મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ટીવી

જાહેરાતો વચ્ચે સીરીઅલ..

with 13 comments

* જો તમે જોતા હોવ તો વાંધો નહીં પણ,

૧. કોમ્પલાન પીવા વાળા છોકરાંઓ બીજા છોકરાઓ કરતાં બે ગણાં વધે છે. એમ? એમાં બતાવે છે કે એક છોકરાની ઊંચાઇ ૪ ફીટ ૩ સેમી થઇ, કોમ્પલાન પીવા વાળાની થઇ ૪ ફીટ ૬ સેમી. આ બે ગણું કહેવાય? મારા જેવાં ગણિત-દુશ્મન માણસને પણ આટલી વાત ખબર પડે.

૨. અમુક જાહેરાતો સળંગ બે-ત્રણ વખત આવે (એક જમાનામાં વતન સાબુની જાહેરાત આ માટે કુખ્યાત હતી!).

૩. દર બે જાહેરાતમાં એક ટોયલેટ ક્લીનરની હોય. અમુક તો વળી ટોયલેટની અંદરનાં સીન પણ બતાવે!

૪. ૧, ૨ કે પ રૂપિયા ઓછા કરે એમાં ભારી છૂટ કહી બૂમો પાડે..

આજનાં ઉદ્ગારો

with one comment

.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો:

* વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી…

* ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે…

આ (ગયા અને તેના પહેલાંના) અઠવાડિયાની ફિલમો..

without comments

* ઘણાં સમયથી મુવી જોવાનો સમય મળતો નથી. છતાં પણ, રાત્રે જાગીને પેન્ડિંગ રહેલ ચલચિત્રો જોઈ લીધા. યાદીમાં થોડા સમય પહેલાં જોયેલ મુવીનો પણ સમાવેશ કરુ છું.

૧. આમિર (૨૦૦૮) – એકદમ સરસ મુવી. સ્ટાર પ્લસ પર જોયું. હવે હું તેની ડીવીડી વસાવી લઇશ. મુંબઇનાં મુસ્લિમ વિસ્તારો દર્શાવતુ અને એક માણસની કિસ્મત તે પોતે બદલે છે કે બીજું કોઇ – તેનું સરસ ચિત્રણ કરતું મુવી. આજે જ જોયું અને આ માટે બપોરનું જમવાનું પણ મોડુ બન્યું! અદ્ભૂત અભિનય!!

૨. શોર્ટકર્ટ ટુ હેપ્પીનેસ – ટીવી પર – સરસ મુવી. મને આમ પણ ડેવિલ અને ડેનિઅલ વેબસ્ટર વાર્તા બહુ ગમેલી એટલે થોડો પૂર્વગ્રહ હોઈ શકે.

૩. ક્રેશ (૨૦૦૪) – ઓસ્કાર વિનર મુવી. જુદી-જુદી ઘટનાઓનો સંબંધ અંતે કેવી રીતે સંબંધિત હોય છે. આરામથી જોવાય તો જ ગમે તેવું મુવી.

૪. ધ યુઝયલ સસ્પેક્ટ (૧૯૯૪) – ક્યારનુંય બાકી રહેલ, પણ થેન્ક્સ ટુ બિન્દાસ મુવી ચેનલ!

૫. ધ હિચહાઇકર્સ ગાઇડ ટુ ધ ગેલેક્સી (૨૦૦૫) – ડગ્લાસ આડ્મસની ક્લાસિક સાયન્સ ફિક્શન કોમેડી મુવી. નોવેલ વાચ્યા પછી મુવી જોવાની મજા અલગ હોય છે!! ફરીથી, થેન્ક્સ, બિન્દાસ મુવી અને મસ્ત હિન્દી ડાયલોગ ભાષાંતર ;)

આજના તારણો

without comments

૧. ટીવી ચાલુ હોય ત્યારે પુસ્તક વાચવુ હોય તો ચશ્મા પહેર્યા વગર વાચવાનું ચાલુ રાખવું. ટીવી તરફ નજર જશે તો પણ કંઇ દેખાશે નહીં!

૨. કવિન ઘરે હોય (અને જાગતો હોય) તો પણ વાચી શકાય છે..

૩. કવિનની યાદશક્તિ જોરદાર છે – તેની સામે એવું કંઇ કહેવું કે કરવું નહી જેથી પાછળથી પસ્તાવો થાય!

૪. પુસ્તક બીજી વખત વાચો ત્યારે કંઇક નવું જ જાણવા મળે છે.

૫. કવિન હવે ખોટું-ખોટું રોતા શીખી ગયો છે!

૬. કવિન મોટો થઇને ૧૦૦% એન્જિનિયર અથવા કારીગર અથવા આર્ટીસ્ટ બનશે!

તારક મહેતાનાં મેક્સ ચશ્મા?

with 7 comments

* અમે થોડા દિવસથી (એટલે કે જ્યારથી ટીવી લાવ્યા ત્યારથી) ‘તારક મહેતાનાં ઉલ્ટાહ ચશ્માહ’ (હા, ચશ્માહ – અંગ્રેજીમાં આ પ્રમાણે લખાય છે) જોઇએ છે. આજે મને તારક મહેતાને ખુલ્લમં ખુલ્લા મેક્સ ન્યૂયોર્ક લાઇફ વીમાની વાત કરતા જોઇ સીરીયલોનું અને ખાસ કરીને તારક મહેતાનાં નામ જોડે જોડાયેલ સીરીઅલનોનું કોમર્શિઅલાઇઝન થયેલ જોઇ બહુ જ નવાઇ લાગી!!

બે દિવસમાં નવું શું?

with 11 comments

* કવિનની નવી મસ્તી: મારા ઘરે આવેલ નાનકડી આશ્કાને બટકું ભર્યું! કદાચ તેને દાઢમાં સળવળાટ વધી ગયો લાગે છે.

અને મારી એક દાઢ સડી ગઇ હોય તેમ લાગે છે. બે દિવસ બહુ જ આઇસક્રીમ, કોલ્ડડ્રિંક્સ (સાદું, આપણાં વાળું નહી!), મિઠાઇ વગેરેનું પરિણામ? હવે, તો ડેન્ટિસ્ટ પાસે જવું જ પડશે..

* વર્ષોની જૂની ઇચ્છા-અમારું નવું ચમકતું ટી.વી. વિથ કેબલ અને સાસ-બહુ સીરિઅલ્સ!

અમારું ટીવી અને સહયોગી ઉપકરણો...

* ૨૫મીએ મુંબઇ જવાનું ગોઠવાયું છે. થોડું નાનકડું વેકેશન છે. અત્યારથી આનંદિત છીએ!!

એવી ખાતરી ખરી?

with 6 comments

આજનાં દિવ્ય-ભાચ્સકર (હા, દિવ્ય-ભાસ્કર માં કચ્છ, કરછ લખાય છે) માં જયેશ અધ્યારુનો સરસ નાનકડો લેખ એવી ખાતરી ખરી? આવ્યો છે. તેનાં પરથી મારી આવૃત્તિ લખું છું.

૧૯૮૩ થી ૧૯૯૨ સુધીનો સમય જુદો જ હતો. આજુ-બાજુ ક્યાંય ટીવી નહોતું અને ટીવી પર માત્ર ભૂરી ભેંસ અને સમાચાર, ચિત્રહાર જેવી વસ્તુઓ જ આવતી હતી. સાયકલ માત્ર ૧ રુપિયામાં ૧ કલાક (મોટી સાયકલ ૧ કલાક, એકદમ ટબુ સાયકલ આખો દિવસ) ભાડા પર મળતી હતી. ૫ પૈસામાં બરફ ગોળો મળતો હતો – ૫, ૧૦, ૨૦, ૨૫ પૈસા જોવા અને વાપરવા મળતા હતા. છોકરા-છોકરીઓ પપ્પા-મમ્મીનુ કહ્યું માનતા હતા. ટેલિફોન પી.પી. નંબર પર જ હતો. રીક્ષામાં ક્યાંય જવું એ મોટી વાત ગણાતી હતી. છેક હાઇ-વે સુધી સાયકલ પર જવું એ બહાદુરી ગણાતી હતી. નવી સાયકલ વડે છોકરીઓને ઇમ્પ્રેસ કરવામાં આવતી હતી. સ્કૂલમાં નવું-નવું કોમ્પ્યુટર ૩૨ કેબી અને ૬૪૦ કેબી સંગ્રહ ક્ષમતા ધરાવતું હતું (હા, હાર્ડ-ડિસ્ક એટલે શું?). ટેકનોલોજીનાં સમાચાર માત્ર ગુજરાત સમાચાર અને સ્કોપ વડે મળતા હતા (સ્કોપનાં જૂનાં અંકો વડે – મારા મામા તરફથી જ્ઞાન-વારસામાં મળેલાં). સ્કૂલમાં ૧ થી ૪ સુધી કોઇ યુનિફોર્મ નહોતો, એટલે સાતતાળી રમવા માટે હું ઘણીવાર ચંપલ કે બૂટ પહેર્યા વગર સ્કૂલે જતો હતો. ઘરે આવીને દફતરે ફેંકીને સીધા બહાર રમવા જવાતું હતું. બંધ ઘરોમાં દિવાળીમાં સૂતળી-બોંબ ફોડી શકાતા હતા. રાવણ બનાવી શકાતો હતો (હજી પણ મારા ઘરની આજુ-બાજુ છોકરાઓ બનાવે છે, તે વાત અલગ છે..). તોફાનો ક્યારે બંધ થશે તેની મોટી-મોટી ચર્ચાઓ કરી શકાતી હતી. પરિક્ષાઓ તોફાનોને કારણે મોડી પડતી હતી અને અમને એમ કે પરીક્ષા લેવાશે નહી એ ભ્રમમાં આખું તોફાન-વેકેશન રખડી ખવાતી હતું. સ્કૂલનાં ટીચર્સને ઘરે જમવા કે ગપ્પાં મારવા ટ્યુશન સિવાય પણ બોલાવી શકાતા હતા. વીસીઆર અને વીસીપી પર જ ફિલ્મો જોઇ શકાતી હતી (ભાડા પર લાવીને). દરેક છોકરાનો આદર્શ બ્રુશ-લી હતો. ટીવી પર પ્રસારણ ન આવતું હોય ત્યારે રંગીન કે બ્લેક-એન-વ્હાઇટ પટ્ટાઓ જોવા મળતા હતા. કિલે કા રહ્સ્ય નામની સીરીયલથી બહુ ડર લાગતી હતી. હી-મેન સિવાય બીજા કોઇ કાર્ટૂન વિશે વિચાર આવતો નહોતો. પપ્પાનાં સ્કૂટરનો નંબર આવતાં દિવસો નીકળ્યા હતા. સન્ની નવું-નવું આવ્યું ત્યારે આખા શહેરમાં નવાઇની વાત બની હતી…

હા, બોમ્બ-બ્લાસ્ટ ૧૯૯૩માં સંભળાયા હતા… પણ ખાતરી નહોતી કે સમાચાર સાચા છે.

આપણે શું કરવું જોઇએ?

with one comment

* પહેલાં તો ઇડિયટ બોક્સ પર બકબક કરતી ન્યૂઝ ચેનલોની રીપોર્ટરોને બે લાફાઓ મારીને ચૂપ કરી દેવી જોઇએ.

* તમારું ઘર ભાડે આપવાનું છે? પોલીસ કમિશ્નરનું જાહેરનામાં મુજબ ભાડૂઆતની નોંધણી કરાવવી જોઇએ (મારા મકાનમાલિકને મેં કહી દીધું છે!)

* હા, ચૂંટણી આવે છે અને તમને હવે ખબર જ છે કે કોને વોટ આપવો જોઇએ અને કોને ન આપવો જોઇએ. નામર્દોની સરકાર અને મૂંગા મોઢાનાં પ્રધાનમંત્રી તમારે જોઇએ છે? ૨૦૦૮માં ૧૧ ત્રાસવાદી હુમલાઓ થયા છે. વધુ જોવા છે?

* બેબાકળા બનવા કરતાં થોડીક શાંતિ રાખી દરરોજ મુજબનું જીવન જીવવું જોઇએ (મને ખબર છે કે આ શક્ય નથી, છતાં પણ..). ત્રાસવાદીઓને એ જ જોઇએ કે ભારતનાં લોકોની સ્વતંત્રતા જોખમાય. સ્વતંત્રતા – મુક્ત રીતે ફરવાની, ગમે ત્યાં ચેકિંગ વગર જવાની અને જ્યાં-ત્યાં સિક્યોરીટી ગાર્ડ્સનો ભેટો ન કરવાની.

કોકીનો બ્લોગ, ખરીદી અને ટીવી

with 3 comments

* હમમ. છેવટે, કોકીએ બ્લોગ બનાવવાની હા પાડી. એટલે તરત જ એક નવો બ્લોગ બની ગયો.

* કવિનનાં શિયાળાનાં કપડાં લેવા માટે આર-૩ મોલમાં ગયા. એક દુકાનમાં ઘૂસીને ચાર મસ્ત કપડાં લીધા (નોંધ: કવિને પહેલી વખત હાહાકાર ન મચાવ્યો અને મજાક કરી) પછી ખબર પડી કે દુકાનમાં ડેબિટ કાર્ડથી ખરીદી કરવાની સુવિધા નથી :( એટલે હવે તે આજે હોમ ડિલીવરી કરશે!

* મેક્સનો સ્ટોર સરસ છે. આવતી વખતે તેમાંથી જ ખરીદી કરીશ.

* પછી, સોનીનાં શો-રૂમમાં ટીવી જોવા ગયાં. હજી, અમે LCD લેવું કે CRT લેવું તેનાં પર અટકી ગયા છીએ. LCD સારું લાગે, પણ હજી એટલું બજેટ પહોંચ્યું નથી..

હમમ.. ચોકલેટ..

with one comment

* છેવટે, એડ જ્યારે બંધ થઇ ત્યારે હું ડાર્ક ટેમ્પટેશન એક્સ ડીઓ સ્પ્રે લાવ્યો ;) પણ હજી કંઇ નીચેની એડ જેવી અસર મળી નથી..