મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Posts Tagged ‘વેબસાઇટ

ગુગલ ડિક્શનરી

with 7 comments

* ગુગલ કંઈ કરે એમાં પૂછવાનું હોય. જુઓ, ગુગલ ડિક્શનરી.

ઉદાહરણ: કાર્ય.

ગુજરાતી સાહિત્યના વિડીઓ

with one comment

* ગુજરાતી સાહિત્ય પરિષદની સાઈટ પર ભેદી સંજોગોમાં વિડીઓની લિંકનો કોડ કોઈએ કોમેન્ટ કરેલ છે એટલે લિંક દેખાતી નથી (આ માટે તેનો Page Source જોવો). આ વિડીઓ જોવા માટે અહીં અને અહીં ક્લિક કરો. બાકીના વિડીઓ Related Videos પરથી મળી જશે.

આજની ટી-શર્ટ

with 9 comments

જેવું વિચારો એ જ માનવું નહીં!

ટી-શર્ટ: મારી પોતાની. મોડેલ: કાર્તિક મિસ્ત્રી. કંપની: પ્લેનેટ-એમ.

નોંધ: સાઇટ ચાલુ નથી – કહે છે કે, We will back shortly!

Written by Kartik Mistry

June 12, 2009 at 6:00 PM

ચિત્ર શોધ

with 2 comments

બે સરસ ચિત્ર શોધ વેબસાઇટ્સ:

૧. હવે તમે એક-સરખાં ચિત્રો ગુગલની મદદથી શોધી શકો છો. વધુ માહિતી માટે જુઓ: http://similar-images.googlelabs.com

૨. તમે કોઇ શબ્દ વડે ચિત્ર શોધ કરો છો, પણ ઉલ્ટું કરવું હોય તો, ચિત્ર વડે ચિત્રની કે માહિતીની શોધ માટે જુઓ: http://tineye.com હા, તેમનો ડેટાબેઝ નાનો છે એટલે તમને યોગ્ય પરિણામ ન પણ મળે..

ફેસબુક ગુજરાતી ભાષાંતર!

with 5 comments

* ફેસબુક હવે ગુજરાતી ભાષાંતરની સેવા પૂરી પાડે છે. લોકો ભાષાંતર કરે તો કેવું કરે તેનું એક ઉદાહરણ નીચેના સ્ક્રિનમાં..

ફેસબુકમાં મોબાઇલનું ગુજરાતી!

હા હા હા. ટેલિફોનનું ડબલું ;) સારી વાત એ છે કે અહીં વોટિંગની સરસ સિસ્ટમ છે.

પણ, હા. તમારો સમય બગાડવાની જરૂર નથી. ફેસબુક તમને એક રૂપિયો આપવાની નથી અને તમારું ભાષાંતર તમારું ન રહેતા ફેસબુકનું બની જશે..

વૈકલ્પિક સોફ્ટવેર શોધો

with 2 comments

* ફોટોશોપની જગ્યાએ બીજું કોઇ ફ્રી સોફ્ટવેર વાપરવું છે? પણ, મળતું નથી? બીજું કયું સારું બ્રાઉઝર છે? મને ગમતું સોફ્ટવેર ૧૦૦$ નું છે – અને ખિસ્સા+બેંકમાં ૯૫.૫૫$ જ છે. શું કરવું? સોરી, તમારા ખાતામાં $ જમા નહી થાય! પણ, તમને અહીં વૈકલ્પિક સોફ્ટવેરની પસંદગીઓ મળી જશે..

જુઓ: અલ્ટરનેટિવ ટુ સાઇટ

સોર્સ: લાઇફહેકરનો આ લેખ

જૂનાં સમાચાર: સફારીની નવી વેબસાઇટ

with one comment

* સફારીની નવી વેબસાઇટ વિશે ઉર્વિશભાઇએ ક્યારનુંય લખી દીધું છે, તો હવે હું શું નવું લખી રહ્યો છું? પણ, એમ કંઇ આદત જાય? મને આમ પણ ભૂલો શોધવાની અને સારી વસ્તુઓનાં વખાણ કરવાની આદત પડી ગઇ છે!

૧. સફારીનું હોમપેજ સરસ છે. વાંચકને કયા વિભાગ (ગુજરાતી કે અંગ્રેજી)માં જવું છે તેનો તરત ખ્યાલ આપે છે. સફારીની માહિતી પણ સરસ રીતે લખેલ છે.

૨. ગુજરાતી વિભાગમાં નીચેની વસ્તુઓ મને બહુ ગમી.

અ. સજેસ્ટ લોગો અને આ સમગ્ર વિચાર:

વહેંચો

બ. ફ્રી પ્રિવ્યુ:

ફ્રી પ્રિવ્યુ

ક. ન્યૂઝલેટર વિકલ્પ અને તેનું લખાણ.

ડ. અબાઉટ અસ

૩. આ વસ્તુઓ ના ગમી.

અ. સાઇટમાં ગુજરાતી ટ્રાન્સલિટરેશનનો ઉપયોગ. સજેસ્ટ ધિસ. કોન્ટેક્ટ અસ. વટફ!

બ. ફ્રી પ્રિવ્યુ હોમપેજ પર જ લાવે છે! ફ્લેશ!!

ક. લવાજમ માત્ર $ માં જ ભરી શકાય છે!! ડિટ્ટો ઓનલાઇન શોપિંગ માટે.

ડ. ASP.Net નો ઉપયોગ :(

વેબસાઇટમાં @ હોય?

with 17 comments

* ના હોય. પણ, ગઇકાલે મેં એક જૂનાં કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરને વેબસાઇટનાં URLમાં @ નો ઉપયોગ કરી તેને ખોલવાનો પ્રયત્ન કરતાં જોયો ત્યારે મારાથી કહ્યા વગર રહેવાયું નહી – સાથે જ આ વિચાર મનમાં ઘૂમતો હતો..

અને આજે સવારે ગુજરાત સરકારનાં પોલીસ ખાતામાં ભરતીની જાહેરાતમાં ખાતાંની વેબસાઇટ આ રીતે લખેલ હતી: www.police@gujarat.gov.in :P અહીં તેનો અત્યંત ઝાંખો ફોટો મૂકેલ છે – કારણકે મારા ડબલા જેવાં મોબાઇલ (૬૬૦૦)માં મેક્રો મોડ નથી!

@ વેબસાઇટમાં!

જય ઇન્ફોર્મેશન ટેકનોલોજી!

વિઝ્યુલ love

with 6 comments

* આજે અમે શબ્દકોશમાં થોડા ખાંખા-ખોળા કરતાં હતાં ત્યારે એક સાઇટ અશોક તરફથી મળી. વિઝુવર્ડ્સ.કોમ મસ્ત ગ્રાફિકલ અસર ધરાવતી આ સાઇટ શબ્દકોશને કંઇક અલગ રીતે જ રજૂ કરે છે. દા.ત. શબ્દ love નું પરિણામ નીચે પ્રમાણે મળે છે:

વિઝુવર્ડ્સ

મસ્ત છે ને?

સ્ટેકઓવરફ્લો.કોમ

with 5 comments

સ્ટેકઓવરફ્લો (C) સ્ટેકઓવરફ્લો.કોમ

* પ્રોગ્રામિંગ કરો છો અને કોઇ પ્રશ્ન પૂછવા માંગો છો?

તો જુઓ સ્ટેકઓવરફ્લો.કોમ. એકદમ સરસ વિચાર અને સરળ રીતે તમે પ્રશ્નો પૂછી શકો છો, જવાબો જોઇ શકો છો અને જવાબો આપી પણ શકો છો!