મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘મસ્તી

દારૂબંધીના મોર્ડન ઉપાયો

with 2 comments

* ફ્રી કલ્ચર ઈવેન્ટમાં મને એક ભાઈ મળ્યા જે પ્રોહિબિશન.ઈન નામની સરસ મજાની વેબસાઈટ ચલાવે છે. જોવા અને વાંચવા જેવી છે, જેમને ખાસ પ્રકારનાં પીણાંનો શોખ હોય ;) હવે, આ વખતે સરકારે પોલીસને હુકમ કર્યો છે કે ૩૧મીની રાતે દારુનું એક ટીપું પણ વેચાવું (કે વેચશો) નહી. અરર, આ તો ખોટું થયું. અમદાવાદીઓની પાસે આનો ઉપાય છે. તો, હાજર છે એવા જ કેટલાંક ઉપાયો:

૧. કોઈ પણ સોડાની લારી પર જાવ. તમને બિયર, રમ કે વ્હિસ્કી જેવો સ્વાદ અને દેખાવ ધરાવતા વિવિધ શરબત કે સોડા મળશે. આખરે તો આ પાપી મન ને જ મનાવવાનું છે ને?

દા.ત. નીચેનો ફોટો ;)

(નોંધ: બિયર પીવા બેઠા હોય ત્યારે બોટલનાં લેબલમાંથી જોડણીની ભૂલો ન કાઢવી જોઈએ ;) )

૨. ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું).

૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

ચિત્ર-વિચિત્ર ભાગ-૪

with 3 comments

* ઘણાં દિવસ પર હાજર છે, ચિત્ર-વિચિત્રનો ભાગ ૪.

૧. ટી-શર્ટ. લાગણી દુભાવવી નહી!!

૨. રીક્ષા ચાલકની વાટ. ધ વિલેજ, હિમાલય મોલ, અમદાવાદ.

સમાનતા

with 6 comments

* અરે, ભાઈલોગ, તમને વાર્યડ.કોમનાં જેમ્સ કેમેરુન વિશેના અવતાર ફિલ્મના આ આર્ટિકલ અને આજનાા દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં આવતા જયેશ અધ્યારુના આર્ટિકલમાં કંઈ સમાનતા લાગી?

કે પછી હું કંઈ ગલતી સે મિસ્ટેક કરું છું?

સાચો પ્રેમ

with 4 comments

* કોકીને મેં ૨૦૦૮માં વેલેન્ટાઈન ડે પર એક કાંડા ઘડિયાળ (સરસ મજાની – આમ લખું છું, કારણ કે તેને પણ ગમી હતી..) ભેટ તરીકે આપી હતી. હવે, કાળક્રમે કોકીના કાંડા પર એ ઘડિયાળ ઢીલી પડવા લાગી (હિન્ટ: કવિન). અને, ઘડિયાળનો બેલ્ટ પણ લેધરનો હોવાથી અમદાવાદી વાતાવરણની અસર તેના પર જલ્દી થઈ. હવે, થયું એવું કે શનિવારે અમે શોપિંગ કરવા નીકળ્યા અને ઘરે પાછા આવતી વખતે રીક્ષામાં કોકીએ જોયું કે તેના કાંડા પર ઘડિયાળ નથી. ઓહ! અમારા બન્નેનાં મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો. સ્વાભાવિક છે, યાર. મને થયું કે ચાલો આવતા વેલેન્ટાઈન ડે પર શું ભેટ આપવી તે વિચારવું નહી પડે. પણ, કોકીનું મોં જોવા જેવું હતું. મેં કહ્યું શાંતિ રાખ, ઘરે જઈને કબાટમાં જો, નહીં મળે તો નવી લઈ આપીશ (!).

ઘરે ગયા. ફટાફટ કબાટમાં જોયું તો ઘડિયાળ આરામથી પડી હતી. કોકીએ કહ્યું કે મેં મનમાં કહ્યું હતું કે જો કાર્તિકનો પ્રેમ સાચો હશે તો ઘડિયાળ ઘરે પડી હશે. અને, અહીં છે.

હા, કોકી – તારો પ્રેમ સાચો જ છે, પણ હવે વેલેન્ટાઈન ડે પર ભેટની પસંદગીમાં મારે મૂંઝવણ થવાની છે :P

ટામેટું રે ટામેટું

with 4 comments

* હું અને કવિન મસ્તી કરતા હતાં, ત્યારે નીચેનું ગીત ગાતા-ગાતા દોડતા હતા..

ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
અસ મસ ને ઢસ.

ત્યાં કોકીએ બૂમ પાડીને કહ્યું, ખબર છે, ટામેટાં આજે ૬૦ રુપિએ કિલો હતા! તો પછી ગીત નીચે પ્રમાણે ગાવા લાગ્યા..

ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
૬૦ રુપિએ કિલો આવતુતું,
અસ મસ ને ઢસ!!!

:P

કવિન અને શાળાનો પ્રથમ દિવસ

with 7 comments

* કવિનનો આજે શાળામાં પ્રથમ દિવસ હતો. લિટલ જીનિયસ નામની એક બંગલામાં ચાલતી શાળા (એટલે કે સ્કૂલમાં) તેને મૂકવામાં આવ્યો છે. સ્કૂલ ઠીક-ઠીક છે, કંઈ વધારે પડતી હાઈપ વાળી નથી. ઘરથી નજીક છે અને મને પોસાય તેવી ફી છે. કવિનને લઈ જઈને પહેલાં ફોર્મ-ફી વગેરે ભર્યા. સ્કૂલના સંચાલક જોડે થોડી વાત-ચીત કરી, તે દરમિયાન કવિન રમવામાં મશગૂલ થઈ ગયો. હું થોડી વાર પછી ઘરે આવ્યો અને એકાદ કલાક પછી કવિનને ખેંચીને ઘરે લાવવો પડ્યો. એને એમ કે સ્કૂલ એટલે બહાર પડેલા હિંચકામાં રમ્યા કરવાનું! આશા રાખીએ છીએ કે કવિન તેના ટીચર્સને ભારે ના પડે અને સરખી રીતે ભણવાનું-રમવાનું-શીખવાનું ચાલુ કરે :)

અને, હા. કવિનની સ્કૂલ અંગ્રેજી મિડિયમમાં છે. જોઈએ છીએ, કેટલી પોઅમ અમારે શીખવી પડે છે..

નવા વર્ષનો સંકલ્પ

with 6 comments

* માત્ર એક જ સંકલ્પ, આ વખતે:
નવ વર્ષનો સંકલ્પ ટી-શર્ટમાં...

(ટી-શર્ટ: પ્લેનેટ-એમ)

Written by Kartik Mistry

October 20, 2009 at 6:52 PM

નૂતન વર્ષાભિનંદન

with 2 comments

* નવાં વર્ષનાં અભિનંદન અને નવા વર્ષમાં તમે સૌ કોઈ મજા-જલ્સા કરો. બીજું શું? નવા વર્ષમાં ફાસ્ટ ફૂડ ખાવા છતાં તમારું પેટ તમારો સાથ આપે, ખોટું બોલવા છતાં તમારું ભલું થાય, નિંદા કરવા છતાં તમારી પ્રશંસા થાય તેવી અંતરની શુભેચ્છાઓ. અને, આ બધી શુભેચ્છાઓ મારા પર પણ લાગુ પડે તેવો સ્વાર્થ પણ ખરો…

ગુગલ: કેટલું બધું લોકપ્રિય!

with 10 comments

* આજે મમ્મી કવિન માટે મુંબઈથી નવો નાઈટ ડ્રેસ લાવી અને પછી અમને ખાતરી થઈ કે ગુગલ માત્ર સર્ચ એન્જિન, જીમેલ કે વેવ પૂરતું જ લોકપ્રિય નથી..

ગુગલ હવે નાઈટ ડ્રેસ પણ બનાવે છે?

નોબેલ પ્રાઈઝ

with 4 comments

* .. મને પણ મળત જો મેં આવા પોસ્ટર બનાવડાવ્યા હોત તો.

હુપ હુપ હોપ કે નોઝ?