Posts Tagged ‘માઇક્રોસોફ્ટ’
ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી
* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.
અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.
શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત) પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.
અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.
આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.
સાત પાપ – વિન્ડોઝ ૭ કે સાથ
* બેડ વિસ્ટા પછી માઇક્રોસોફ્ટ લઇને આવે છે – વિન્ડોઝ ૭ નાં સાત પાપ. આ સાત પાપ વિશે વધુ જાણવા જુઓ FSF (ફ્રિ સોફ્ટવેર ફાઉન્ડેશન)ની સાઇટ: વિન્ડોઝ૭સિન્સ.ઓર્ગ. હા. મૂળ સાત પાપ વિશે તમે વધુ વિકિપીડિઆનાં આ લેખ પરથી જાણી શકો છો. જેણે દાન્તેની ઇન્ફર્નો વાંચી હોય તેને ખ્યાલ જ હશે.
એક વિન્ડોઝ XPની આત્મકથા..
* એમ તો મારો જન્મ ઘણા વર્ષો પહેલાં થયો હતો,પરંતુ મારી ઘણી કોપીઓ બન્યા પછી પણ, મારી આત્મા તરફડવા માંડી હતી. મારી એક નકલ વહેતી વહેતી અમદાવાદમાં કોઇક રીટેલરને ત્યાં લાવવામાં આવી હતી. કાર્તિકે તેના એક સંબંધી માટે મને ઘણાં પ્રેમથી ખરીદી.
નીચે જુઓને, કાર્તિક કેવા ગર્વથી વિન્ડોઝ હાથમાં પકડીને બતાવે છે..

થોડો સમય તો મેં એકદમ યોગ્ય કામ કર્યું. મસ્ત પરફોર્મન્સ પણ આપ્યું. પરંતુ, ત્યારબાદ મારા મૂળમાં રહેલાં પ્રોગ્રામોએ રંગ બતાવવાનો ચાલુ કર્યો. મને ખબર જ છે કે મને કેવા-કેવા પ્રોગ્રામરોએ કેવી રીતે બનાવી છે. મારા અન્નદાતા માઇક્રોસોફ્ટે ક્યાં-ક્યાંથી ખીચડી કંપનીઓને ખરીદીને મારા જનીનોનું સંકરણ કર્યું છે – એ વેદના મારા સિવાય કોણ જાણી શકે?
હા, થોડા સમયથી તો મને નવાં-નવાં હાર્ડવેર જોડે પણ વેર થવા માંડ્યું.. અને પેલી મારી સોતન – વિસ્ટા, જુઓને મારું શું થશે? હા, પણ વિસ્ટાને પણ લાગનું મળ્યું છે – તેની બીજી સોતન, વિન્ડોઝ ૭, જેનું નામ હજી બરોબર જાહેર નથી થયું, તેની ચર્ચા છડે ચોક થાય છે. જેવાને તેવા મળ્યા ને…
પરંતુ, જુઓ તો ખરા, મારી દશા કેવી થઇ!! લિનક્સ વાળા લોકો તેને ‘Blue Screen of Death‘ (મોતનો ભૂરો રંગ) કહે છે.

મારી દયા ખાવ, પણ લિનક્સ વાળા એવું કહે છે – દયાની માને ડાકણ ખાય. વપરાશકર્તાઓ તેમનું ભલુ કરે..
પ્રણવનાં સંશોધનો!

* મારા કઝિન પ્રણવ મિસ્ત્રીની સિદ્ધીઓનું વર્ણન તીર્થલભાઇએ દિવ્ય ભાસ્કરમાં સરસ રીતે આપેલ છે. તેનો લેખ તમે અહીંથી વાંચી કરી શકો છો. (તમને મૂળ PDF કેવી રીતે ડાઉનલોડ કરવાની તે ખબર ન હોય તો મારો આ હેક આર્ટિકલ વાંચો.)
કોન્ગ્રેચ્યુલેશન્સ પ્રણવ! હા, તે માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલ છે
તે વાત અલગ છે!!
(સાભાર: દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ પાનું ૧)
અપડેટ: પ્રણવ અને તેની સહયોગી પેટ્ટી મેશનો TED વિડીઓ તમે અહીં જોઇ, ડાઉનલોડ શકો. TED એટલે કે વિશ્વભરનાં સંશોધકો, ચિંતકો અને કંઇક નવું અને જુદું કરવા વાળા વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થઇને પોતાની વાત રજૂ કરવા માટેનું મંચ. TEDમાં સાંભળવા જવા માટેની ફી લગભગ ૧ લાખ જેટલી હોય છે!!
અપડેટ: તમે હવે TED.com ના વિડીઓ વર્ડપ્રેસમાં ઉમેરી શકો છો, તો જુઓ વિડીઓ નીચે!
વિન્ડોઝનું સ્થાન ક્યાં?
* ગઇકાલે એક મિત્રનાં વિન્ડોઝ વિસ્ટા વાળા લેપટોપમાં વાઇ-ફાઇની ગોઠવણી માટે ૨ કલાક મગજનું દહીં કર્યા પછી, બે વર્ષ પહેલાં મુંબઇની જૂની ઓફિસ નજીક પાડેલો આ સરસ ફોટો મારા મનની સ્થિતિ કહી દે છે!

મારા કોમ્પ્યુટરમાં પ્રાણીઓ!

* મારી મેકબુકનાં ડોક પર આટલા બધાં પ્રાણીઓ? હા, આ બધા કોઇને કોઇ પ્રોજેક્ટનાં આઇકન્સ (ચિહ્નો, લોગો..) છે. પહેલું ફાયરફોક્સ (કહેવાની જરૂર છે કે તે શું છે?), બીજું એપલ મેલ (ઇમેલ સોફ્ટવેર) (થોડા સમય પછી હું થન્ડરબર્ડ પર જવાનો છું – તેનો લોગો પર પક્ષીનો છે!), ત્રીજું ઓપનસોર્સ મેસેન્ડર એડિયમ, ચોથું મેક માટે ઓપનસોર્સ FTP ક્લાયન્ટ સાયબરડક, પાંચમું ઓપનસોર્સ મ્યુઝીક પ્લેયર સોંગબર્ડ. છઠ્ઠું ઓપનઓફિસ, સાતમું ઓપનસોર્સ ઇમેજ એડિટર જીમ્પ…
ટૂંકમાં, મારું કોમ્પ્યુટર હવે પ્રાણી-સંગ્રહાલય બનતું જાય છે અને હવે તો મને એક વાંદરાનો બહુ જ ડર લાગે છે!!
આ સિવાય બીજા કોઇ પ્રાણી-પક્ષીનાં ચિહ્નો કોઇ સોફ્ટવેર પ્રોજેક્ટમાં મળે તો જણાવશો!
ભાષાઇન્ડિયા.કોમ: ભોગ બની આક્રમણનો!
* ગઇકાલે એક મિત્રનાં લેપટોપમાં માઇક્રોસોફ્ટનું IME ઇન્સ્ટોલ કરવાનું હતું, તે ઘરે લઇને આવ્યો, પણ મારી પાસે IME હતું નહી એટલે ભાષાઇન્ડિયા.કોમ પર જઇને ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. અને આ શું, ફાયરફોક્સે નીચે પ્રમાણેની મસ્ત ચેતવણી આવી!
અને છેવટે, આ સાઇટ શા માટે અટકાવાયેલ હતી? પર ક્લિક કરતાં સરસ માહિતી જાણવા મળી!
જય માઇક્રોસોફ્ટ!
સાપ ગયા, લિસોટા રહ્યા..
.. ગેટ્સ ગયો, થાંભલા અને દરવાજા અને જાળીઓ રહી ગઇ.
તમને ખ્યાલ જ હશે કે, બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી વિદાય લીધી એટલે બહુ તમાશો કરીને ગયો. તો આપણને કેટલા ટકા? માઇક્રોસોફ્ટની ઇવિલ મોનોપોલિસ્ટીક પોલિસીઓ તો ચાલુ જ રહેવાની છે. એ જ EULA વપરાશકારોને માથે પડવાનું છે અને પાયરસીનો ડર બતાવીને માઇક્રોસોફ્ટ પૈસા બનાવતું રહેશે (હા, ખરી વાત છે કે એપલ કંપની, માઇક્રોસોફ્ટની સાવકી બહેન જ છે — પણ હાર્ડવેરમાં તો એ કંઇક સારું બનાવે છે!).
હા, તમે જો લિનક્સ ન વાપરી શકો તો, તમે માઇક્રોસોફ્ટનાં ગંદા-ગોબરાં સોફ્ટવેર્સની સામે નીચેનાં ફ્રી સોફ્ટવેર વાપરી શકો છો:
સોફ્ટવેર ———-> ફ્રી સોફ્ટવેર
ઇન્ટરનેટ એક્સપ્લોરર મોઝિલા ફાયરફોક્સ – બ્રાઉઝર, પરિચય આપવાની જરૂર નથી. (ના, ઓપેરા કે સફારી ફ્રી સોફ્ટવેર્સ નથી!!)
આઉટલુક એક્સપ્રેસ મોઝિલા થન્ડરબર્ડ – ઇમેલ ક્લાયન્ટ.
વિઝ્યુઅલ સ્ટુડિઓ ઇક્લિપ્સ, નેટબીન્સ વગેરે
કોઇ કેલેન્ડર સોફ્ટવેર મોઝિલા સનબર્ડ
વિન્ડોઝ મેસેન્જર પીડગીન, એડિયમ વગેરે
વિન્ડોઝ મીડીઆ પ્લેયર VLC બધા પ્લેયરનાં પપ્પા!
અને હા, વાંચો, રીચાર્ડ સ્ટોલમેનનો લેખ ગેટ્સની વિદાય પર.
બાલ્મેરને માથે ઇંડા
* બિલ ગેટ્સને માથે કેક પડી હતી, તો બાલ્મેરને ઇંડા.
એક ઓડીએફ તેઓ બધાને હરાવવા…
… અને એક ઓડીએફ સ્ટાન્ડર્ડ તેઓ બધાને હરાવવા માટે. થેન્કસ વેન્કી, ડો.નાગાર્જુન અને બીજા બધાનો. માઇક્રોસોફ્ટ પોતાનું ‘બંધ’ રચના ધરાવતું પ્રમાણ સરકારી કામકાજ અને સમગ્ર વિશ્વમાં સ્ટાન્ડર્ડ તરીકે દાખલ કરવા મથી રહ્યું છે. ISO એ આ માટે કમિટિ રચીને વોટિંગ કર્યું હતું. પણ, તેમાં કાવાદાવા કરવા છતાં (સ્વિડન, પાકિસ્તાન જેવા દેશોને ખરીદી લેવા છતાં..) વોટિંગ નેગેટિવ આવ્યું. હવે, માઇક્રોસોફ્ટ ભારત જેવા વજનદાર સભ્યો માટે પ્રયત્નો કરે છે.
જો તમારે તમે બનાવેલા ડોક્યુમેન્ટ્સ ભવિષ્યની પેઢી જોઇ શકે તેવી પરિસ્થિતિમાં રાખવા હોય તો, ઓપનઓફિસ ડોક્યુમેન્ટ ફોરમેટ અને ઓપનઓફિસ વાપરો. તેને લગતાં કોઇપણ પ્રશ્નનો જવાબ હું તમને આપીશ (હા, ઇમેલથી કે ચેટ પર કે પછી જો રાત્રે ૯ વાગ્યા પછી ફોન કરો તો ત્યારે પણ..).
વધુ માહિતી માટે noooxml.org જુઓ.



