Posts Tagged ‘ફિલમ’
ભોજનનો આનંદ
* પોસ્ટનું ટાઈટલ વાંચી ભોળવાવું નહીં. હું ક્યાંય હોટલ કે રેસ્ટોરાંમાં જમી આવીને થયેલ આનંદ વિશે વાત નથી કરતો. આ વાત છે ‘ભોજનનો આનંદ’ (લેખક: અંજલિ મંગળદાસ) નામનાં રસોઈ પુસ્તકની. ગઈકાલે કવિનની સ્કૂલની ફાઈલ માટે પેપર પંચ કરવાનું યંત્ર લેવા ગયો ત્યારે અચાનક આ નજરે ચડી ગયું. અને, મને થયું કે ચાલો કોકીને કંઈ ગિફ્ટ-બિફ્ટ આપીએ અને એનો લાંબા ગાળે ફાયદો મને પણ થશે એમ વિચાર્યું. જોડે બે મુવીસ – સેવિંગ પ્રાઈવેટ રાયન અને કિસ ધ ગર્લ્સ (નામ વિચિત્ર છે, પણ મોર્ગન ફ્રીમેન હોવાથી મારાથી રહેવાયું નહીં..) લીધા.
તો પુસ્તકમાં શું છે? સરસ બોક્સમાં ૫ નાનકડી પુસ્તિકાઓમાં ૫ પ્રકારની વિવિધ ૨૧ વસ્તુઓ બનાવવાની રીત છે. સ્ટાર્ટર, કચુંબર, રાયતાં, ચટણી અને અથાણાં. એમાંથી આપણને સ્ટાર્ટર અને સલાડમાં વધારે રસ છે. ૧૪૫ રુપિયા બરોબર કહેવાય.
મજાની વાત છે કે પુસ્તક પર આપેલ વેબસાઈટ સરનામું, www.houseofmg.com/cookbook ખૂલતું નથી! હા, હાઉસ ઓફ એમજીની સાઈટ ખૂલે છે અને ઠીક-ઠીક છે..
ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ: એક વધુ રીવ્યુ
* મને ખબર છે કે દિવ્ય ભાસ્કર કંઈ આ ફિલમનો રીવ્યુ લખવાનું નથી. પણ, જોયું કે, હરસુખભાઈએ અને ટર્મિનેટરે પહેલા જ લખી નાખ્યો છે – છતાં પણ, લાલચ રોકી શકતો નથી! થયું એવું કે ઈશિતા અને હું ગુરૂવારે મળ્યા અને નક્કી કર્યું કે ચાલો મુવી જોવા જઈએ. કવિન અને ટોરેન્ટીનો આ બન્ને ડેડલી કોમ્બિનેશનને કારણે મેં કોકીને વધુ આગ્રહ ન કર્યો અને તેણે પણ બપોરની ઊંઘ વધુ પસંદ કરી. શનિવારે બપોરે હું ટીકીટ લેવા ગયો ત્યારે, ટીકીટ આપવા વાળે ટીકીટ આપતી વખતે ઉચ્ચારમાં જે લોચા કર્યા તે પરથી લાગ્યું કે મુવી જોવા વાળા ૨૦થી વધુ લોકો નહીં હોય
ઈશિતા અને નિતેશ મને ત્યાં મળ્યા.

ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ જો તમને ઈતિહાસ – વિશ્વ યુધ્ધ ૨ અને તેને લગતી ઘટનાઓનો ખ્યાલ હોય તો જોવાની વધુ મજા આવે. અને, થેન્ક્સ ટુ, સફારી મેગેઝિન – મને આ મુવીના આજુ-બાજુ બનતી ઘટનાઓ વિશે જાણકારી હતી – તે ઈશિતા અને નિતેશને સમજાવવામાં મદદરુપ થઈ! મુવીની શરૂઆત જ્યુ હન્ટર તરીકે ઓળખાતા કર્નલ હાન્સ લન્ડાની મુલાકાત ફ્રાન્સમાં એક કુંટુંબ સાથે થાય છે. એ વખતના અભિનયથી જ હાન્સ આપણા પર ઊંડો પ્રભાવ છોડી દે છે. શોસાના ભાગી જવામાં સફળ થાય છે અને થોડા વર્ષ પછી એક થિયેટર ચલાવતી હોય છે. આ બાજુ અમેરિકન જ્યુસ લોકોનો એક સમૂહ નાઝીઓનો ખાતમો બોલાવવા મેદાને પડે છે. શોસાના અને તેનો નિગ્રો નોકર બન્ને મળીને થિયેટરમાં નાઝી ગુણગાન ગાતી એક ફિલ્મનાં પ્રિમિયર વખતે ભેગા થયેલા હિટલર, ગોબેલ્સ, બોરમાન અને બીજા ટોચનાં અફસરોને ઉડાવી દેવાનો પ્લાન બનાવે છે. બાસ્ટર્ડ્સ લોકોનો પ્લાન એવો જ હોય છે – પણ, હાન્સ વચમાં આવે છે અને તે બાસ્ટર્ડ્સ જોડે સોદો કરીને કંઈક અલગ વિચારે છે. છતાં પણ, જે થવાનું હોય છે તે થાય છે. શું થાય છે – તે માટે જો મુવી હજી પણ ચાલી રહ્યું હોય તો – જોઈ લેવું!
વેક અપ સીડ
* રવિવારે અમે હિંમત કરીને બપોરનાં શોમાં મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા માટે ગયા. નક્કી જ હતું કે વેક અપ સીડ જોવું. ટીકીટ મળી ૨.૪૫ની. અમે પહોંચી ગયા – ૧ વાગે. ત્યાં સુધી હિમાલય મોલમાં ટાઈમ પાસ કર્યો. કવિને છીછી કરીને તેમાં પોતાનો ફાળો આપ્યો. મુવી ચાલુ થયું – અને તરત જ કવિન સુઈ ગયો. સરસ. અને જ્યારે ઉઠ્યો ત્યારે મુવી પૂરું થઈ જવા આવ્યું હતું! થેન્ક્સ કવિન!!
(ચિત્ર સોર્સ: વીકીપિડીઆ આર્ટિકલ)
મુંબઈનું મુવી હતું એટલે કોકીને વધુ ગમ્યું. મને સીડની ટી-શર્ટનું કલેક્શન વધારે ગમ્યું. નિકોન DSLR પણ ગમ્યો અને એ એપલનું લેપટોપ વાપરતો હતો – એ પણ ગમ્યું. આયેશાનાં ફ્લેટનું ઈન્ટિરિઅર અને મુંબઈ મીટની ઓફિસ પણ ગમી.
હા, તો મુવી શરૂ થાય છે – કોલેજનાં છેલ્લા દિવસ થી. સીડ એ સામાન્ય કોલેજ યુવાન જેવો જ છે. જેને ખબર નથી કે આગળ શું કરવું (એટલે કે મારા જેવો..). તેનાં પપ્પા (અનુપમ ખેર) તેને ઓફિસ આવવાનું કહે છે – પણ એક અઠવાડિયામાં તે કંટાળી જાય છે. આ સમયમાં તેને મુંબઈમાં નવી આવેલી આયેશા મળી જાય છે અને બન્ને દોસ્ત બને છે. આ વખતનાં ડાયલોગ મસ્ત છે. સીડને તેનાં પપ્પા જોડે બબાલ થાય છે અને તે આયેશાનાં ઘરે રહેવા જતો રહે છે. થોડા દિવસમાં આયેશા પણ કંટાળી જાય છે કે આ શું. આ તો માથે પડ્યો. એટલે સીડ પણ તેની ઓફિસમાં નોકરી માટે જાય છે. નોકરી મળે છે – એની હોબી મુજબની જ – ફોટોગ્રાફી કરવાની. સરસ. પછી, સીડનો પહેલો પગાર આવે છે ત્યારે તે તેના પપ્પાને મળે છે અને એની ગલતીઓનો અહેસાસ થાય છે. પણ, તે જવાનો છે તે આયેશાને ગમતું નથી. છેવટે, મેગેઝિનમાં તેની કોલમ દ્વારા સીડને ખબર પડે છે આયેશા તેને પ્રેમ કરે છે. તે વરસાદમાં પલળતી આયેશાને મળવા દોડી જાય છે. બુચ બુચ. આયેશા, આઈ લવ યુ. બુચ બુચ.
ફિલ્મમાં એક પણ કિસીંગ, ન્યૂડ કે ગોલીબારનો સીન નથી. જોવા જેવું છે. એટ લિસ્ટ એક વાર તો ખરું જ. હા, ગીત-સંગીત પણ સારા છે..
આ અઠવાડિયાની ફિલમો
* આજે સફારી લેવા ક્રોસવર્ડ ગયો તો સફારી તો ન મળ્યું પણ,
૧. ભવની ભવાઈ
૨. an inconvenient truth (હિન્દી)
મળી ગયા. ભવની ભવાઈ હું ક્યારેયનોય શોધી રહ્યો હતો. અને ૨ મને પોસાય તેવી વીસીડીમાં (અને હિન્દીમાં) મળે તેની રાહ જોઈ રહ્યો હતો. એટલે, આ અઠવાડિયાનાં લિસ્ટમાં ઉપરોક્તનો સમાવેશ કરી શકાય. આ સિવાય,
૩. સ્ટાર ટ્રેક
૪. આંખલડી તરસે પિયુની વાટમાં.. (ગુજરાતી, ઓફ કોર્સ).
આ સિવાય googletechtalks પરથી ટેકનિકલ ડોક્યુમેન્ટરી વગેરેમાં જ સમય પસાર થયો.
ફિલમ: ડિસ્ટ્રીક્ટ ૯

(ચિત્ર: વિકિપીડીઆ પાનાં પરથી)
* ડિસ્ટ્રીક્ટ ૯ મુવી અત્યારે પાયરેટેડ ડાઉનલોડમાં નંબર ૧ છે. તો મેં પણ તે ડાઉનલોડ કર્યું
પણ, સારા મુવી તો થિએટરમાં જ જોવા જોઈએ એ સિધ્ધાંતના ન્યાયે હું આજે બિગ સિનેમા, હિમાલય મોલમાં તે જોવા માટે ગયો. હા, એકલો – કારણ કે કોકી અને કવિનને સાયન્સ ફિક્શનમાં કોઈ રસ નહોતો અને ફિલ્મને એ સર્ટિફિકેટ મળેલ હતું (કદાચ, હિંસા, સંવાદો વગેરેને કારણે..). એકલા જતાં મને કંઇક વિચિત્ર આભાસ થતો હતો. છતાં, તેને પડતો મુકીને બપોરે કવિન સુઈ ગયો ત્યારે નીકળ્યો. મુવીની સ્ટોરી કંઈક અલગ જ છે. એલિયન્સ અહીં માણસનાં દુશ્મન નથી. માણસ એલિયન ગ્રહ પર જતો નથી – પણ, એલિયન્સ અહીં આવે છે. સ્ટોરી તમને IMDB અને વિકિપીડીઆ પરથી સરસ રીતે વાચવા મળી જશે એટલે અહીં લખવાનો અને મુવી સ્પોઈલર બનવાનો આપણને શોખ નથી. પીટર જેક્શનનું મુવી (લોર્ડ ઓફ ધ રીંગ્સ ફેમ) એટલે કંઈ કહેવું ન પડે. જો કે, એલિયન્સ અને સાયન્સ ફિક્શનનો શોખ ન હોય તો જોવા ન જવું. એક મજાની વાત એ છે કે એલિયન્સની ભાષાનાં સંવાદો સબટાઇટલ તરીકે આવે છે
ફિલમ: આગે સે રાઇટ
* આજે બપોરે કવિન ઊંઘતો હતો અને મમ્મી ઘરે આવેલી હતી તેનો ફાયદો ઉઠાવીને અમે (હું અને કોકી – જો કે સ્પષ્ટતા ના કરવાની હોય, છતાં પણ..) કોઇક મુવી જોવા ગયા. ટીકીટ મળી, `આગે સે રાઇટ` નામનાં એક હિન્દી મુવીની. ખોવાયેલી ગન પર અને પ્રેમમાં પડતાં ત્રાસવાદીની કોમેડી ઠીક-ઠીક છે. રાઘવ શેટ્ટીની કોમેડી અને બોમ્બૈયા ભાષામાં મજા આવી ગઇ. થિએટરમાં માંડ ૨૦-૩૦ જણાં હશે. આમ પણ, મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા ગયા પછી ક્વોલિટી જોવાની ના હોય – વાતાવરણનો આનંદ માણવાનો જ હોય. ઇન્ટમિશનમાં સમોસા ખાધા અને બીજી થોડી ખરીદી કરી ઘરે પાછા આવ્યા. કવિન આજ-કાલ બહુ જીદ કરે છે, કારણ કે તેની જીદ મોટાભાગે બા દ્વારા પૂરી થાય છે
અપડેટ: એક વાક્ય લખવાનું રહી ગયેલું. થેન્ક્સ મૃગેશ!
આ (ગયા અને તેના પહેલાંના) અઠવાડિયાની ફિલમો..
* ઘણાં સમયથી મુવી જોવાનો સમય મળતો નથી. છતાં પણ, રાત્રે જાગીને પેન્ડિંગ રહેલ ચલચિત્રો જોઈ લીધા. યાદીમાં થોડા સમય પહેલાં જોયેલ મુવીનો પણ સમાવેશ કરુ છું.
૧. આમિર (૨૦૦૮) – એકદમ સરસ મુવી. સ્ટાર પ્લસ પર જોયું. હવે હું તેની ડીવીડી વસાવી લઇશ. મુંબઇનાં મુસ્લિમ વિસ્તારો દર્શાવતુ અને એક માણસની કિસ્મત તે પોતે બદલે છે કે બીજું કોઇ – તેનું સરસ ચિત્રણ કરતું મુવી. આજે જ જોયું અને આ માટે બપોરનું જમવાનું પણ મોડુ બન્યું! અદ્ભૂત અભિનય!!
૨. શોર્ટકર્ટ ટુ હેપ્પીનેસ – ટીવી પર – સરસ મુવી. મને આમ પણ ડેવિલ અને ડેનિઅલ વેબસ્ટર વાર્તા બહુ ગમેલી એટલે થોડો પૂર્વગ્રહ હોઈ શકે.
૩. ક્રેશ (૨૦૦૪) – ઓસ્કાર વિનર મુવી. જુદી-જુદી ઘટનાઓનો સંબંધ અંતે કેવી રીતે સંબંધિત હોય છે. આરામથી જોવાય તો જ ગમે તેવું મુવી.
૪. ધ યુઝયલ સસ્પેક્ટ (૧૯૯૪) – ક્યારનુંય બાકી રહેલ, પણ થેન્ક્સ ટુ બિન્દાસ મુવી ચેનલ!
૫. ધ હિચહાઇકર્સ ગાઇડ ટુ ધ ગેલેક્સી (૨૦૦૫) – ડગ્લાસ આડ્મસની ક્લાસિક સાયન્સ ફિક્શન કોમેડી મુવી. નોવેલ વાચ્યા પછી મુવી જોવાની મજા અલગ હોય છે!! ફરીથી, થેન્ક્સ, બિન્દાસ મુવી અને મસ્ત હિન્દી ડાયલોગ ભાષાંતર
આ (અને ગયા) અઠવાડિયાની ફિલમો
* ઘણો વખત થઇ ગયો, ફિલમ વિશે પોસ્ટ લખી નથી, તો ચાલો માણીએ થોડી ફિલમો. એ પહેલા વાત કરીએ netflix.com જેવી સાઇટ્સની. આ સાઇટ તમને ડીવીડી ભાડે આપવાની સરળ સુવિધા ધરાવે છે, આ પરથી જ ભારતમાં બિગફ્લિક્સ જેવી વસ્તુઓ ચાલુ થઇ છે (કોઇ જો બિગફ્લિક્સનો સદસ્ય હોય તો, અનુભવ મને જણાવવા વિનંતી!). netflix ની API પરથી movieab.com જેવી સાઇટ્સ પણ ચાલે છે..
હું ફિલમો કઇ રીતે મેળવું છું?
૧. imdb કે netflix ની ટોપ ફિલમોની યાદી ચકાસવાની.
૨. ક્રોસવર્ડમાં જવાનું, બજેટ જોવાનું, સસ્તી હોય કે ડિસકાઉન્ટમાં હોય તો લેવાની..
૩. ના હોય, તો મિત્ર-વર્તુળમાં વહેંચણી થતી હોય તો પૂછવાનું..
૪. સ્વાભાવિક, પછી પણ ન મળે તો ટોરેન્ટ* પાવર જીંદાબાદ – ચોખ્ખી વાત છે ૭૦૦ કે ૮૦૦ રૂપિયાનું ચલચિત્ર કોઇ લે? મોઝર બેયર હવે સરસ સુવિધા પૂરી પાડે છે, એટલે મજા પડે છે..
તો, યાદી..
૧. The Ruins (હિન્દીમાં: મૌત કા ખંડહર!)
૨. The Mummy: Tomb Of The Dragon Emperor (હિન્દીમાં: મમ્મી: ડ્રેગન શહનશાહ કા મકબરા!)
૩. The Departed (લિઓનાર્દો ડિકેપ્રિયો અને મેટ્ટ ડેમોન – માફિઆ અને પોલીસનું સરસ મુવી. imdb ટોપ ૧૦૦ માં સ્થાન)
૪. The Quick And The Dead (સાન્દ્રા બુલોક, વાહ ભાઇ વાહ, રસેલ ક્રો, જીન હેકમેન, ડિકેપ્રિયો – ૧ ક્લાસ એક્ટિંગ અને કમાલની એક્શન – હિન્દી મુવી બનાવવા જેવું!)
૫. The Man in the Iron Mask (આ મુવી ક્યારનુંય જોવાનું બાકી હતું – ત્રણ મસ્કેટિઅર્સનાં નામ મને અહીંથી જાણવા મળ્યા અને એ પછી લુઇ ૧૪મા થી ૧૬માં સુધીનો ઇતિહાસ ફેંદી નાખ્યો અને કલાકો એમાં ગુજાર્યા!)
અત્યારે આટલું જ!
* વધુ જાણવા માટે ગુગલભાઇનો સહારો લો. પણ યાદ રાખો કે એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે!
આ અઠવાડિયાની ફિલમો
* આ અઠવાડિયામાં કંઇ ખાસ ફિલમ ન જોવાઇ. પણ, મિહિરે મને સારું એવું કલેક્શન આપેલું છે
૨. ધ નાઇન્થ ગેટ
૪. એક્સ-મેન ઓરિજિન: વુલ્વેરીન આ મુવી હજી થિએટરમાં નથી આવ્યું પણ ઇન્ટરનેટ પર ફરતું થઇ ગયેલ!
૫. સેવન (Se7en)
હા, ૧, ૨ એવા દ્રશ્યો ધરાવે છે જે તમારા સુંદર મગજને હાનિ પહોંચાડી શકે છે. પછી કહેતા નહી – કીધું નહોતું!
આ અઠવાડિયાની ફિલમો
* ત્રણ-ત્રણ હિન્દી ફિલમો! ના હોય!! હા છે – દુર્ભાગ્યે!
૧. એક (૦૧-૦૪-૨૦૦૯)
બકવાસ ફિલમ.
અમદાવાદ મિરરમાં આ ફિલમ વિશે બે દિવસ પહેલા મજાનો પ્રસંગ આપેલ છે. ફિલમ વાળાએ જાહેરાત આપી કે ફિલમ ન ગમે તો પૈસા પાછા આપીશું. મુંબઇનો એક યુવાન પૈસા પાછા માંગવા ગયો અને પછી તેની જે હાલત થઇ છે – મિરર મસાલા છાપું હોવાથી સરસ રીતે લખેલ છે. અમદાવાદ મિરરનો આર્ટિકલ અહીં વાંચો.
અને હા, માહી ગિલ સિવાય આ ફિલમમાં કંઇ જોવા જેવું નથી!!
અપડેટ: ઓહ, ના!!!! તે માહી ગિલ નથી. એ તો શ્રેયા શરન કરીને કોઇ સાઉથની હીરોઇન છે. ઓહ, ના. ઓહ, માહી!
૨. દેવ ડી (૦૭-૦૪-૨૦૦૯)
થોડું ધ્યાનથી જોવાથી આ મુવી મને એકંદરે ગમ્યું. માહી ગિલ (!), ટ્વિલાઇટ બ્રધર્સ અને કંઇક અંશે ઉદાસ (ઓહ, દેવદાસ!) દેખાતા અભય મને ગમી ગયા. VCD લાવ્યો છું એટલે ફરી જોવાની ઇચ્છા છે – જેથી પુરું સમજાઇ જાય..
૩. ૮x૧૦ તસ્વીર (૦૮-૦૪-૨૦૦૯)
આજે જ ડ્રાઇવ-ઇનમાં જોઇને આવ્યા. ઠીક કહી શકાય. શાંતિ હતી કે ફિલમમાં માત્ર એક જ ગીત (અને એક છેલ્લે જે અડધું જ બતાવવામાં આવ્યું) હતું. જે પ્રમાણે પ્રચાર થયો તે પ્રમાણે નાગેશભાઇએ કુરકુરે જ ખવડાવી દીધા તેમ લાગ્યું. ગિરીશ કર્નાડને ફિલમમાં કેમ લેવામાં આવ્યા અને જે પ્રકારનો રોલ કર્યો તે જોઇને પણ નવાઇ લાગી.
આ ફિલમ ન ગમવાનું બીજું કારણ એ હતું કે કોકીએ મહા-મહેનતે તૈયાર કરેલ મેથીના ગોટાનો ડબ્બો તે ઘરે જ ભૂલી ગઇ હતી



