મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘રાજકારણ

નોબેલ પ્રાઈઝ

with 4 comments

* .. મને પણ મળત જો મેં આવા પોસ્ટર બનાવડાવ્યા હોત તો.

હુપ હુપ હોપ કે નોઝ?

ચૂંટણી વિશેષ સમાચારો..

with one comment

* ચૂંટણી આવે છે અને સરસ મજાનાં વિષયો લઈને આવે છે. મારા જેવા બ્લોગરોને એમાંથી સારો એવો મસાલો મળી રહે છે. વેક અપ સીડ નામનાં મુવી જોડે રાજ ઠાકરેને વાંધો એ પડ્યો કે એમાં બોમ્બે શબ્દનો ઉપયોગ થયો છે. ભાઈ ઠાકરે, આ વખતે પણ તારે છાપરે બેસવું છે?

બીજા એક ભાઈ હરિયાણામાં કોન્ડોમનું ચિહ્ન લઈને ચૂંટણી લડવા માંગે છે!

આ બાજુ રાહુલભાઈ નવા-નવા નખરા કરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.

પ્રભુની જેવી મરજી. બીજુ શું?

બટર અને કેટલ

with 4 comments

* આજે ફ્રેંચ મિત્ર બર્નાડને મળવા જતો હતો (એ વાત પછી ક્યારેક) ત્યારે સરદાર પટેલ સેવા સમાજની સામે અમુલનું જોરદાર પોસ્ટર હતું. ગમે તો હોય, આજ-કાલ બેજવાબદારી ભર્યા વિધાનો કરવાની અને પછી ભોગવવાની ફેશન થઈ પડી છે. અમુલના બટરનો ભાવ વધી ગયો છે અને સપ્લાય ઓછો થઈ ગયો છે તે વાત અલગ છે.

બટર અને કેટલ ક્લાસ

ચિત્ર મોટું જોવા માટે તેનાં પર ક્લિક કરો.

આજનાં ઉદ્ગારો

with one comment

.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો:

* વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી…

* ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે…

લઠ્ઠાકાંડ…

with 20 comments

* લો, કરો વાત. કોંગ્રેસ સરકારને કહે છે કે લઠ્ઠાકાંડમાં મરેલા વ્યક્તિ દીઠ ૧૦ લાખની સહાય આપો! અરે, વધુ આપો. લઠ્ઠાની પરમિશન આપો. લઠ્ઠાને વધુ લોકપ્રિય બનાવવા માટે આપણે ઘણું કરી શકીએ છીએ..

તમારા સૂચનો આપો :P

આનંદો!

with 2 comments

* આપણે બધા આનંદમાં આવી ગયા કે ગુજરાતમાંથી ત્રણ રોકડા નેતાઓની મંત્રીઓ તરીકે નિમણુક કરવામાં આવી અને બીજા બે ગુજરાતીઓ (પ્રફૂલ પટેલ અને દિનેશ ત્રિવેદી) પણ મંત્રીમંડળમાં છે. તેમ છતાં, આપણને ખબર છે કે આ બધામાંથી કોઇનુંય કંઇ સાંભળવાનું નથી. પાંચ વર્ષ આરામ કરી (અને ભૂલથી પણ ગુજરાત માટે કંઇ પણ કર્યા વગર) આ લોકો ધોયેલા મોઢે પાછા જ આવવાનાં છે.

* બીજા આનંદના સમાચાર એ કે બિહારમાં લોકોએ બે ટ્રેન અને એક સ્ટેશન સળગાવી દીધું. કોઇ કંઇ કહે તે પહેલાં લાલુએ કીધું કે આમાં અમારો કોઇ હાથ નથી! કારણ શું હતું? ટ્રેનનું સ્ટોપેજ એક સ્ટેશન પર નહોતું આપવામાં આવ્યું! ભાઇ, આ લોકોને સમજાવો કે આવું તો ગુજરાતમાં સામાન્ય છે. તમારા બિહાર કરતાં તો અમારા ગુજરાતીઓ સહનશીલ છે – અમે તો ટ્રેન સળગાવતા નથી, માત્ર સળગીએ છીએ, ખોબલે-ખોબલે મત આપીએ છીએ અને ઇન્કમટેક્સ-સેલ્સટેક્સ ભરીએ છીએ જે બિહારના વિકાસમાં વપરાય છે. વાંધો નહી, અમે તમારા માટે નવું રેલ્વે સ્ટેશન બનાવીશું! જલ્સા કરો, તમે તમારે!

આઇપીએલ એટલે?

with 5 comments

Written by Kartik Mistry

March 23, 2009 at 11:56 AM

ખરેખર અંતુલે માણસ છે?

without comments

* સિમેન્ટ કૌભાંડમાં મોઢું કાળું કર્યા પછી હવે અંતુલેને હેડકી આવે છે કે હેમંત કરકરે સાચે જ આતંકવાદનો શિકાર થયા હતા? જ્યાં સુધી આવા લોકો દેશમાં છે ત્યાં સુધી શું થઇ શકશે?

તમે તમારો મત ઉપર આપી શકો છો!!

૧ મતની કિંમત

without comments

* રાજસ્થાનમાં ચૂંટણી પૂરી થઇ – પરિણામ ભલે જે પણ આવ્યું, મેં કંઇ દરકાર પણ ન કરી. હવે, થયું એવું કે અમારી સામે રહેતાં પડોશી ચૂંટણીમાં મત આપવા (ખરેખર તો તેમનાં સંબંઘીનાં લગ્નમાં ગયા હતા – ચૂંટણી વચ્ચે આડી ઉતરી) ગયા હતા. તેમણે છેક અમદાવાદ થી નાથદ્વારા જઇને વોટ આપ્યો – અને પરિણામ આવ્યું કે કોંગ્રેસનાં પ્રો.જોષી ૧ મતથી હારી ગયા! એ જ જોષી જેમણે કોંગ્રેસને જીતાડવામાં સિંહફાળો આપ્યો.

જીવન વિચિત્ર છે. છે ને?

૧ મતની કિંમત જોઇ? તમે મત આપશો ને?

Written by Kartik Mistry

December 10, 2008 at 12:41 PM

હે રાજ!

without comments

* અલ્યા, તને પ્રોબ્લેમ શું છે? બહુ થયુ, હવે.

Written by Kartik Mistry

October 21, 2008 at 12:28 PM