Posts Tagged ‘વર્ડપ્રેસ’
ટૂંકી લિંક
* તમે હવે વર્ડપ્રેસનાં પોસ્ટની ટૂંકી લિંક પોસ્ટ કરતી વખતે જ મેળવી શકો છો. ખાસ કરીને ગુજરાતી બ્લોગરો જે પોસ્ટ સ્લગનો ઉપયોગ નથી કરતાં તેમનાં માટે આ શુભ સમાચાર છે. તમે વર્ડપ્રેસમાં પોસ્ટ કરતી વખતે “Get Shortlink” બટન પર ક્લિક કરીને પોસ્ટની ટૂંકી લિંક મેળવી શકો છો અને કોઇને પણ તે આપી શકો છો..
એકદમ સરળ.

આ ટૂંકી લિંક કઇ બલા છે? હવે, થાય એવું કે ઇમેલ કે ટ્વીટર (૧૪૦ અક્ષરોની મર્યાદા!) પર લિંક આપતી વખતે તમારો સંદેશો બહુ લાંબો થઇ જાય. ટૂંકી લિંક સેવા તમને લાંબી લચક લિંકને નાની કરી આપે અને તમે મોટી લિંકની જફામાં પડ્યા વગર સંદેશો ઉપર ધ્યાન આપી શકો. આવી ઘણી બધી સાઇટ્સ છે અને ખાસ લોકપ્રિય છે, tinyurl.com, bt.ly, is.gd, nsfw.in વગેરે વગેરે. વચ્ચે થોડા સમય પહેલાં આવી ટૂંકી લિંકની કોઇક સાઇટ હેક થઇ ગઇ હતી અને તમે ટૂંકી લિંક મેળવેલ URLની જગ્યાએ કોઇ બીજી જ ભળતી સ્પામ સાઇટ્સ ખૂલી જતી હતી
મરી-મસાલા
થોડાંક સમાચારો, મરી-મસાલા વાળી ચા સાથે…
* એ.સી.ની ઠંડકમાં આ પોસ્ટ લખાઇ રહી છે અને કમનસીબે મારી જગ્યા પર સૌથી વધુ ઠંડી લાગે છે.
* વર્ડપ્રેસનું ગુજરાતી દિવસે-દિવસે રંગ (અને બેઢંગીપણું) પકડતું જાય છે, જો આવું જ ચાલશે તો હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં બ્લોગ ફેરવી દઇશ (Settings–>General–>Language).
* નવી ઓફિસમાં લગભગ ‘સેટ’ થઇ ગયો છું.
* લેપટોપ (મારું બચુકડું મેક) નવરું પડ્યું છે. કારણ કે, ઓફિસમાં સરસ ડેસ્કટોપ મળ્યું છે..
* પ્રોજેક્ટ મેનેજરમાંથી પ્રોગ્રામર બનવું અઘરું છે, પણ અશક્ય તો નથી જ!
* આવતું અઠવાડિયું બહુ જ સામાજીક-સામાજીક જવાનું છે..
વર્ડપ્રેસ ગુજરાતીમાં? આવે છે?
* લાગે છે કે વર્ડપ્રેસે હવે ગુજરાતીમાં ઇન્ટરફેસ આપવાની શરૂઆત કરી દીધી છે. તમે પણ આ નોટિસ કરેલ જ હશે!

લેખોની વડે ટેસ્ટ
બ્લોગ પોસ્ટિંગ મહિનો
* આ મહિનો – એટલે કે જુલાઇ મહિનો `નેશનલ બ્લોગ પોસ્ટિંગ મંથ` છે. વધુ માહિતી માટે જુઓ વર્ડપ્રેસનું આ એનાઉન્સમેન્ટ. અને પ્રોજેક્ટનું વેબ પાનું. તો એમાં આપણે શું કરવાનું? કંઇ નહીં. માત્ર દરરોજ એક પોસ્ટ કરવાની – આખા મહિના દરમિયાન..
તો તમે ભાગ લો છો કે નહીં?
આડા-અવળાં સમચારો
* થોડાં આડા-અવળાં સમાચારો, ટૂંકમાં! (શીર્ષકપ્રેરણા)
૧. કેટલાક લોકો કોમેન્ટ દૂર કરવા માટે આખી પોસ્ટ દૂર કરે છે..
૨. એક ઇમેલ સોફ્ટવેરમાં ગુજરાતી લખાણ જંક દેખાતું હતું – પછી ખબર પડી કે મેં UTF-8 કેરેક્ટર સેટ નહોતો આપેલ
આખા ગામને હું સલાહ આપું છું અને … ![]()
૩. અમારી કંપનીએ બનાવેલ પહેલી iPhone એપ્લિકેશન તમે iTunes વડે તમે ડાઉનલોડ કરી શકો છો: આ માટે તમે તેમાં Magnet Technologies શોધ કરો – મળી જશે!
૪. તમે હવે ટેડ.કોમના વિડીઓ વર્ડપ્રેસ.કોમમાં ઉમેરી શકો છો!
૫. કવિન હવે બીજાની ફરિયાદ મારા આગળ કરતો થઇ ગયો છે..
૬. કવિનને બહુ જ ગમતો શબ્દ છે – ના!
૭. આજે સીઝનની પહેલી વાર કેરી ખાધી – કવિનને પણ મજા પડી ગઇ.
૮. એક ભાઇને પૂછ્યું યાર અમદાવાદમાં ટ્રાફિક બહુ જ છે. એ કહે, ટ્રાફિક બહુ નથી પણ – ટ્રાફિક સેન્સ નથી!
૯. ઓફિસથી બે-ત્રણ દિવસથી મોડો આવું છું – તો બધાને નવાઇ લાગે છે ![]()
૧૦. મારું મેક આટલા સમયમાં ગઇકાલે પ્રથમ વાર એમ જ બંધ થઇ ગયું! વિન્ડોઝમાં પેલી વાદળી રંગ વાળી ક્ષતિ આવે છે – તે રીતે..
ટ્વીટર હવે વર્ડપ્રેસ.કોમ પર!
* તમે જો ટ્વીટર વાપરતાં હોવ તો, તે વિજેટ તરીકે તમારા વર્ડપ્રેસ.કોમનાં બ્લોગ પર સાઇડબાર તરીકે મૂકી શકો છો!

ટીપ્પણી કરવાની ટીપ્સ
થોડા સમયથી મારા અને બીજા અનેક બ્લોગ્સ ઉપરથી મેં નીચે થોડીક ટીપ્સ (અથવા સલાહો) બીજાનાં (અને પોતાનાં) બ્લોગ્સ-વેબસાઇટ્સ પર યોગ્ય રીતે ટીપ્પણીઓ ઉર્ફે કોમેન્ટ્સ કરવાની ટીપ્સ આપેલ છે.
હા, તમે તમારી કોમેન્ટ્સ આ પોસ્ટ પર કરીને તેને વધુ સારી બનાવી શકો છો
૧. યોગ્ય પોસ્ટ પર યોગ્ય કોમેન્ટ કરો. આમાં મારી આખી પોસ્ટનો સાર આવી જાય છે!
૨. ગુજરાતી ના આવડતું હોય તો – ખોટું લખવાને બદલે અંગ્રેજીમાં લખો.
૩. કોમેન્ટની અંદર પોતાની વેબસાઇટ, બ્લોગની લિંક આપવાની જરૂર નથી, કારણકે કોમેન્ટ ફોર્મમાં તે પૂછવામાં આવતું જ હોય છે.
૪. તમે ગ્રેવેટાર જેવી સર્વિસનો ઉપયોગ કરીને તમારો ફોટો તમારી કોમેન્ટની સાથે આપમેળે મૂકી શકો છો (વર્ડપ્રેસ.કોમ વાળા વપરાશકર્તાઓ માટે આ બેસ્ટ છે).
૫. જો તમે વર્ડપ્રેસ.કોમ પર હોસ્ટ થયેલ બ્લોગ પર કોમેન્ટ કરતા હોવ તો, બને તો તમારું વર્ડપ્રેસ લોગીન વાપરો.
૬. જો તમને લાગે કે તમારી ટીપ્પણી આપેલ પોસ્ટ કે લેખને વધુ સારો બનાવી શકે છે – તો જરૂરથી ખૂટતી માહિતી આપવાનો પ્રયત્ન કરો.
૭. કોમેન્ટનો જવાબ તમારા બ્લોગ પર કોમેન્ટથી જ આપો. તે વ્યક્તિને ઇમેલ ખૂબ જરૂર હોય તો જ કરો – દરેક વખતે ઇમેલ કરવાની જરૂર નથી (જો કે રજનીભાઇ તો ફોન પણ કરે છે
)
૮. પોસ્ટમાં ભૂલ હોય તો જરૂરથી કોમેન્ટ કરો.
૯. એવી કોમેન્ટ ન કરો કે બ્લોગરને કોમેન્ટ દૂર કરવી પડે (જો કે સલાહ હંમેશા આપવાની વસ્તુ હોવાથી, આ સલાહ હું પાળતો નથી!)
આવે છે, વર્ડપ્રેસ ૨.૭!!
* વર્ડપ્રેસની ૨.૭ આવૃત્તિ આવતી કાલે સવારથી તમને જોવા મળશે – એટલે જો તમારા વર્ડપ્રેસ.કોમ બ્લોગમાં લોગ-ઇન કર્યા પછી કંઇક અલગ-અલગ લાગે તો નવાઇ ના પામતાં, પણ આ લેખ વાંચી લેજો!!
વર્ડપ્રેસ.કોમમાં નવું પીંછું: પૉલ
* અહીંથી સમાચાર મળ્યા કે હવે, તમે વર્ડપ્રેસમાં પૉલ (Poll) એટલે કે મતની સુવિધા મેળવી શકો છો. તો આપો તમારો મત નીચે!

