મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘મજાક

દારૂબંધીના મોર્ડન ઉપાયો

with 2 comments

* ફ્રી કલ્ચર ઈવેન્ટમાં મને એક ભાઈ મળ્યા જે પ્રોહિબિશન.ઈન નામની સરસ મજાની વેબસાઈટ ચલાવે છે. જોવા અને વાંચવા જેવી છે, જેમને ખાસ પ્રકારનાં પીણાંનો શોખ હોય ;) હવે, આ વખતે સરકારે પોલીસને હુકમ કર્યો છે કે ૩૧મીની રાતે દારુનું એક ટીપું પણ વેચાવું (કે વેચશો) નહી. અરર, આ તો ખોટું થયું. અમદાવાદીઓની પાસે આનો ઉપાય છે. તો, હાજર છે એવા જ કેટલાંક ઉપાયો:

૧. કોઈ પણ સોડાની લારી પર જાવ. તમને બિયર, રમ કે વ્હિસ્કી જેવો સ્વાદ અને દેખાવ ધરાવતા વિવિધ શરબત કે સોડા મળશે. આખરે તો આ પાપી મન ને જ મનાવવાનું છે ને?

દા.ત. નીચેનો ફોટો ;)

(નોંધ: બિયર પીવા બેઠા હોય ત્યારે બોટલનાં લેબલમાંથી જોડણીની ભૂલો ન કાઢવી જોઈએ ;) )

૨. ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું).

૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

ચિત્ર-વિચિત્ર ભાગ-૪

with 3 comments

* ઘણાં દિવસ પર હાજર છે, ચિત્ર-વિચિત્રનો ભાગ ૪.

૧. ટી-શર્ટ. લાગણી દુભાવવી નહી!!

૨. રીક્ષા ચાલકની વાટ. ધ વિલેજ, હિમાલય મોલ, અમદાવાદ.

સાચો પ્રેમ

with 4 comments

* કોકીને મેં ૨૦૦૮માં વેલેન્ટાઈન ડે પર એક કાંડા ઘડિયાળ (સરસ મજાની – આમ લખું છું, કારણ કે તેને પણ ગમી હતી..) ભેટ તરીકે આપી હતી. હવે, કાળક્રમે કોકીના કાંડા પર એ ઘડિયાળ ઢીલી પડવા લાગી (હિન્ટ: કવિન). અને, ઘડિયાળનો બેલ્ટ પણ લેધરનો હોવાથી અમદાવાદી વાતાવરણની અસર તેના પર જલ્દી થઈ. હવે, થયું એવું કે શનિવારે અમે શોપિંગ કરવા નીકળ્યા અને ઘરે પાછા આવતી વખતે રીક્ષામાં કોકીએ જોયું કે તેના કાંડા પર ઘડિયાળ નથી. ઓહ! અમારા બન્નેનાં મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો. સ્વાભાવિક છે, યાર. મને થયું કે ચાલો આવતા વેલેન્ટાઈન ડે પર શું ભેટ આપવી તે વિચારવું નહી પડે. પણ, કોકીનું મોં જોવા જેવું હતું. મેં કહ્યું શાંતિ રાખ, ઘરે જઈને કબાટમાં જો, નહીં મળે તો નવી લઈ આપીશ (!).

ઘરે ગયા. ફટાફટ કબાટમાં જોયું તો ઘડિયાળ આરામથી પડી હતી. કોકીએ કહ્યું કે મેં મનમાં કહ્યું હતું કે જો કાર્તિકનો પ્રેમ સાચો હશે તો ઘડિયાળ ઘરે પડી હશે. અને, અહીં છે.

હા, કોકી – તારો પ્રેમ સાચો જ છે, પણ હવે વેલેન્ટાઈન ડે પર ભેટની પસંદગીમાં મારે મૂંઝવણ થવાની છે :P

રસ્તે ચાલતાં..

without comments

* ચેતવણી: અમદાવાદમાં રસ્તા પર ચાલવું જોખમી છે.

રસ્તે ચાલતા એટલે કે મારા અને બીજા હજારો લોકોને ખબર જ છે કે ઉપરની ચેતવણી સાચી, સરળ અને સરાસર હોશોહવાસમાં લખાઈ છે. અને અહીં, ફૂટપાથ એટલે શું તેની તો ખબર હોય તેમ લાગતું નથી. દા.ત. મીઠાખળી છ રસ્તાથી લો-ગાર્ડન (એ લો-ગાર્ડન છે, પણ લોકો તેને લવ-ગાર્ડન કહે છે, જે સાચું છે!) સુધી જવાના રસ્તે તમે ચાલતા અને જીવતા જઈ શકો તો ભગવાનનો પાડ માનવો અને માનતાઓ વગેરે રાખવી.

અને, પેલી વોકિંગ-ટોકિંગ જેવી જાહેરાતો અમદાવાદની પ્રજાને જ જોઈને બનાવી હશે. હવે પછીની જાહેરાત, વોક વ્હેન યુ ડ્રાઈવ જેવી હોઈ શકે છે..

ટામેટું રે ટામેટું

with 4 comments

* હું અને કવિન મસ્તી કરતા હતાં, ત્યારે નીચેનું ગીત ગાતા-ગાતા દોડતા હતા..

ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
અસ મસ ને ઢસ.

ત્યાં કોકીએ બૂમ પાડીને કહ્યું, ખબર છે, ટામેટાં આજે ૬૦ રુપિએ કિલો હતા! તો પછી ગીત નીચે પ્રમાણે ગાવા લાગ્યા..

ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
૬૦ રુપિએ કિલો આવતુતું,
અસ મસ ને ઢસ!!!

:P

ખોવાયો અને મળ્યો…

with 4 comments

* ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી વાળી પોસ્ટમાં લખ્યું તેમ હું અશોક પાસેથી મેકબુકનો MiniDVI->VGA કેબલ લઈ આવ્યો. આ કેબલ તમારા મેકબુકને પ્રોજેક્ટર સાથે જોડવા માટે જરુરી છે. મેકબુક VGA પોર્ટની જગ્યાએ વિચિત્ર એવા MiniDVI પોર્ટ સાથે આવે છે અને 99% પ્રોજેક્ટર આ પોર્ટને આધાર આપતા નથી. અને, પાછો આ કેબલ આવે ૧૧૦૦ કે ૧૨૦૦ રુપિયાનો. લેપટોપ જોડે ફ્રી ન આવે! ગમે તે કારણસર મેં હજી સુધી તે ખરીદવાનું ટાળ્યું. એટલે, દર વખતે મારે લેવા જવું પડે. જુઓ નીચે તે કેબલનો ફોટો..

મેકબુકનો MiniDVI-->VGA કેબલ

વડોદરામાં પ્રેઝન્ટેશન આપ્યા પછી, મેં કેબલ કાઢીને ક્યાંક મુક્યો. ઘરે આવીને બીજા દિવસે જોયું તો કેબલ ન મળ્યો. મારો તો જીવ અધ્ધર થઈ ગયો. બીજાની ઉછીની લીધેલ વસ્તુ આપણે ખોવાડી દઈએ ત્યારે જે લાગણી થાય એવી આખો દિવસ રહી (અમુક લોકોને આનંદ થાય, પણ એ વાત જુદી છે :P ). મહિનાનું બજેટ જોયું અને ક્યારે એ કેબલ ખરીદી શકાય એવી ગણતરી પણ કરી દીધેલી. નક્કી કર્યું કે ક્યાંય પણ બહાર પ્રેઝન્ટેશન માટે જઈએ ત્યારે ધ્યાન રાખીને ચેક-લિસ્ટ બનાવી બધી વસ્તુઓ પાછી બેગમાં મૂકવી. આ બાજુ, જીગીશભાઈ અને પ્રતિકને પણ મેં ઊંચા-નીચા કરી મૂક્યા. એકાદ વખત ફોન લગાવ્યો, ઈમેલ કર્યો, ગુગલ વેવ પર પિંગ કર્યું, જીગીશભાઈ તો ત્યાં લેબમાં જઈને પણ જોઈ આવ્યા.

રાત્રે ઘરે આવ્યો, અને કેબલ મારા ૬ પોકેટ જીન્સનાં એક નાનકડાં ખિસ્સામાંથી મળ્યો.. :)

કંઈ ન લખવા બદલ..

with 5 comments

* આજ-કાલ બ્લોગ પર કંઈ લખી શકાતું નથી. કારણ?
૧. દાંત મેં સડન. કારણ? RCT એટલે કે રુટ કેનાલ ટ્રિટમેન્ટ. તેમ છતાં, બે દિવસથી ભયંકર દુખાવો થઈ રહ્યો છે. પેઈનકિલર અત્યારે મારો પરમ મિત્ર બની સાથ આપે છે..
૨. કવિનની સ્કૂલ. એક બેગ અને એક વોટર-બોટલની વાટ લાગ્યા પછી અમને સમજાયું કે મા-બાપ બિચારા કેમ કહેવાય છે..
૩. ટ્વીટર-આઈડેન્ટિકા-ફેસબુકનું ડેડલી કોમ્બિનેશન. છતાં, બ્લોગ એટલે બ્લોગ.

બીજાં સમાચારો,
૧. આ શનિવારે બરોડામાં ઓપનસુઝે-ઉબુન્ટુની રીલીઝ પાર્ટી છે. જેને આ વિશે ખબર છે એટલે આ બન્ને શું બલા છે – તેઓ માટે આ પાનાં પર નોંધણી કરવા માટે અંતરપૂર્વક આવકાર. હું ત્યાં એકાદ-બે પ્રેઝન્ટેશન આપવાનો છું.
૨. ફોસ.ઈન/૨૦૦૯માં મારી (એટલે કે વર્કઆઉટ-અને-બોફ (BOF)) પસંદગી થઈ ગયેલ છે. ટીકીટના મોટા પ્રશ્નનું પણ નિરાકરણ આવી ગયું છે – એટલે મજા આવશે.

નવા વર્ષનો સંકલ્પ

with 6 comments

* માત્ર એક જ સંકલ્પ, આ વખતે:
નવ વર્ષનો સંકલ્પ ટી-શર્ટમાં...

(ટી-શર્ટ: પ્લેનેટ-એમ)

Written by Kartik Mistry

October 20, 2009 at 6:52 PM

નૂતન વર્ષાભિનંદન

with 2 comments

* નવાં વર્ષનાં અભિનંદન અને નવા વર્ષમાં તમે સૌ કોઈ મજા-જલ્સા કરો. બીજું શું? નવા વર્ષમાં ફાસ્ટ ફૂડ ખાવા છતાં તમારું પેટ તમારો સાથ આપે, ખોટું બોલવા છતાં તમારું ભલું થાય, નિંદા કરવા છતાં તમારી પ્રશંસા થાય તેવી અંતરની શુભેચ્છાઓ. અને, આ બધી શુભેચ્છાઓ મારા પર પણ લાગુ પડે તેવો સ્વાર્થ પણ ખરો…

ગુગલ: કેટલું બધું લોકપ્રિય!

with 10 comments

* આજે મમ્મી કવિન માટે મુંબઈથી નવો નાઈટ ડ્રેસ લાવી અને પછી અમને ખાતરી થઈ કે ગુગલ માત્ર સર્ચ એન્જિન, જીમેલ કે વેવ પૂરતું જ લોકપ્રિય નથી..

ગુગલ હવે નાઈટ ડ્રેસ પણ બનાવે છે?