Posts Tagged ‘મુસાફરી’
રીક્ષાવાળાઓની હડતાલ મને કેમ ગમી?
૧. મારા ૫૪-૮ = ૪૬ રુપિયા બચી ગયા.
૨. રીક્ષાવાળાઓ જોડે થતી દરરોજની બબાલમાંથી મુક્તિ મળી.
૩. સવારનાં પહોરમાં (એટલે કે ૧૧.૩૦ વાગે) થોડું ચાલવાથી અને વહેલું નીકળવાથી શરીરને ફાયદો થયો.
૪. પ્રદૂષણ થોડું ઓછું થયું.
ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી
* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.
અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.
શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત) પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.
અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.
આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.
કંઈ ન લખવા બદલ..
* આજ-કાલ બ્લોગ પર કંઈ લખી શકાતું નથી. કારણ?
૧. દાંત મેં સડન. કારણ? RCT એટલે કે રુટ કેનાલ ટ્રિટમેન્ટ. તેમ છતાં, બે દિવસથી ભયંકર દુખાવો થઈ રહ્યો છે. પેઈનકિલર અત્યારે મારો પરમ મિત્ર બની સાથ આપે છે..
૨. કવિનની સ્કૂલ. એક બેગ અને એક વોટર-બોટલની વાટ લાગ્યા પછી અમને સમજાયું કે મા-બાપ બિચારા કેમ કહેવાય છે..
૩. ટ્વીટર-આઈડેન્ટિકા-ફેસબુકનું ડેડલી કોમ્બિનેશન. છતાં, બ્લોગ એટલે બ્લોગ.
બીજાં સમાચારો,
૧. આ શનિવારે બરોડામાં ઓપનસુઝે-ઉબુન્ટુની રીલીઝ પાર્ટી છે. જેને આ વિશે ખબર છે એટલે આ બન્ને શું બલા છે – તેઓ માટે આ પાનાં પર નોંધણી કરવા માટે અંતરપૂર્વક આવકાર. હું ત્યાં એકાદ-બે પ્રેઝન્ટેશન આપવાનો છું.
૨. ફોસ.ઈન/૨૦૦૯માં મારી (એટલે કે વર્કઆઉટ-અને-બોફ (BOF)) પસંદગી થઈ ગયેલ છે. ટીકીટના મોટા પ્રશ્નનું પણ નિરાકરણ આવી ગયું છે – એટલે મજા આવશે.
ખાલી ઘર
* બે દિવસથી દાંતના દુખાવા (અને પછી RCT) અને પેટનાં પરાક્રમને કારણે ઓફિસમાં નથી ગયો, પણ આ બાજુ કવિન-કોકી પણ ઘરમાં નથી – એટલે કે પાલનપુર ગયા છે. ખાલી ઘર કોને કહેવાય તે અત્યારે ફરી સમજાય છે. અરે, રવિવારે કવિન મારી મમ્મી જોડે બહાર ગયેલો ત્યારે પણ હું-કોકી કંટાળી ગયેલા, છેવટે શોપિંગ કરવા માટે નીકળી પડ્યા! અને, અત્યારે કવિન જોડે (આ લખતાં-લખતાં) વાત થઈ તો તેણ કહ્યુ, “પપ્પા, અમે આવીએ જ છીએ!”
તમે શું કરશો?
* ગઇકાલે લોકશક્તિ એક્સપ્રેસની રાહ જોતો બોરીવલીનાં પ્લેટફોર્મ નં ૪ પર ઊભો હતો ત્યારે એક ભાઇ મારી પાસે આવ્યા અને કહ્યું કે, મારે સુરત જવું છે. મેં કહ્યું, તો જાવ ને.. એ ભાઇ મારા મજાકનાં સૂરને પારખીને પછી દયામણા સ્વરે બોલ્યા કે મારે સુરત જવું છે અને મારી ટીકીટ મારા મિત્ર પાસે રહી ગઇ છે, હું ગાડી ચૂકી ગયો છું અને મારી પાસે માત્ર ૨૦ રૂપિયા જ છે. તમે મને બાકીના ૧૮ રૂપિયા આપશો? થોડી વાર વિચાર કર્યો અને મેં તેને ૨૦ રૂપિયા આપ્યા.
૧. તે કદાચ ખોટું પણ બોલતો હોય.
૨. તે સાચું બોલતો હોય.
ગમે તે હોય, પણ મેં એ વિચારીને આપ્યા કે આવું જો મારી જોડે થાય અને કોઇ મને રૂપિયા ન આપે તો? મારી જગ્યાએ તમે હોવ તો શું કરશો? અાજ-કાલ માણસો પાંચ વર્ષથી ઓળખતાં હોય તો પણ વિશ્વાસ નથી કરતાં તો પાંચ સેકંડની વાત પરથી તમે કોઇને કંઇ આપશો?
રેલ્વે સ્ટેશન પર: ભાગ-૨
* આપણે જોયું કે રેલ્વે સ્ટેશન પરનાં મારા અનુભવો મેં ‘રેલ્વે સ્ટેશન પર‘ લખ્યા છે. હવે ગઇ કાલે ફરીથી સ્ટેશન પર ગયો તો,
૧. ટ્રેનના ડબ્બાની સ્થિતિ દર્શાવતા ઇન્ડિકેટર બધા જ પ્લેટફોર્મ પર ચાલે છે! અદ્ભુત.
૨. લોકશક્તિમાં સાઇડમાંની વચ્ચેની પેલી ફેમસ સીટ અદ્રશ્ય થઇ ગઇ છે!
૩. સ્ટેશન પર વજન કરાવ્યું તો નીચે પ્રમાણેની ટીકીટ મળી:

છે ને મજા. કહે છે કે તમે આખો દિવસ કંટાળો અનુભવશો અને પછી કહે છે કે, તમારો દિવસ આનંદમાં જાય!!
નોંધ: વજન, ઊંચાઇ લગભગ સાચા છે!
રેલ્વે સ્ટેશન પર…
૧. શા માટે ટ્રેનનાં ડબ્બા ક્રમાંક દર્શાવતા ઇન્ડિકેટર ચાલતા નથી (અમદાવાદની વાત કરું છું). ટ્રેન આવે ત્યારે આપણે સામાન લઇને દોડવાનું કે પછી કુલી કે ચા વાળાને પૂછ-પરછ કરી માથું દુખાડવાનું?
૨. શા માટે પ્લેટફોર્મ ટીકીટ માટે અલગ કાઉન્ટર નથી હોતા? પેલા ઓટોમેટિક વેન્ડિંગ મશીન ક્યાં ગયા? અને લાલુ વળી સ્ટેશન પર કોન્ડોમ માટે વેન્ડિંગ મશીન મૂકવાની વાતો કરે છે..
૩. શા માટે રેલ્વે બુક સ્ટોલ વાળા સફારી મેગેઝિન રાખતા નથી..
૪. એક એનાઉન્સમેન્ટ સાંભળ્યું: અમદાવાદથી ચેન્નાઇ જતી ૧૦.૩૦ વાગે ઉપડતી ગાડી આજે અમુક કારણોસર ૧૦.૧૫એ ઉપડશે! મુઆઆઆ. ધન્ય છે રેલ્વે ડિપાર્ટમેન્ટને!!
જગ્યા હોય તો આગળ જવું..
* સવારે ઘરેથી ઓફિસ આવતી વખતે એક રીક્ષાની પાછળ લખેલું વાક્ય:
જગ્યા હોય તો આગળ જવું..
ફોટો લેવાનો પ્રયત્ન કર્યો પણ, જગ્યા હોવાથી મારા રીક્ષાવાળાએ આગળ લઇ લીધી!
મુંબઇમાં…
* હવે કાલે રાત્રે મુંબઇ ત્રણ દિવસ માટે! મજા આવશે, મસ્ત મજાનો વરસાદ છે અને આપણી પાસે તો છત્રી કે રેઇનકોટ પણ નથી! અને હા, અમદાવાદમાં પણ આજે એક નાનું એવું ઝાપટું પડી ગયું..
આ વીક કેવું જશે?
* અત્યારે હું અમદાવાદ થી મુંબઇ જતી સૌરાષ્ટ્ર ટ્રેઇનમાં બેઠો-બેઠો આ બ્લોગ પોસ્ટ લખી રહ્યો છું. આજુ-બાજુનાં લોકો કંઇ ઇન્ટરેસ્ટિંગ લાગતા નથી, એટલે લેપટોપ ખોલીને કંઇક કામ પર કરવાની ઇચ્છા ધરાવું છું. સ્ટેશન પરથી આ વખતે અભિયાન લીધું. એકંદરે તે મસાલા ટાઇપનું મેગેઝિન લાગે છે. આખું મેગેઝિન વાંચી લીધા પછી મને થયું ચાલો આપણું રાશિ ફળ વાંચીએ. એકદમ મસ્ત ગોળ-ગોળ લખેલ છે. અને આ તો ભાઇ બેજાન દારૂવાલા છે (એક તો એ બેજાન છે અને ઉપરથી દારૂવાલા છે). એક જણ પૂછે છે મારો પતિ પરદેશ ગયેલ છે. ક્યારે પાછો આવશે? હું હોવ તો જવાબ આપુ કે જ્યારે વીઝાની મુદ્ત પૂરી થશે ત્યારે! અરે મારી બહેન, તારા પતિને જ પૂછને..

