સરસ મળે છે..

* મનોરંજન:

રેટિંગ: ૪/૫

અહીં રેટિંગ સરસ છે. નાઇટ લાઇફ, પબ વગેરે (ઓહ, બેંગ્લોર, મુંબઇ!!) ન હોવા છતાં (હવે, બાલ-બચ્ચાં વાળાંને અત્યારે તો કંઇ જરૂર નથી) મજા છે. સીજી રોડ કે પછી હિમાલય મોલ — આપણી ફેવરિટ જગ્યા! ફરવા માટે ઘણી સરસ જગ્યાઓ છે. ઔડા એ જ્યાં-ત્યાં બગીચાઓ બનાવ્યા છે, અને સરસ મજાનું ડ્રાઇવ-ઇન થિએટર છે – તે બદલ આભાર! આ રેટિંગ ૪ જ આપવાનું કારણ નીચે છે.

* વાહન-વ્યવહાર (પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક વગેરે):

રેટિંગ: ૨/૫

સોરી. અહીં વધુ ધ્યાન આપવાની જરૂર છે. BRTS એ કદાચ નવી આશા ઉભી કરે છે, પણ કદાચ અમદાવાદની રચના જ એ પ્રકારની છે કે આનાંથી વધુ સરળ રસ્તો થઇ ન શકે. લોકોમાં ટ્રાફિક સેન્સ શૂન્ય હોવાથી આ મુશ્કેલી વધુ વકરી ગઇ છે. AMTS નાં ડ્રાઇવરો અને દારૂ પીને ચલાવતા યુવાનો, જે રીતે લોકોને કચડે છે – વસ્તીવધારો અંકુશમાં રાખવાનો એક સારો ઉપાય છે! હા, પુને સિવાય અમદાવાદ જેટલી ખરાબ હાલત વાળી (પાન-મસાલા, કચરો વગેરે) બસ દેખી નથી. હા, જ્યારે AMTS મળી જાય છે ત્યારે મજા આવી જાય છે – કારણ કે, ટીકીટ વગરનાં માણસોની દાદાગીરી જોવાની મજા અલગ છે.

* મોંઘવારી:

રેટિંગ: ૩/૫

અમદાવાદ સસ્તું છે. કોણે કહ્યું? કઇ વસ્તુ સસ્તી છે? જરા યાદી આપો તો..

* સારાંશ:

કુલ રેટિંગ: ૩/૫

અત્યારે તો મને સ્પર્શતા જ મુદ્દાઓની ચર્ચા કરી છે. પછી, શિક્ષણ, સ્વાસ્થય સુવિધા વગેરે વગેરેનું રેટિંગ જ્યારે તેની જરૂર પડશે ત્યારે!

અને હા, બદલોઅમદાવાદ.કોમ સારી શરૂઆત છે. તમારા વિચારો આપવા વિનંતી!

૪ દિવસનો પ્લાન

with 2 comments

* ચાર દિવસ વેસા અને પાલનપુર ખાતે.

* દુર્ભાગ્યે મારો કેમેરો ખરા સમયે કામ કરતો બંધ થઇ ગયો. બિચારો. ગઇ કાલે ઓફિસમાંથી અનાથાશ્રમમાં ગયા હતા ત્યાં સુધી ચાલતો હતો – અને પછી તે પોતે જ અનાથ થઇ ગયો! ;)

આવજો. અને બધાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. જો કદાચ મારું ટાટા ઇન્ડિકોમ યુએસબી ગામમાં ચાલી જાય તો, વેસાનાં કૂતરાંઓ, તળાવ અને ખેતરો વિશે વિગતે લખીશ..

ભેંસ, છાસ અને માખણ…

with 2 comments

* ઉર્વિશભાઇએ લખ્યું કે, ભેંસ ભાગોળે, છાસ છાગોળે.

લો, હવે, ભેંસ આવી ગઇ, છાસ આવે છે અને ઘરમાં ધમાધમ છે. ભલું હશે તો, માખણ પણ મળશે.

Written by Kartik Mistry

October 8, 2008 at 8:29 AM