Posts Tagged ‘ફાયરફોક્સ’
ફ્રી કલ્ચર રોડ શૉ – અમદાવાદ
* ગઈકાલે સેપ્ટ, અમદાવાદ ખાતે ફ્રી કલ્ચર રોડ શૉનું આયોજન થયું હતું. અમેરિકાથી આવેલા એલિઝાબેથ, ડીન અને બેન – આ ત્રણેય જણાં આખા ભારતમાં ફ્રી કલ્ચર વિશેની જાણકારી અને સમજણ વધે તે માટે ફરી રહ્યા છે. એમના અને ફ્રી કલ્ચર વિશે વધુ જાણવા માટે આ પાનું વાંચો.
હું ત્યાં પહોંચ્યો ત્યારે સમય મને સેપ્ટનાં દરવાજા આગળ મળ્યો. ૪ વાગે તો અમે પહોંચી ગયા અને પછી ખબર પડી કે કાર્યક્રમ ૫ વાગે છે અને ઓડિટોરિયમની જ્ગ્યાએ આગળની લોનમાં રાખેલ છે. અમે ગયા ત્યારે સ્પીકર પર રોક સંગીત વાગતું હતું અને લાઈટ્સ વગેરેની ગોઠવણ થતી હતી.
એટલે અમારું કામ લોનમાં બેસવાનું હતું. તે પહેલા રુતુલ જોષી જે સેપ્ટમાં પ્રોફેસર છે અને મારો સ્કૂલ સિનિયર પણ છે. તેમની સાથે ઘણી વાતો કરી. પાંચેક વાગ્યાની આસપાસ સામ્યક બરોડાથી આવી પહોંચ્યો અને અમારા વચ્ચે સારી એવી ચર્ચા થઈ જે અત્યારે રહસ્ય હોવાથી અહીં મૂકી શકાય તેમ નથી. સામ્યક, ખરું ને?
થોડા સમય પછી ફ્રી કલ્ચર રોડ શૉની શરૂઆત થઈ. પ્રો. શંકર જેઓએ આ શૉ સેપ્ટમાં કરવાની જવાબદારી લીધી – તેઓએ પરિચય સાથે શરૂઆત કરી.
પછી, એલિઝાબેથે પોતાના પરિચય અને લો સ્કૂલમાં લોયર બનવાની જગ્યાએ એ કઈ રીતે ફ્રી કલ્ચર મુવમેન્ટમાં જોડાઈ અને ફ્રી કલ્ચર વિશેનું સરસ પ્રેઝન્ટેશન આપ્યુ.
તેના પછી બેન અને ડીને ફ્રીકલ્ચર.ઓર્ગ અને ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ વિશે સરસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ બન્ને સાઈટ્સની કડીઓ નીચે આપેલ છે. આ પછી મેં પાંચ મિનિટમાં યુનિકોડથી વેબસાઈટ જગત એટલે કે ઈન્ટરનેટ કઈ રીતે બદલાઈ રહ્યું છે તેના વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું. અને તે તમે મારા ગીટહબ ટોક પાનાં પરથી લઈ શકો છો. પછી, બધા જોડે સરસ મજાની વાતોમાં ઘણો સમય ગયો. ફોટો-સેશન વગેરે થયું. મારી પાસે માત્ર મોબાઈલ હોવાથી જ્યાં સુધી અજવાળું હતું ત્યાં સુધી ફોટા લેવાયા!
રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઓફિસ પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ બાકી પડ્યું હતું
સરળતાથી કોપી-પેસ્ટ કઈ રીતે કરશો?
… એકદમ સરળ છે.
* કંટ્રોલ-a દબાવો, કંટ્રોલ-c વડે કોપી કરો અને કંટ્રોલ-v વડે પેસ્ટ કરો.
* ના, થાય તો, માઉસ વડે સિલેક્ટ કરો. અને રાઇટ ક્લિક કરી કોપી-પેસ્ટ કરો.
* મેકમાં કંટ્રોલની જગ્યાએ કમાન્ડ કી નો ઉપયોગ કરો.
* મારા ફેવરિટ એડિટર Vimમાં કોપી (Control+Shift+c) અને પેસ્ટ (Control+Shift+v) કરો.
* રાઇટ ક્લિક કરવાની ના પાડે છે? જો ફાયરફોક્સ વાપરતા હોવ તો, Edit–>Preferences–>Content માં જઇને Enable JavaScript નું ચેકબોક્સ અનચેક કરો. પણ, પાછું ચેક કરવાનું ભૂલતા નહીં, નહીંતર ઘણી વેબસાઇટો ખૂલશે જ નહીં કે યોગ્ય રીતે કામ નહીં કરે. દા.ત. વર્ડપ્રેસ.કોમ

* વેબડેવલોપર કે ફાયરબગ જેવા ટુલ્સ તમે વધુ છેડછાડ કરવા વાપરી શકો છો.
* નોંધ: આ પેસ્ટ માટે મને કંઇ પૂર્વગ્રહ લાગે છે. દરેક વખતે કંટ્રોલ-p જ લખાઇ જાય છે
ફરક!
* થોડા સમય પહેલા મને કોઇએ ઇન્ડિયાપ્લાઝાનું ગિફ્ટ વાઉચર મોકલ્યું (ખબર નહીં, પણ કોઇ દયાળુ આત્માએ કે પછી ઇન્ડિયાપ્લાઝા વાળાઓએ..). મેં પપ્પા માટે ફાધર્સ ડે માટે પેન ડ્ાઇવ અને એક ટેબલ ક્લોકનો ઓર્ડર આપ્યો. ટેબલ ક્લોક તો અઠવાડિયામાં આવી ગઇ પણ પેન ડ્રાઇવ ન આવી. ફાધર્સ ડે આવીને ગયો પણ કોઇ સમાચાર નહીં! પછી તપાસ કરીતો ખબર પડી કે પેન ડ્રાઇવ આઉટ-ઓફ-સ્ટોક છે. મેં કહ્યું કંઇ વાંધો નહીં, બીજી કોઇ મોકલો. તેમનો ફોન આવ્યો કે અમે તમને બીજી પેન ડ્રાઇવ મોકલીએ છીએ. મે કહ્યું કંઇ વાંધો નહીં, મોકલો ભાઇ. થોડા દિવસ સુધી કોઇ સમાચાર નહીં. પાછી ફરિયાદ કરી તો ખબર પડી કે બીજી પેન ડ્રાઇવ પણ આઉટ-ઓફ-સ્ટોક છે! મેં કહ્યું કે ચાલો, ઓર્ડર કેન્સલ કરો યાર! એના કરતાં તો બજારમાંથી પેન ડ્રાઇવ લઇને કુરિયર કરી હોત તો સારું હોત!
જ્યારે આ બાજુ મોઝિલા ફાયરફોક્સ ૩.૫ની પાર્ટી માટે મારું બોક્સ પાંચ દિવસમાં પહોંચી જશે. સાથે મને કુરિયર ક્યાં પહોંચ્યું તેની સંપૂર્ણ વિગત દર્શાવતો ટ્રેકિંગ નંબર પણ આપવામાં આવ્યો છે. થેન્ક્સ યુપીએસ!
ફાયરફોક્સ ૩.૫!

* હા, તમે હવે એટલે કે આજથી ફાયરફોક્સ ૩.૫ મેળવી શકશો! તો, શું ખાસ વાત છે આ ફાયરફોક્સ ૩.૫માં?
૧. તમે હવે બંધ કરેલ ટેબ કે વિન્ડોને Undo કરી શકો છો.
૨. પ્રાઇવેટ બ્રાઉઝિંગ – એટલે કે તમે મુલાકાત લીધેલ વેબસાઇટ્સની હિસ્ટરી, કૅશ, કુકીસ વગેરેની નોંધ નહીં લેવાય.
૩. ૭૦ કરતા વધુ ભાષાઓમાં પ્રાપ્ત (ગુજરાતી તો ખરું જ! હવે મેક માટે પણ ગુજરાતી આવૃત્તિ મળી શકશે).
૪. HTML5, વધુ સારી ઝડપ ધરાવતું જાવાસ્ક્રિપ્ટ એન્જિન અને ઘણા બધા આંતરિક સુધારાઓ!
અત્યારે જ ડાઉનલોડ કરો!
જુઓ: સ્પ્રેડફાયરફોક્સ.કોમ, ફાયરફોક્સ ફેસબુક પાનું અને પ્રકાશન નોંધો.
ખાસ નોંધ: જો તમે IE (ઇન્ટરનેટ એક્સપ્લોરર) વાપરતાં હોવ તો, તમે ફાયરફોક્સ વાપરવા માટે આ પાનાંની મુલાકાત લો.
ટ્વીટર ટ્વીટર..
* એટલે કે ચટર પટર, ઇન્ટરનેટના રસ્તે.. ટ્વીટર હવે ઓવરહાઇપ બની ગયું હોય તેમ લાગે છે. ઘણાં બધા મેગેઝિન્સ, વેબસાઇટ્સ, બ્લોગ્સ અને દરેક વેબ ૨.૦ સ્ટાર્ટઅપ કે સાઇટ્સ ટ્વીટર વગર જીવી શકે તેમ નથી. વચ્ચે વળી એમ પણ સંભળાતુ હતું કે ગુગલ ટ્વીટરને ખરીદી રહ્યું છે. ખેર, મારા ઘણાં પરિચિતો પણ બ્લોગ છોડીને તેમનાં અપડેટ્સ કે કંઇ જણાવવું હોય તો ટ્વીટરનો જ ઉપયોગ કરે છે. ઘણાં તો વળી ટ્વીટરનો ઉપયોગ IM (ઇન્સટન્ટ મેસેન્જર) તરીકે પણ કરે છે.
મારા મેકનાં મેસેન્જર Adium માં હવે ટ્વીટર આવી ગયું હોવાથી એક જ મેસેન્જરથી હું – ટ્વીટર, આઇઆરસી, યાહુ, ગુગલ (બે એકાઉન્ટ!), ફેસબુક અને સ્કાઇપનો (પ્લગ-ઇન તરીકે, જોડે સ્કાઇપ ચાલુ હોવું જરૂરી છે) ઉપયોગ કરી શકુ છું. લિનક્સ માટે Ubiquity વાપરું છું.
શું તમે ટ્વીટર પર છો, તો મને @kartikmistry પર ફોલો કરી શકો છો!
કંઇ શોધો છો?

* શું તમે ગુજરાત સરકારનાં પોર્ટલ: http://portal.gujarat.gov.in પર કંઇ શોધી રહ્યા છો?
તો, નીચે પ્રમાણેની ઘટનાઓ થઇ શકે છે:
૧. સાઇટ યુનિકોડમાં ખૂલી શકે છે:
અ. જો સાઇટ બરાબર ખૂલે તો, તમારા નસીબ!
બ. સાઇટ ખૂલે છે પણ, તમારું બ્રાઉઝર સાઇટ બરોબર દેખાડતું નથી
ક. તમે અલગ-અલગ યુક્તિ-પ્રયુક્તિઓ વડે સાઇટની અંદર સુધી પહોંચી શકો છો. દા.ત. ગુજરાત ઇન્ર્ફોમેટિક્સની સાઇટ.
૨. સાઇટ ખૂલતી જ નથી.
૨. સાઇટ ખૂલી શકે છે – પણ નોન-યુનિકોડ હોવાથી ફોન્ટ ડાઉનલોડ કરવા પડે છે..
૩. સાઇટ ખૂલે છે – ફોન્ટ ડાઉનલોડ કરો છો – તો પણ દેખાતી જ નથી..
૪. વેબ-માસ્ટરને ઇમેલ કરતાં ઇમેલ બાઉન્સ થાય છે અને કોઇ (નામ દૂર કરેલ છે! કારણ) કંપની તરફ (શંકાની નહી, સાચી – અણી વાળી) સોય જાય છે..
૫. સાઇટ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાની કોઇ સાઇટ્સ પર જાય છે..
૬. જીલ્લાવાર સાઇટ્સમાં અંગ્રેજી આવૃત્તિ દેખાતી નથી જ્યારે ગુજરાતી કૃષ્ણા નામનાં ભયંકર નોન-યુનિકોડ ફોન્ટમાં બનાવેલ છે. જુઓ: #૪.
૭. કેટલાય ડિપાર્ટમેન્ટની સાઇટ્સ માઇક્રોસોફ્ટ આઇ.ઇ. ૫.૫ બ્રાઉઝર વાપરવાની સલાહ(!) આપે છે જ્યારે હોમપેજ પર ફાયરફોક્સ ૩ નો પણ ઉલ્લેખ છે!!
૫. તમે કંટાળીને પોર્ટલ બંધ કરો છો.
અસ્તુ!
મારા કોમ્પ્યુટરમાં પ્રાણીઓ!

* મારી મેકબુકનાં ડોક પર આટલા બધાં પ્રાણીઓ? હા, આ બધા કોઇને કોઇ પ્રોજેક્ટનાં આઇકન્સ (ચિહ્નો, લોગો..) છે. પહેલું ફાયરફોક્સ (કહેવાની જરૂર છે કે તે શું છે?), બીજું એપલ મેલ (ઇમેલ સોફ્ટવેર) (થોડા સમય પછી હું થન્ડરબર્ડ પર જવાનો છું – તેનો લોગો પર પક્ષીનો છે!), ત્રીજું ઓપનસોર્સ મેસેન્ડર એડિયમ, ચોથું મેક માટે ઓપનસોર્સ FTP ક્લાયન્ટ સાયબરડક, પાંચમું ઓપનસોર્સ મ્યુઝીક પ્લેયર સોંગબર્ડ. છઠ્ઠું ઓપનઓફિસ, સાતમું ઓપનસોર્સ ઇમેજ એડિટર જીમ્પ…
ટૂંકમાં, મારું કોમ્પ્યુટર હવે પ્રાણી-સંગ્રહાલય બનતું જાય છે અને હવે તો મને એક વાંદરાનો બહુ જ ડર લાગે છે!!
આ સિવાય બીજા કોઇ પ્રાણી-પક્ષીનાં ચિહ્નો કોઇ સોફ્ટવેર પ્રોજેક્ટમાં મળે તો જણાવશો!
ફાયરફોક્સ ક્રેશ દિવસ
ફીસીંગથી બચવાનાં સરળ ઉપાયો
ફીસીંગ બહુ સામાન્ય વસ્તુ થતી જાય છે, એટલે નીચે થોડાં સરળ ઉપાયો આપેલ છે:
૧. જોયા સમજ્યા વગર જ્યાં-ત્યાં ક્લિક-ક્લિક ન કરો.
૨. કોઇ પણ બેન્ક-કંપની તમારો પાસવર્ડ ફોન કે ઇમેલ પર માંગતી નથી.
૩. સોશિયલ નેટવર્કિંગનો ભોગ ન બનો અને તમારી એડ્રેસ બુક મફતમાં વેચી ન દો. ખાસ કરીને ટ્વિટર, લિન્કડઇન જેવી સાઇટ્સ તમારા ઇમેલ-પાસવર્ડ એડ્રેસ બુકનો ઉપયોગ કરવા માંગે છે – અને તમારી જાણ વગર બધાંને ઇમેલ જાય છે (આ ફીસીંગ નથી, પણ બહુ જ સ્ટુપિડ વેબ ૨.૦ ખ્યાલ છે).
૪. કોઇ મફતમાં કંઇ ક્યારેય આપતું નથી – મિલિયન ડોલર્સ તો નહી જ!
૫. ફાયરફોક્સ વાપરતાં હોવ તો, એડ્રેસ બાર પર ડાબી બાજુ ક્લિક કરો:
અને તમે સાઇટની સલામતી વિશે વધુ માહિતી More Information.. માંથી ચકાસી શકો છો:
ધ્યાન રાખજો!
ફાયરફોક્સ વાપરો છો?
* શું તમે ફાયરફોક્સ બ્રાઉઝર વાપરો છો? તમને તે ગમે છે/નથી ગમતું? ગંદુ લાગે છે? સારું લાગે છે?
તો તમારો ફીડબેક અહીં સર્વે પર આપી શકો છો.









