Posts Tagged ‘લિનક્સ’
ગુગલ ક્રોમ ટેસ્ટ
* આ ગુગલ ક્રોમ ટેસ્ટ છે.
કારણ કે, ગુગલે હવે ક્રોમને ઓફિશીઅલી લિનક્સ અને વિન્ડોઝ માટે બીટા વર્ઝન બહાર પાડ્યું છે. વર્ડપ્રેસમાં ગુજરાતી બ્લોગના પોસ્ટનું શીર્ષક ચોરસ-ચોરસ ખાનાં દેખાય છે અને કંઈક વિચિત્ર સંજ્ઞાઓ ગમે ત્યાં દેખાય છે. આ સિવાય તમે જો વિન્ડોઝ અને મેક માટે વાપરો તો અહીં ટીપ્પણી કરવા વિનંતી (જેથી, આપણે વર્ડપ્રેસ અથવા ક્રોમમાં બગ મૂકી શકીએ..)
બેંગ્લુરૂમાં..
ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ
* ફરી પાછું ગુગલ લઈને આવ્યું છે, ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ. વધુ વિગત માટે વાંચો આ સમાચાર પાનું. અને નીચેનો વીડિઓ સરસ મજાનો છે. તેમ છતાં, અમુક વાતો હજી ખટકે છે – દા.ત. ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતાં ૪૫ સેકન્ડ લગાવે છે, એન્ટિ વાયરસ વગેરે. લાગે છે કે ગુગલનું લક્ષ્ય સીધું જ માઈક્રોસોફ્ટ છે. જે હોય તે, પણ, આ પોસ્ટને માઈક્રોસોફ્ટ સક્સની કેટેગરીમાં મૂકેલ નથી એટલે કોઈએ વાંધો ઉઠાવવો નહીં!!
ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી
* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.
અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.
શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત) પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.
અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.
આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.
એક વાક્ય જે ૧૪૦ અક્ષરોમાં ન સમાયું..
Most people are idiots, and being a manager means you’ll have to deal with it, and perhaps more importantly, that _they_ have to deal with _you_
ઉપરનું વાક્ય ૧૪૦ અક્ષરોમાં સમાતું નહોતું, એટલે ટ્વીટર કે આઈડેન્ટી.કાની જગ્યાએ અલગ પોસ્ટ તરીકે મૂક્યું છે. છે ને એકદમ બરોબર?
(સોર્સ: http://lwn.net/Articles/358701/ અને http://www.mjmwired.net/kernel/Documentation/ManagementStyle )
કેપ્સ લોકની કળની કળા

* મારા મેકબુકનાં કી-બોર્ડમાં કેપ્સલોકની સરસ મજાની કળ આવેલી છે (એટલે કે Key). એમાં સરસ મજાની લીલી લાઈટ પણ આપેલી છે. હું જો કે લિનક્સ કમાન્ડ લાઈનનો માણસ – એટલે આપણને કેપ્સ લોક નક્કામી. પણ, હું જ્યારે પણ કામ કરતો હોઉં ત્યારે કવિન આવીને કેપ્સ લોક દબાવે અને, મારી ત્રણ-ચાર મિનિટ તેને સમજાવવામાં અને પછી કમાન્ડ (કે કંઈ પણ) ફરીથી ટાઈપ કરવામાં નીકળી જાય. આ મુશ્કેલીમાંથી બહાર આવવા છેવટે, ~/.bashrc માં નીચે પ્રમાણેનું સેટિંગ ઉમેર્યું.
if [ "$PS1" ]; then
xmodmap -e “remove lock = Caps_Lock”
fi
અને હવે, કેપ્સ લોકની લાઈટ અને કળ કામ કરતી બંધ થઈ ગઈ.કવિનને એમ કે પેલી લીલી લાઈટ બગડી ગઈ છે એટલે તેણે મને હેરાન કરવાનું છોડી દીધું
હા, મારી bashrc વગેરે ફાઈલો તમે અહીં મેળવી શકશો.
એક સમાચાર..
* ર૧મીએ ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રીપોર્ટર સાથે થયેલી વાત-ચીત પરથી લિનક્સ અને ગુજરાતીલેક્સિકોનનો લેખ તમે અહીંથી વાંચી શકશો. આર્ટિકલ મુકવા માટે જીગીશભાઈનો આભાર! હા, લેખમાં થોડી-ઘણી વિગતો પર એડિટરની અસર પડી છે – જે સામાન્ય વાત છે.
સાત પાપ – વિન્ડોઝ ૭ કે સાથ
* બેડ વિસ્ટા પછી માઇક્રોસોફ્ટ લઇને આવે છે – વિન્ડોઝ ૭ નાં સાત પાપ. આ સાત પાપ વિશે વધુ જાણવા જુઓ FSF (ફ્રિ સોફ્ટવેર ફાઉન્ડેશન)ની સાઇટ: વિન્ડોઝ૭સિન્સ.ઓર્ગ. હા. મૂળ સાત પાપ વિશે તમે વધુ વિકિપીડિઆનાં આ લેખ પરથી જાણી શકો છો. જેણે દાન્તેની ઇન્ફર્નો વાંચી હોય તેને ખ્યાલ જ હશે.
કેડીઇ ૪.૩.૦
* કેડીઇ ૪.૩.૦ હાજર છે!




