ફેનેક

* ફેનેક એ મોઝિલાનું મોબાઇલ માટેનું બ્રાઉઝર છે. પણ, તેમાં ગુજરાતી બરોબર લખી શકાતું નથી. એટલે તેનાં મેક માટેનાં બ્રાઉઝર માં. ઇમેજ અપલોડ પણ ચાલતું નથી! ઓકે, તો હવે તેનાં સ્ક્રિનશોટ કઇ રીતે અપલોડ કરવા?

તો પાછો આવ્યો ફાયરફોક્સમાં! ફેનેકને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. યાદ રાખજો કે એ તો ખરેખર નોકિયા N810 માટેનું બ્રાઉઝર છે.

ક્રોમ: ગુગલનું નવું બ્રાઉઝર!

* ઓછું હતું તે વળી નવું એક બ્રાઉઝર આવે છે: ગુગલ ક્રોમ. મજાની વાત છે કે તે કોન્કરર અને સફારી જેવા બ્રાઉઝર્સ જેનાં પર આધારિત છે તે વેબકીટ અને મોઝિલાની ટેકનોલોજી પર આધારિત છે. છે ને ઓપનસોર્સનો કમાલ!

તમે ક્રોમમાં વપરાયેલ ટેકનોલોજી સમજાવતું પુસ્તક અહીં વાંચી અને ડાઉનલોડ કરી શકો છો.

આ અંગે મને પોસ્ટ લખવા માટે મજબૂર કરવા માટે પ્રકાશભાઇનો (ઇમેલ) આભાર. એ પહેલાં મને મનીષભાઇનાં ગુગલ રીડરનાં લેખ દ્રારા સવારે બ્રેકફાસ્ટ સર્ફિંગ દરમિયાન આ જાણકારી મળી.

અને ક્રોમનું પુસ્તક ડાઉનલોડ કરતી વખતે મને આવી નીચે પ્રમાણેની રંગીન એરર:

મોરલ ઓફ સ્ટોરી: ગુગલ એ ભગવાન નથી, તેમનાં સર્વરમાં પણ એરર 500 આવી શકે છે.

ગિનેસબુક રેકોર્ડ સ્થાપવો છે?

* તો કરો મદદ ફાયરફોક્સ 3 ડાઉનલોડ કરીને. જુઓ, ભારતમાં માત્ર 18,000 જેટલાં જ ડાઉનલોડ થયા છે. કરો ક્લિક અને વાપરો ફાયરફોક્સ 3.

Download Day

ઇન્ટરનેટ એક્સપ્લોરરથી છુટકારો મેળવો !!! ફાયરફોક્સ 3 લોન્ચની પાર્ટી અમદાવાદમાં રાખવાનો વિચાર છે. એ માટે પછી વિગતે નવી પોસ્ટ ક્યારેક.

ફાયરફોક્સ લેખ

* દિવ્ય ભાસ્કરમાં થોડા દિવસ પહેલાં ફાયરફોક્સ પરનો સરસ લેખ આવ્યો. આનંદની વાત એ થઇ કે લેખ બહુ સારી રીતે રીસર્ચ કરીને લખાયેલો હતો પણ દુ:ખની વાત એ થઇ કે ફાયરફોક્સ ક્યાંથી ડાઉનલોડ કરવું તે આપેલ નથી. મેં વેબસાઇટ પર જઇને ફીડબેક આપ્યું છે. હવે, જોઇએ છીએ તે દેખાય છે કે નહી.

અને વધુમાં, દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે એમ પ્રિન્ટ અને વેબ આવૃત્તિ પરથી લાગે છે!

હા, તમે મોઝિલા.કોમ પરથી ફાયરફોક્સ ડાઉનલોડ કરી શકો છો!!