Posts Tagged ‘દિવ્ય ભાસ્કર’
તિલક હોળી?
* દિવ્ય ભાસ્કરે ‘તિલક હોળી’ નામનું અભિયાન શરુ કર્યું છે. તે સંદર્ભે મને કોઇએ પૂછ્યું કે શું તમે તિલક હોળી મનાવશો? મેં કહ્યું, હા. હોળી તો તિલકથી મનાવીશું પણ તેની કસર ધુળેટીમાં કાઢીશું!
મનાવો હોળી તિલકથી અને ધૂળેટી ધૂમધામથી!
કવિનને આજે પિચકારી અપાવી પણ તેને બરોબર પકડતાં ન આવડતું હોવાથી તે પોતે જ પલળી ગયો!
પ્રણવનાં સંશોધનો!

* મારા કઝિન પ્રણવ મિસ્ત્રીની સિદ્ધીઓનું વર્ણન તીર્થલભાઇએ દિવ્ય ભાસ્કરમાં સરસ રીતે આપેલ છે. તેનો લેખ તમે અહીંથી વાંચી કરી શકો છો. (તમને મૂળ PDF કેવી રીતે ડાઉનલોડ કરવાની તે ખબર ન હોય તો મારો આ હેક આર્ટિકલ વાંચો.)
કોન્ગ્રેચ્યુલેશન્સ પ્રણવ! હા, તે માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલ છે
તે વાત અલગ છે!!
(સાભાર: દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ પાનું ૧)
અપડેટ: પ્રણવ અને તેની સહયોગી પેટ્ટી મેશનો TED વિડીઓ તમે અહીં જોઇ, ડાઉનલોડ શકો. TED એટલે કે વિશ્વભરનાં સંશોધકો, ચિંતકો અને કંઇક નવું અને જુદું કરવા વાળા વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થઇને પોતાની વાત રજૂ કરવા માટેનું મંચ. TEDમાં સાંભળવા જવા માટેની ફી લગભગ ૧ લાખ જેટલી હોય છે!!
અપડેટ: તમે હવે TED.com ના વિડીઓ વર્ડપ્રેસમાં ઉમેરી શકો છો, તો જુઓ વિડીઓ નીચે!
જર્મન તેલ
* દિવ્ય ભાસ્કરમાં દરરોજ ૫% જગ્યા રોકતું આ જર્મન તેલ છે શું?
ઇન્ટરનેટ પર ક.. ખ.. ગ..
* હિમાંશુભાઇનો સરસ અન-એડિટેડ આર્ટિકલ વાંચો: ઇન્ટરનેટ પર ક.. ખ.. ગ.. અહીંથી જ વાંચવો સારો, કારણ કે દિવ્ય-ભાસ્કરનું એડિટીંગ જાણીતું છે
દિવ્યભાસ્કર: ઇન્ડિયા ટીવીના રસ્તે?
* હવે તો હદ થઇ. રાહુલ શું કરે છે કે ખાય છે તે સમાચારને હેડલાઇન બનાવવા તે તો સમજી શકાય કે ગાંધીકુંટુંબ-ભક્તિનો ભાવ છે. પણ ઓરકુટને મજાકની જગ્યાએ ગંભીરતાથી લઇ હેડલાઇન બનાવવા માટે હું હવે દિવ્યભાસ્કર અને ઇન્ડિયા ટીવીને સરખાં ગણી શકું છું. સવાર બગાડવાની સજા શું આપી શકાય? કદાચ નીચે પ્રમાણેની…
તમને દિવ્યભાસ્કરનું ઇપેપર વાંચવાની ઇચ્છા થતી હશે, પણ તેમાં લોગીન, રજીસ્ટ્રેશન જેવી મહેનત કરવી પડે છે. લોગીન કર્યા વગર હાઇ ક્વોલિટી પીડીએફ પાનાંઓ ડાઉનલોડ કરવા છે? તો વાંચો નીચેનાં પગથિયાંઓ:
૧. http://epaper.divyabhaskar.co.in પર જાવ:

૨. તમારા બ્રાઉઝરમાં પાનાંનો સ્ત્રોત જુઓ. દાત. ફાયરફોક્સમાં View–>Page Source અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં View–>Source મેનુ વિકલ્પ. પછી તેમાં .PDF અથવા .pdf નામની શોધ કરો. (શોર્ટકટ કી: ctrl+f) જુઓ નીચેનું ચિત્ર:
૩. તમને આ પ્રમાણેની લીટી જોવા મળશે: epaperpdf\\24092008\\23cit-pg1-0.pdf
૪. હવે બ્રાઉઝરમાં આ પ્રમાણેની લિંક લખો, http://epaper.divyabhaskar.co.in/epaperpdf\\24092008\\23cit-pg1-0.pdf
એટલે કે http://epaper.divyabhaskar.co.in/ ની પાછળ જે પાનું જોઇતું હોય તેની લિંક મુકો. આ રીતે દરેક પાનાંમાં કરી તમે PDF ડાઉનલોક કરી શકો છો.
મજા કરો, અને દિવ્યભાસ્કર જરા સમજા કરો..
દિવ્ય ભાસ્કર, વાંચો ફીડ રીડર વડે…
* તમને થતું હશે કે દિવ્ય ભાસ્કર કે અન્ય કોઇ ગુજરાતી દૈનિકોની વેબસાઇટ્સ RSS Feed ની સુવિધા કેમ નથી આપતી? ભલે ને ના આપે. જવા દો. પણ, આપણી પાસે તેનો પણ રસ્તો છે.
અહીં ક્લિક કરો અને કરો સબસ્ક્રાઇબ તમારા ગમતાં ફીડ રીડરમાં..
આ લિંક મળી મસ્ત સાઇટ, dapper.net પરથી, મનીષભાઇ દ્વારા. જે વેબસાઇટ્સ પરથી વિવિધ માહિતીઓ શોધીને તમારે જોઇતાં બંધારણમાં ઢાળીને આપે છે.
શું સમજવું?
* ભલે આપણને સારા ટકા નહોતા આવ્યા, પણ મને મારી શાળા (શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર) અને જીલ્લા (બનાશકાંઠા)નું 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાણવા હંમેશા આતુરતા રહે છે (ભલે ને કોઇ સંબંઘીઓ ના હોય). પણ, દિવ્યભાસ્કરમાં ઉપરનું પાનું જોયા પછી મને લાગ્યું કે મુખ્ય પાનાં પર કંઇક વધારે નજર રાખવાની જરૂર છે
મધર્સ ડે
* ઓહ, ભૂલી ગયો અને છેક સાંજે યાદ આવ્યું કે આજે મધર્સ ડે એટલે કે મા દિવસ છે. ભારતમાં તો આવો કોઇ તહેવાર નથી, વેલેન્ટાઇન ડેની જેમ આ પણ આયાતી દિવસ છે — પણ તેમાં ખોટું શું છે? મમ્મીને ફોન કર્યો અને વાતો કરી. મજા આવી
દિવ્યભાસ્કરમાં મધર્સ ડે પર સરસ લેખો આવેલ છે.
અને આ બાજુ, કવિને તેની મમ્મીને બચકું ભરી મધર્સ ડેની ઉજવણી કરી!
લ્યો ત્યારે..
* નવાઇનાં સમાચાર. દિવ્ય-ભાસ્કર આજ-કાલ હવે મસાલા, પેજ થ્રી છાપું થતું જાય છે..
ફાયરફોક્સ લેખ

* દિવ્ય ભાસ્કરમાં થોડા દિવસ પહેલાં ફાયરફોક્સ પરનો સરસ લેખ આવ્યો. આનંદની વાત એ થઇ કે લેખ બહુ સારી રીતે રીસર્ચ કરીને લખાયેલો હતો પણ દુ:ખની વાત એ થઇ કે ફાયરફોક્સ ક્યાંથી ડાઉનલોડ કરવું તે આપેલ નથી. મેં વેબસાઇટ પર જઇને ફીડબેક આપ્યું છે. હવે, જોઇએ છીએ તે દેખાય છે કે નહી.
અને વધુમાં, દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે એમ પ્રિન્ટ અને વેબ આવૃત્તિ પરથી લાગે છે!
હા, તમે મોઝિલા.કોમ પરથી ફાયરફોક્સ ડાઉનલોડ કરી શકો છો!!




