મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ચંદ્રકાંત બક્ષી

ક્રોસવર્ડ અને ગુજરાતી પુસ્તકો

with 4 comments

* મને એ ખબર નથી પડતી કે ક્રોસવર્ડનાં ગુજરાતી વિભાગમાં સૌથી વધુ ભીડ માત્ર રસોઇ કળાનાં ખાનાં બાજુ જ કેમ જોવા મળે છે?

આજનું પુસ્તક: પ્રિય નીકી – ચંદ્રકાંત બક્ષી

બક્ષીબાબુની ડીવીડી!

with 5 comments

* આખરે કુનાલ (ધામી) એ મને બક્ષીબાબુની ડીવીડીનો સેટ મોકલાવ્યો!

જ્યારે મેં કુનાલને પૂછ્યું કે દોસ્ત, બદલામાં શું આપું? તો આ યારબાદશાહે તેના લિનક્સ વિશેના સવાલો મને ફ્રીમાં પૂછવા દેવાની સંમતિ માંગી. અને, તમને ખબર છે કે આ વસ્તુ તો મને મનગમતી છે!!

આભાર, કુનાલ!

અસ્મિતા ગુજરાતની…

with 5 comments

બક્ષીબાબુની સ્ટાઇલમાં…

અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે. એક અંગૂઠાછાપ અને બીજા કોન્વેંટિયા. બંને ગુજરાતી શીખી રહ્યા છે. હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે. મને ગુજરાતી બોલતા આવડતું નથી, મને ગુજરાતી વાંચતા આવડતું નથી, મને ગુજરાતી લખતા આવડતું નથી. આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી, પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે, જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે “આઈ કેંટ સ્પીક ગુજરાતી” ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકનોની જેમ “સ્પેંક” કરવાનું મન થઈ જાય છે.

ડિજીટલ બક્ષીબાબુ..

with one comment

* બક્ષીબાબુને કોણ ન ઓળખે? પણ, હવે નવાં જમાનાંની રાહે, બક્ષીબાબુનું જીવન ડીવીડી પર ડિજીટલ સાહિત્યમાં સમાવવાનો એક પ્રયાસ રાજકોટનાં શ્રી ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા થાય છે. તેમાં બક્ષીબાબુનું જીવન એક ડીવીડી પર લઇ લેવામાં આવ્યું છે અને તેનું વિમોચન આવતા શનિવારે એટલે કે ૨૬મી એપ્રિલે, સાંજે ૬ થી ૮ દરમિયાન રાષ્ટ્રિયશાળા, રાજકોટ ખાતે છે. વધુ માહિતી માટે શ્રી હરનેશભાઇ સોલંકીનો સંપર્ક કરવો. તેમનાં સંપર્કની વિગતો, અહીં અકિલાનાં લેખમાં નીચે આપેલ છે.

આ માહિતી બદલ બક્ષીબાબુનાં ઓરકુટ ગ્રુપનો આભાર!!

શરાબની બોટલનાં લેબલનો નશો

without comments

* ઘણાં વ્યક્તિઓને (એટલે કે અહીં અમુક ગુજરાતી સાહિત્યકારો માટે શબ્દ વપરાયો છે.. ;) ) શરાબની બોટલનું લેબલ વાંચીને નશો ચડી જાય છે — ચંદ્રકાંત બક્ષીનું એક લોકપ્રિય વાક્ય. પણ, હું તો બીયરનો શોખીન છું એટલે બચી જાઉં છું (અને ખાસ તો સાહિત્યકાર નથી)..

Written by Kartik Mistry

April 16, 2008 at 9:38 PM

વિરાટ… પુસ્તકમેળો…

with 4 comments

* પરમ દિવસે મને ખબર પડી (મીનાબેને કહ્યું અને દિવ્ય-ભાસ્કરમાં પણ સમાચાર અને જાહેરાત આવેલી..) કે કાંદિવલીમાં વિરાટ પુસ્તકમેળાનું આયોજન એન.એમ.ઠક્કર એન્ડ કંપનીએ કરેલું છે. પીઝાહટની પાસે હોવાથી જગ્યા મળી ગઇ અને પીઝા પણ ખાવાનું મન થયુ હોવાથી હું અને કોકી અને અતુલ (કોકીનો ભાઇ) કવિનને ઘરે મુકીને પીઝા+બુકફેર માટે ગયા. પીઝા ખાવામાં તો વાર ન થઇ પણ બિલ લાવતા ૧૫ મિનિટ થઇ ગઇ અને ‘કવિન જાગી ગયો છે’ તેવા સમાચાર આવ્યા એટલે માત્ર હું જ પુસ્તક મેળામાં ગયો. ૫ દુકાનોની અંદર છુટા-છવાયા પુસ્તકો ત્રણ સાઇડમાં ગોઠવેલા હતા. કંઇ ખાસ મજા ન આવી, પણ ચાર પુસ્તકો લીધા.

૧. ઇગો – ચંદ્રકાંત બક્ષી – સરસ પુસ્તક. એક તરફ બક્ષીજીનાં ફોટા અને બીજી તરફ અવતરણો..
૨. અતીતવન – ચંદ્રકાંત બક્ષી – ઇતિહાસને જાણવા, સમજવા માટે જરુરી..
૩. કિમીયાગર
૪. તમે અને તમારુ નિરોગી બાળક – ખાસ કોકી માટે :)

ઇન્ડિક બ્લોગર એવોર્ડ

with 6 comments

* માઇક્રોસોફ્ટની ભાષાઇન્ડિયા.કોમ સાઇટે ‘ઇન્ડિક બ્લોગર એવોર્ડ‘ ની ઘોષણા કરી છે. ફેબ્રુઆરી પહેલાં જેમણે બ્લોગ લખવાની શરૂઆત કરી હોય તેમને પોતાનુ નોમીનેશન કરવુ જોઇએ. હું ઇચ્છું છું કે કોઇ ગ્જરાતી બ્લોગ આ એવોર્ડ જીતે!

* કાન્તિ ભટ્ટે પોતાની ‘ઇસ્ટાઇલ’ માં સ્વર્ગસ્થ બક્ષીને શ્રધ્ધાંજલિ આપી છે. તેમને આ લેખ શું ખાઇ અથવા પીને લખ્યો તે સમજાતું નથી.

* ભારત આજે ઇંગલેન્ડ સામે જીતી ગયું. મેચ જોવા તો ન મળી, પણ સ્કોર જોઇને મજા આવી…

આજનો દિવસ..

with 4 comments

# હમમમ, આજથી મેં મારો ગુજરાતી બ્લોગ ચાલુ કર્યો છે….

(ગુજરાતી ફિલ્મોનુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક)

પણ, આજનો દિવસ ખરાબ સમાચાર સાથે શરુ થયો.

મારા પ્રિય ગુજરાતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી!

મારી પાસે સમાચારની કોઇ લિંક નથી. ખાલી એક આ ફોટો છે,
જે કદાચ બહુ જુનો છે. ચંદ્રકાંત બક્ષીને ના ઓળખતા હોય, એવુ કોણ હશે?
એ કદાચ એક જ એવા લેખક હશે, જે શેઠિયાઓનાં પગનાં તળિયા દબાવ્યા વગર ખુમારીથી જીવ્યા!

પાલનપુર (મારું વતન) માં તેમનું ઘર ખોડા લીમડાની જોડે બક્ષીવાસમાં છે, હું જ્યારે પણ તે રસ્તે નિકળું છું, મારી નજર એ તરફ જ વળી જાય છે..

તેમની બુક્સ વાંચવાની મજા પણ અનેરી છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે, ત્યાં સુધી રહેશે..

# મારા મુખ્ય બ્લોગ માં મેં થોડું લખ્યું છે, મોટાભાગે તે આનું અંગ્રેજી જ છે…