મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘ડેબિયન

બેંગ્લુરૂમાં..

with one comment

* આવતા સોમવારથી શનિવાર બેંગ્લુરૂમાં ફોસ.ઈન માટે જવાનું છે. કોઈ બ્લોગર મિત્ર જો ત્યાં હોય તો મને ઈમેલ કે આ પોસ્ટ પર કોમેન્ટ કરી શકે છે. નવનીતને તો મળવાનું નક્કી જ છે. હું ત્યાં ડેબિયન (સ્વાભાવિક રીતે) પર એક વર્કઆઉટ અને BOF માં પસંદ થયો છું.

ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી

with 16 comments

* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.

અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.

શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત)  પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.

અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.

આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.

જીગીશભાઈનો રીપોર્ટ

ફોટાઓ

પાંચ વર્ષ

with one comment

* અમારી એન્ગેજમેન્ટ ઉર્ફે સગાઇના પાંચ વર્ષ પૂરા થયા. પણ, બન્ને કે અત્યારે ગણેશ ઉત્સવ મનાવવા માટે મુંબઇ ગયા છે, તો એકલો-એકલો હોટલમાં જઇશ. ભરપૂર ખાઇશ (જોકે અત્યારે પેટમાં ઠીક લાગતું નથી એ વાત અલગ છે..) અને રાત્રે આરામથી ડેબિયનનું કંઇક કામ કરીશ. ગઇસાલ તો અમે સ્વાતિમાં ગયેલા.

આજે ઓપનમેપ.ઇન્ફો વાળા જયેશભાઇને મળ્યો. એક જોરદાર પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે – તે વિશે ફરી ક્યારેક વિગતે જણાવીશ.

ડેબિયન લેન્ની

with 2 comments

* ડેબિયને આપી વેલેન્ટાઇન ગિફ્ટ – નવી આવૃત્તિ લેન્ની!!! લેન્ની એ ટોયસ્ટોરી મુવીમાં એક દૂરબીનનું નામ છે અને કહેવાની જરૂર છે કે બધી જ ડેબિયનની આવૃત્તિઓ તેના પરથી જ કોડનામ ધરાવે છે.

ડેબિયન ૫.૦ લેન્ની

તો આ પ્રસંગે નાનકડો કવિન શું કરે છે?

કવિન અને લેન્ની

;)

પ્રજાસત્તાક દિન

with 7 comments

* આજે ૨૬મી જાન્યુઆરી. રિપબ્લિક ડે ઉર્ફે પ્રજાસત્તાક દિન. ભૂકંપનાં ૮ વર્ષ.

આજે શું કર્યું?

- નીચે રહેતાં કૂકૂનાં પાંચ બચ્ચાઓને પાર્લે બિસ્કિટ ખવડાવ્યા. કવિનને કહ્યું કે કૂકૂને ખવડાવ તો તેણે પોતે જ ખાઇ લીધા!!

- હોસ્ટેલમાં સાથે રહેતા એક મિત્રને ફોન કર્યો. આનંદની વાત છે કે અમારો ફરી સંપર્ક બ્લોગ વડે થયો!

- ડેબિયન લેન્ની રીલીઝ નોટ્સ પર કામ કર્યું.

- ગઝિનીની ઓરિજિનલ મુવી – મેમેન્ટો (૨૦૦૦) જોઇ. ભાઇ, ગઝિનીતો હજીય સારું હતું. મેમેન્ટો સરસ છે, પણ તમે જોતાં-જોતાં ખાલી પીપી કરવા પણ ઉભા થયાં તો આખી મુવીનો ટ્રેક ચૂકી જશો!

- ચાર વાગવા આવ્યા છે – its ચા time, folks!!

હમમ. અને પ્રજાસત્તાક દિન એટલે શું??

હેપ્પી ન્યૂ યર ૨૦૦૯

with 5 comments

* ૨૦૦૯ નું નવું વર્ષ બધાને ખૂબ-ખૂબ સારું જાય તેવી શુભેચ્છાઓ! તો નવા વર્ષમાં હું શું કરીશ?

- મારી હજારો ઇચ્છાઓની યાદી છે – તેમાંથી ૯૦% પૂરી કરવી. જૂની ઇચ્છાઓની યાદી તેમ જ રાખવી.

- કવિન અને ઘરે વધુ સમય આપવો.

- ડેબિયનનું વધુ કાર્ય કરવું (ઉપરની ઇચ્છા અને આ બન્ને વિરોધાભાસી છે!)

- સરાઇનો પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો.

- ઓછામાં ઓછી પાંચ FOSS કોન્ફરન્સની મુલાકાત લેવી (એક ભારતની બહાર!).

- પાંચ કે વધુ હેકિંગ કરવા – તેમાંથી એક હાર્ડવેર હેકિંગ!

- નિયમિત બ્લોગ લખવો.

- ઓફિસ સમયસર જવું.

બસ હવે! છેલ્લી ઇચ્છા – સંતોષી જીવ બનવું :P

૩૦ માં પ્રવેશ..

with 12 comments

* આજે.

પણ, સાલું લાગતું નથી કે જીવનનાં આટલાં બધા વર્ષો પસાર થઇ ગયા! આજે કંઇ ખાસ પ્લાન નથી. ઘરે સાફ-સફાઇ કરાવવાની છે, હજી થોડું રંગકામ બાકી છે. સાંજે કદાચ ક્યાંક બહાર રખડવા જઇશ.

એકલા-એકલા બર્થ ડે પસાર કરવો ભારે હોય છે..

હા, રાત્રે એકાદ RC Bug ફિક્સ કરવાની ઇચ્છા છે.

આખરે!

with 10 comments

* આખરે, હું બન્યો ડેબિયન ડેવલોપર! હજી, ઓફિસિયલ જાહેરાત (ડેબિયન-ન્યૂમેન્ટેનર મેઇલિંગ લિસ્ટ પર) નથી થઇ, પણ કાર્તિક@ડેબિયન.ઓર્ગ ચાલે છે. સપ્ટેબર ૨૦૦૬માં મેં પ્રથમ પેકેજ અપલોડ કર્યું (પેકેજ: ayttm, સ્પોન્સરર: ક્રિસ હૉલ) પછી આ પ્રવાસ બહુ લાંબો ચાલ્યો (ડેબિયનમાં કહેવત છે, ધીરજનાં સફરજન મીઠાં). વચ્ચે-વચ્ચે એવો પણ સમય આવી ગયો જ્યાં મેં આ પ્રવાસ પડતો મૂકવાનો વિચાર કરી લીધો હતો. વિન્ડોઝમાં કામ કરવુ પડે અને અત્યારે મેક જોડે માથાકૂટ! પણ, આવી અડચણો વચ્ચે ડેબિયનનો પ્રેમ રહ્યો અડીખમ!

આભાર: કોકી, જલધર વ્યાસ (ગુજરાતી ડેબિયન ડેવલોપર અને મારા એડવોકેટ), મોહંમદ એડ્રેને ટ્રોજેટ્રે (મારા એપ્લિકેશન મેનેજર), ગનાર વુલ્ફ, એલેકઝાન્ડર સ્કેમેલ, ડેનિયલ બાઉમેન, જુલિયન ડેન્જાઉ, ક્રિસ્ટીઅન પેરિઅર, ટોર્સટન વર્નર, ક્રિસ્ટોફ મ્યોન, જોએર્ગ જાસ્પેર્ટ, પીટર પાલ્ફ્રેડર (ડેબિયન એકાઉન્ટ મેનેજર્સ) અને બીજાં ઘણાં બધાં સ્પોન્સરર્સ, માર્ટિન ક્રાફ્ટ (ડેબિયન સિસ્ટમ બુક) અને બધા મિત્રો (*.*) જેમણે મને અહીં સુધીનો સાથ આપ્યો.

હવે શું? ઘણું કામ બાકી છે, પ્રથમ આ ધોળિયા મેક પર ડેબિયન ઇન્સ્ટોલ કરવાનું છે!!

સંદર્ભ:

૧. દુનિયાભરનાં ડેવલોપર્સનો નકશો: http://www.debian.org/devel/developers.loc

૨. ડેબિયન LDTP ડેટાબેઝ: http://db.debian.org

ગુજરાતીમાં પાસવર્ડ?

with 4 comments

બેંગ્લુરૂ નિરિક્ષણ ભાગ – ૨

with 3 comments

* કન્નડ પ્રત્યેની આટલી બધી લાગણી હોવા છતાં, બેંગ્લુરૂમાં મોટાભાગનાં રસ્તા કે વિસ્તારનાં નામ બ્રિટિશ જમાનાનાં છે. દા.ત. કબન પાર્ક, ફ્રેઝર ટાઉન, મર્ફી ટાઉન, મેયો હોલ, રેસિડેન્સી રોડ, રીચમંડ રોડ (જ્યાં મારી ઓફિસ છે). નવાઇની વાત છે ને?

* અહીં એકંદરે પાણીનો ત્રાસ છે. કારણકે, મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ અને જ્યાં-ત્યાં ચાલતું બાંધકામ બહુ પાણી ખાઇ જાય છે, વધુમાં બેંગ્લુરૂ થોડું ઉંચાઇ પર છે.

* શનિવારે અહીંની એક જાણીતી કોલેજ (RVCE) માં મારુ નાનું એવું ‘લેક્ચર’ ડેબિયન લિનક્સ પર હતું. ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ બન્ને તરફથી સારો આધાર મળ્યો. અને હવે, પછી આખા દિવસની વર્કશોપની યોજના છે. કોલેજમાંથી મેં ફેકલ્ટી (રેનુકાપ્રસાદ)ની મદદ લઇ ૧૦ જેટલાં ગુજરાતી વિદ્યાર્થીઓ શોધી કાઢ્યા છે. જોઇએ હવે તેમાંથી કેટલાં કાર્યરત થઇ શકે છે.