મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘લેપટોપ

મરી-મસાલા

with 18 comments

થોડાંક સમાચારો, મરી-મસાલા વાળી ચા સાથે…

* એ.સી.ની ઠંડકમાં આ પોસ્ટ લખાઇ રહી છે અને કમનસીબે મારી જગ્યા પર સૌથી વધુ ઠંડી લાગે છે.

* વર્ડપ્રેસનું ગુજરાતી દિવસે-દિવસે રંગ (અને બેઢંગીપણું) પકડતું જાય છે, જો આવું જ ચાલશે તો હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં બ્લોગ ફેરવી દઇશ (Settings–>General–>Language).

* નવી ઓફિસમાં લગભગ ‘સેટ’ થઇ ગયો છું.

* લેપટોપ (મારું બચુકડું મેક) નવરું પડ્યું છે. કારણ કે, ઓફિસમાં સરસ ડેસ્કટોપ મળ્યું છે..

* પ્રોજેક્ટ મેનેજરમાંથી પ્રોગ્રામર બનવું અઘરું છે, પણ અશક્ય તો નથી જ!

* આવતું અઠવાડિયું બહુ જ સામાજીક-સામાજીક જવાનું છે..

પિન સ્ટોરી

with 9 comments

* આજે સવારે મારા લેપટોપના ચાર્જરની યુનિવર્સલ પિન ઘરે ભૂલી ગયો. ઓફિસ આવીને જોયું તો લેપટોપમાં ૧.૫ કલાક ચાલે એટલી બેટ્રી બાકી હતી. મને એમ કે કોઇની પાસે મળી જશે – પણ થયું એવું કે અમારા CEO પણ તે ઘરે ભૂલી ગયેલા. સપોર્ટ સ્ટાફ પાસે નીચેની દુકાનમાંથી પિન મંગાવી. ન ચાલી. બીજી વખત બદલાવા માટે મોકલ્યો – પણ તે પણ ન ચાલ્યું. પછી, હું નજીકના રીલાયન્સ ફ્રેશમાં ગયો. કિંમત દેખી ૨૫ રૂપિયા. સરસ. કાઉન્ટર પર જઇ બિલ કરાવ્યું તો આવ્યું ૩૬ રૂપિયા! ઓહ. મેં જોયું તો એ જ પિન પણ તારીખ અલગ અને કિંમત પણ અલગ! ભારે કરી મુકેશ ભાઇ તમે તો!

આ પેલી પિન...

છેવટે એક અમુલ મસ્તી છાશ અને પિન લઇ ઓફિસે આવ્યો અને લેપટોપ ચાલુ કર્યું..

Written by Kartik Mistry

April 28, 2009 at 1:30 PM

ત્રીજો વાંદરો ક્યાં?

with 4 comments

* થોડા દિવસ પહેલાં મારા મોબાઇલ-થી-લેપટોપનું બ્લુટુથ જોડાણ અચાનક ચાલવા લાગ્યું એટલે મોબાઇલથી લીધેલ કેટલાંક વાંદરા ચિત્રો નીચે મૂક્યાં છે!

બૂરું દેખવું નહી

બૂરું સાંળવું નહી

.. અને ત્રીજો વાંદરો?

Written by Kartik Mistry

February 2, 2009 at 9:00 AM

સલામતી

with 2 comments

* સલામતીના કારણોસર મારા લેપટોપમાં એક સલામતી સ્ક્રિનસેવર લગાવવામાં આવ્યું છે:

સલામતી સ્ક્રિનસેવર

ધ્યાન રાખજો!

વિન્ડોઝનું સ્થાન ક્યાં?

without comments

* ગઇકાલે એક મિત્રનાં વિન્ડોઝ વિસ્ટા વાળા લેપટોપમાં વાઇ-ફાઇની ગોઠવણી માટે ૨ કલાક મગજનું દહીં કર્યા પછી, બે વર્ષ પહેલાં મુંબઇની જૂની ઓફિસ નજીક પાડેલો આ સરસ ફોટો મારા મનની સ્થિતિ કહી દે છે!

વિન્ડોઝ કચરાપેટીમાં...

બચૂકડાં લેપટોપ્સ

with one comment

* આજકાલ ટચૂકડાં-બચૂકડાં લેપટોપ્સનો જમાનો છે. આજે Dell કંપનીએ Inspiron Miniની જાહેરાત કરી. આ પહેલાં Asusનું ઇઇઇ પીસી, MSIનું વિન્ડ અને Acer એસ્પાયર વન તો આવી ગયેલ છે.

હજી સુધી માત્ર ઇઇઇ પીસીની જ ઝલક જોવા મળી છે, એટલે બધાની સરખામણી કરવાની હિંમત કરતો નથી. તમારે ઇઇઇ પીસી જોવું હોય તો ક્રોમાની મુલાકાત લઇ લેજો.

તમારે વિન્ડોઝ કેમ ન જ વાપરવું જોઇએ?

with 15 comments

* આપણને બધાને ખબર છે કે વિન્ડોઝનાં જેટલાં પર લિગલ ઇન્સ્ટોલેશન થાય છે તેના કરતાં પાયરેટેડ ત્રણ ઘણાં થાય છે. મારા કઝિનનાં લેપટોપમાં (કોમ્પેક પ્રિસારીઓ વી૩૦૦૦) વિન્ડોઝ હોમ સાથે આવેલું હતું. એક દિવસ અચાનક લેપટોપ બંધ થઇ ગયું, અને વોરન્ટીમાં ન હોવાથી એચ.પી. અને સર્વિસ સેન્ટર બન્ને વાળાએ હાથ ઉંચા કરી દીધા. ઓકે. નો પ્રોબ્લેમ. મેં તેને સલાહ આપી કે જો, વિન્ડોઝ XP પ્રોફેશનલ નાખશે તો લેપટોપ સારું ચાલશે. તો અમે, ગઇકાલે જઇને ૬૮૫૦ રૂપિયા ખર્ચીને મસ્ત વિન્ડોઝ XP લઇ આવ્યા.

સરસ. તો અમે મૂક્યું ઇન્સ્ટોલેશન કરવા, પણ જ્યારે પણ હાર્ડડિસ્ક ચકાસણી આવે ત્યારે તે અટકી જાય. મને થયું હાર્ડવેરમાં કંઇક મુશ્કેલી થઇ લાગે છે પણ તેનાં પહેલાં અમે બધો બેકઅપ લિનક્સની લાઇવ સીડી વડે લઇ લીધેલો હતો. અમે બીજા સોફ્ટવેરની મદદથી આખી હાર્ડડિસ્કને ફોરમેટ કરી, પણ ફરી એ જ મુશ્કેલી. છેવટે, જ્યાંથી વિન્ડોઝ લીધું ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે આ હાર્ડડિસ્ક SATA હોવાથી તે વિન્ડોઝ વડે શોધી શકાશે નહી. અને અમારે ઇન્ટરનેટ ઉપરથી તેનાં ડ્રાઇવર શોધી, એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવમાં નાખીને ઇન્સ્ટોલ કરવા પડશે. લો કરો વાત.

૧. કેટલા વ્યક્તિઓ પાસે એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવ હોય છે.

૨. કેટલા વ્યક્તિઓ પાસે ઇન્ટરનેટ હોય છે.

૩. લીગલી લીધું હોવા છતાં, તમારે ૩૦ દિવસની અંદર ઇન્ટરનેટ વડે XP નું એક્ટિવેશન કરાવવું પડે છે.

૪. આટલું મોંઘું હોવા છતાં, એક ડ્રાઇવર આપવાની તસ્દી કેમ ન લેવામાં આવી.

લિનક્સ અને BSD નો વ્યાપ વધે તેમાં નવાઇ શાની? હવે તો લેપટોપ્સમાં પણ લિનક્સ પ્રિઇન્સ્ટોલ આવે છે. નવું લેપટોપ કે ડેસ્કટોપ લો તો લિનક્સ લેવાનો આગ્રહ રાખજો.

(સત્ય ઘટના, શિર્ષક: કવિ કાર્તિક મિસ્ત્રી)

મોંઘવારીનો ઉપાય?

with 7 comments

* આજે સવારે વાંચ્યું કે અમુલે દૂધનાં ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરી દીધો! તો, હવે આ ફુગાવા અને મોંઘવારીને કારણે મધ્યમ વર્ગને ભયંકર તકલીફ પડી રહી છે, તેનાં કંઇક ઉપાયો મને લાગ્યા તેમ લખ્યા છે, તમે પણ તેમાં ફાળો આપી શકો છો.

૧. મહેમાન આવે તો પ્રથમ તો ચાની ઓફર જ ન કરો. પાણી આપી બેસી જાવ અને વાતો કરે રાખો. કંટાળીને જતાં રહેશે. ઉત્તમ ઉપાય છે કે કોઇની જોડે સારા સંબંધો જ ન રાખો, ના રહેશે મહેમાનો, ના ટકશે મોંઘવારી!

૨. ઘરનાં સભ્યો માટે માત્ર એક જ વખત ચા બનાવો. પાણી હજી મોંઘું ન હોવાથી તેને ચામાં ભરપૂર વાપરો.

૩. બ્લેક ટી નો ઉપયોગ વધારી દો.

૪. એક ગાય કે ભેંસ જ પાળી લો. પાર્કિંગમાં બાંધી રાખવાની..

૫. સરળ ઉપાય, ચા કે દૂધ પીવાનું જ છોડી દો!

૬. બેચલર હોવ તો, બેચલર જ રહો ;)

હવે, થોડાં ગંભીર અને વૈજ્ઞાનિક ઉપાયો:

૧. કોમ્પ્યુટર કે લેપટોપ જ્યારે ન વાપરતાં હોવ, મિટીંગ વગેરેમાં હોવ તો, મોનિટરની સ્વિચ ઓફ કરો. લેપટોપને પાવર સેવિંગ મોડમાં વાપરો.

૨. જરૂર ન હોય ત્યારે બધી જ સ્વિચો બંધ રાખો.

૩. જો તમારાં નસીબ હોય અને તમે સારાં જાહેર ટ્રાન્સપોર્ટ વાળાં શહેરમાં હોવ તો, તેનો મહત્તમ ઉપયોગ કરો.

૪. સાયકલ લઇ લો (અરર, મારે હજી બાકી છે, તે લેવામાં પણ મોંઘવારી નડી ગઇ!)

૫. મેડિક્લેઇમ લઇ લો (હા, જરૂરી છે, પણ ખાસ નોંધ: જુઓ ઉપરની પોસ્ટ!!)

૬. જરૂરી નથી કે વધુ રૂપિયા લેતી શાળાઓ સારું શિક્ષણ આપે છે. દેખાદેખી છોડી દો.

૭. મોલમાં જવાનું ઓછું કરો (સોરી, મારે આજે જવું પડશે) અને જવાનું જ હોય તો ઘરેથી નક્કી કરીને નીકળો કે શું લેવાનું છે અને એટલું જ ખરીદો.

૮. કરેલા ખર્ચની નોંધ રાખો. જો તમે લિનક્સ વાપરતાં હોવ તો, ટોમબોય કે PEM જેવાં સોફ્ટવેર વાપરી શકો છો.

૯. ફોનથી કામ પતતું હોય તો સ્થળ પર કે રૂબરૂ મુલાકાત લેવાની ટાળો.

મેકની બીજી જાણવા જેવી ખાસિયતો..

with 5 comments

* મેક વિન્ડોઝ કરતાં જુદું કઇ રીતે પડે છે, તે આપણે જોયું. હવે, મેકની બીજી નોંધ પાત્ર વસ્તુઓ…

૧. ડોક

કાર્યક્રમ મેનુની જગ્યાએ મેકમાં નીચેની બાજુએ (તમે ડાબે, જમણે પણ મૂકી શકો છો) એક તરતું ડોક હોય છે. તેનો ઉપયોગ કરી તમે કોઇપણ કાર્યક્રમ ખોલી શકો છો. તેની જમણી બાજુએ તમે કોઇ વિન્ડો મીનીમાઇઝ કરો તો તે ત્યાં ચાલી જાય છે. જે કાર્યક્રમમાં નીચે ઝીણી લાઇટ થયેલ દેખાય તે ચાલુ છે તેમ બતાવે છે.

તમે જોઇ શકો છો કે, ફાઇન્ડર (એટલે કે મેકનું ફાઇલ બ્રાઉઝર (જે હંમેશા ખૂલ્લું જ રહે છે)), ટર્મિનલ, Xcode, મેઇલ, ફાયરફોક્સ, એડિયમ ખૂલ્લાં છે, ઝીણી લાઇટ દેખાય છે? જ્યારે ઓપનઓફિસ, vlc, સ્કાઇપ વગેરે બંધ છે.

૨. ઓલ વિન્ડો વ્યુ

કર્સરને ડેસ્કટોપને એક ખૂણે (તમે ચાર ખૂણામાંથી કોઇપણ ખૂણો પસંદ કરી શકો છો) લઇ જતાં તમારી ખૂલેલ બધી જ વિન્ડો દેખાશે. અને તેમાંથી એક પર ક્લિક કરતાં તે આખી વિન્ડો ખૂલશે.

૩. ડેશબોર્ડ

એકદમ ઝક્કાસ વિજેટ્સ. વિજેટ્સ એટલે નાનકડાં કાર્યક્રમો. F4 બટન દબાવતાં તે આવી જશે.

૪. નો રાઇટ ક્લિક બટન!

હા, એક વાત, મેકમાં રાઇટ ક્લિકનું બટન હોતું નથી. એક જ ક્લિક હોય છે!! પણ, જો રાઇટ ક્લિક કરવું હોય તો, એક આંગળી પેડ પર મુકો અને ક્લિક કરો. ખાસ કરીને વિન્ડોઝ વપરાશકારોને આ બહુ જ નવાઇભર્યુ લાગે છે.

૫. બે આંગળી વડે સ્ક્રોલ

તમે એક આંગળી અને બટન વડે સ્ક્રોલ કરી થાકી ગયા છો? ખાસ કરીને વેબસાઇટું સર્ફ કરતાં કરતાં આંગળીઓની વાટ લાગે છે. તો મૂકો બે આંગળીઓ પેડ પર અને સરકાવો ધીમેથી!

મેકની આમાંથી થોડી લાક્ષણિકતાઓ તમે તેનાં પાનાં પર જોઇ શકો છો. પ્રથમ અને છેલ્લાં બે ચિત્રો આ પાનાં પરથી લીધેલ છે. બાકીનાં મારા લેપટોપમાંથી સ્ક્રિનશોટ વડે..

પછી ક્યારેક આપણે આઇકેલ કેલેન્ડર કાર્યક્રમ (iCal), ફોટોબુથ (PhotoBooth) અને ડેવલોપર્સ માટેનાં ટુલ Xcode વિશે જાણીશું.

નોંધ, તમારે મેક કેમ લેવું જોઇએ તેની સરસ માહિતી.

નવું મેક

with 9 comments

* ઘણાં દિવસની પ્રાર્થનાઓ, મન્નતો અને ધમકીઓ પછી હિમાલય મોલમાં રહેલ ઇમેજીન સ્ટોરમાંથી મારું મેક (મેકબુક વ્હાઇટ, ૨ જીબી રેમ, ૨.૪ ગીગાહર્ટઝ ઇન્ટેલ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૧૬૦ જીબી હાર્ડડિસ્ક વગેરે વગેરે) આજે બપોરે આવ્યું. પ્રથમ કામ કર્યું ફાયરફોક્સ અને ગુજરાતીલેક્સિકોન ડિક્શનરી નાખવાનું. પછી અપડેટ ચાલુ કરી દીધા. અને હા, તેનો વેબકેમ એકદમ સરસ છે :)

અને આ છે, ફોટોબુથ નામનાં સોફ્ટવેરથી લીધેલ મસ્ત ફોટો..

અને હા, મેકની સાથે તેનાં પર ડેબિયન તો ચાલવાનું જ છે..